SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
‘ શૈલા‘નાં મનોરાજ્યમાં રચાતું ભાવચક્ર
“ભાવચક્ર” એ ‘શૈલા મજમુદાર’ પછી દશ વર્ષે પ્રકાશિત થાય છે . એક સફળ નાટ્યકારની નવલકથા છે . શૈલા પોતાના ભાવચક્રમાં એક વિશ્વ ઉભું કરે છે .નશૈલા અમદાવાદની કોલેજમાં પ્રોફેસર છે. સ્ત્રી છે . સ્વરૂપવાન સ્ત્રી છે, ઉપરાંત તે કવિ પણ છે . તે પોતાની ઓળખ ઊભી કરવા પોતે સ્ત્રી છે તેનો સહારો લેવા માંગતી નથી . તે દ્રઢ માન્યતા ધરાવે છેકે પોતે માત્ર સ્ત્રી જ નહીં પરંતુ એક વ્યક્તિ પણ છે . અને કવિ પણ . અને એટલેનજ તે મિસ્ટર શર્માને કહી દે છે – ‘ મને કોઈ સ્ત્રી તરીકે ઓળખે અથવા હું સ્ત્રી છું એટલે તે મારી નજીક આવવા પ્રયત્નો કરે તેની સાથે હું ક્યારેય સંબંધ બાંધતી નથી ’
શૈલા અનિમેષના પરિચયમાં આવે છે . અનિમેષ કવિ છે એટલોનજ સંબધ છે . બંને મળે છે ત્યારે કવિતાની જ ચર્ચા કરે છે . એક બીજાને પોતાની કવિતાઓ સંભળાવે છે . મિસ્ટર શર્માને કોઇપણ ભોગે શૈલાની નજીક જવું છે . તેથી તેઓ શૈલાને શું ગમે છે તે જાણવાના સફળ કે નિષ્ફળ પ્રયત્નો કરે છે . એટલેજ તે કોઇપણ કામ શૈલા સાથે કરવા તૈયાર થાય છે . મિસ્ટર શર્મા કે અનિમેષ ને શૈલા પ્રોફેસર છે માટે તેમને તેનામાં રસ નથી પણ તે એક સુંદર સ્ત્રી છે માટે તેઓ રસ લે છે .
શૈલા રજાના દિવસે મિસ્ટર સાથે ફરવા જવાનું નક્કી કરે છે અને સાથે અનિમેષને લઇએ તેમ જણાવે છે . મિસ્ટર શર્માને અનિમેષની હાજરી ખૂંચે છે એટલે તેઓ એક ચિઠ્ઠી શૈલાને મોકલાવે છે અને કહે છે કે – મને અચાનક જ્ ખ્યાલ આવ્યો કે મારે બોસ સાથે બહાર જવાનું છે એટલે હું તમારી સાથે આવી શકીશ નહીં .
શૈલાને અંધકારનો ખૂબ ડર લાગે છે .તેને અંધકાર વ્યાપી વળે તેવું તે ઈચ્છતી નથી . અંધકારને ઓઢવા ધાબળો ઓઢે છે પણ ધાબળામા ઘેરાયલા “ અંધકાર” નું શું ?
શૈલા વિચારોથી જોડાયેલી છે . નવલકથામા બોલવા કરતાં વધારે તે વિચારે છે . ક્વોલોટી જવું , કવિતા વાંચવી વગેરે તેના મનગમતા વિષયો છે . “ મજા ” શબ્દ એના માટે વ્યક્તિગત છે .જે જગ્યાએ આપણને મજા આવે તે જગ્યાએ એને મજા ન્ પણ આવે . પરંતુ પિકનીક જતી વખતે તે પોતાની મજા વિશેની વ્યાખ્યા બદલી મિસ્ટર શર્માને ગમતા કપડા પહેરે છે . શૈલા સ્ત્રી છે છતાં તેને કોઈ સ્ત્રી તરીકે કહેલું એ પસંદ નથી . તેમ છતાં તેના મનમાં એવા વિચારો પણ આવે છે કે કોઈ અજાણ્યા સ્થળે મને અનિમેષ લઇ જાય અને તેના બંને હાથ વડે મારો હાથ પકડી મને ગોળગોળ ફેરવે અને પછી મારા બંને હાથ છોડી મૂકે , હું નીચે પડકાઉં અને અનિમેષ મારી ઉપર પડે . પણ આ માત્ર તેની કલ્પનાઓ જ્ છે . અનિમેષ ને પૂછે છે –તમે ક્યારેય ફેર ફુદરડી ફર્યા છે ? .અનિમેષ ના પડે છે . તો શૈલા કહે છે –તમે જિંદગીનો ઘણો મોટો કહી શકાય તેવો આનંદ ગુમાવ્યો છે .
શૈલાને અનિમેષની કવિતા ગમવા લાગે છે .તેના તરફ કદાચ કવિતાને લીધે જ્ વધારે ઢળતી જાય છે . અનિમેષ અનો સમ્પૂર્ણ ફાયદો લેવાનું ચૂકતો નથી . તેના ઘેર જાય છે . શૈલા તેના પર ઝૂકી જાય છે .ધીરે ધીરે શૈલામાં રહેલું સ્ત્રીત્વ બહાર આવતું લાગે છે અને શૈલા તેના પર કાબુ મેળવવા જાય છે પરંતુ અનિમેષમા જાગેલા પુરુષત્વનો ભોગ બનવાનું થાય છે . અનિમેષ તેને ઉચકી ને પલન્ગ પર પટકે છે. તેનામાં રહેલો વરુ જાગ્રત થાય છે . તે શૈલાનો ગાઉન ઢીલો કરે છે , તેની ચણીયા ચોળીના બટન એકી ઝાટકે તોડી નાખે છે, તેના ન્હોર સાથળે ઉઝરડે છે , તેના દાંત શૈલાના હોઠને ભીસી દે છે, શૈલા તેનો બચાવ કરવા તેનાથી છુટીને બાથરૂમમાં ભરાઈ જાય છે . આ બનાવનો ફાયદો લઇ મિ.શર્મા શૈલાની સેવા કરે છે. શૈલાને લાગે છે કે અનિમેષ ને પણ હું સ્ત્રી છું એટલેજ મારામાં રસ છે .બધા પુરુષો એક જેવા જ્ હોય છે . બધાને હું સ્ત્રી છું એટલે જ્ મારામાં રસ છે . શૈલા આ બધામાંથી છૂટવા “ લેડિસક્લબ ” જોઇન્ટ થાય છે .અને તેનો મોટા ભાગનો સમય પણ ત્યાં જ પસાર કરે છે. અહીં પણ શૈલાને અનિમેષ વિશેના વિચારો છોડતા નથી .
“લેડિસ ક્લબ ”માં શૈલા એક નાટકનું direct કરે છે . એ નાટક હતું ચેખવનું cherry orchard . લેડિસક્લબના માલિક મીનાક્ષી બહેન શૈલા ને અભિનંદન આપે છે . એક વખત મીનાક્ષીબહેન છુટા પડતી વખતે કહે છે – કાલે શો પોગ્રામ છે ? તો જવાબમાં શૈલા કહે છે - બસ આખો દિવસ પથારીમાં આળોટ્યા કરવાનું . અને અચાનક શૈલાને મિ .શર્મા એ અગાઉ કહેલો એક જોક યાદ આવ્યો .એક વખત શૈલાએ પણ મિ .શર્મા ને આમ જ્ કહ્યું હતું અને જવાબમાં મિ .શર્મા એ કહ્યું હતંસ કે સોરી હું તમને એમાં સાથ નહી આપી શકું . શૈલાને લાગે છે કે બધા મને એક સ્ત્રી તરીકે જ્ જુએ છે . અને શૈલા પણ જે લોકો એને સ્ત્રી તરીકે જુએ તેની સાથેના સબંધો તોડતી જાય છે .
શૈલા પોતાના ભાવવિશ્વમાં ઘુમરાતી જાય છે . પ્રજ્ઞા મિ .શર્માના પરિચયમાં આવેલી . તે જુદાજ સ્વભાવની . તે પુરુષોના પુરુષત્વથી લોભાય છે અને સારા લગતા પુરુષો જોડે સબંધો પણ બાંધે છે .
આખીય નવલકથામાં શૈલા અને મી.શર્માના મનોવલયો આલેખાયા છે . બંનેન મનમાં જે વિચારો આવ્યા તે આલેખવામાં આવ્યા છે . અથવા બનેલી ઘટના પછી શું કરવું જોઈએ / શું થશે તેના વિચારોનો ઉભરો આ નવલકથામાં આલેખવામાં આવ્યા છે . લેખકે અનિમેષના ભાવચક્રને આલેખ્યું નથી . આથી ખલનાયક કોણ એ નકકી કરવું મુશ્કેલ છે . પરંતુ એટલું તો નક્કી જ્ હતું કે બંનેનું લક્ષ્ય શૈલા( સ્ત્રી )ને પામવાનું હતું અને બંને તેમાં નિષ્ફળ જાય છે .
શૈલા અનિમેષથી દુર જવાના પ્રયત્નો કરે છે પણ એક તસુ પણ તેનાથી દુર જઇ શકતી નથી .અનિમેષ ઘૂઘવતા દરિયામાંથી જળઘોડો લઈને આવે છે અને તેને બેસાડીને લઇ જાય છે .
શૈલાનો પ્રશ્ન તો પ્રશ્ન જ રહી જાય છે . શૈલા સ્ત્રી છે , સુંદર સ્ત્રી છે , સ્વરૂપવાન સ્ત્રી છે આ વાત જ તેને કવિ શૈલા કે વ્યક્તિ શૈલા કરતા વિશેષ સાબિત થાય છે .
******************************
પ્રા. દેવજી સોલંકી
મું.ધામા ,તા : પાટડી
જિ : સુરેન્દ્રનગર
૯૪૨૯૫૧૧૫૬૪, e-mail : devjibhais@yahoo.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel