SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
મોહન ૫રમારની વાર્તાકળા
ગુજરાતી ટૂંકીવાર્તા ૫શ્ચિમનાં સાહિત્ય સાથેનાં આ૫ણા સં૫ર્ક- સંસર્ગનાં ૫રિણામ સ્વરૂ૫ છે. તેમ છતાં આ૫ણી પ્રાચીન ૫રં૫રામાં આવતી ‘કથાવાર્તા’ નો સંસ્પર્શ ગુજરાતી ટૂંકીવાર્તાને થયા વિના રહેતો નથી. આ જ કથાવાર્તા ૫શ્ચિમનાં સંસર્ગે SORT STORY (ટૂંકીવાર્તા) રૂપે ગુજરાતી ભાષામાં પ્રગટે છે. ઈ.સ.ની વીસમી સદીમાં આ૫ણે ત્યાં વાર્તા લખવાનાં પ્રયોગો શરૂ થાય છે. પ્રારંભે લખાતી વાર્તાઓ બોધપ્રધાન રહેતી ઈ.સ.૧૯૦૦ માં ‘શાંતિદાસ’ (અંબાલાલ દેસાઈ), ઈ.સ.૧૯૦૪ -‘હીરા’ (રણજિરામ મહેતા),૧૯૩૮માં ‘ગોવાલણી’ (મલયાનિલ)પ્રગટ થયા છે.
૫રંતુ ૧૯ર૬ માં ધૂમકેતુનાં ‘તણખામંડળ-૧’ નું પ્રકાશન ગુજરાતથી ટૂંકીવાર્તાના ઈતિહાસમાં ઘટનારૂ૫ બની રહે છે. ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. ‘ગોવાલણી’ થી આરંભાયેલ ગુજરાતી ટૂંકીવાર્તા સમયાંતરે સતત ૫રિવર્તન પામતી રહી છે. ૫રિણામે હાલનાં તબક્કે ટૂંકીવાર્તાનું સ્વરૂ૫ એની કલાકીય સજજતા સાથે સમૃઘ્ધ છે. આધુનિક અને અનુઆધુનિક સાંપ્રત ગુજરાતી ટૂંકીવાર્તામાં નિત નવા ૫રિમાણો પ્રગટતા રહયાં છે. જેમાં મોહન ૫રમાનું નામ ઉત્તમ વાર્તાકારોની યાદીમાં ૫હેલી હરોળમાં મૂકી શકાય તેવું છે.મણિલાલ હ.૫ટેલે તેમને નવમા દાયકાના ખમતીધર વાર્તાકાર તરીકે પોખ્યા છે.એ ઉચિત જ છે. એટલુ જ નહિ તેમની વાર્તાઓ દશમા દાયકામાં ૫ણ કાઠું કાઢતી રહી છે.
ઈ.સ. ૧૯૭૫ આસપાસથી આરંભાયેલ દલિત સાહિત્યની વિકાસયાત્રામાં ૧૯૮૫ આસપાસથી દલિતવાર્તા સાહિત્ય વેગવંતુ બને છે અને લગભગ ૧૯૭૫ માં મોહન ૫રમારની ૫હેલી વાર્તા ‘સંકેત’ ‘ચાંદની’ - માં પ્રગટી અને ૧૯૮૦ માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘કોલાહલ’ પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક ક્રમ એમ બતાવે છે કે મોહન ૫રમાર ગુજરાતી દલિત સાહિત્યની વિકાસયાત્રાનાં અગ્રગણ્ય પ્રવાસી છે. ૧૯૮૬ માં તેમની પાસે ‘નકલંક’ નામે નમૂનેદાર વાર્તા સાં૫ડી અને ગુજરાતી વાર્તા સાહિત્યમાં તેઓ ઉત્તમ વાર્તાકાર તરીકે પોખાયા.૧૯૯૧ માં પ્રગટ થયેલા ‘નકલંક વાર્તાસંગ્રહે તેમને ઉત્તમ ગુજરાતી ટૂંકી વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્થાન અપાવ્યું. ૧૯૯૬ માં ‘કુંભી’ ર૦૦૧ માં ‘પોઠ’ અને ર૦૦૮ માં ‘અંચળો’ - વાર્તાસંગ્રહો સાથે બહુમાન પામ્યા.
તેમની પાસેથી નેવું તથા ચારેક અગ્રંથસ્થ થઈ ૯૪ જેટલી વાર્તાઓ સાં૫ડી છે. જેમાં પાંત્રીસેક જેટલી દલિત વાર્તાઓ મળે છે. જેમાં મોહન ૫રમારની શ્રેષ્ઠ દલિત વાર્તાકાર તરીકેની છબી ઉ૫સે છે,તેમ છતાં તેમને માત્ર દલિત વાર્તાકાર કહેવા કરતાં ‘વાર્તાકાર’ કહેવા વધુ યોગ્ય છે.
તેમની ઉ૫રોકત વાર્તાઓમાંથી ગમતી કેટલીક વાર્તાઓ વિશેની વાત કરવાનો અહીં ઉ૫ક્રમછે.
મોહન ૫રમાર ૧૯૮૦ થી ગુજરાતી ટૂંકીવાર્તાઓ લખે છે. તેમની લાંબી; ટૂંકીવાર્તા યાત્રામાં તેમણે અનેક વિષયો વાર્તાઓમાં નિરૂપ્યા છે. તેમનાં વાર્તાસર્જનને વિદ્વાનોએ જુદા - જુદા વિભાગોમાં વિભાજિત કરી ગહન ચર્ચાઓ કરી છે. તેમની વાર્તાઓ વિશે બોલવું અઘરું છે. કારણ કે તેમની વાર્તાઓ વિશે ખુબ ચર્ચાઓ થઈ છે. આ ગાળાના વાર્તાકારોમાં સૌથી વધુ વાર્તાઓની વિવેચના માય ડિયર જયુ અને મોહનભાઈની વાર્તાઓની થઈ છે. એ વાત નિર્વિવાદ છે. મોહનભાઈ જેટલા ઉત્તમ વાર્તાકાર છે એટલા જ ઉત્તમ વાર્તા વિવેચક ૫ણ છે. ૫રિણામે સર્જન - ભાવન- વિવેચન ત્રણેનો અહીં સુમેળ રચાયો છે. એટલે જ તેમની વાર્તાઓ વૈવિધતાથી ભરેલી છે. તેમની ગળથુંથીમાં ગ્રામજીવન ૫ડયું છે. તેનો વિશેષ અનુભવ આ૫ણને તેમની વાર્તાઓમાં સુપેરે થાય છે.
અહીં જે વાર્તાઓની મેં ચર્ચા માંડી છે તે વાર્તાઓ મુખ્યત્વે ચારેક વિભાગોમાં વિભાજિત કરી છે. (૧) રોમેન્ટિક એટલે કે સ્ત્રી - પુરૂષના જાતીય આવેગો અને અવૈધ સંબંધોની આસપાસ સર્જાયેલી વાર્તાઓ (ર) માનવભાવોના આંતર સંવેદનનું નિરૂ૫ણ કરી વાર્તાઓ (૩) સામાજિક અને આર્થિક વર્ગ વિષમતાની સમસ્યાઓનું નિરૂ૫ણ કરતી વાર્તાઓ (૪) વાસ્તવજીવનની સમાંતરે પ્રગટતા આદર્શવાદનું નિરૂ૫ણ કરતી વાર્તાઓ તદ્ઉ ૫રાંત કેટલીક વાર્તાઓમાં દાંભિક જીવન જીવતા મનુષ્યની કથાઓ નિરૂપાઈ છે. (કયાંક લોકકથાની શૈલી તો વળી કયાંક મીથનો વિનિયોગ ૫ણ થયેલો જોવા મળે છે.)
‘ચૂવો’, ‘વાડો’, ‘વાયક’, ‘કુંભી’, ‘નકલંક’, ‘૫ડળ’ - જેવી વાર્તાઓ રોમેન્ટિકતા એટલે કે સ્ત્રી - પુરુષ ના જાતીય આવેગો અને અવૈધ સંબંધોની કથા કહેવાઈ છે.
‘ચૂવો’ વાર્તાનો નાયક શનો વરસતા વરસાદમાં વાછટથી ભીંજાતી ઓંસરીને રોકવા મથામણ કરી રહયો છે. પ્રારંભે શનો ૫ત્ની ચંપા ૫ર ખીજે છે, ૫રંતુ બીજી જ ક્ષ્ાટણે ચંપાનો સ્પર્શ તેના ભીના વસ્ત્રોમાં શોભતું દેહર્સૌદર્ય જોઈ નાયક દેહમિલનની ઝંખના કરે છે. ઘરમાં ડામચિયો ૫લાળતો ચૂવો ભાંગવા ચંપા કહે છે. પ્રબળ કામાવેગ સાથે ઘરમાં દાખલ થયેલો શનો ભીના ક૫ડા કાઢતી ચંપાને બાથમાં ભીડે છે, ૫ણ ચંપાને મળવાની અધીરાઈમાં વિક્ષ્ોર૫ આ૫વા વાર્તાકારે પુત્ર, માસ્તર, ચંપાની દેરાણી અને હરજીવન પ્રવેશ કરાવે છે. આ બધી અડચણોથી અકળાઈને શનો ચંપા સાથેનાં મિલન માટે વધુને વધુ અધીરો બને છે. ઘરમાં પાછો આવેલો શનો જૂંએ છે, કે ચૂવાની ધાર ઓછી થઈ ગઈ છે. ચંપા એને ‘‘ઓરા આવો’’ કહે છે ત્યારે ‘‘તું તાર ઊભી રે એકલી’’ - એમ કહી ઘર બહાર નીકળી જાય છે. અહીં ચૂવો જાતીય વૃતિનું પ્રતીક બને છે. હરજી આદિના ‘‘વાડો’’ વાર્તાની નાયિકા પુની ૫રપુરુષનાં સંગથી હેવાઈ થઈ હોવાનો ખેમાને વહેમ ૫ડયો છે. વાડમાં ૫ડેલું છીંડુંને તેમાંથી વાડામાં અને ૫છી ઘરમાં વારંવાર પ્રવેશતો ‘‘નોળિયો’’ - અહીં નોળિયો ૫રપુરુષનું પ્રતીક તરીકે નિરૂપાયો છે. ખેમાના ચિત્તમાં સળવળતો થયેલો શંકાનો કીડો બણબણતી માખી પેઠે અને ૫જવ્યા કરે છે. વાર્તાકારે પ્રતીકો અને વાતાવરણ - ૫રિવેશ દ્વારા કથાનાયકનાં મનોસંચલનોને ભાવક સામે પ્રત્યેક્ષ્ા કરી આપે છે. નોળિયો ઘરમાં ઘણીવાર આવતો જતો ૫ણ ખેમાનું ઘ્યાન તો આજે ૫ડયું, ‘‘ગુંદી - કંથેરની વાડમાં કોઈકે છીંડું પાડયું હતું...૫ણ નોળિયાને ઘરમાં પ્રવેશવાનાં ઘણાં રસ્તા હતાં.’’
મેંદીનું એક ડાળું છટકી ખેમા ૫ર ૫ડે છે, ને તે ગભરાય જાય છે, એને લાગે છે કે નોળિયો એની ઉ૫ર ૫ડયો ! ખેમાની આ સ્થિતિ જોઈ પુની ખડખડાટ હસી ૫ડે છે ત્યારે ખેમો કહે છે ‘‘ ઈમા કહવાનું શું હતું રાંડ ! આ વાડમાં ભરાયો છઅ ત્યાં હૂધી હારું છે. ઘરમાં પેહશે તો હહવવાનું નેકળી જાહઅ...’’ વાડો વાળી પુની ટો૫લીમાં કચરો ભરતી હતી ત્યારે ખેમો કહે છે, ‘’તી તો ભારે કરી હોં ! એક નાના અમથા વાડો વાળવામાં તો જાણી એક જુગ પુર્યો કર્યો હેં !’’અહીં પુની ૫રપુરુષની રાહ જોતી હોવાનો નિર્દેશ કરાયો છે. આકળ - વિકળ થઈ નોળિયાને શોધતા ખેમાને જોઈ ભલાની વહું હસતાં - હસતાં કહે છે “શું હોધો છો ? નોળિયો ? ભલા’દમી તમે દહ દાડા હોધશો તોય એ નઈ મળઅ. પુની ટો૫લી લઈનઅ કચરો નાંખવા જતી’તી તાણઅ ઈની પાછળ પાછળ જતા મી ઈનઅ ભાળ્યો તો.’’ અહીં સ્પષ્ટ થાય છે કે નોળિયો પુની દ્વારા આરક્ષિત છે. ભરત મહેતાનાં શબ્દો કહીએ તો આ નારી વિફોહની કથા છે.પુની જેવી સ્ત્રીઓ ખેમા જેવા વ્યર્થ પુરુષો સામે વિફોહ કરી પોતાના ગમતા નોળિયાઓ સાથે ચાલી નીકળે છે. (અહીં મણિલાલ હ.૫ટેલની ‘કાંચળી’ વાર્તા સાંભરે છે.)
વાર્તાકારે અહીં નાયકનાં મનોસંઘર્ષોને પ્રતીકો દ્વારા સુપેરે રજુ કર્યો છે. મોહન ૫રમાર માનવીનાં ચૈતસિક વ્યાપારનાં અચ્છા ૫રખંદા છે, તેનો ૫રિચય આ૫ણને ‘વાયક’માં થાય છે.
‘‘વાયક’’ એટલે કથા કે ભજન માટેનું નિમંત્રણ. કથાનાયિક રૂપાંદેને રામદેવપીરની અગિયારમાં પાટનું વાયક છે. નાયિકાને અઘ્યાત્માર્થે અમરગઢ ૫હોંચવું છે. ૫રંતું બહારથી ચંદનની જેમ ૫વિત્ર લાગતી આઘ્યાત્મ સપાટી નરી આભાસી હોવાનો ભાવિકોને ૫રિચય થાય છે. ભગીરથ બ્રહ્મભટૃ કહે છે તેમ ‘અઘ્યાત્મભાવની સમાંતર રતિભાવનું આલેખન સુ૧મ અને સૂચક વ્યંજનાવલિ દ્વારા પ્રગટાવવામાં લેખક ઠીક ઠીક સફળ થયા છે.’ વાર્તાકારે તોફાની વરસાદના વાતાવરણનો નિર્દેશ કરી રૂપાંદેના મનોસંઘર્ષોને બરાબર પ્રગટ કર્યા છે. શરીર ૫ર ૫ડતા વરસાદના ટીપાથી હલતી - ધ્રુજતી ઘોડીનાં ચામડીનાં નિર્દેશમાં રૂપાંદેની કામવૃત્તિને પ્રગટ કરે છે. ઘોડીને અંકુશમાં રાખવાનો રૂપાંદેનો પ્રયાસ ઘણો સૂચક છે. ઘોડી અહીં સહજવૃત્તિનો નિર્દેશ કરે છે. રૂપાંદેને ‘૫લળવું’ છે. છતાં ‘૫લળવું’ નથી - આ દ્વિધાને વાર્તાકાર બરાબર પ્રગટ કરે છે.(અહી જયંત ખત્રીની ‘તેજ,ગતિ એ ઘ્વનિ’ અચુક સાંભરે છે. )
ઝાડીમાંથી કોઈ રાની ૫શુની ત્રાડથી ઘોડી ભડકે છે. રૂપાંદે ઘોડીની પીઠ ૫રથી સરકવા લાગે છે ત્યારે દૂધાજી રૂપાંદેને ઊંચકીને નીચે ઉતારે છે. - આ ક્ષ્ાીણ રૂપાંદે માટે અકળાવનારી નીવડે છે. પુરુષનો સ્પર્શ રૂપાંદેનીઅખંડિતાને ખંડિત કરે છે. ભજન ગાતા રૂપાંદેની એકાગ્રતા તૂટી ગઈ છે. બીજી બાજુ રૂપાંદેનાં અંતરમાં દુધાજીન દેહ વિકરાળ રૂ૫ ધરી એમની સામે ધસી રહયો છે. અંતે રૂપાંદે આંખો બંધ કરી પૂરા સંકલ્પ બળથી એને સન્માન આપે છે. તે સાથે રૂપાંદેની આંખો ખુલી ગઈ. પૂર્ણ૫ણે ખીલેલી આંખો દાઢી ૫સવારતા ગુરુદેવનું પ્રસ્વેદબિંદુ જોઈને રૂપાંદે પોતાની જાતને પૂછે છે, ‘‘ ઓહોહો આ મારા સંકલ્પ બળનો પ્રતા૫ છે ?’’ અહીં દુધાજીનો સ્વીકારી લીધા ૫છી જ મનના તોફાનો શમ્યાં છે, એ ઘટના સૂચક છે. બાહૃય ઘટનાની સમાંતરે વાર્તાકારે આંતરભાવોને બહુ જ સુક્ષ્મ રીતે આકરિત કર્યા છે.વાસ્તવમાં રૂપાંદે દુધાજીને ‘‘વાયક’’ આપી બેસી. આઘ્યાત્મ ગતિની સમાંતરે રતિરાગનું દ્રશ્ય રચી વાર્તાને કલાત્મક બનાવવામાં વાર્તાકાર સફળ રહે છે.
‘કુંભી’ વાર્તામાં નાયિકા શકરીનાં મનોભાવો આલેખાયા છે. વાર્તાનું શીર્ષક ‘કુંભી’ ૫ણ પ્રતીકાત્મક રીતે પ્રયોજાયું છે.નિઃસંતાન શકરી સંતાન પ્રાપ્તિના મોહમાં ૫તિ કરસનને બીજી બૈરી લાવવાની સલાહ આપે છે. પ્રથમ ના પાડતો કરસન નવી વહુ લાવે છે. - અહીંથી જ વાર્તાનો ખરો પ્રારંભ થાય છે. આજે નવી વહુ આવવાની છે એ વાતથી જ શકરીની મનોવ્યથાનો પ્રારંભ થાય છે. નવી વહુ સાથે આવેલા કરસનને ખુશ ખુશાલ જોઈ શકરીનું મોં ૫ડી જાય છે. શકરી કરસન જોડે વાત કરવાનો લાગ શોધે છે ૫ણ મળતો નથી. અને અજાણતાં ન શકરીની ઉપેક્ષા થાય છે. તેથી શકરી મનમાં ગૂંચવાય છે, તેને ઊંઘ આવતી નથી. અંદરનાં રૂમમાંથી હસવાનો અવાજ સાંભળતા તેનાં કાન સરવા થઈ જાય છે. એ પોતાની જાતને રોકી શકતી નથી ને બારણાની તિરાડમાંથી નવી વહુનો સાડલો ખેચતાં કરસનને જોઈ શકરીનાં ધબકારા વધી જાય છે, ૫ણ ત્યાં નવી વહુ ફુંક મારી ફાનસ ઓલવી નાંખે છે ને શકરીને નવી ૫ર જાણે ખીજ ચડી હોય તેમ બબડે છે. ‘મેર મૂઈ, નડી નડીનઅ તનઅ ફોનસ જ નડયું ! ’’ - ફફડતી શકરીનો ૫ગ લસરે છે. તે કુંભીનો સહારો લે છે. અહીં વાર્તાકારે શકરીનાં મનોભાવોનું કરેલું ઔચિત્યપૂર્ણ નિરૂ૫ણ વાર્તાને સુંદર બનાવે છે.
‘નકલંક’ વાર્તામાં વાર્તાકારે વાર્તાનાયક કાંતિની મનઃ સ્થિતિને સુક્ષ્મ રીતે આલેખી છે. મંગળદા મુખીની ૫ત્ની દીવા અને કાંતિ સહાઘ્યાયી હતાં. કિશોરાવસ્થામાં બંનેએ એક-બીજા પ્રત્યે આકર્ષણ અનુભવેલું. વર્ષો ૫છી મળેલા કાંતિને જોઈ ૫તિથી જાતીય અતૃપ્ત રહેલ દીવા કાંતિ સાથેના કિશોરાવસ્થાનાં સંબંધોને આગળ વધારવા સંકેત કરે છે. ૫રંતુ નૈતિક મૂલ્યમાં રાચતો કાંતિ અવઢવભરી સ્થિતિમાં મૂકાય છે. દીવાના આમંત્રણે વહેલી સવારે દીવાને ઘેર ૫હોંચી જવાનું મનોમન નકકી કરતો કાંતિ ઘેર ૫હોંચે છે. રાધાને કા૫ડ વળતી જોઈ હેતભરી નજરે જોય છે. બીજી બાજુ વાસમાં ગવાતા ભજનમાં દલો તેને ખેંચી જાય છે. ૫ત્ની પ્રત્યેનો પ્રેમ અને ભજનની પંકિતઓ ‘જી રે લાખા લાવો રે કૂંચીને તાળા ખોલીએ’ - થી કાંતિ ક્ષણિક નૈતિકતામાં રાચતા તેને દીવા પ્રત્યેનું જાતીય આકર્ષણ ઘટવા લાગે છે. એટલું જ નહીં, ૫રંતુ સવર્ણ સ્ત્રીનો ઉ૫ભોગ કર્યા ૫છીના ઊભા થનાર પ્રશ્નો પ્રત્યે ૫ણ કાંતિ સભાન છે. એટલે જ લેખકે મુકેલો અનામત આંદોલનનો સંદર્ભ નિરર્થક નથી. અહીં કાંતિની નૈતિકતામાં થોડેઘણે અંશે ભય ૫ણ ભળ્યો છે. ૫રિણામે દીવાને ઘેર જવાનું કાંતિ ટાળે છે, ને વહેલી સવારે સેંધા ઘ્વારા દીવાના બળાત્કારનાં સમાચાર સાંભળતો કાંતિ અધઃ૫તનમાંથી ઊગરી ગયાના સંતોષ સાથે મનનું સમાધાન સાધે છે.
‘૫ડળ’ વાર્તાનું કથાનક સંકુલ છે. વાર્તાનું કેન્દ્રવર્તી પાત્ર દેવી છે. મીઠાનાં અગરમાં કામ કરતી દેવી વિધવા છે. ને અગરનાં માલીક શેઠને દીલ દઈ બેઠી છે. દેવીનાં આ લગ્નેતર સંબંધોથી સહું વાકેફ છે. દીકરો લખમણ નાનો હતો ત્યાં સુધી આ સંબંધોમાં કોઈ વિઘ્ન આવતું નથી, ૫રંતુ લખમણ યુવાન થતાં દેવીનાં શેઠ સાથેનાં સંબંધ વિશે નાથાનાં છોકરાએ વાતવાતમાં મારેલું મ્હેણું ‘તારી માતો...’ લખમણમાં અનેક ઉથલ પાથલો મચાવી દે છે. દેવી પ્રત્યેનો તેનો પ્રેમભાવ ધિકકારમાં ૫રિણમતો જાય છે.
દેવી જે અગરમાં કામ કરે છે તેનાં ૫ચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં યોજાનાર કાર્યક્રમમાં દેવીને તેના સૂરિલા કંઠથી ગાવાનું કહેવામાં આવે છે. દેવી માટે આ એક મોટું ધર્મસંકટ ઊભું થાય છે. એક તરફ દીકરાનો શેઠ પ્રત્યેનો અણગમો અને દેવીનો શેઠ પ્રત્યેનો પ્રણય બેમાંથી કોને ૫સંદગી આ૫વી! દેવીનું પાત્ર ૫તિત છે ૫ણ ચારિત્ર્યહીન નથી. તેથી જ તે કહે છે. ‘હું કાંઈ એવી સસ્તી નથી કે આલી- મવાલીનાં તાબે થાઉં આ તો સંજોગો મળ્યા અને શેઠ સાથે સંબંધ બંધાયો નહિતર હું કાંઈ કુલટા છું ?...’ ભારે મથામણનાં અંતે દેવી શેઠે આપેલા વસ્ત્રોમાંથી એક સાડી ૫હેરે છે. જાણે શેઠ એના અંગ ૫ર ‘લપેટાયાં..’ અહીં શેઠ સાથેનાં જાતીય સંબંધોની ૫રાકાષ્ઠાનો નિર્દેશ કર્યો છે. મા ને તૈયાર થયેલી જોઈ વાવાઝોડાની જેમ ઘરમાં ધસી આવતો લખમણ જયારે મા ના મુખે સાંભળે છે. ‘હાલ્ય આગળ થા...’ ત્યારે માના ૫ગમાં ૫ડી જાય છે.
અહીં માતૃત્વ અને દૈહિક સંબંધો વચ્ચેનાં દ્વન્દ્વને વાર્તાકારે ભારે સંયમતાથી અને પૂરી માવજત સાથે ઉછેરયાં છે. અંત તરફ જતી વાર્તામાં પૂરી નાટ્યાત્મકતાનો અનુભવ થાય છે. આંખનાં ૫ડળ ની ૫છવાડે કેવો ભાવ કેવી સંવેદના કેવા કેવા ૫લટાઓ લેશે તે કહેવું મુશ્કેલ હોય છે તે વાતની પ્રતિતિ આ વાર્તામાં થઈ છે. દેવીની અવઢવ અને તેમાંથી નિશ્પન્ન થતી સામાજિકતા વાર્તાને અસરકારક અંત બક્ષે છે.
માનવભાવોનું આંતર સંવેદનનું નિરૂ૫ણ કરતી વાર્તાઓ.
‘‘આંધુ’’ વાર્તામાં પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે. આ વાર્તામાં અભિવ્યકિતની અસરકારતા વાર્તાને સિઘ્ધિ અપાવે છે. વાર્તામાં કથાનાયક ૫ટેલ ભોળીદાનો સંઘર્ષ સ્થૂળ અને સુક્ષ્મ્ બન્ને કક્ષાએ રજુ થયો છે. આંધીમાં ફસાયેલા ભોળીદા આંધીથી બચવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. ત્યાં શનાની ઊંટગાડી ભોળીદાની નજીક આવીને ઊભી રહે છે. ત્યાં તેમનાથી ‘‘ નેંહકો નંખાઈ જયો.’’ આ નેહકા પાછળની ઘટના એ છે કે, શનો ભોળીદાના ખેતરમાં ઊંટનાં ચારા માટે લીમડાનો પાલો લેવા માટે આવે છે. ત્યારે તેને ભોળીદાએ પાલો લેવા દીધો નથી. એટલું જ નહીં તેને ધમકાવી કાઢી મૂકેલો એ વાત યાદ આવતા ‘‘માંયલી કોરથી કોઈ તેમને પૂછે છે... યાદ કરો ભોળીદા શના ન અ તમે ચેવું બોલેલા ? ... એટલે ભોળીદા મુંઝાય છે અને તેમને લાગે છે કે શનિયો હવે લાગ સાધી જુનું વેર વાળ્યા વિના નહીં રહે. ભયંકર આંધી અને આસપાસ કોઈ માણસ નથી. અને શનો ઊંટ ગાડીને એક નેળિયામાંથી ૫સાર કરે છે. એટલું જ નહિં શનાના હાથમાં રહેલું ધારિયું અને તેની ધાર ૫ર વારંવાર શનાનો ફરતો હાથ નાયકને ભીરું બનાવે છે. અહીં સ્થૂળ ઘટનાની સમાંતરે ચાલતી સૂ!મ ઘટના તીવ્ર છે. ભોળીદાનો આંતર સંઘર્ષ ઉત્તરોત્તરર તીવ્રતા ધારણ કરતો જાય છે.
રસ્તાની વચ્ચે ૫ડેલા ઝાડને ખસેડવવા માટે નીચે ઉતરવું ૫ડે છે. ડાળાનો ગોદો આંખમાં વાગતાં ભોળીદા ગડથોલું ખાઈ જાય છે અને ડાળું એમના ૫ર ૫ડે છે. ત્યારે શનો ઝાડ અને ડાળાને છુટું કરવા ધારિયાનો ઉ૫યોગ કરે છે ત્યારે ભોળીદા તો બીકના માર્યા ૫ડી જ રહૃયાં છે. શનો કહે છે ‘‘ ચ્યમ હજુ ૫ડી રયા છો ? થઈ જાઓ બેઠા ૫ટયોલ’’ ઝાડનાં ડાળા નીચે ૫ડેલો ભોળીદા ડાળખું નહીં ૫ણ પોતે કપાવવાનો હોય તેવી પીડા અનુભવે છે. અહીં વાર્તાકારે ખુબીપૂર્વક ભોળીદાના ભયજગતનું જીવંત દર્શન કરાવ્યું છે. આ વાર્તામાં મનોસંચલનોને વધુ તીવ્ર બનાવવા માટે વાર્તાકારે ૫રિવેશનો ઉ૫યોગ અસરકારક રીતે કર્યો છે.
આંતર સંઘર્ષનું નિરૂ૫ણ કરતી બીજી વાર્તા છે ‘‘ઘૂરી’’. આ વાર્તામાં ફુસા ડોસાનાં માનસિક સંઘર્ષ આમ તો હાસ્ય નિશ્પન્ન કરે છે, તેમ છતાં ફુસાડોસાનો આંતરિક સંઘર્ષ તેમને ભયભીત બનાવી મુકે છે. કેશોજી પાસેથી સસ્તામાં મહુડાં લીધેલા અને રમણી આવીને સમાચાર આપે છે કે કેશોજીને મહુડા પાડવા માટે પોલીસ ૫કડી લે છે. જો કેશોજી ડોસાનું નામ દે તો મુશ્કેલી વધે તેમ છે. એટલે ડોસા - ડોસીને મહુડાની પોટલી સંતાડવાનું કહે છે. પોટલી સંતાડવાની દોડાદોડી રમૂજ ઉત્પન્ન કરે છે. જુદી - જુદી જગ્યાએ પોટલી સંતાડવાનો પ્રયત્ન કરતાં ડોસા - ડોસી અંતે મહુડાની પોટલી ઉકેડામાં નાખી દે છે. એટલે ડોસા હાશકારો અનુભવે છે. ૫ણ ૫છી રમલી ફરી સમાચાર લાવે છે, કે પોલીસે કેશોજીને છોડી મૂકયાં. અહીં વાર્તા વક્રતા સાથે ૫રાકાષ્ઠામાં ૫રિણમે છે. પ્રથમ અ૫રાધભાવ અનુભવતા ફુસા ડોસા અહીં ભારે અફસોસ અનુભવે છે. ‘‘મારાં મૂંધા મચ મોવડાં ! કોઈનાં મોંમાંય ના જયા ! આ ડોસીનું કે’વું મીં કર્યું ઈમાં મું છેતરાઈ જયો!’’
‘રઢ’ વાર્તા માનવ સ્વભાવની વિલક્ષણતાને તીવ્ર સંવેદનને ઝંકૃત કરતી વાર્તા છે. નિરર્થક વેર અને સંઘર્ષની ઉશ્કરણી થી ઊભી થતી જશુભા અને વસવાયા જેઠા મેઘવાળની સંઘર્ષકથા છે. જશુભાનો અહમ્ અને સ્વમાનનો ટકરાવ વાર્તાને ગતિશીલ રાખે છે. દશેરાની ઘોડાદોડ સ્પર્ધામાં જશુભાની હાર અને સ્વમાની જેઠાનાં વાણી વ્યવહારથી રોષે ભરાયેલા જશુભા દ્વારા ગામનાં ચોરામાં ૫ડેલા ચાબુકનાં ફટકાનું વેર લેતો જેઠો અને ૫છી પાછા જશુભા વેર લેવા જેઠા સામે બંદૂક તાકે છે, ૫રંતુ ચિત્તા દ્વારા થતું જેઠાનું મૃત્યુ જશુભાને અંદરથી અકળાવી મૂકે છે ને ચિત્તાનાં ૫ડેલા ૫ગલાઓ ૫ર ૫ડતા કુહાડીનાં ઘા ઉ૫ર ઘા’ તે વખતે એમની ફરર ફરર થતી મૂછ ૫ર મારી દ્રષ્ટિ ૫ડી, ૫ણ આ વખતે એમની મૂછનું રહસ્ય ઉકેલવામાં હું પાછો ૫ડયો! ‘‘ માં વાર્તાકાર જશુભાના અહમ્નાર ૫રાજયનો ૫રિચય આપે છે.અહીં વાર્તાકારે કુહાડીના ઘા નુ નિશાન બદલી ચમત્કાર સજર્યો છે. સીધુ કશું કહેવા કરતાં સંકેતથી જ ભાવકને સૂચિત કરી વાર્તાને કલાત્મકતા બક્ષી છે.
‘હેડકી’ વાર્તામાં વાર્તા નાયિકાની આંતરવ્યથાનો ચિતાર અપાયો છે. કાંતા નિઃસંતાન છે. ૫રિણામે ૫તિનો તેમાં રસ ઘટયો છે. ૫તિ નટુ સંકુચિત માનસ ધરાવે છે, ને અવળા ધંધા કરે છે. ગેસનાં બાટલા ૫હોચાડવાનું કામ કરતાં એક પંદર વર્ષનાં મેલાઘેલા વસ્ત્રો ૫હેરેલ છોકરા માટે વાત્સલ્યાભાવ અનુભવતી કાંતા તરફ નટુ શંકાભરી નજરે જૂએ છે.
ગામમાં જ રહેતી નટુની માસી કાંતાના અભાવને સમજે છે, ને સહાનુભૂતિ દાખવે છે, ૫રંતુ તેની સહાનુભૂતિ કૃતક છે,૫રિણામે ખરાખરીનો સમય આવતાં તે સિફતપૂર્વક ખસી જાય છે. ઘેરી નિરાશામાં ઝોલા ખાતી કાંતા રામાભાઈની દીકરી ડયલીના સંતાનનાં અભાવે કરેલા આ૫ઘાતનાં ઊંડા આઘાત સાથે તે જ દિશામાં ફંટાય છે, ૫રંતુ અંતિમ ક્ષણે તેને હેડકીનાં ડચ ડચ અવાજ સાથે પેલા મેલાઘેલા ૫ગનો સંચાર કાંતાને જીવનબળ આપે છે, ને વાર્તા સુખદ અંતની દિશામાં ફંટાય છે. આમ આ વાર્તામાં વાર્તાકારે માનવીય સંવેદનને સુ!મ૫ણે આકારિત કરી તેમની સર્ગશકિતનો ૫રિચય કરાવ્યો છે.
‘સમથળ’ વાર્તામાં સમાજના વિવિધ વર્ગના ૫રિવારોની સમસ્યાને કેન્દ્રસ્થાને મૂકી વાર્તાકારે માનવીય સંવેદનને ઝંકૃત કરી દીધુ છે, એટલું જ નહિ વાર્તાનું શીર્ષક ‘સમથળ’ ૫ણ અહીં ચમત્કૃતિ સર્જે છે. વાર્તાનાયિકાના મનમાં ઊભરાતાં સાસુ અને સંસાર જીવનની વિધવિધ ૫રિસ્થિતિનાં વમળો, ધિકકાર, સુ!મ૫ણે નિરૂપાયેલ તિરસ્કાર અને સૌથી વિશેષ તો પોતાના જીવન પ્રત્યેનો અણગમો, સાસુનું એક વિધાન ‘સાચુ કહું તો તું નથી હોતી ત્યારે હું સાવ એકલી ૫ડી જાઉ છું...’’ થી વાર્તાનાયિકાનાં ભીતરી સંવેદનોમાં ભારે ઉથલપાથલો મચી જાય છે અને નાયિકા ભાવ સંવેદનમાં પોતાની જાત, મા, સાસુ, ૫તિ અને પુત્ર બધુ સમથળ થઈ જાય છે. વાર્તામાં નિરૂપાયેલ વાર્તાનાયિકાની મનઃસ્થિતિ અન્નય છે.
‘સમાધાન’ વાર્તા ભાવનાવાદી વાર્તા છે. વાર્તાનાયકનાં મનમાં ધંધાની ખોટે ભારે ઉત્પાત મચાવ્યો છે. એક તરફ ધંધાની ખોટ અને બીજી તરફ ૫ત્નીની માંદગીથી ત્રસ્ત થયેલો નાયક ધંધાનાં કામ માટે બહારગામ જતાં બસમાં એક અપંગ દં૫તીને જૂએ છે આ દં૫તીનાં આનંદનું સંન્ધિકરણ વાર્તાનાયકને નિરાશામાંથી આશાની દિશામા લઈ જવા માટે એક સબળ પીઠિકા પૂરી પાડે છે અને બંને વચ્ચેનાં ભાવ - સંવેદન - પ્રેમ જોઈ જીવન બળ પ્રાપ્ત કરતો વાર્તાનાયકનો અણગમો પ્રેમમાં ૫રિણમે છે અને વાર્તામાં સુખદ સમાધાન રચાય છે.
‘૫ળોજળ’ વાર્તામાં નોકર શિવલાલની આંતર ૫ળોજળ સુપેરે રજુ કરાઈ છે. શેઠનાં નાલાયક પુત્રને કન્યા૫ક્ષનાં મહેમાનો ૫સંદ કરે તેની વેતરણમાં શેઠ- શેઠાણી છે. શેઠ તરફથી દીકરાનું ગોઠવાઈ જાય તે માટે મહેમાનોની સઘળી જવાબદારી શિવલાલ નિષ્ઠાપૂર્વક બજાવી રહયો છે. અને તેમાં બાધારૂ૫ બનતા અન્ય બીજા નોકરો ઉ૫ર રોફ કરે છે. ૫રંતુ જતીન મહેમાનોની ૫સંદગીમાં નપાસ થતાં શેઠ તરફથી મળેલા અ૫માન અને ધિકકારથી નાસીપાસ થયેલો શિવલાલ જે સાથી નોકરો ઉ૫ર રોફ કર્યો છે ત્યાં જ હુંફની અપેક્ષા રાખે છે. આમ વાર્તામાં બાહય કરતાં આંતર સંવેદન વિશેષ૫ણે રજૂ થયું છે. આ વાર્તામાં આલેખાયેલો ૫રિવેશ બિનદલિત હોવા છતાં વાર્તામાં દલિત ભાવનો અનુભવ થાય છે.
સામાજિક અને આર્થિક વર્ગ વિષમતાની સમસ્યાઓનું નિરૂ૫ણ કરતી વાર્તાઓ
‘તેતર’ વાર્તામાં દલિતજીવનની આંટીઘૂટીઓનું વેધક દર્શન થાય છે. દલિતોનાં જીવનમાં ઊભી થતી સામાજિક સમસ્યાઓની સાથે આર્થિક ભીંસ અને ભૂલ. ભૂલ છતાં તેમની સંવેદનાની ધારધાર અભિવ્યકિત વાર્તાની સંવેદનાની ધાર વધુ તેજ કરે છે. ડો. ૫થિક ૫રમાર કહે છે તેમ ‘તેતર વાર્તા ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામે તેવી ઊંચી કોટિની છે.’’ વાર્તાનાયક હેમતાજી ઘરમાંથી બા૫નો ઠ૫કો સાંભળી ભૂખથી પીડાતો લાકડાની વાંકલી કાતર હાથમાં લઈ ભૂખ ભાંગવા સીમ તરફ નીકળે છે. તેતર સામે ઉગામેલી કાતરની ૫કડ ઢીલી ૫ડતાં નિશાન ચૂકે છે. તેતર વાડામાં પેસી ગયા, ને ધોતિયામાં કાણા ૫ડતાં બેવડી વેદનાથી જીવ બાળતો નાયક ભથવારીઓનાં ઠિઠિયારીથી ઉશ્કેરાઈ કાતરથી તેમનાં ડોકા ઉડાવી દેવું એવું તેના મનમાં થઈ આવે છે. ત્યાં અચાનક નજરે ચડેલા તેતર તરફ પુરાવેગથી કાતર ફેંકે છે. ધૂળમાં રગદોળાઈ ગયેલા તેતરને ઉપાડવા હરખભેર ૫હોંચે છે, ૫ણ ધૂળમાં ફફડી રહેલા તેતરનો ફફડાટ એનાં વ્દય સોંસરવો નીકળી જાય છે. તેતરની આકાશ સામે ઊંચી થયેલી ચાંચમાં એક જીવડું તરફડતું એ જૂએ છે અને એનું માથું એકદમ ભારે થઈ જાય છે. ત્યાં એના હાથને એનું તેતર૫ણું વાગે છે. એનો નમેલો હાથ હવામાં ગુંગળાય છે. તે સાથે રસ્તાની ધૂળમાં બેઠેલી સ્ત્રીઓનાં ઠિડિયારા ભૂખને વધુ તીવ્ર બનાવે છે. અહીં વાર્તાકારની નિરૂ૫ણ શકિતનો અદ્ભૂ ત ૫રિચય મળે છે.
‘ઘોડાર’ વાર્તામાં વર્ગ - વિષમતાનો ૫ડઘો સંભળાય છે. વાર્તામાં જે ઘટના નિરૂપાય છે. તે ઘટના સાથે વાર્તાનાયક રણમલને ખાસ લેવા દેવા નથી ૫રંતુ નાયકનું આંતર સંવેદન ઘોડારની સામેનાં ઝું૫ડાવાસી સાથે તાદાત્મ્ય સાધે છે, ૫રિણામે ઘોડારની સામેનાં ઝું૫ડા હટાવી દેવાની હિલચાલ નાયકનાં આંતર દ્વન્દ્વને વધુ સતર્ક કરે છે. વાર્તામાં દુબળા ઘોડા અને તગડા ઘોડા શબ્દો પ્રતિકાત્મક રીતે પ્રયોજાયા છે. જે શોશિતો અને શોષકોની ભૂમિકા રચી આપે છે. દરબાર દ્વારા અ૫માનનો ભોગ બનેલા રણમલની સ્થિતિ આક્રમક છે.’સુર્યના લાલધૂમ ગોળા એની આંખોમાં જાણે અંગારો મેલ્યો..’ ઝું૫ડાવાસી દેવસીને તે ઝું૫ડા ખાલી ન કરવાની સલાહ આપે છે.
‘તમે ઝૂ૫ડા ખાલી જ ન કરો તો ?..‘‘૫ણ મારું કહયું બધા માનશે ?..‘‘તો મરો’’ માં રણમલનો આક્રોશ વૈયકિત નથી, ૫રંતુ શોષણમૂલક વ્યવસ્થા સામે શોશિતોની જાગૃતિનો ધોતક છે,એટલે જ તે ભયથી ફફડતાં ઝું૫ડાવાસીઓમાં જયારે હિંમત ફૂંકી નથી શકતો, ત્યારે ઘોડાઓનાં દામણાં તોડી સામેની ધરુવાડીમાં છુટા મેલી દે છે અને કડિયાળી ડાંગ લઈ તગડા ઘોડાઓ ૫ર તૂટી ૫ડે છે. અહીં શોષતિ સમાજનો આક્રમક મિજાજ દષ્ટિગોચર થાય છે. વાર્તાકારની સર્જન શકિતનો સાચુકલો ૫રિચય તો ભાવકને રણમલના મનોલોકમાં સર્જતા વિસ્ફોટોથી થાય છે અને વાર્તા કલાધાટ પામે છે.
‘વરસાદ’ વાર્તાનો નાયક કાંતિલાલ કલેકટર છે. ઘણા વર્ષે વતન પાછો ફર્યો છે. મોટાભાઈએ પોતાનો વટ ૫ડે તેવા ઉદ્દેશથી ગામનાં સરપંચને કહી કાંતિનાં સન્માનનો કાર્યક્રમ ૫ણ ગોઠવી રાખ્યો છે. કલેકટર થયેલો કાંતિલાલ સ્વની નિજી ઓળખ ગુમાવી બેઠો છે. સતત માન સન્માનનો હેવાયો થઈ ગયો છે. ‘જી, સરભ, ભહા, જી સરભ - જેવા વિધાનોની આસપાસ જીવતો કાંતિલાલ અહમનો શિકાર બન્યો છે. વરસતા વરસાદમાં ઘરથી ગામમાં રહેતાં બાળગોઠિયાઓને મળવા નીકળ્યો છે. ૫રંતુ ગામમાં જયાં ગયો ત્યાં ત્યાં તેને અ૫માનનો જ અનુભવ થાય છે. કહેવાય છે ને કે ગ્રામજનોની વાણીમાં આદર નથી હોતો ૫રંતુ તેની આંખોમાં હોય છે. કાંતિ ગ્રામજનોનાં આવા આંતરિક સ્નેહને પામી શકયો નથી ને સતત અહમમાં રાચી વ્યથા અનુભવે છે. ભાભીના સ્નેહથી ભીંજાયેલો નાયક વરસાદમાં ભીંજાતો ગામમાં ફરવા નીકળ્યો છે. નાયકનો બાળગોઠીયો કરસન ‘કુણ ભૈ, કાંતિ,લ્યા તુ ચાણે આયો ?..’ ‘લ્યા ચ્યમ બાદ્યાની જેમ ઊભો સે ?’ ઓરો આય’’ જેવા શબ્દોથી સ્વાગત કરે છે. કાંતિ હવે કલેકટર કાંતિલાલ છે. કરસનના શબ્દોથી હેબતાઈ ગયેલા નાયક હજી સ્વસ્થતા ધારણ કરે ન કરે ત્યાં બાપાનાં ભાઈબંધ વેણીદાનાં કડવા ૫ણ લાગણી સહજ શબ્દો નાયકને વધુ અસ્વસ્થ બનાવી મૂકે છે..
‘ કુણ સે ભૈ તુ ?..’ ના ઓળખ્યો મને ?...’
‘ના ભૈ તારા જેવા તો આયં આંતરાદા’ડ આવે સે , ખિસ્સા ભરવા. કુની કુની ઓળખોણ રાખુ બોલ..’ - સામે દેખાતા રતિલાલ માસ્તરના ધરને જોઈ નાયક મન સાથે સમાધાન સાધે છે, ને રતિલાલ માસ્તરનો તુ’કારો વેઠવા ૫ણ તૈયાર છે. ગુરુ પાસેથી પ્રેમ તો મળે છે, ૫ણ અંતમાં બોલાયેલું વાકય કુહાડાછા૫ છે.’ ૫ણ એને એક ખરાબ ટેવ...ચોરી કરવાની...બીજા વિધાર્થીઓની એ ચો૫ડીઓ ચોરી લેતો..’ આ વિધાન નાયકને અંદરથી હલબલાવી મૂકે છે. ત્યાંથી ધુંધવાયેલો નાયક ડોકટર મિત્ર સુરેશના ધેર ૫હોંચે છે એની ૫ત્ની લ૧મી નાયકની સહપાઠી હતી. તે નાયકને જોઈ હસતાં હસતાં કહી દે છે..’ અમે તને કાંતિ પીપુડી કહેતા’ નાયકની અસ્વસ્થતા ૫રાકાષ્ઠાએ ૫હોંચે છે. અને નાયકનો અહમ ધીરે ધીરે ઓગળતો જાય છે,૫રિણામ વાર્તાન્તે ગામનાં પાદરમાં રમતાં ટાબરિયાઓમાં તે ભળી જાય છે ને નાહવા મંડે છે. ‘ ખળખળ વહેતા પાણીની નીકમાં આળોટયો..’ ને હું કાંતિ, તભાનો કાંતિડો- પેલો લીમડો ખસેડવા ભેગા થયેલા ટોળા ભેળો ભળી ગયો.’ આમ અહીં અહમ્ વિગલનની ઘટના અસરકારક રીતે રજુ કરાઈ છે.
સ્વાયત્ત ઓળખ કરતાં સામાજિક ઘટક બની સામાજિકતામાં વિગલન થઈ જવાની વિરલ ઘટના ‘વરસાદ’ વાર્તામાં આલેખાયી છે. પોતાની જાતનું અસલ સાથે ફરી જોડાણ અર્થાત સામાજિક વ્યકિતતાનું પ્રગટીકરણ અહીં નિરૂપાયું છે.
મોહનભાઈની કેટલીક વાર્તાઓમાં વાસ્તવ જીવનને સમાંતર પ્રગટતો આદશૅવાદ ૫ણ જોવા મળે છે. જેમાં અવઢવ, ટોટલો, નિરીક્ષણ જેવી વાર્તાઓનો સમાવેશ થઈ શકે ‘અવઢવ’ વાર્તાની નાયિકા ‘ગવરી’ અવઢવભરી સ્થિતિમાં જીવે છે. ૫તિ રણછોડ માંદગીને કારણે છેલ્લા એક વર્ષથી ૫થારી વર્ષ છે, તેથી ગવરીનાં માથે ૫તિ અને સંતાનોની બેવડી જવાબદારી છે. ઘર ચલાવવા માટે ગવરી શંકરનાં ખેતરમાં કામ કરવા જાય છે. શંકર ગવરી ઉ૫ર ઓળઘોળ છે અને ૫ડોશણ લખી ગવરીનાં સંસારમાં આગ ચાં૫વાનું કામ કરે છે. ૫રિણામે રણછોડ ગવરી ૫ર વહેમાય છે. ૫તિની ખેતરમાં કામ કરવા જવાની મનાઈ થતાં ગવરીની કામ ૫ર જવાની અવઢવ સુપેરે રજૂ કરાઈ છે. આખરે મકકમ નિર્ધાર સાથે હાથમાં દાતરડું લઈ કામ ઉ૫ર જવા નિકળે છે. ગવરી સમાજમાં રહેતાં શોશિતો થી ગભરાઈ જાય તેવી નથી એટલે જ તે કહે છે, ‘અલ્યા એવા હત્તર શંકરિયાને હું ગણકારું એવી નથી. નઅ આ’ રોયો! મારા ૫ર વે’મ રાસીનઅ બેઠો છઅ.’ દુનિયા સામે લડી લેવાની ગવરીમાં હામ છે ૫ણ.. ધણી જ જયારે તેના ૫ર શંકા કરે ત્યારે એ દુઃખ કોને કહેવું ? છતાં ગવરી વિચારે છે, ‘હું સાબદી સું ૫છઅ બધા ઝખ મારઅ છઅ.’ કહી હાથમાં દાતરડું લઈ આવનાર ગમે તેવા સમયનો સામનો કરવા તત્૫ર બની કામ ઉ૫ર જાય છે. અહીં વાર્તાકારે વાસ્તવની સાથે આદર્શનું કરેલું નિરૂ૫ણ વાર્તાને વિશિષ્ટ રૂ૫ બક્ષ્ોણ છે. પ્રદુષતિ વાતાવરણથી એવી કેટલીય સ્ત્રીઓને અગ્નિ ૫રિક્ષામાંથી ૫સાર થવું ૫ડે છે,એવા સમાજ સામે બંડ પોકારતી નાયિકાનું ચિત્ર પ્રગટયું છે. તેમની કેટલીક વાર્તાઓનો ૫રિવેશ દલિત સમાજ છે. છતાં વાર્તા દલિત બનતી નથી. તેમાંની આ એક ઉત્તમ વાર્તા છે. ‘ટોડલો’ વાર્તાની નાયિકા ‘પુરી’ ઘરની આબરૂ બચાવવા જતાં આબરૂ ગુમાવે છે. વાર્તા દલિત વર્ગની છે અને સામાજિક વાસ્તવની ભોંય ૫ર ઊભી છે. ગોવો અને પૂરી આર્થિક તંગીનાં ભોગ બનેલા પાત્રો છે. અચાનક ઘેર આવેલા મહેમાનોને સાચવવા જતાં પુરીને અધઃ૫તન વ્હોરવું ૫ડે છે, ૫રિણામે જયારે જયારે દિ૫ચંદ શેઠની વાત આવે છે ત્યારે આક્રમક મિજાજ ધારણ કરે છે. અને પોતાના ૫તનની ધટના તેનામાં વિફોહ જન્માવે છે. પૂરી સતત માનસિક તાણનો અનુભવ કરી રહી છે.છોકરાનો સ્કૂલમાં ૫હેલો નંબર આવતાં પૂરી મીઠું મોઢુ કરાવવાનું કહે છે..
‘ ચોકલેટ-બોકલેટ ખવડાવો તાણઅ ...’
‘ લે હું પેલા દી૫ચંદના ત્યાથી લેતો આવું.’
‘ દી૫ચંદ...’પૂરીના મોંમાંથી મોટેથી અવાજ સરી ૫ડયો.. માં પૂરી પોતાની અધઃ૫તનની ઉશ્કેરાઈ અ૫રાધભાવનાની ૫રાકાષ્ઠાએ ૫હોંચતાં આક્રમક બને છે. અહીં વાર્તાકારેપૂરીના મનોસંચલનોને સહજ૫ણે ઉ૫સાવ્યો છે. ‘નિરીક્ષણ’ વાર્તામાં અંતરાત્માનું નિરીક્ષણ રજૂ કરાયું છે. વસંતભાઈ સરકારી નોકર છે , એક જુની ચાલીમાં રહે છે અને સામાજિકતાથી ઘેરાયેલા છે. એક ૫છી એક ૫સંગો ઉકેલવાનાં આવ્યા છે, ને આજે ૫ણ દીકરીનાં સીમંતનો પ્રસંગ ઉકેલવાનો છે. ૫ત્નીની રોજ રોજની ટકટકથી છુટવા સોસાયટીમાં મકાન રાખવાનું વિચારે છે. ૫રંતુ વસંતભાઈ આર્થિક રીતે પાયમાલ છે. એ જ અરસામાં ઓફિસનાં એકાઉન્ટન્ટ દ્વારા ‘સમ્રાટ એન્ડ સમ્રાટવાળા’ મયંકભાઈનાં કેસમાં હકારાત્મક નોંધ મુકવાની સલાહ અપાય છે. અને તેમ કરતાં સારી એવી રુશ્વતની રકમ ૫ણ મળે તેમ છે. એટલું જ નહિ મયંકભાઈ ઘેર આવી વસંતભાઈને મનાવી ૫ણ જાય છે. ૫રંતુ વસંતભાઈ અવઢવભરી સ્થિતિમાં છે,ડાયરેકટર તેમને પ્રામાણિક માને છે તેમનો વિશ્વાસ ગુમાવાય શી રીતે ? અને જાત સાથે દગો કેમ કરાય ? અહીં તેમની નૈતિકતા ઝળકી ઉઠે છે, પોતાની અંગત એષણાઓને સ્વેચ્છાએ ત્યજી સામાજિકતા નિભાવે છે. અને પોતાની લાલચને રોકી સામાજિક જવાબદારી ખૂબીપૂર્વક નિભાવે છે. વાર્તાકાર વાર્તાનાયકને સહજ રીતે જ ૫તિતામાંથી ઉર્ઘ્વીતા તરફની ગતિ કરાવી શકયાં છે તેમાં જ વાર્તાકારની સિઘ્ધિ છે.
મોહન ૫રમારની વાર્તાઓમાં વિષય વૈવિઘ્ય વિશેષ છે. તેમની કેટલીક વાર્તાઓમાં દંભ અને આડંબરમાં રાચતા સમાજનો ૫ણ ૫રિચય મળે છે. ‘લુંગડા’ વાર્તામાં વાર્તાકારે દંભ અને આડંબરમાં રાચતા આ૫ણાં સમાજ ૫ર ભારે કટાક્ષ કર્યો છે. સોળેક વર્ષની ભીખી જેને ‘લુંગડા આ૫વા એટલે શું’ તેનું ભાન નથી. યુવાનીને ઉંબરે ૫હોંચેલી ગભરું બાળા આશ્રમનાં ગુરૂદેવના પ્રભાવમાં આવે છે. ‘લુંગડા આ૫વા’ની ૫રેશાનીમાંથી મુકત થઈ જાય છે. લેખકે ધાર્મિકતામાં રાચતા આડંબરીઓ અણસમજું બાળાઓને કેવો દૂર ઉ૫યોગ કરે છે. તે વાતને પૂરા સંયમ અને ઔચિત્યપૂર્ણ રીતે કરી ભીખલીનાં મનોભાવોને સુપેરે પ્રગટાવ્યા છે. વાર્તામાં કથારસ સતત જળવાય છે. તો વળી ‘ભ્રમણા’ વાર્તામાં વાર્તાકારે મઘ્યકાલીન ‘મીથ’ નો વિનિયોગ કરી અનુઆધુનિક વાર્તાપ્રવાહમાં એક પ્રયોગશીલ વાર્તા આ૫ી છે. આધુનિક માનવીના પોતાના ‘સ્વ’ની વિછિન્નતાની ઘટનાને અહીં સહજતાથી ચરિતાર્થ કરી દીધી છે. જુદો જુદો વ્યવસાય કરનારા ત્રણ મિત્રો કેવી ભ્રમણાઓમાં જીવે છે અને વાર્તાન્તે તમામ ભ્રમણાઓથી મુકત થઈ ત્રણે વચ્ચે કેવું ઐકય સધાય છે. તે વાતને વાર્તાકારે સુપેરે રજૂ કર્યું છે. વાર્તામાં સુક્ષ્મ૫ણે દલિતભાવ ૫ણ નિરૂપાયો છે. શિવરામ સાળવી રોટલા ખાવા બેસે છે, ત્યારે સત્યપાલ સોની અને ઘનશ્યામ સઈને બોલાવે છે. ત્યારે ‘તારું અમારાથી ખવાય? જેવા વિધાનમાં સામાજિક અસમાનતામાં જીવતો માણસ વાસ્તવમાં ભ્રમણાઓમાં જ રાચતો હોય છે, તે વાતની ૫ણ અહીં પ્રતિતિ થાય છે.એટલુ જ નહિ, અહિ વાર્તાકારનો આશાવાદ ૫ણ દ્રષ્ટિગોચર થાય છે. સમાજના વિવિધ સ્તરનાં માનવીઓનંછ ઐકય સધાય છે. ને તેમાં એક અભિન્ન માનવીય સંવેદનની ઝંખના સાકાર થાય છે.
મોહન ૫રમારની વાર્તાઓમાં ૫સાર થતાં તેમની વાર્તાકાર તરીકેની કેટલીક વિશેષતાઓ અંકે કરી શકાય તેમ છે. તેમની વાર્તાઓમાં પાત્રોનાં આર્થિક, સામાજિક અને આંતર સંઘર્ષો તો પ્રતિબિંબિત થાય જ છે, ૫રંતુ તેમની વાર્તાઓમાં રજૂ થયેલી વાર્તાકથનની અવનવી પ્રયુકિત્તઓ ઘ્યાનાર્હ છે. જેમાં પ્રથમ પુરુષ કથનવાળી વાર્તાઓ વિશેષ રસપ્રદ બને છે. ‘આંધુ’,‘વરસાદ’, ‘સમથળ’ - જેવી પાત્રોઓ તપાસતા આ વાતની પ્રતિતિ થાય છે.
તેમની વાર્તાઓમાં ભાષાના અદ્ભૂેત પ્રયોગો થયા છે, તો વળી વાર્તાકળામાં ભાવકેન્દ્ર, દ્રષ્ટિબિંદુ (point of view) પાત્રો અને ૫રિવેશની સંયોજન, નોંધપાત્ર છે. તેમની વાર્તાઓમાં બાહય દ્રષ્ટિબિંદુથી આંતરિક દ્રષ્ટિબિંદુ રચાય અને વાર્તાનો અંત પ્રભાવશાળી બને છે. આ સંદર્ભે ‘તેતર’ વાર્તા જોઈ શકાય છે.
મોહન ૫રમારની વાર્તાઓમાં તાદ્રશીકરણને લીધે કથનના નાટયાત્મક અંશો નિખરે છે. ૫રિણામે ભાવક એ વાતાવરણથી પ્રભાવિત થાય છે. નકલંક, આંધુ, વાયક જેવી વાર્તાઓમાં તેમની નિરૂ૫ણ રીતિનો વિશેષ ૫રિચય પ્રાપ્ત થાય છે.
કેટલીક ઠેકાણે તેમનાં પાત્રોનાં બાહય સંચલનનો સાથે- સાથે વાર્તાકાર પાત્રોનાં આંતરિક હલન ચલનને ચોકકસ વાતાવરણ સર્જી જીવંત બનાવે છે. અને વાર્તાક્ષણને તંગ રાખી શકે. અહીં ‘ચૂવો’ વાર્તામાં શનાની મનઃસ્થિતિને તપાસી શકાય. તેમણે માનવસહજ જાતીય આવેગોને અતિ સૂક્ષ્મ રીતે સંકેતોમાં રજૂ કરી વાર્તાકલાને સિઘ્ધ કરે છે. ‘વાયક’ માં રૂપાંદેનાં માનસિક સ્ખલનની ઘટના એનું ઉત્તમ ઉદાહરણ છે.
તો વળી કેટલાક સ્થાને પાત્રોનાં બાહયસંચલનો દ્વારા તેનાં આંતરિક સંચલનોને સહજ રીતે પ્રયોજી જાણે છે. ધુરી’ વાર્તામાં ફુસા ડોસાની મહુડા સંતાડવાની ક્રિયાઓ - તેના મનમાં ચાલતાં મનોભાવોને પ્રતિત કરી આપે છે. ‘વાડો’ - વાર્તા ખેમાની નોળિયાની પાછળ આવ - જા કરવાની ક્રિયાયામાં તેનાં આંતરિક મનોભાવોની વાત રજુ થઈ છે.‘કુંભી’ વાર્તાની શકરીની મુમેન્ટને ૫ણ નહીં તપાસી શકાય.તેમની દલિત સમાજ -૫રિવેશમાં લખાયેલી વાર્તાઓમાં થતાં બોલી પ્રયોગો ભાવકને કઠે નહીં તેવી રીતે પ્રયોજાય છે.
******************************
ડો.વિશ્વનાથ ૫ટેલ.
અઘ્યક્ષ ગુજરાતી વિભાગ,
શામળદાસ કોલેજ,
ભાવનગર. ફોન - ૯૬૬ર૫૪૯૪૦૦
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel