કાંત અને કલાપીના કાવ્યોમાં અક્ષરમેળ છંદ નિરૂપણ


ગુજરાતી સાહિત્યમાં છંદ નિરૂપણ વૈદિક કાળથી થતું આવ્યું છે. તે પદ્ય સ્વરૂપમાં સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબદ્વ એટલે કે યતિ માત્રાગણ વગેરેના બંધનમાં બાંધે છે કવિતાનો સંબંધ હદય સાથે રહેલો છે . આથી ચિત્ર ,સંગીત અને કાવ્યને પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે. આ કારણે ચિત્રાત્મકતા અને સંગીતાત્મ્કતા ,ભાવાત્મકતા ણે આવશ્યક ગણવામાં આવે છે. લય એ સંગીતનું તત્વ છે અને છંદમાં લય જરૂરી છે. આથી છંદોબદ્વ કવિતામાં લય અને સંગીતનો અપૂર્વ સંગમ થયેલો છે. કાવ્યમાં છંદનું સ્થાન મહત્વનું છે.

છંદનો મહિમા :

વૈદિક સાહિત્યમાં આદિમાનવની જેમ પ્રાચીન છે વેદને માનવનો આદિગ્રંથ માનવામાં આવેછે ઋગ્વેદનાં પૂરૂષ સૂક્તનાં નવમા મંત્રમાં છંદોની ઉત્ત્પત્તિ વગેરે પૂરૂષ ઈશ્વર દ્વારા બતાવવામાં આવી છે. છંદનું અસ્તિત્વ ઋગ્વેદની જેમ પ્રાચીન છે. સામવેદમાં અનેક છંદોનું વર્ણન વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. વેદનાં મુખ્ય છ અંગોમાનું એક અંગ છંદ છે વેદોને જો પૂરૂષ માનવામાં આવ્યા છે તો છંદોને તેના પગ માનવામાં આવ્યા છે . “ છંદ પાદૌ , તું વેદ્સ્ય“

સંસ્કૃત સાહિત્યમાં ગાયત્રી ,ત્રિષ્ટુભ , અનુષ્ટુપ જેવા છંદ વૈદિક સમયથી સંસ્કૃત સાહિત્યમાં પ્રયોજતા આવ્યા હતા.એ ઉપરાંત રામાયણ અને મહાભારતથી માંડીને શ્રીમદભાગવત , પુરાણો વગેરે , કાલિદાસ ,ભવભુતિ , માઘ , હર્ષ , અશ્વઘોષ , વગેરે અનેક મહાકવિઓએ છંદોબદ્વ રચનાથી કવિતા માં છંદને નિરૂપણ કર્યું છે.

છંદ માટે સંસ્કૃતમાં “વૃત” શબ્દ છે.
છંદ એટલે અક્ષ્રર કે માત્રામેળ નિયમથી બનેલી કવિતા ,
તાલ કે લયબદ્ધ શબ્દની ગોઠવણી
લઘુ કે ગુરૂ અક્ષરો અને તેની માત્રઓને અનુસરી પદબંધ કરેલ વાક્ય
નિયમિત માપથી મર્યાદામાં રહી મનને આંનદ આપનારી ક્રમબદ્ધ વાણી
છંદ એટલે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંકિતમાં માપ અને ગોઠવણી નિયમાનુસાર થયેલી માપવાળી શબ્દરચના – વિવેચકના શબ્દ અનુસાર .

છંદનાં પ્રકારો :

છંદનાં બે પ્રકારો છે . (૧) અક્ષરમેળ (૨) માત્રામેળ

(૧) અક્ષરમેળ :- અક્ષરમેળ છંદને કેટલાક વિદ્વાનો રૂપમેળ છંદ કહે છે અક્ષરમેળ છંદમાં વર્ણો ત્રણ ત્રણ નાં સમૂહમાં નિયત સ્થાને આવે છે .તેથી તેને ગણમેળ કહે છે . આ પ્રકારના છંદોમાં ચરણ વર્ણો ગણની સંખ્યા નિયત થયા મુજબની હોય છે. આ પ્રકારના છંદોમાં અનુષ્ટુપ , શિખરિણી , મંદાક્રાન્તા, હરિણી , પૃથ્વી , વસંત તિલકા , માલિની , શાલિની , શાર્દૂલવિક્રીડીત , સ્ત્રગ્ધરા , ઇન્દ્રવજ્રા , ઉપેન્દ્રવજ્રા , મીશ્રપ્રજાતિ , મનહર , વગેરે છંદોમાં અક્ષરને ધ્યાનમાં રાખવામાં આવે છે.

(૨) માત્રામેળ:- ચોપાઈ , દુહા –દોહરો , હરિગીત , ઝૂલણા , સવૈયો , કટાવ , વનવેલી , સોરથા , રોડા , ઢાળ વગેરેમાં માત્રા ગણીને લઘુની એક માત્રા અને ગુરૂની બે માત્ર ગણીણે યતિ અને બંધારણ નક્કી કરવામાં આવે છે .

કાંત અને કલાપીના કાવ્યોમાં અક્ષરમેળ છંદ નિરૂપણ

સંસ્કૃતમાંથી છંદો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવ્યા છે . અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉદય નર્મદ – દલપત ની કવિતાથી થયો છે . નર્મદયુગમાં દલપતરામ , નર્મદ , રણછોડભાઈ ઉદયરામ ત્રણેય સંસ્કૃત છંદોનાં પીંગળો રચેલા જોવા મળે છે તેમણે ગુજરાતીમાં છંદોને પ્રચલિત કર્યા છે . નર્મદથીજ ગુજરાતી કવિતામાં “ બ્લેક વર્સ ” જેવા અંગ્રેજી છંદની શરુઆત થઇ , નવલ રામે મેઘ છંદ રચેલો જોવામળે છે . પંડિત યુગમાં ન્હાલાલની દૌલન શૈલી, બ.ક. ઠાકોરની પૃથ્વી , કે.હ. ધ્રુવનો વન વેલી , ખબરદાર નું મુક્તાધારા , વગેરે છંદો પ્રચલિત થયા હતા. રમણભાઈ નીલકંઠ , રાવી પાઠક , વિષ્ણુપ્રસાદ ત્રિવેદી , ઉમાશંકર જોશી ,સુરેશ જોશી , હેમંત દેસાઈ , હરી વલ્લભ ભાયાણી , છંદનાં કવિતામાં મહત્વ વિશે વિચારણા કરી છે. કાંત અને કલાપી , સુન્દરમ , ઉશનશ , બાલમુકુન્દ દવે , પ્રહલાદ પારેખ , જયંત પાઠક , રમેશ પારેખ , પ્રજા રામ રાવળ , ભાનુપ્રસાદ પંડ્યા , કરસનદાસ માણેક , કૃષ્ણલાલ શ્રીધરાણી ,રાજેન્દ્ર શાહ , સ્નેહ રશ્મી , હરીલાલ ધ્રુવ , ઝવેરચંદ મેઘાણી , સુંદરજી બેટાઈ , સુરેશ દલાલ વગેરેએ છંદોણે કવિતામાં રચ્યા છે .

શિખરિણી છંદ
અક્ષર – ૧૭
ગણ - ય, મ, ન ,સ , ભ , લગા
યતિ - છઠ્ઠા અને બારમાં અક્ષરે
સ્વરૂપ - લગાગાગાગાગા, લલલલલગા , ગાલલલગા
પ્રથમ ખંડમાં એક લઘુ પછી પાંચ ગુરુ આવતા શ્વાસનું આરોહણ શીખરના આરોહણ જેવું બને છે. પાંચ લઘુ આવતાં આ અવરોહ અને છેલ્લા પાંચ અક્ષરો સામાન્ય ચઢાણ ઉતરાણવાળા હોવાથી શિખરણી નામ યોગ્ય જણાય છે. આ છંદ ગેય પ્રકારનો છો.

અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના
સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે – કાંત

કૃતઘ્મી તું થાતાં દિલ મમ કૃતઘ્ન થઈ ગયું !,
પ્રભુની લીનાને વિષમ ગણતાં એ શીખી ગયું - કલાપી

હજારો વર્ષો એ વચન નીકળયાને વહી ગયા,
ખરે! વકતા શ્રોતા નથી તદીપેએ વિસ્મૃત થયાં -(વસંત વિજય કાવ્ય) –કાંત

મંદાક્રાંતા છંદ
અક્ષર - ૧૭
ગણ - મ,ભ,ન,ત,ત,ગા,ગા
યતિ - ચોથા અને દસમાં અક્ષરે
સ્વરૂપ - ગાગાગાગા, લલલલલગા,ગાલગા, ગાલગાગા

શાલિનીનોજ વિકાસ મંદક્રાંતામાં થયો છે. શાલિનીના યતિ પછી પાંચ લઘુ અને ગુરૂનો ખંડ ઉમેરીને શાલિનીનો ઉતરાધ કાયમ રાખ્યો છે. છંદનો લય મંદ વિલંબિત હોય મંદ અલસગતિ છંદ તરીકે મંદા ક્રાંતા વિશિષ્ટ છે. આ ગેઈ પ્રકારનો છંદ છે.
ઉદાહરણ :-

હા! પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
પાપી તેમાં ડુબકી દઈ ને પુશ્યશાળી બને છે. – કલાપી

રે પખીંડાં ! સુખ થી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવા મુંજ થી ડરીને ખેલ છોડી ઊડો છો ? - કલાપી

શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી
શોધી કાઢે દીયત નયનો જોઈને હષ્ટ થાતી - કાંત

શાર્દુલવિક્રિડિત છંદ :-
અક્ષર - ૧૯
ગણ - મ,સ,જ,સ,ત,ત,ગા
યતિ - બારમા અક્ષરે
સ્વરૂપ - ગાગાગા , લલગા , લ ગાલલલગા, ગાગાલગા, ગાલગા
સિંહની ક્રિડા, એની ફલાંગ જેવી ગતિને કારણે શાર્દુલ વિક્રિડિત નામ યોજાયું છે. સિંહની ફલાંગ બાર હાથની હોય છે.ત્રણ અક્ષરથી શરૂ થતો બાર અક્ષરનોપથરાત ધરાવતો પ્રથમ ખંડ સિંહની લાંબી ફાડની યાદ આપે છે. આ છંદ ગેઈ પ્રકારનો છંદ છે.
ઉદાહરણ :-

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં – કાંત

મીઠો છે રસ બાઈ ! શેલડી તણો એવું દયાથી કહી
માતા ચાલી યુવાનને લઈ ગઈ જયાં છે મીઠી શેલડી. – કલાપી

સ્ત્રગ્ધરા છંદ
અક્ષર – ૨૧
ગણ - મ,ર,ભ,ન,ય,ય,ય,
યતિ - સાતમે અને ચૌદમાં અક્ષરે
સ્વરૂપ - ગાગાગાગા, લગાગાલલલ, લલલગા, ગાલગાગાલગાગા
આ છંદમાં સમુદ્રની ભવ્યતા અને ગંભીરતા જોવા મળે છે. આ પણ ગેય પ્રકારનો છંદ છે.
ઉદાહરણ -

ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય
ચોપાસે વલ્લિયોથી પરિમલ પ્રસરે ,નેત્રને તૃપ્તિ થાય – કાંત

નાનાં મોટા સુરંગી મકર ચળકતાં હીંચકાવે રસીલા,
રાતી નીલી મધુ પી કુમુદિની પરથી ફૂદડી રંગ વાળી – કલાપી

આમ કાંત અને કલાપીની કવિતામાંથી શિખરિણી , મંદાક્રાંતા, સ્ત્રગ્ધરા , વગેરે છંદોના ઉદાહરણો આ શોધ પત્રમાં પ્રસ્તુત કર્યા છે.

જમનાબેન એન. પટેલ, આસી. પ્રો. ગુજરાતી. સરકારી વિ. અને વા.કોલેજ ,ખેરગામ., જી.નવસારી