આધુનિક યુગની નારીની નરી વાસ્તવિકતા

More on Portrayal of Women in Literary World

આધુનિક યુગની નારીની નરી વાસ્તવિકતા
ઐતિહાસિક પૂજનીય પ્રતીકથી આધુનિક સૌદર્ય ર્મૂતિ સમી


આજે સમગ્ર દુનિયા એક કુટુંબ જેવી બની ગઇ છે, રોજે રોજ આપણે પ્રગતિ અને વિકાસ તરફ વિમાનની ગતિએ આગળ વધી રહ્યા છીએ ત્યારે સાચા સ્ત્રી સન્માન અંગેનો એક પ્રસંગ યાદ આવે છે. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ એક સાહસિક, નિર્ભયી અને વિક્રમી સરસેનાપતિ તરીકે જગ મશહૂર છે. આ નેપોલિયને પોતાના રાજમહેલમાં ભવ્ય સ્નાનાગાર તૈયાર કરવાનો આદેશ આપ્યો. વિશાળ રાજપ્રસાદને શોભે તેવું સ્નાનાગાર બનાવવાની તડામાર તૈયારીઓ ચાલવા લાગી અને થોડા દિવસોમાં તો ભવ્ય સ્નાનાગાર તૈયાર પણ થઇ ગયો. સ્નાનાગારના સૌદર્યને ઓપ આપવા ચારે બાજુની દિવાલો પર શૃગાંર સજજ રમણીઓના મનમોહક ચિત્રો પણ દોરાવ્યા હતા. પોતાને ભારે મોટી શાબાશી અને માટું ઇનામ મળશે એ હેતુથી બધુ કામ પુરુ થયા બાદ નામદાર સાહેબને સ્નાન કરી મંગળ ‘ઉદઘાટન કરવા નિમંત્રણ આપ્યું.’
નેપોલિયને પોતાના સ્નાનાગારમાં પહેલું પગલું મૂક્યું ત્યાં એમની નજર ચારે કોરની દિવાલો પર પડી.દિવાલ પરની ચિત્રલીલા પર પહેલી નજર પડતાં જ એમણે પોતાનો પગ પાછો વાળી લીધો. અધિકારીઓને તત્કાળ એ ચિત્રો ભૂંસાડવાનો હુકમ આપતાં કહ્યું, "સ્ત્રીઓના વિલાસપૂર્ણ ચિત્રો એ એમનું અપમાન છે. સ્ત્રીઓનું તો સન્માન થવું ઘટે, જે દેશમાં સ્ત્રીઓને વિલાસનું સાધન માનવામાં આવે છે તે દેશ વિનાશને પંથે છે. તેમ સમજવું."
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ તરફ જોવાની સન્માન દૃષ્ટિ છે, તે ‘મહિલા’ શબ્દ પરથી સમજાય છે. ભારતમાં સ્ત્રીના કન્યારૂપ અને માતૃરૂપને વંદનીય ગણ્યું છે એટલે ભારતની ટોચ પર ઉત્તર દિશામાં કાશ્મીરમાં વૈષ્ણોદેવીનું મંદિર છે, જે ‘માતૃરૂપા’ છે, જયારે ભારત માતાના ચરણો પખાવતી દક્ષિણ દિશામાં ‘કન્યાકુમારી’ બિરાજમાન છે. આમ માતારૂપે અને કન્યારૂપે નારીતત્વ ભારતના શિખર અને ચરણને શોભાવે છે. વર્તમાન કાળમાં વિશ્વભરમાં સ્ત્રીઓની જે દુર્દશા કરવામાં આવી છે. તે જો સુધારી લેવાય તો જ સાચું સ્ત્રી સન્માન સિધ્ધ થઇ શકે.
આજનો જમાનો નારીવાદ (ફેમિનિઝમ) નો છે. નોકરી વ્યવસાયના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ માટે ભલે પુરુષો જેટલી જ રોજગારીની તકો છે. લગભગ તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પ્રમોટ કરવામાં આવે છે. આજના સ્પર્ધાત્મક સમયગાળામાં સ્ત્રી પુરુષ વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ ગઇ છે. મહિલાઓ રૂપે પુરુષોના નકશો કદમ ઉપર ચાલવાને બદલે પુરુષોથી ખભેખભો મિલાવીને કે તેમનાનીય એક કદમ આગળ ચાલે છે. દવે મહિલાઓ માટે કોઇપણ  ક્ષેત્રમાં કામ કરવા ઉપર કોઇ વાળંદી નથી, ત્યારે હકીકતને સમજવાની કોશિશ કરતાં કેટલાક પાસાયો એવા છે જેના કારણે એમ કહેવાય આધુનિક નારીની જાગૃતતા સમાજ ઉપર બધુ વિપરીત અસર કરી શકે છે.
* થિ્રલીંગ લાઇફ જીવવા માંગતી મજબુર આધુનિક યુવતીઓ..
‘કરણી તેવી પાર ઊતરણી’ જેનો મતબલ થાય છે - કરે તેવું પામે -
As you sow, so shall you reap.
જિંદગીની ગતિ વધુને વધુ તેજ બનતી જાય છે અને એક જ જિંદગીમાં માણસ બેવડી ને ત્રેવડી જીંદગી જીવી જાય છે. આજે આધુનિક યુગમાં સામાજિક મૂલ્યો બદલાયા છે, ત્યારે ભલે રૂપિયાનું અવમૂલ્યન થતું રહ્યું છે, પણ આમ જોવામાં આવે તો સમાજમાં બે જ વર્ગના લોકો રહી ગયા છે - ‘રૂપિયાવાળો વર્ગ અને રૂપિયા વગરનો છતાં રૂપિયા મેળવવા મથતો વર્ગ.’
પાછલા એક - દોઢ દાયકામાં બારતીય જીવનશૈલીમાં ખાસ કરીને શહેરી સમાજમાં ઓફબીટ ચેઇન્જ આવ્યા છે. હવેની પેઢીને રોમાંચથી ભરપૂર જિંદગી પસંદ છે, જયાં યુવતીઓનો પણ સમાવેશ થઇ જાય છે. આજની તો કોલેજમાં ભણતી યુવતીને પણ લકઝુરીયસ લાઇફ જીવવી ગમે છે અને ડગલે અને પગલે થિ્રલ જોઇએ છે. તેમના મગજને એક પ્રકારની હેરત ભરપૂર કિંક જોઇએ છે. ટી.વી. સીરીયલોના પાત્રો જીવવા તેમને ગમે છે. આવી ટીવી સોય ઓપેટા જ તેમના જીવનનું મહત્વનું ઘડતર કરે છે. આજની યુવતીઓમાં જે રૂપિયા વાળો વર્ગ છે, તેને રૂપિયા ક્યાં વાપરવાએ સવાલ છે, જયારે બીજી તરફ રૂપિયા વગરની યુવતીઓ પણ છે, જેમને રૂપિયા ક્યાંથી મેળવવાએ સવાલ હોય છે. આ બે સવાલના જવાબરૂપે પણ કેટલાંક અનિષ્ટો આજના કહેવાતા આધુનિક યુગમાં બહુ ઝડપથી ઉછેર પામી રહ્યા છે, જેની નોંધ લેવી જરૂરી છે. આજકાલ અવારનવાર સમાચાર પત્રોમાં જોવા મળ્યું છે કે કોલોજીયનો - કલબ હાઉસો, હાઇવેની હોટલો અને ઝિલમિલ રોશનીવાળી ડિસ્કોથેકમાં ફેશર્સ પાર્ટીઓ યોજતા હોય છે. આમ જોવા જઇએ તો આ બધામાંથી એક તબક્કે તો મસ્તીની સાથે ગુનાખોરી પણ આકાર લે છે.
સમાજ માટે ખરેખર એક ચિંતાનો વિષય છે કે પશ્ચિમીકરણના ભાગરૂપે આપણી યુવતીઓ આધુનિકાની સાથે ક્યા પ્રકારનો વારસો એક માતા તરીકે પોતાના બાળકને આપશે પોતે ક્યાં જઇને અટકશે.
* જાતીય છેડછાડ, અશ્લીલ ચેષ્ટા, નનામા - ફોન પત્રો વચ્ચે સાચી આઝાદી ક્યાં ?
"ધોબીનો કૂતરો નહી ઘરનો કે નહી ઘાટનો"
A rolling stone gathers no moss.
ભારત દેશનો સાયબર યુગમાં પ્રવેશ તો થઇ ચૂક્યો છે, પણ આપણી પાસે કાનૂન નથી. જેથી કરીને સાયબર ક્રાઇમ ઉપર દેખીતો અંકુશ રહેતો નથી. આપણે ત્યાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલા જરી - પુરાણા કાયદાઓનો અમલ કેટલો થાય છે, એ જગજાહેર વાત છે. આઝાદ ભારતની રાજધાની નવી દિલ્હીમાં જ સંધ્યાકાળની દીવબત્તી બાદ એકલી યુવતી મમાટે રસ્તે નીકળવું ભારે જોખમરૂપ બની રહે છે. સમી સાંજની વાત તો ઠીક છે, પણ રાત વધતી જાય એમ જોખમ વધતું જાય. જો રાજધાનીમાં આવી સ્થિતિ પ્રવર્તતી હોય તો અન્ય નગરો - પ્રદેશોની શી સ્થિતિ હશે એની તો કલ્પના જ કરવી રહી ૨૧મી સદી છતાં સ્ત્રી સાથેના જાતીય દુર્વ્યવહાર આજે પણ જારી છે, એમાં સાચી આઝાદી ક્યાં ?
સ્ત્રી વર્ગ સાથે અશ્લીલ ચેષ્ટા કરવી, જાતીય છેડછાડ કરવી વગેરે પ્રકારના ગુનામાં ભારતીય દંડ સંહિતા મુજબ બે વર્ષ સુધીની સજાની જોગવાઇ છે, પણ શરત એટલી કે મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચવો જોઇએ, મદ્દઅંશે આમ થતું નથી.
નોકરીઓમાં જાહેર જીવનમાં પણ સ્ત્રી સમાનતાનો આદર્શ વરાળ બનીને ઊડી જાય છે. જાતીય દુર્વ્યવહાર અને અસમાનતા અહીં પણ જોવા મળે છે. નોકરિયાતા સ્ત્રીઓના વેતન ભેદ ઉપરાંત શોષણ સામે કોઇ અવાજ ઊઠાવતું નથી. અધિકાંશ કિસ્સામાં વિદ્રોહી નારીને નોકરી - રોજગમ્રીથી હાથ ધોવાનો વારો આવે છે, ક્યારેક એના પર વધુ કાર્યબોજ લાદી દેવામાં આવે છે, એની ગંદી મજાક ઉડાડવામાં આવે છે, જાતીય છેડછાડ પણ કરી લેવમાં આવે છે. જો કે આવા મામલા જવલ્લે જ પ્રકાશમાં આવતા હોય છે અને અંતે કદાચ તેની હાલત ધોબીના કૂતરા જેવી થાય છે. આમાં સાચી આઝાદી ક્યાં એ પ્રશ્ન હવામાં જ ધૂમરાતો રહે છે.
* મોડેલિંગ - ફેશન શોના નામે ફસાતી યુવતીઓ ઊલમાંથી ચૂલમાં પડવું....
એક મુસીબત ટાળતાં બીજી આવી પડવી.
To get out of the frying pan into the five….
આધુનિકરણના ભાગરૂપે જોઇએ તો છેલ્લા થોડા વખતથી ભારતીય બજારમાં માદક સ્વરનું આકર્ષણ ઉમેરાયું છે. પરદેશમાં તો ઘણા વખતથી ટેલિફ્રેન્ડશીપ અને ટેલિચેટિંગ ચાલે છે. પણ હવે તો આપણા ગુજરાતી અખબારોમાં પણ લાઇવ ફુલ ચેટ - દોસ્તી બાંધો જેવી જાહેરાતો ઝળકે છે. શરમાશો નહીં- મૂઝાશો નહી જેવી જાહેરાતો નવયુવતી અને યુવાનોને આકર્ષે છે. આજના સમાજની હાઇ સોસાયટી અનેક બાબતોમાં બ્રોડમાઇન્ડેડ થવા માંડી છે. જે અંગે વિચાર કરવાનો સમય આજે કોની પાસે છે મોડેલિંગ અને ફેશન શોની ઝાકઝમાળથી અંજાઇને હજારો યુવતીઓ શમણા આંજેલી આંખે ગ્લેમર વર્લ્ડના પ્રવેશવા થનગનતી હોય છે. ગ્લેમરથી અંજાયેલી યુવતીઓને રૂપિયા કમાવવા મળતા હોય તો કોઇ પણ કામમાં ભય, છોછ કે સંકોચ રહેતો નથી. મોટા ભાગની મોડલ ગર્લ્સ એક વાર પબ્લિક ફિગર બની ગયા પછી પોતાનું ઘર વસાવી શકતી નથી. કેટલાંક કિસ્સામાં સમાજ વસાવી શકતી નથી. કેટલાંક કિસ્સામાં સમાજ તેને સ્વીકારતો નથી અને ક્યારેક કોઇ છોકરો તેનો હાથ પકડવા તૈયાર થતો નથી. આખરે તેણે લગ્ન કરવા હોય તો તેણે બ્લેક દિસ્ટ્રી ધરાવતા છોકરાને પસંદ કરવો પડે છે અથવા તો કોઇ ધનિક નબીરાની ધી અધર વુમન બનીને રહેવું પડે છે. આમ બહારથી સ્વસ્થ જણાતી આવી રૂપસુંદરીઓ ઊલમાંથી ચૂલમાંથી જઇ પડે છે જે આજના આધુનિક યુગની યુવતીની વાસ્તવિકતા છે.
સ્ત્રી શિક્ષણ, જાગૃત અને સ્ત્રીકેળવણી :
પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું સુખ તે ઘેર દીકરા
ત્રીજું સુખ તે કોઠીએ જાર
ચોથું સુખ તે સુલક્ષણી નાર,
If you educate a man you educate an individual, but if you educate a woman you educate a family (Nation)
વિશ્વની કોઇપણ સંસ્કૃતિ કે સમાજના વિકાસમાં સ્ત્રીનું સ્થાન મહત્વનું રહ્યું છે એક હાથે તાળી પડી શકે નહિ. સ્ત્રીની સ્થિતિ અને દરજજાનું નિરીક્ષણ કરવાથી જ સામાજિક સ્તરનો ખ્યાલ આવી જતો હોય છે. આ રીતે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વનું છે. પ્રાચીન કાળમાં જ્ઞાની મહિલાઓનું સામાજિક સ્થાન મહત્વનું હતું. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં સમાજકારણ, રાજકારણ કે ઔદ્યોગિક એમ દરેક ટોચના સ્થાને મહિલાઓનું મહત્વ અને દરજજો સ્વીકારાયો જ છે. પરંતુ, પુરુષોના આધિપત્યવાળા સમાજમાં સ્વતંત્ર વ્યક્તિત્વના નિખાર સાથે મજબૂતીથી બહાર આવવા, મહિલાઓએ ભારે સંઘર્ષ ખેલવો પડતો હોય છે. સિક્કાની બીજી બાજુ જોઇએ તો એમ કહેવાય કે મહિલાઓમાં અક્ષર જ્ઞાન વધે, સાક્ષરતા વધે એ માટેના પ્રયાસો સામુહિક રીતે હાથ ધરવા જોઇએ.
જો સ્ત્રી શિક્ષિત અને સમજદાર તેમ જ ર્આિથક રીતે પગભર હશે તો આપોઆપ વિચારશક્તિ - નિર્ણયશક્તિ અને અર્થ શક્તિ કેળવી શકશે અને બહેતર સમાજ નિર્માણમાં પોતાનો સહયોગ આપી શકશે.
* કાગડા બધે જ કાળા હોય છે ....
સ્ત્રીના અસ્તિત્વના આયામને રજૂ કરતી કહેવતોનો તેટો નથી. દેશી - વિદેશી દરેક ભાષા પાસે આવી કહેવતો મળી રહે છે. દેશની આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ ભારતમાં મહિલાઓની સ્થિતિમાં કોઇ ઝાઢો સુધારો થયો નથી. સ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. દેશમાં આધુનીકીકરણ અને ર્આિથક ઉદારીકરણની નવી હવા ફેલાઇ છે. શિક્ષણનો પ્રચાર પ્રસાર વધ્યો છે. પુરુષોના કામકાજના એકાધિકારવાળા ક્ષેત્રોમાં મહિલાઓએ સમાંતર પ્રવેશ કરેલો છે. છતાં સરેરાશ મહિલાઓની સ્થિતિમાં કોઇ ઝાઝો ફેર પડ્યો નથી. સ્ત્રી ખેતમજૂર હોય કે કોમ્પ્યુટર એન્જિનિયર હોય એને સાથી પુરુષ કે સદકર્મચારી અથવા ઉપલા વગ્રના પુરુષના જાતીય છેડછાડ અથવા જાતીય શોષણનો ભોગ બનવાનો વારો આવે જ છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. એનું હકારાત્મક પાસું એટલું કે પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ જુદાં જુદીં ક્ષેત્રોમાં માનભર્યું સ્થાન મળવા લાગ્યું છે. સમગ્ર વિશ્વમાં તા ૮મી માર્ચે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઊજવણી કરવામાં આવે છે. વિવિધ કાર્યક્રમો, સેમિનારો, શિબિરો યોજાય છે, પછી આખું વર્ષ શું ?
ડૉ. ઉષા ઉપાધ્યાય જણાવે છે કે,
સ્ત્રી સમાનતા માટેનો આ અભિગમ હકારાત્મક દિશામાં પહેલ જરૂર છે પણ સામાજિક - માનસિક વલણો બદલાતા અમે પરિણામો મળતા ખાસ્સીવાર લાગશે. સ્ત્રીને ચેક કોમોડિટી જ ગણવામાં આવે છે. શિક્ષણનો પ્રસાર વધ્યો છે. છતાં સ્ત્રીના સંપૂર્ણ વ્યક્તિત્વનો સ્વીકાર થયો નથી. જે સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.

સંદર્ભ સૂચી :

  1. લાગણીના અવસરે - ચંદુ મહેસાનવી, પ્રથમ આવૃત્તિ - ઓક્ટો - ૨૦૦૪ - નવભારત પ્રકાશન મંદિર
  2. યુવા મનોતરંગ – ભવેનકચ્છી,નવભારત સાહિત્ય મંદિર - પ્રથમ આવૃત્તિ જૂલાઇ – ૨૦૦૧
  3. આપણી વાત - વર્ષા પાઠક,નવભારત સાહિત્ય મંદિર - પ્રથમ આવૃત્તિ - ૨૦૦૪

Madhvi Acharya
Assistant Professor in English,
P D Pandya Mahila Commerce College, Ahmedabad.