SahityasetuISSN: 2249-2372Year-4, Issue-2, Continuous issue-20, March-April 2014 |
ઝરમર ઝરમર વરસતાં એકાવન ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’
આદિ-અનાદિકાળથી મનુષ્ય પ્રકૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો રહ્યો છે. વિધ વિધ રીતે પ્રકૃતિનું આકંઠ પાન કરતો આવ્યો છે. અનેકવિધ રીતે પ્રકૃતિ સાથેવણાતો રહ્યો છે. આ વણાટ એંકેન પ્રકારે તે ઉકેલતો આવ્યો છે. ક્યાંક ચિત્રમાં, શિલ્પમાં કે સિનેમા સાહિત્યમાં એંકેન પ્રકારે વ્યક્ત કરવાની મથામણ કરતો આવ્યો છે/ કરી રહ્યો છે.
કહેવાનો મતલબ એટલો જ કે, ‘પ્રકૃતિ’ માણસ સાથે ‘માણસનીપ્રકૃતિ’થી જ જોડાયેલી છે. મૉકો મળતાં જ તે કોઇ ને કોઇ માધ્યમથી પ્રગટ કરતો રહ્યો છે. એમાંથી સહિત્ય પણ કેવી રીતે બાકત રહી શકે? એ પછી વિશ્વ સાહિત્ય હોય, ભારતીય સાહિત્ય હોય કે પછી આપણું ગુજરાતી સાહિત્ય હોય. કવિઓ-લેખકોએ વિવિધ સાહિત્ય્સ્વરૂપોમાં મન મૂકીને વર્ણવ્યો-વહાવ્યો-ગાયો છે.
છે...ક, મધ્યકાળના સાહિત્યથી આજ સૂધીના આધુનિક ઇવન અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય પર આછેરો દ્ર્ષ્ટિપાત કરીએ તો પણ, એવાત તો તરત જ ધ્યાન પર આવે છે; ને અવાત તો બેવડી ધ્યાન પર આવે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિને મન ભરીને આલેખાઇ છે. ને એમાંય ખાસ તો વર્ષાઋતુનું વર્ણન અનાધાર રીતે થતું રહ્યું છે.
શ્રી સંજય મકવાણા સંપાદિત ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’ આ વાતમાં ઉમેરો કરે છે. અર્વાચીન ગુજરાતી કવિઓની કલમે ટપકેલાં કેટલાંક કાવ્યો ને અહીં સંપાદિત કર્યા છે. વિધ વિધ રીતે વરસાદનો મહિમા ગાતાં આ કાવ્યોમાં કવિઓએ કેવી રીતે વર્ષાને માણી છે-જાણી છે, એ જોવાનો પણ એટ્લો જ આનંદ છે જેટલો આનંદ અનાધાર વર્ષા નીચે ઊભા રહી ને ભીંજાવાનો છે. તો ચાલો, ભિંજાઇએ કેટલાંક વર્ષાનાં ‘શ્રેષ્ઠ વર્ષાગીતો’થી...
51 ગીતોના સંપાદનમાં વરસાદને અનેક રીતે વધાવાયો છે. આલેખાયો છે. જૂઓ ચંદ્રકાંત શાહની પહેલી જ રચના:
“ચોમાસું આવે ને વીંઝાતી, ભીંજાતી આવે રે...
વરસાદી છોકરી.
ચોમાસું જામે ને લથબથ વીંખાતી આવે રે...
વરસાદી છોકરી...”
“…આયખામાં આવી છે અષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં,
સખીરી મારા સાજણ રહે છે સાવ કોર.
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર,
તો ય મારા સાજણ રહે છે સાવકોર....”
“...કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને,
દીધો છે સેલફૉન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો,
આજ તારો મોબાઇલ નથી રેન્જમાં...”
“આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં,
ને પરબીડિયું ગયું ગેરવલ્લે,
હવે મારું ભીંજાવું ચ્ડ્યું ટલ્લે....”
“...આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી ધરતી આવી ગઇ યાદ,
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને પછી ધરતી ચૂમી લીધી એક શ્વાસ...”
“...વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ અસાઢસ્ય પ્રથમ દિવસે,
જળથી લથબથ કોણ પાડતું સ્વાદ રે આ અસાઢસ્ય પ્રથમ દિવસે...”
“…નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલકા વારમાં ગોરંભાતાં
નભને ઘનવન ઘેરે...”
પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો હું,
પાટો બંધાવા હાલી રે....
વેંત વેંત લોહી કાંઇ ઊંચુ નીચુ ને,
જીવને ચઢી ગઇ ખાલી રે...
“...આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આરસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે....”
“...મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!-
આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
દરિયો ફડિયામાં દડ્યો, હેય હેય!-
******************************
ડૉ. દશરથ સો. પટેલ
કે. આર. આંજાણા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, ધાનેરા.
જિ: બનાસકાંઠા.
ઇ-મેલ: dspatel282@gmail.com
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2025. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel