સમાજજીવનની કથા - અંધારી ગલીમાં સફેદ ટપકા

More on Portrayal of Women in Literary World

સાહિત્યએ સમાજનું દપૅણ છે.  સમાજનાં રીત રિવાજો, માન્યતાઓ,  વહેમો એ બધું જ સાહિત્યમાં ઝીલતું હોય છે. સમાજ એ અનેક જાતિ ધમોનો બનેલો છે. દરેક સમાજને / જાતિને / ધમૅને તેનાં  રીત રિવાજો છે. એ રીત રિવાજોને આધારે જ એ સમાજ વતૅતો હોય છે. દરેક જાતિ ધમૅનુ એક બંધારણ હોય છે.  એ બંધારણનું ચુસ્ત પાલન  સમાજે કરવાનું હોય છે. કેટલીય વાર એ સમાજનાં બંધનો તોડનારે જ્ઞાતિ બહાર જવું પડયું  છે. સમાજ / જ્ઞાતિનાં રીવાજો દરેક જ્ઞાતિનાં મોટા લોકો ભેગા થઇને બનાવતાં હોય છે. અનુ કયારેક એનો ભોગ ઘણા લોકો બનતાં હોય છે. સમાજ એ માત્ર પુરુષોનો બનેલો નથી સ્ત્રીઓનો પણ  એટલો જ મોટો ફાળો  છે. સ્ત્રી પણ પુરુષ જેટલી જ  સમાજ વિકાસમાં ભાગીદાર છે. છતાં સદીઓથી  સ્ત્રી હાંસીયામાં ધકેલાતી આવી છે. સદીઓથી એની અવહેલનાં કરવામાં આવે છે. આપણા ધમૅ પુરાણોમાં પણ સ્ત્રીઓની અવહેલનાં કરવામાં આવી છે.  જાહેરમાં ખુબ સરસ રીતે સ્ત્રી ઉપાસનાની વાત કરવામાં આવે છે.  તે સમાજની આધારશીલા છે. તેવું કહેવામાં આવે ૫રંતુ જયારે સાચી હકીકત આવે ત્યારે દ્રશ્ય બીજુ કંઇક જ નીકળે . ભગવાન શીવને આપણે ભોળાનાથ કહીએ છીએ .કોઇ પણ તપ કરે એટલે ભગવાન પ્રસન્ન થઇને જે માંગે તે વરદાન આપી દે અને પછી એનો ભોગ કેટલાંય લોકોને  બનવું પડે છે. પરંતુ કયારેય પાવૅતીજીએ  એમનો વિરોધ કયૉ હોય તેવું જણાતું નથી . જયારે પાવૅતીજી એક વખત ભગવાન રામની કસોટી કરવા માટે સીતામાતાનું રુપ ધારણ કરીને જંગલમાં એમની સામે આવે છે. આજ ઘટનાએથી ભગવાન શીવ મૈયા પવૅતીનો ત્યાગ કરે છે. અને જયાં સુધી સીતાજી રામને ન મળે ત્યાં સુધી નહીં મળવાનું કહીને તેઓ તપ કરવા ચાલ્યા જાય છે. સાહિત્યમાં નારીવાદની જયારે વાત કરવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે કેવી રીતે સ્ત્રીનું આલેખન કરવામાં આવ્યું છે અથવા તો નારીવાદી સાહિત્ય કોને કહેવું  દરેક વાર્તા / નવલકથામાં સ્ત્રી પાત્રો તો  હોવાનાં જ અને તેનાં લીધે એ નારીવાદી  સાહિત્ય એમ માનવું ભૂલ ભરેલું છે. ઉપરાંત  સ્ત્રીઓ દ્રારા લખાતું સાહિત્ય કે જેમાં નારીનાં પશ્નો તેની સમસ્યા વેદનાં વ્યકત કરવામાં આવી હોય  સમાજમાં રહીને એને કેટલી યાતનાઓ ભોતવવી પડી હોય  એવું જયાં વણૅન છે. તેવું સાહિત્ય એ નારીવાદી  સાહિત્ય એમ કહી શકાય . સ્ત્રીને  પણ ખુલ્લા આકાશમાં વિહરવાનો  એટલે જ હકક છે જેટલો પુરુષને . “ અંતરાલ ‘’ પછી ‘ અંઘારી ગલીમાં સફેદ ટપકાં‘ લઇને હિમાંશીબેન શેલત આવે છે. કોઇ પણ જાતનો ઉશ્કેરાટ નહીં પરંતુ  આંતરસંવેદનમાં ઝંબોળાઇને એમનાં પાત્રો આપણી સમક્ષ આવે છે. સ્ત્રી પણ એક વ્યકિત છે અને સમાજ માં માનભેર જીવવાનો  હકક ઘરાવે છે.  કુન્દનિકાબહેને ‘સાત પગલાં આકાશમાં’ જે નંદિગ્રામની કલ્પના ઝંખે છે. એવી ઝંખના નથી પરંતું અચાનક આવી પડતાં દુ :ખો અને તેમાથી નીકળવાંનો પ્રયાસ કરતાં સ્ત્રી પાત્રો છે.           સંગ્રહની પ્રથમ વાર્તા ‘ સુવણૅફળ ’ હોય કે સમય , ધ્યાન , બળતરાંનાં બીજ કે  પછી અંઘારી ગલીમાં સફેદ ટપકાં દરેક વાર્તામાં સ્ત્રી માનસને જુદી રીતે મુકવાનો પ્રયાસ હિમાંશીબેહને ક્યૉ છે.    સદીઓથી આ સમાજ ચાલતો આવ્યો છે. આખીય દુનિયામાં કયાંય વિધુર પુરુષો માટે કોઇ મંદિર કે મોટી સંસ્થા નથી કે નથી એને પ્રભુ ભજનમાં સમય પસાર કરવાની વ્યવસ્થા. જયારે સ્ત્રી વિધવા બને એ એક    ગુનો ન હોય એમ તે વિધવા બને એટલે માથે મુંડન કરાવવાનું,  અમુક જાતના જ કપડાઓ પહેરવાનાં, સાત્વીક આહાર લેવાનો વગેરે . આજ વાત હિમાશીબહેન તેમની વાર્તા  ‘અંધારી.....’ કરી છે. નાયિકાને ગોવધૅનઘામ અને ચિત્રકુટ કૈલાસઘામ અને શ્યામવિહાર જડયા હતા . પરંતુ ભગીરથી કલ્યાણ ઘામ મળ્યું નહીં  તેનું સરનામુ પણ કેવુ ?  -     પેલાએ ઉપર આગળી બતાવી . ઇશારતથી સમજાવ્યુ ..ઊંચુ મકાન છે. પહેલા આ ગલીઓની  ગૂચમાથી બહાર નીકળવાનું , પછી બીજી એવી  જ ગૂચમા પેસી જવાનું તેમા જમણી તરફથી  ત્રીજી ગલીમા ચોથુ મકાન. બડા હૈ ઉપરાત અંદર આવતાં કેટલાક શબ્દો -  ભટકતી સવત્સ ગાયો , બબડતો પુષ્ટ બ્ર!હમણ, દિવેટની ખેંચાખેંચ કરતા કાગડાઓ, મૂડ માર જેવો લાગતો તાળીઓનો અવાજ, તબલાની ઠોકાઠોક, મીટિંગ, પેન્ડિગ જેવા શબ્દોને દશૉવતી ગોઠવણો સફેદ ટપકા જેવી સ્ત્રીઓ જ  સ્પષ્ટ બને છે. ( કથામંથન ભરત મહેતા ) આપણે ત્યાં  કહેવાયું છે  કે -  જયાં સ્રીઓની પુજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે. જયારે અહી સ્ત્રીઓ જ દેવોની પુજા કરે છે. અને આવતાં જનમમાં તેઓ અખંડ સૌભાગ્યવતી રહે તેવી પ્રભુ પ્રાથૅના  મને ક મને કરતી બતાવાઇ છે. આ બઘી જ સ્ત્રીઓ જડ મૂતિ જેવી બની ગઇ હોય તેવું લાગે છે. આખીય વાર્તામાં કયાંય વિધવા હોવું એ ગુનો નથી  કે વિધવા બન્યા પછી સ્ત્રીઓએ કેવી યાતનાઓ ભોગવવી પડે તેનો શૂર નથી. છતાંય બઘી જ વાત લેખિકાએ કરી દીઘી છે તેવું  ચોકકસ લાગે . બળતરાંનાં બીજ વાર્તામાં  નાયિકાને જયારે ખ્યાલ આવે છે એ આનંદનું નહીં આક્રોશનુ્ બીજ છે. ત્યારે એ પોતાની માતાની તમામ વેદનાં વઘારે સમજી શકે છે. માતાની અનિચ્છા છતાં એને એ દીકરીને જન્મ આપવો પડે છે. વાર્તાની શરુઆત પણ ભૂતકાળથી થાય છે. આજની જેમ તે દિવસે ય ખુબ વરસાદ હતો. વરસાદથી વાર્તામાં નહી પરંતું નાયિકાની માતાનાં જીવનમાંથી  પણ ઘણુ બઘુ ધોવાય જાય છે. વરસાદનું વણૅન ઘણી સૂચક રીતે લેખિકાએ કયુ છે. ઉપરાંત વાર્તાની નાયિકા પોતે એકલી રહે છે અને લગ્ન પણ નથી કયૉ . લેખિકાએ આડકતરી રીતે વિદ્રોહ ચોકકસ રજૂ કયૉ છે. બા કહે  છે -     એ પૂષ્પાનો ફોટો છે. તારા બાપુજી ને પુષ્પા જોડે પરણવું હતુ ગાંડપણ વળગેલું તે વખતે બહુ ઘમાલ થયેલી પણ મોટાદાદા એ થવા ન દીધું . હશે  કંઇ કારણ , -  પણ એને પરણાયું નહિ .....  બહુ ઝઘડા ચાલ્યા એ બાબતે . બાવી બની જાઉં એવુ થતું  એ દિવસોમાં . પણ ૫છી તો  ભરતનો જનમ ને પછી .... તેમાંય તારા જનમ વખતે એટલો કલેશ હતો જીવને કે ......... અને ત્યાર બાદ લેખિકાએ મૂકેલું વાક્ય --  એકઘારા વરસાદે આસપાસ ની દુનિયા સાવ જ ઢાંકી દીઘીલી. બાને કેટલુ ભોગવવું ૫ડયું હશેની તમામ વાત આવા નાનાં  વાકયમાં રજુ કરી છે. પોતે સાવ વણજયોતી પૃથ્વી પર આવી ચડયા ની વેદનાં નાયિકા અનુભવે છે...
સુવણૅફળમાં સાથે રહેતી બંન્ને બહેનોની વાત છે. ૪૩  - ૪૫ વષૅ સુઘી સાથે રહેતી બહેનો અને તેમાની એક બહેન આટલી ઉમરે લગ્ન કરશે . એકમેકનાં સહારે એકઘારી જીદગી જીવ્ચા કરતી બહેનો વત્સલા -  સુમિત્રાની  જીદગીમાં અચાનક એક નવો વળાંક લે છે.  પ્રૌઢ વયની વત્સલા બે પુત્રનો પિતા એવાં ચન્દ્રવદન જાગીરદારનાં પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન ગ્રંથીથી જોડાય છે. આજ સુઘી ગોઠવી રાખેલી   જીદગી માં અચાનક ફેરફાર થઇ જાય છે. સુમિત્રા હવે સાવ એકલી પડી જશે. તેની વેદનાં થયા કરે છે. આવું એની જીદગીમાં જ કેમ બન્યું  ?   કદાચ એ પોતે જ ચન્દ્રવદનને પહેલા મળી હોત તો. ત્યાર બાદ પોતાની જ જાત સાથે સમાઘાન સાધે  છે. હું ઓળખું છું વત્સલાને. કોઇની જોડે નહીં ગોઠવાય જવાનું ફાવે કે ન  ફાવે . નહિ જ ફાવે. એ ઓળખે છે. જકકી ,કચકચ પણ વઘારે . આટલાં વષૅ જોડે કાઢયા છે એમ કંઇ મોટી ઉમરે નવા વાતાવરણમાં ગોઠે કે...... વત્સલા કંઇ સહેલાયથી ગોઠવાય એવી નથી. એવું હોત તો તેંતાલીસ વષૅ કોઇ બેસે ઓછું રહે ?   સુમિત્રા વિચારે છે એ આખીય માનવ જાતી માટે વિચારતી હોય તેવું લાગે છે --    ને માણસ કંઇ ચિભડું  છે કે ચાખી જોવાય  ?  એક બાજુ વત્સલાનાં જીવનમાં આનંદનાં દિવસો આવવાની તૈયારી માં છે. તો આ બાજુ સુમિત્રાની એકલતાં પણ એટલી જ કોરી ખાય એવી છે. સુવણૅફળ મળ્યું પણ  એનો સ્વાદ કેવો ?     
બે બહેનોની વાત જવનિકા માં છે. તો પ્રૌઢ સ્ત્રીનાં એકાંકી ૫ણાની  વેદનાને વાચા આપતી ‘  ‘છત્રીસમે વષૅ ઘટનાની પ્રતીક્ષા’ ‘સમય ‘ એક વિશિષ્ટ વાર્તા બને છે. નરેન્દ્ર સાથેનાં છુટાછેડા બાદ નિરાંતે નાયિકા જીવે છે. બઘું જ પહેલાનાં જેવુ જ બને છે.  પરંતુ સાડા દસે .......સતત નાયિકા કોઇને કોઇ રીતે  ભૂતકાળમાં  પટકાઇ પડે છે. કાલ સુઘીતો .....    ‘ઘ્યાન ‘  ‘અશ્વિન નામે એક સન્મિત્ર’  વગેરે  વાર્તાઓની રજુઆતની આગવી ખૂબીને લીઘે આસ્વાદ્ય  બને છે.          ‘અંઘારી ગલીમાં...’ તેવીસ વાર્તાઓ છે.  બઘીજ  વાર્તાઓ નારીવાદી  દૅષ્ટિકોણથી લખાઇ નથી . ‘ઠેકાણું ‘ વાર્તાઓ તેનું  ઉતમ ઉદાહરણ  છે. એક જ  ઘટના એક કરતાં વઘારે વ્યકિતઓનાં દૅષ્ટિકોણને મૂકી ને વાર્તાને રસપ્રદ બનાવી છે. આ સંગ્રહની વાર્તાઓ  -   વત્સલા ચન્દ્રવદનને પરણવાની જ છે. એ વાત નકકી થતાં સુમિત્રા અનુભવે --  વાર્તા નકકર છે. હાથથી અડી શકાય,   ચારેય બાજુ ફેરવીને જોઇ શકાય એટલી નકકર વાર્તાઓ છે.


પ્રા.દેવજી સોલંકીશ્રી આટૅ્સ કોલેજ, ઝીંઝુવાડા