Download this page in

આંસુ

ડૂબવા માટે કિનારો હોય છે,
રોજ સૂરજ તું બિચારો હોય છે?

આંખમાંથી છેતરીને લાવશે !
‘આંસુ’તારો પણ ઇશારો હોય છે ?

ફૂલને જોયા પછી ભમરો કહે;
તું જ ખીલે તો બહારો હોય છે.

એક ભીની હૂંફને ખાતર ખુદા !
જીવ ધરતી પર અમારો હોય છે.

ટેવ ‘આદત’ની કદી છૂટે નહીં !
એ ખભા જેવો સહારો હોય છે.

પટેલ ધ્રુવિનકુમાર રમણભાઈ, ગુજરાતીવિભાગ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર પીન. ૩૮૮૧૨૦ મો.૯૪૨૯૮ ૮૫૧૦૦