“ભોમિયા વિના મારે ભમવા’તાં ડુંગરા” ગુજરાતી કવિતાનો આસ્વાદમૂલક અભ્યાસ
ભોમિયા વિના મારે ભમવાં’તાં ડુંગરા
જંગલની કુંજકુંજ જોવી હતી.
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી.
ડાળે ઝૂલત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલનાં ઝીલવા ગયો.
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા.
જંગલની કુંજકુંજ જોવી હતી.
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંજરા.
અંતરની આંખડી લ્હોવી જરી.
કવિ શ્રી ઉમાશંકર જોશીએ આ તેમની પંક્તિમાં ‘ભોમિયા વિના મારે ભમવતાં ડુંગરા’ સરસ રીતે ડુંગરો ભમવાની ઈચ્છા વ્યક્ત થયેલી જોવા મળે છે. ભોમિયા વગર ડુંગરાની હારમાળાની કલ્પના કવિએ વ્યક્ત કરેલ છે. જે ડુંગરાની હારમાળાની અને એમાં પણ જંગલોની હોય તેવું કુદરતી સૌંદર્યનું અદભુત વર્ણન ભોમિયા વગર કલ્પના કરેલ છે તેવા દૃશ્યનું વર્ણન કરવામાં આવેલ છે. જંગલોમાં સવારમાં ઉગતા સૂર્યની કિરણોથી આંખુ જંગલ જાણે કે સોળે કલાએ ખીલી ઊઠ્યુ હોય તેવું લાગે છે. જંગલમાં પક્ષીઓ વૃક્ષો પર ઉડતા જોવા મળે છે. ડુંગરોમાં જંગલની ઝાડી હોય છે. તેનું દૃશ્ય કંઈ ક અલગ જ જોવા મળે છે. જંગલના વૃક્ષો પર ફુલો આવેલા હોય છે. જેમાં ભમરાઓ ગુંજ કરતા હોય છે. તે જાણે કે એક પ્રકારના ગીત ગવાતું હોય તેવા લાત જોવા મળે છે. કવિએ એકલા જંગલમાં જઈને ડુંગરોની આવેલાં નાનાં નાના કોતરોમાં વરસાદનું પાણી વહેતું હોય તેને જોવાની કેટલી મજા પડે છે તેની વાત રજૂ કરે છે. બહુ મોટો ડુંગર હોય છે જેમાં ડુંગરની વચ્ચે તિરાડો (કંદારા) હોય છે તે પણ પતંગ ચગાવવાનો દોરો હોય છે તેવી દોરા જેવી લાંબી હાર જોવા મળે છે જેની વાત સરસ રીતે વ્યક્ત કરેલ છે અને આ બધું જ્યારે ચોમાસાનો ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે જંગલોમાં વૃક્ષો રોતા હોય તેવું આપણને લાગે છે અને એક બાજુ વહેતા નાના મોટા ઝરણાંઓ હોય છે અને જેને જોવાની મજા આવે છે. અને જેમાં દૂરથી જોતાં ઝરણાઓની વાત સારી રીતે વર્ણવેલ છે. જેમાં ભોમવા વિના જોવાની વાત કરવામાં આવેલી છે. જંગલોમાં વસંત આવી હોય છે ત્યારે ફુલો આવેલા હોય છે. જેમાં મધમાખીઓ, ફુદીઓ વગેરે બેઠેલી હોય છે. આ બધુ જંગલના વૃક્ષો પર જોવા મળે છે જે કવિએ ફરી ફરીને જોઈ છે તેવું આ કાવ્યમાં વર્ણન કરવામાં આવેલ છે.
બીજી પંક્તિમાં કવિશ્રીએ સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. જેમાં સુનું સરોવર હોય છે. સરોવરની પાળ પર બેઠેલા હંસો હોય છે. જેની એક હાર હોય છે. તેને ગણવાની વાત કરવામાં આવેલી છે. સરોવરની પાળે બેઠેલા હંસોની જોવાની વાત કવિએ ફરિયા વગર મારે જોવી હતી તેવું દર્શાવવામાં આવેલ છે. જંગલની વચ્ચે સરોવર હોય છે. તેમાં હંસો બેઠા હોય છે તે જોવાની મજા આવેલ છે તેની વાત રજુ કરવામાં આવેલ છે. જંગલમાં બેઠેલી કોયલ ડાળ પર બેસે છે ત્યારે ડાળ પર બેસેલી કોયલને જોવાની વાત કરવામાં આવે છે. જ્યારે ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે વૃક્ષ પર બેઠેલી કોયલ અંતરની વેદના શું હોય છે જેની વાત કરવામં આવી છે. જે ભોમિયા વગર કવિએ જોવાની અને માણવાની વાત કરી છે.
એકલા જંગલમાં રાત્રે આકાશમાં ચાંદ દેખાતો હોય છે અને ઊભા હોય ત્યારે જે અવાજના પડઘાઓ પડતાં હોય છે તે અવાજોની કલ્પના કરેલ છે. રાત્રે જંગલમાં પક્ષીઓ અને જંગલી જાનવર ફરતા હોય અને એકલા ઊભા ઊભા હોય ત્યારે તેનો અવાજ સાંભળવાની વાત કરવામાં આવેલ છે. આકાશમાં ફેલાયેલા બોલ સાંભળવા એકલા પડેલા પડછાયાની વાત કરવામાં આવી છે.
કવિએ ભોમિયા વિનાના જંગલોમાં ફરતાં પક્ષીઓ જાનવરો જોવાની વાત કરી છે. આ બધું ફરતાં ફરતાં સમય લાગે છે ત્યારે તેવું વર્ણન રસ રીતે કરવામાં આવેલ છે.
આખો અવતાર ડુંગરોમાં ફરી ફરીને ભમતા જંગલમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અને જંગલોમાં અલગ અલગ જંગલી પ્રાણીઓ જોવા મળે છે. જે પાવાગઢ જેવા મોટો ડુંગરોની વાત કરવામાં આવી છે. જે બધું જંગલની અંદર જ જોવા મળે છે. ડુંગરાની કંદરા જેવી હારમાળાઓ આખો અવતાર જોવાની વાત પણ કરવામાં આવેલી જોવા મળે છે. જે જંગલની કુંજકુંજ જોવી હતી. જેમાં આખો અવતાર પુરો થઈ જાય તેવી રીતે ફરવાની વાત કરવામાં આવી છે. જેમાં કવિની જંગલ પ્રત્યેની કવિની લાગણી અભિવ્યક્ત થયેલી જોવા મળે છે. તેની વેદનાઓ વર્ષોના વર્ષ લાગી જાય તેવું લાગે છે. આમ ભોમિયા વગર ભમવાની વાત કરવામાં આવેલ છે. ડુંગરોના ડુંગરો જોવામાં વર્ષો વિતી જાય છે તેવું ભોમિયા વગર જોવું હતું. તેવું કહેવામાં આવેલ છે.
જેની વાત કવિશ્રી ઉમાશંકર જોશીએ રજુ કરેલ જોવા મળે છે.