SahityasetuISSN: 2249-2372Year-4, Issue-3, Continuous issue-21, May-June 2014 |
ભરત વાળાની દલિત કવિતાઓ: અનુભૂતિ
ગુજરાતના દલિતોના માનસ પર ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો તેમજ તેઓના જીવન કાર્યની પ્રગાઢ અસર રહી છે. સમયે સમયે દલિતો માટે તેઓ પથદર્શક રહ્યા છે. જયારે જયારે, જ્યા પણ દલિતો સાથે અમાનવીય વ્યવહાર, અત્યાચાર કે અન્યાય થાય અથવા દલિત ચેતનામાં ઘમાસાણ ઉપાડે પછી દલિત સાહિત્ય સર્જાય. આ સાહિત્ય આપણા લોકશાહી રાષ્ટ્ર માં પોતે પણ માનવ છે તે સંઘર્ષની ગાથા વર્ણવતું સાહિત્ય છે. સૈકાઓથી અસ્પૃશ્ય રહેલ ભારતીય આ સર્જનનું કેન્દ્ર છે. ભરત વાળાની કવિતાઓ આ દ્રષ્ટીએ મુલવાવીજ પડે તેવી નક્કર છે. “તમો અમોને અછૂત ગણો છો..! “હોંશે હોંશે સૌ બોલે મેરા ભારત મહાન, ક્યાંક ક્યાંક ગામ શહેર ચાના ચપણીયા આવું શાસન ના પરવડે ફૂંકી ફૂંકી ને કરડે, ભાઈ ઉંદર.. “ગામે-ગામ દેતો સંદેશા, શહર-શહરમાં રહેતો ફરી, “ધર્મની જુદી જુદી સાંખ,પંથની જુદી જુદી પાંખ, “ઘરથી દોડી ભવનમાં જઈ બેઠા,લઈ બેઠા શાસન......
મૂળ તળાજા તાલુકાના ઠળિયા ગામે જન્મેલા, ૧૦ ધોરણ સુધી ભણેલા, પરંતુ હાલમાંજ ૧૨માં ધોરણની પરીક્ષા આપી, જેઓ ભાવનગર મહાનગરપાલિકાના “સોલોડ વેસ્ટ વિભાગમાં સ્વીપર” તરીકેની ફરજ બજાવે છે તે ભરત વાળા, સમાજ માં રહેલા ગંદવાડને સાફ કરવા કલમ કસી છે. વાલ્મીકીવાસમાં રહી પોતાના ત્રણે સંતાનોને હાઈસ્કુલમાં ભણાવવાની સાથે સાથે કોઠા સુઝથી કાવ્યો રચે છે. તેમના જીવનસાથી પણ ધોરણ ૧૦ સુધી ભણેલા હોવાથી બંને સાદગી અને સંયમથી સમાજની વિટંબણાઓ જુએ છે, ભરત તેને શબ્દદેહ અર્પે છે. ભાષા સરળ છે. શબ્દો વેધક છે. વ્યથા અનહદ છે. સંઘર્ષ અને અતુટ પુરુષાર્થ ઉકેલ છે. આંબેડકર તેનો આધાર છે. તેઓની કવિતાઓ એકદમ જીવંત અને વેધક છે.
જ્ઞાતિવાદની બદીથી ભારતીય સમાજ આજે પણ અનેક વાડાઓની બદીઓમાં વિછિન્ન થયેલો છે. જ્ઞાતિઓ હોય ત્યાં અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતા આધારિત અમાનવીય વ્યવહાર અટકતા નથી. હજુ પણ અમાનવીય વ્યવહારની પરંપરા ચાલુ છે. સાંપ્રત સમયમાં આ સામાજિક દુષણને પડકારતા ભરત લખે છે;
આ તમારો ખોટો ખ્યાલ, કઈ જગ્યાએ હું અછૂત છું ?
મારા શરીર માંથી તત્વો કાઢી બતાવો તો હું માનવા તૈયાર,
નકર હું સાબિત કરી બતવું તમે માનવા રહો તૈયાર....
ગણ્યા ગાંઠ્યા દલિતો શિક્ષણ મેળવી સામાન્ય જીવન જીવતા થયા એટલે દલિતોનો વિકાસ થઈ ગયોનથી. હજુએ વિશાળ દલિત સમુદાય અવહેલના, અત્યાચાર અને ઉપેક્ષામાં જીવે છે ન્યાય માટે અવાજ ઉઠાવે તો જીવ ગુમાવે છે. આ સાંપ્રત સ્થિતિથી બેચેન બની ચિત્કારી ઉઠે છે ભરતની કલમ;
ધન્ય ધારા ભારતની એવું સૌ હોંશે હોંશે ગૌરવ લે છે,
કહો ક્યારે બદલાશે આ હાલત અમારી?”
હજીએ દલિતવાસ, વણકરવાસ, વાલ્મીકીવાસ,
રુખીવાસ, ચમારવાસ, મંદિર જુદા સ્મશાન જુદા,...
ક્યારે આવશે અંત? ક્યરે બદલશે આ હાલત અમારી?”
ભ્રષ્ટાચારી એ કાળો કેર આદરીયો છેવાડા માનવી નું શું?
તારા ઘર આનંદ-લીલાલેર વર્તાય છે, ખૂંટીયા ધરાય છે,
ભૂખ્યા-દુ:ખ્યાનું કોણ? આવું શાસન ના પરવડે ફૂંકી ફૂંકીને કરડે.”
સૌ પંખીની સંગાથ રહેતો હાલી મળી.........
દીધા વચનોની કરી લહાણી લહાણી,
ચારે બાજુ પાણી પાણી, ખાવો પીવો મોજે દરિયે,
કોઈને રડવું નહિ, કોઇથી ડરવું નહિ,
કહે કાગો સાંભળો.
કાગો કરે ચતુરાઈ ......વિના માંગે મળે અમારું હોય શાસન તો હા.”
વર્ણ જુદા, રંગ જુદા, રાગ-દ્વેષ-અહમ-ભેદ અપાર
ઘર ઘર કરી બેઠા, સૌ ચડીને હેઠા, તોય રહે છેટા છેટા.
એના વિવાદની કહો તમે ફરિયાદ ક્યાં જઈ કરશો?”
તમે રહો છો તે પણ ગેરકાનૂની છે જગ્યા,
વર્ષોથી કબજો જમાવી બેઠા, કરો ખાલી,
છોડો જગ્યા આ સરકારી, તમે કદી કર્યા વિચાર,
ફેરવી દો બુલડોઝર, તક આપો તો .....”
સદર્ભ:
******************************
ડો. મનસુખ ગાયજન,
અધ્યક્ષ અંગ્રેજી વિભાગ,
શામળદાસ આર્ટસ કોલેજ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી,
ભાવનગર
Email :gaijanmb@yahoo.co.in
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel