સાહિત્ય સર્જન : છંદ એક અનિવાર્યતા


વૈદિક સમયથી અપને ત્યાં સાહિત્યમાં છંદનું મહત્વ રહ્યું છું વેદના છ અંગોમાં પાણીની એ છંદને અગત્યનું અંગ માન્યું છે, વ્યાકરણ, શિક્ષા,નિરુકત, જ્યોતિષ , કલ્પ અને છંદ.જેમ માનવીના શરીરમાં પાંચન માટે દરેક અંગની ઉપયોગીતા છે. પરતું જઠર એ વિશેષ ઉપયોગીતા નીવડે છે તેમ સાહિત્ય જેમ આ છ અંગોની ઉપયોગીતા છે તે જ રીતે છંદની તો ઉપયોગીતા છે પણ તે માત્ર ઉપયોગીતા જ નહીં બલ્કે અનિવાર્ય બની રહે છે વેદનો મૂળ અર્થ જ્ઞાન છે. જે આત્મ સ્વરૂપે છે અને શ્રુતિમાં કેહવાયું છે.કે પ્રતિષ્ઠ જ્ઞાન જ બ્રહ્મ છે.

શીધગ્રંથના પ્રથમ અધ્યાયમાં પાણીની જણાવે છે કે, “ यदि यदि आह्लद्ने दिपतओ च धातु सेव्I असून करने पर छन्दयति आह्लदिन करे या ज्ञान क प्रकाश करे उसे छन्द्स कहा गाय है I” (વૈદિક છંદ મીમાંસા પૃષ્ઠ-૨)આમ વૈદિક છંદમાં છંદક્ત્વ અત્યંત ગંભીર વિષય છે.આના વિષે ઋકપ્રતીશાખ ની એ ઉક્તિ સાંકેતિક છે કે ‘यदक्षर तत छन्द : I’ અર્થાત પ્રત્યેક અક્ષર છંદ ગુણ વિશેસ છે. કારણ કે, તે જ્ઞાનરાશી નું વિભાજન કરે છે.અથવા જોડાણ કરે છે.માટે જ વેદના એમ કેહવાયું છે કે, છંદ વગર વેદના મંત્રની અભ્યાસ ન કરવો જોઈએ કારણ કે , છંદ વગર વેદનો અભ્યાસ નિષ્ફળ જાય છે,એય્લું જ નહિ તે પાપનું કારણ પણ બને છે. મહર્ષિ કાત્યાયન કહે છે કે, -“ छनदासि गायत्यादिन एतान्यविदित्वा योड्धि तेडनुकणु ते जपति जुहान्ति यश्रते तस्य निर्वोय यातयामं भवति I अथा न्तसुश्रगर्त वा पध्ते स्था धुव चर्वति प्रमीयते वा पपियाने भवति I” ( ની ભૂમીકામાંથી લેવામાં આવ્યું છે)

આમ વૈદિક કાળથી જ ભારતીય સાહિત્યમાં છંદની અગત્યતા પ્રવર્તે છે.એમાં ઋગ્વેદીક મતોની રચના તો મુળત: ત્રણ પ્રમુખ છંદો દ્વારા જ કરાઈ છે. ગાયત્રી, ત્રીષ્ટુંય અને જગતી. સૌ બ્રાહ્મણનું કહેવું છે કે, ગાયત્રીના એક પદમાં અષ્ટાંક્ષર છે.તો વળી અનુષ્ટય ને અન્ય બધા જ છંદની આધાર માનવામાં આવે છે.અને અતિછંદનીમાં જ અન્ય બધા છંદની વિશેષતાઓ વિદ્યમાન હોય છે.આમ સાહિતમાં છંદ એ વાણમયનો પ્રાણ બની રાહ છે.

કાવ્ય કે પદ્યમાં છંદ કયારે પ્રવર્તે છે. તેને વિચાર કરતા સ્પસ્ટ જણાઈ આવે કે, જયારે વ્યક્તિ અતિ તીવ્ર આવેગ કે લાગણી અનુભવી હોય અને એ ભાવને જયારે કાવ્યમાં ઉતારવા મથે ત્યારે –ત્યારે સાહિત્યમાં છંદ પ્રયોજાય તે સ્વાભાવિક છે. આથી એમ કેહવું જોઈએ કે, છંદ કાવ્યમાં આગંતુક નહિ પરંતુ કર્ણના કવચ કુંડળની જેમ આવે છે.આમ પણ સંસ્કૃતમાં છંદની મૂળ અર્થ જ અક્ષર અથવા માત્રના મેળથી સર્જાતું સાહિત્ય એવો થાય છે.છંદની મુખ્ય બે પ્રકાર છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ જેમાં વૃત પણ એક શબ્દ છે.જેની અર્થ છે.લય. વૃતનું સ્વરૂપ લય છે.ચોક્કસ એકમના આવર્તનને લય કહે છે.ડૉ.સુમનશાહ આ અંગે નોંધ છે કે – “ વૃત કે છંદ હકીકતે લયનું માધ્યમ છે, અથવા લયવિધાનને માટેની વ્યવસ્થા છે,તેનું બંધારણ કે તેની વિધીપ્રવીધી છે”(પરું-૧૬૬)કતામીમાંસા સોજાધાન’

પરંતુ અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે, કાવ્યમાં કદાપી છંદ ન હોય તો પણ લય હોય શકે, કારણ કે, અછાંદસ કવિતામાં પણ લય તો હોય જ છે.વળી અપદ્યણને પણ લયબદ્ધ વાચી શકાય છે.અહી એ પણ નોધવું જોઈએ કે, કવિ વ્યાકુળ હોય કે કશુંક ભાવ અભિવ્યક્ત કરવા આતુર હોય, ત્યારે તે છંદના ઉપકરણ પાસે જય છે અને કાવ્ય લયબદ્ધ બને છે.પરંતુ, એવું પણ નથી કે કાવ્યમાં લય હોય એટલે છંદ હોય જ. આમ, એ નક્કી કે, છંદ એ કાવ્યનું સાધન છે. સાધ્ય નહિ.આથી એવું ને બની શકે કે, જો કાવ્યમાં છંદ ઉત્તમ રીતે પ્રોયોજાયો હોય તો તે ઉત્તમ કાવ્ય, અને કાવ્યમાં છંદ નબળો હોય તો અધમ કાવ્ય, કારણ કે ઉત્તમ કાવ્યમાં કેટલીક વાર છંદ ન પણ હોય અને ક્યારેક અ નબળી સાહિત્યિક રચનામાં પણ છંદ સુંદર રીતે પ્રોયોજાતો જોવા મળે છે.

આ મતની સામેની બાજુ એ પણ છે કે, કેટલાય કવિઓએ કાવ્ય રચના માટે છંદને અનિવાર્યતા જણાવ્યું છે.અને પોતાના ભાવોર્મિ પ્રમાણે સર્જનમાં છંદ બંધ ન બેસતા કાવ્ય સર્જન છોડ્યું પણ છે આ સંદર્ભે રમણભાઈ નોલકંઠે ઉચિત જ નોંધ્યું છે કે , “યોગ્ય છંદ ન મળવાથી કવિને કેટલીક વાર ભાવપ્રદર્શન બંધ રાખવું પડે છે,અંતરની ઊર્મિમાં જ રાખી મુકવી પડે છે,” (પૃ-૭૧) (કવિતા અને સાહિત્ય’-ગ્રંથ -૧ )

આમ સાહિત્ય સર્જનમાં, ખાસ તો કાવ્યમાં છંદ ખુબ આવશ્યક છે. છંદ વિના કાવ્યગેય બની શકે છે પણ લયબદ્ધ અને આવર્તનયુક્ત બની શકતું નથી છંદની અનીવાર્યતા જણાવતા ડૉ.રંજના મિશ્ર નોંધ છે કે, “ वैदिक वज़्म्य मे भाषा व शैली कि द्रष्टि छन्द का महत्वपूर्ण स्थान है I वैदिक का सुत्रपात हि छन्दो मे हुआ है I छन्द के बारे में कः गया है कि छन्द के बिन वाक् उच्चरित हि नहि होति I वैदिक कल से लेकर अबतक छन्दो क महत्व अक्षुज्ज बना रहा है I” (वैदिक छन्दो मिमसा –पृ-३) આમ છંદ એ ઉચ્ચાવર્ણથી માંડીને લયબદ્ધ કાવ્ય સુન્ધીની ગતિ કરે છે.આમ છંદની કાવ્યમાં પુરતી જરૂરિયાત વર્તાય છે.

છંદ કાવ્યમાં મુખ્ય બે રીતે પ્રવર્તે છે એક અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ જેમાં અક્ષરમેળ છંદમાં મંદાક્રાન્તા, અનુષ્ટપ, સ્ત્રગ્ધારા, શિખરીણી વગેરેનો સમાવેશ થાય છે જયારે માત્રમેળ છંદમાં ચોપાઈ, દોહરો, ઝૂલણા વગેરેનો સમાવેશ થાય છે. જેમાં અક્ષર મેળમાં લઘુ-ગુરુથી છંદમાં આવર્તનની ગણતરી થાય છે.જયારે માત્રામેળમાં માત્રાની ગણતરી દ્વારા છંદની ઓળખ થાય છે.આમ છંદ એ કાવ્યનો અત્યંત ઉપયોગી અંગ છે. વળી, આગળ જણાવ્યા મુજબ છંદ એ બાહ્ય પરિમાણ કે, આગુતુક નથી .જેમ કોઈ સ્ત્રી તેના સંપૂર્ણ દહેલાલીલ્યથી અને લાવણ્યથી સુંદર જણાય છે. નહિ કે કોઈ એક અંગથી. તેમ છંદ પણ કાવ્યમાં ભળી જઈને સમગ્ર કાવ્યના લાલીલ્યમાં વધારો કરે છે.

તો વળી છંદનું કાવ્યમાં સ્થાન કેટલુક ? એ વિષે પણ તટસ્થતાથી વિચારવું જ રહ્યું ત્યારે એમ કહી શકાય કે, છંદ એ કાવ્ય માત્ર માટે વાહન બને છે.અને છંદ કાવ્યમાં મૂર્ત થતા અર્થ ભાવ વચ્ચેનો સબંધ યાધુચ્છીક છે. જેમ કે મંદાક્રાન્તા એટલે મંદ પણે આક્રંદ વહેળાવતો છંદ એમ મોટાભાગે અર્થગર્ભ રહેલો છે.જેમ કે ‘તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો.” અહીના અર્થ ભાવને જોતા ઉપરની ઉક્તિ સાચી જ લાગે પરંતુ છંદ અને અર્થ એ બે યાદુચ્છીક ભાવ-વિભાવ છે એમ કહેવું સહેજ પણ ખોટું નથી.

આ અંગે ડૉ.સુમન શાહ નોંધે છે કે, - “નોંધપાત્ર તો એ પણ છે કે જેમ છંદ કાવ્ય ન હોય ત્યારે અને હોય તે પછી પણ હોય છે,એ જ રીતે , છંદના બંધન અને મુક્તિ પણ કાવ્યના ન હોય ત્યારે અને હોય તે પછી પણ હોય જ છે –તે બંને પણ એટલા જ પુર્વસિધ્દ અને કાવ્ય- બાહ્ય છે.” (પૃ-૧૬૯) ‘કલામીમાસા સન્નીધન’ માંથી.

આમ છંદ એ વૈદીક્કાલનું અવિષ્કરણ છે. પરંતુ વર્તમાન સમયમાં અછાંદસ કાવ્ય રચના ઓ પણ વિશેષ માત્રામાં મળે છે જે બતાવે છે કે, કાવ્યમાં છંદ એ કેટલે અંશે અનિવાર્ય છે. છંદ વિના કાવ્યના લયનો ભંગ પણ થતો નથી. છંદનો મૂળ સબંધ સંગીત સાથે છે, જયારે સાહિત્યનો સબંધ મૂળ અર્થ સાથે રહેલો છે. આ પરથી એમ કહી શકાય કે કોઈ પણ કૃતિની સફળતા તેના છંદધારણ પર હોય છે. એવું નહિ પરંતુ કેટલીક વખત તે કાવ્યના કથાવસ્તુ ઉપર પણ તેને મધર રહેતો હોય છે માંધ્યકાળમાં જેમ કાવ્ય સાહિત્ય દેશીઓમાં અને રોળામાં રચાયું છે તો પણ તે સૌથી વધુ કન્થોપકંઠ જળવાઈ છે.આંમ છંદ પણ કાવ્યમાં એટલે અંશે જ અનિવાર્યતા ગણાય.

ઉપરોક્ત સમગ્ર ચર્ચા પરથી એટલે તારણ શકાય કે, કાવ્યસાહિત્ય સર્જનમાં છંદ એ અનિવાર્યતા તો છેજ પણ મ્મટે જેમ કાવ્યના પ્રકારો વિષે કહ્યું છે તેમ “ तददोषो शब्दार्थो सगुजावनलकृति पुन:कवाचि” અર્થાતત કાવ્યમાં ગુણની જેમ પણ કયારેક ન હોય તો પણચાલે. પરંતુ તે જયારે આવે તત્યારે તેમાં એકમાં એક ભળી જઈને આવવો જોઈએ તેને કાવ્ય માંથી દુર ન કરી શકાય અને જો કાવ્ય માંથી દુર કરીએ તો તે મૃત:પાય બને તે રીતે કાવ્યમાં વણાઈ જવો જોવોએ. આમ છંદ એ કાવ્યમાં આવશ્યક છે એ તો માનવું જ રહ્યું.

સંદર્ભ સૂચી :

  1. ૧. વિવેચનના સિદ્ધાંતો – સં .સતીશ વ્યાસ,વિજય શાસ્ત્રી
  2. ૨. કલમીમાંસ સન્નિધાન – તંત્રી –સુમન શાહ
  3. ૩. કવિતા અને સાહિત્ય – ગ્રંથ -૧
  4. ૪. वैदिक छन्दो मिमांसा –અધ્યાય - , અધ્યાય -૨

ચૌહાણ મિતલ ઘનશ્યામભાઈ, પ્રાધ્યાપક,ગુજરાતી વિભાગ, આર્ટ્સ કોલેજ,ફતેપુરા