લઘુકથા

ચહેરો

નસીમ મહુવાકર


" હેપ્પી બર્થ ડે પપ્પા ....." કહેતો પ્રથિત આવીને મને પગે લાગ્યો અને મીઠાઇનો એક ટુકડો મારા મોમાં મુકયો. એમાંથી અરધો ટુકડો કરી મે સામે એનાં મોંમા મુકયો અને એને ગળે લગાડતા કહ્યુ , " થેંકયુ બેટા. "
"કયાંય બહાર જવાના કે ઘરે જ છો " એણે પુછયુ.
"ના, આજે કયાંય નહિ." મેં જવાબ આપ્યો.
" સારૂ ! આવું હું કલાકેક્માં " કહેતો એ નિકળી ગયો .નકકી મારી બર્થડે પાર્ટીનાં આયોજનમાં લાગ્યો હશે. આમેય આ નવી પેઢીને આવી ઉજવણ ઓનું વળગવ વધુ .અમારા સમયમાં અમનેય આવું ગમતુ પણ પિતાજી કેવી રીતે ......
મારા પિતાજીએ અનહદ સંહડામણ વેઠી અમને ઉછેરેલા. બે છેડા ખેચી-તાણીને પુરૂ કરવા માં એ કયારેક અમારા જન્મ દિવસેય ભૂલી જતા.અમે જઇને પગે લાગીએ ત્યારે માથા પર ફરતો એમનો હેતાળ હાથ જ મોટી ભેટ મિત્રો એમનાં જન્મ દિવસની ઉજવણીની , ભેટ સોગાદોની વાતો કરે ત્યારે મનમાં ઘણાયે અભરખા ઉઠતા, પણ ઘરની હાલત અને પિતાજીનાં હેતની નીચે એ બધુ દબાઇને અર્થહીન બની રહેતુ.
પિતાજીએ રોપેલા સંસ્કાર અને શિક્ષણનાં બી ધીમે ધીમે કોળ્યા. એના મિઠા ફળ ચાખે એ પહેલા એમની આંખો મિંચાઇ ગયેલી ને સાથે અમારી કેટલીય ઇચ્છાઓપણ .
કલાકેય ન થઇ કે પ્રથિત પાછો આવ્યો . "પપ્પા, બહાર આવો"
"શું છે ? "
હું વધુ કઇ બોલુ એ પહેલા એ મારો હાથ પકડી મને ફળીયામાં ખેંચી ગયો. કવરથી ઢકાયેલી મારી જુની બાઇક પાસે લઇ જઇને કહ્યુ, " ખોલો "
" આ તો મારી બાઇક છે "
" તો ય, ખોલો તો ખરા "
મેં કવર હટાવ્યુ ., ને હદય એક ધબકારો ચૂકી ગયુ.
વરસોથી મારી આંખમાં વસેલુ મારૂ ‘’રોયલ એનફિલ્ડ" પચ્ચીસમાં વરસનું સપનુ અડતાલીસમાં વરસે મારી સામે સાકાર થઇને ઉભુ હતુ . "હતીને આની ઇચ્છા ?’’ પ્રથિતે હસીને પૂછયુ.
" હા ... પણ ...છેક ... હવે ..." હુ થોથવાયો. ચાવી મારા હાથમાં પકડાવતા એ બોલ્યો ,
" હવે તો હવે ." ને એની પછીતેથી જયારે આપી શકવા જેવો થાઉ ત્યારે આપુ ને જેવા પિતાજીનાં વણકહેલા શબ્દો મારી ફરતે ધુમરાઇ વળ્યા.
મેં પ્રથતની સામે જોયું એનાં હસતાં ચહેરામાં પિતાજીનો ચહેરોયે હસી રહ્યો.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટરેટ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ (સૌરાષ્ટ્ર ) 99 1313 5028 ઈમેઇલ : nasim2304@gmail.com