ગુજરાતી ડાયરર્સ્પોરિક ગઝલકાર: અદમ ટૈકારવી.
ડાયર્સ્પોરા એ અત્યંત સંકુલ સંજ્ઞા છે. આ સંજ્ઞા માનવજીવનની વિવિધ સૂક્ષ્માતિસૂક્ષ્મ, સંકુલ આંતર બાહ્ય પરિસ્થિતિઓ આ સંજ્ઞાના અર્થ વિશેષો સાથે જોડાયેલી છે. ગુજરાતી સાહિત્યમાંવીસમી સદીના અંતિમ દાયકાથી ગુજરાતી સાહિતયક્ષેત્રે મુખ્ય સાહિતયધારા સાથે ડાયસ્પોરા ગુજરાતી સાહિતેધારાનો સમાવેશ થાય છે. આ સાહિત્યધારા સાથે ર્ડો. બળવંત જાનીનું નામ અવિનાભાવે જોડાયેલું છે. તેમનો ડાયર્સ્પોરા (ગુજરાતી ડાયર્સ્પોરા) સાહિત્યનો ઊંડાણ પૂર્વકનો અભ્યાસ રહ્યો છે. આ સંજ્ઞા ના મૂળ અર્થ સંકેતો ગ્રીક ભાષાસાથે સંકળાયેલા જોવા મળે છે. મૂળ ‘ડાયર્સ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને હિબુ બાઈબલના ગ્રીક અનુવાદમાં સૈા પ્રથમવાર તેનો ઉલ્લેખ મળે છે. ઈ.સ. ની પાંચમા સદીમાં બેબિલોનિયન ર્કપ્ટિવિટી પછી પેલેસ્ટાઈનની સીમા બહાર હાંકી કઢાયેલ જય:ઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાએ સ્વૈચ્છિક સ્થળાંતર નહતું કર્યું પણ તેને દેશમાંથી બળ પૂર્વક હાંકી કાઢવામાં આવ્યા હતા. પોતાની માતૃભૂમિ છોડીને જવાનું ફરમાન (હુકમ) તેને થયેલો. એટલે બળ પૂર્વક હાંકી કઢાયેલ આપ્રજા વિશ્વના બીજા અનેક દેશમાં ફેલાઈ ગઈ પરંતુ વતનથી વિખુટા પડયાનો ભાવ, ઈનસિક્યુરિટી, વતનઝૂરાપો, આત્મસંલગ્નતા વગેરે જેવા ભાવો તેમની માનસ ચેતના પર ફેલાય જાય છે. પરિણામે જે સંવેદના જાગે છે તેને આપણે ‘ડાયર્સ્પોરિકા’ સંવેદના ગણાવી શકાય.કેન્દ્રથી વિખુટી પડેલી આ પ્રજા માટે સૈા પ્રથમ ‘ડાયર્સ્પોરા’ સંજ્ઞા ઉપયોગમાં લેવાઈ. ‘ડાયર્સ્પોરા’ એટલે વિખરાવું અથવા કોઈ નિશ્વત રાષ્ટ્રની સંસ્કૃતિના મૂળની માનવ જાતિનું અન્યત્ર વિસ્તરવું.
‘ડાયર્સ્પોરા’ એટલે પોતાની માતૃભુમિથી બળ પૂર્વક હાંકી કઢાયેલી પ્રજા. વિશ્વકક્ષાએ આવી ધટનાઓ બહુ ઓછી બનતી હોય છે. પરંતુ ગુજરાતી ડાયર્સ્પોરાની વાત કરવાની થાય ત્યારે એક બાબત નોંધનિય બની રહે છે. કે ગુજરાતી ડાયર્સ્પોરા એ સ્વૈચ્છિક ડાયર્સ્પોરા નથી તેમણે અન્ય પ્રજાની જેમ દેશ છોડીને જવાનો કોઈ હુકમ થયો નથી. એટલે મૂળે આ સંજ્ઞા જે પ્રજા માટે વપરાયેલી તે પ્રજાએ અનુભવેલી વ્યથા કે વેદના અહીં નથી. સ્વૈચ્છિક સ્થળાંતરના કારણે પ્રદેશમાં સ્થયી થવા માટુ જે સંધર્ષ અનુભવાયો છે. તે ડાયર્સ્પોરિક ભાવ બની તેમના સાહિતય સર્જનમાં આવે છે. પશ્ચિમની સંસ્કુતિનું આક્રમણ અને સ્વદેશની સંસ્કુતિના પડેલ જન્મજાત સંસ્કારો આ બન્ને સંસ્કૃતિ વચ્ચે સેતુ રૂપ બનવા ઉત્પન્ન થતો મનો સંધર્ષ એ ડાયર્સ્પોરિક ભાવનું મુળ છે. અમેરિકા, કેનેડા, પકિસ્તાન વગેરે જેવા ધણા દેશોમાં ભારતિય અને ખાસ તો વધારે પ્રમાણમાં ગુજરાતીઓ કાયમી વસવાટ કરે છે. ગુજરાતી ભાષાનું સર્જન-ભાવન વૈશ્વિકતાનેઆંબે એ આપણા માટે ગૈારવની વાત ગણાય.
અહિં બ્રિટન સ્થિત આધુનિક ગુજરાતી કવિ અદમ ટંકારવીની ગઝલ રચનાઓનો અભ્યાસ કરવાનો ઉપક્રમ છે. મૂળનામ અદમ મુસાભાઈ ઘોડીવાલા. ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની. જેઓ બ્રિટનમાં સ્થાયિ થયા પછી સાહિત્ય જગતમાં અદમટંકારવીથી ઓળખાયા છે. કાવ્ય સાહિત્યના સંસ્કાર બાળપણમાં માતા પાસેથી ગાયન સ્વરૂપે મળ્યા હતા.પછી ધીમે ધીમે અભ્યાસાંતે તે પરિપકવતા ધારણ કરે છે. આધુનિક ગુજરાતી કાવ્ય સાહિત્ય ક્ષેત્રેનું સ્થાન માન ભર્યું છે. આધુનિક ગઝલકારો આદિલ મન્સુરી, મનહર મોદી, ચિનું મોદી, મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુકલ, રમેશ પારેખ જેવા ગઝલકારો સાથે તેનું નામ સંકળાયેલું છે. તેમની પાસેથી આપણે ‘સંબંધ’, ‘નખશિખ’, ‘ગઝલોની ચોપડી’ , ‘ગુજલિશ ગઝલો’, ‘તમા’, ‘રિઝામણું’, ‘૧૦૮ ગઝલો’, ‘અદમ ટાંકારવીની ગઝલો’, ‘અડસઠ’, અંગ પ્રત્યંગ’, ‘મનપંચક’, ‘સરત’, ‘ગઝલમય’ જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્થાય છે. તેમની રચનાઓ માંથી પસાર થતાં બહૂ વિધતા, બે સંસ્કૃતિ કે બે દેશ વચ્ચેનો વિરોધાભાસ, બહુસ્વરતા, બહુસંસ્કૃતિવાદ, ભિન્ન-ભિન્ન પચરંગી નાગરિકતા ઈત્યાદિ જેવા ભાવવિશ્વો તેમની ગઝલના વિષય કેન્દ્રો બને છે. અહીં તેમના પાંચેક ગઝલ સંગ્રહોની રચના લઈ તેમના ડાયર્સ્પોરિક ભાવ વિશ્વોને તપાસવાનો ઉપક્રમ સેવ્યો છે.
ગઝલનું સ્વરૂપ અવ્યકત માંથી ગોષ્ડિરૂપ વ્યકતની ક્રિયા છે. પ્રેમીને જેમ નશો ચઢે તેમ ગઝલકારને ગઝલની મસ્તીમાં મગ્ન હોતા હોય છે જેને ‘ગઝલિયત’ કહેવામાં આવે છે. તે પોતાનનીકોઈક આંતરિક દુનિયા સાથેજ જીવતા હોય છે. અદમ ટંકારવીની ગઝલો વિધ વિધ પ્રતિકો કલ્પનો લઈ પોતાની એક કલ્પનિક દુનિયાનું સર્જન કરે છે. પ્રતિકો- કલ્પનો ધારા ગઝલમાં વ્યકત થવું એ તેમની વિશેષતા છે. તેમની રચનાઓ માંથી આપણે ભારતીય સંસ્કારિતાના દર્શન થાય છે. ‘અદમ ટંકારવીની ગઝલોની ચોપડી’ ગઝલ સંગ્રહની એક ગઝલમાં વિશ્વએકતાની ભાવના રજુ કરતાં ર્શરમાં કહે છે. કે:-
‘‘એક મુલકમાં એક વાર એવું થયું
ક્રિસમસ ઈદ ને ઈદ દિવાળી થઈ ગઈ
આપણે ખાતે અઢી અક્ષર જમા
કેટલી જાહોજલાલી થઈ ગઈ’’
તો આપણે જોઈ શકીએકે અખંડિત ભારતની વાત તેમની ગઝલ રચનામાં જોવા મળે છે ‘‘वसुदेव कुटुम्बकम’’ ની ભાવના નિરૂપતો દેશ આપણો ભારત દેશ છે. જયાં સર્વ ધર્મ સમ ભાવ અને સર્વ ધર્મ મમ ભાવની ભાવના કેળવાયેલી છે. અદમ ટંકારવીની ગઝલના શુરમાં માત્ર ક્રિસમસ- ઈદને ઈદનું દિવાળી થવું એટલે આપણી સાંસ્કૃતિ એકતાની ભાવના જોવા મળે છે. તો બીજા ર્શરમાં ‘અઢી અક્ષર’ એટલે ‘પ્રેમ’ને જમા કરવાની વાત તો ભારતિય સંસ્કૃતિમાં પાપ-પુણ્યના જમા-ઉધારના લેંકાજોકાં આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. તો પ્રેમનું જમા થવું એ ભારતીય સાંસ્કૃતિ પરિવેશ પ્રમાણે પુણ્યનું જમા થવાની વાત છે. તે જમા થવાથી જાણે તેમની ચેતના જાહોજલાલીની ભવ્યતા અનુભવી રહી હોય તેવું લાગ્યા કરે છે. ‘રિઝામણું’ ગઝલ સંગ્રહની ‘સપ્તપદી’ જેવી ગઝલ રચનામાં કેવાં સાંસ્કૃતિક પ્રતિકો ઓતપોત થઈ જાય છે કે-
‘‘ગેર્જરીના કોડ પૂરા થઈ ગયા
લ્યો, ગઝલના હાથ પીળા થઈ ગયા’’
‘‘સાતમો આ શે’ર સુણીને અદમ
એમ લાગે સાત ફેરા થઈ ગયા’’
તો અહિં માતૃભાષાના કોડ પુરા કરવાના મનસૂબા ધરાવતા કવિ ‘સપ્તપદિ’ પ્રતિક દ્રારા ભારતીય લગ્ન જીવનની ધટમાળ રૂપે રજૂ કરે છે. લગ્ન પ્રથાની ફેરાવિધિ દરમ્યાન બોલતા ‘સપ્તપદી’ શ્ર્લોકનું ઉચ્ચારણથી નવદપંતિ નવજીવન અને સાત જન્મોનું બંધનમાં બંધાય છે.તેમ અહિં પણ ‘સપ્તપદી’ થી ગુર્જરી ભાષાસાથે તેમનો જન્મોજનમનો નાતો બાંધે છે.ગઝલના સાત શેર અને અંતિમ શેરમાં સાતમો શેર ને સાત ફેરાની વાત પોતાના તખલ્લુસ સાથે કેવું સહજતાથી વણી લે છે. આ સહજતા અદમ ટંકારવીની ગઝલ વિશેષતા ગણાવી શકાય. ડાયર્સ્પોરિક ભાવ પ્રતિકો નિરૂપતિ તેમની ગઝલોમાં પોતાના સંઘર્ષમય જીવનની ગાથા પણ તેઓ નિરૂપે છે. અભ્યાસ અર્થે ગયેલા અદમ ટંકારવી ત્યાંજ બ્રિટનમાંજ પાછળથી કાયમી સ્થાયિ થઈ જાય છે. ત્યાં તેમની પાસે બધું જ તેમ છતા તેમની ચેતના હંમૈશા એક સેકલતાનો શિકાર બને છે. ચારેકોરથી કોરી ખાતી એકલતા તેમને સ્વજનો વચ્ચે પણ એકલા- અતુલા પડી દે છે. તેથી જાણે કે પશ્ચિમની જીવન પ્રણાલી તરફ રોષ ઠલવતા હોય તેમ કહે છે કે-
‘‘આદમીનો પર્યાય ર્ડાલર છે
આ જગા એક બખડ જંતર છે
હોઠ પર એના અર્દહાસ્ય અને
એક ડૂસકુંય એની ભીતર છે.’’
અંદરની એકલતાએ બહારની ભીડ ભર્યાં જીવનો પર્યાય નથી બની શકતા. તો પરદેશના વ્યસ્તતા ભર્યાં જીવનનો ચિતાર એક શેર માં આ રીતે આપે છે કે-
‘‘વર્ક વુમન ર્વધરના ત્રિશંકુ ઉપર
લ્યાં, લટકતાં થઈ ગયાં પરદેશમાં
દેશથી ર્લટર્સ જે આવ્યા હતા
પીળા ચટ્ટા થઈ ગયા પરદેશમાં’’
પરદેશના ત્રણેય ‘વ’ ના આકર્ષણ અને તેના પર લટકતાં થઈ ગયાંનો ભાવ નિરૂપયો છે. તો બ્રિટનમાં સ્થાય થયા પછી પોતાના વતન તરફનો પ્રેમ ઠાલવતા કહે છે. વતન તરફનો પ્રેમ તેને પાછો વતા ભણી જાણે ખેંચી રહ્યો છે. એ ખેંચ-તાણ ને પ્રિય પાત્રના સંદર્ભ તેઓ આ રીતે ગઝલના શેરમાં નિરૂપે છે. -
‘‘ જયાં સુકાવા નાંખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ’’
વતન ઝુરાયો અંદમ ટંકારવીને કોરી ખાય છે.
તેમની ગઝલ વિશેષતા નિરૂપતા ચિનુ મોદી તેમની અદમ ટંકારવીની ગઝલ ચોપડી ની પ્રસ્તાવના માં નોધતાંકહે છે. કે-‘‘ અદમને વાંચો તો અખા ભગત સાંભરે, શ્રી ધરાણી સાંભરે, અરે, આપણા રમેશ પારેખ પણા સાંભરે’’ અદમ ટંકારવીની ગઝલો માંથી પસાર થતા આપણેએક પરંપરાનો પરિચય થાય તેમની ગઝલ રચનાઓમાં અખાનું વેદાંત છે. તો રમેશ પારેખ જેવા સૈાદર્યપ્રિય કવિ પણ છે. તેઓ સહજ છે. તો ઊડાં પણ છે. તેમના ‘રિઝામણું’ કાવ્ય સંગ્રહની ‘સાપ્તાહિત’ ગઝલ માંથી પસાર થતા અખાની વેદાંત વિચાર ધારાનો ભાષ થાય. તેઓ સમગ્ર જીવનની સમગ્ર ઘટનાક્રમ નિરૂપતાં કહે છે. કે-
‘‘ સોમવારે પારણું બંધાય છે
બોખાં દાદીમાં બહું હરખાય છે
ધુધરા વાગે છે મંગળવારના
ને પછી હાલરડું પુરૂં થાય છે
બુધવારે સોટી ચમચમ વાગતી
વિધા ધમધમ કરતી આવી જાય છે
ને ગુરૂવારે મળે રિમઝિમ પરી
શુક્રના પ્રભાતે ઊડી જાય છે
થાક લાગે છે શનિવારે બહુ
ને કબરમાં ટાંટિયા લંબાય છે
હા, રવિવારે તો છુટ્ટી પાડીએ
ત્યાં જમૃત્યુધંટ વાગી જાય છે’’
તો આ રીતે છ શેરમાં વિસ્તરિત આ ગઝલ જીવનનો ધટમાળ રજૂ કરે છે. પ્રત્યેક શેરમાં કેટલો સમયનો વ્યાપ નિરૂપ્યો છે. સોમવાર થી રવિવાર સુધીતો મનુષ્યના એક અવતારની વાત ગઝલકાર કરે છે. અને દરેક શેરમાં નિરૂપાયેલા વાર સાથે જીવનના એક- એક સ્તરનું નિરૂપણ જોવા મળે છે. મનુષ્ય અવતારના સમગ્ર જીવનમાં વ્યાપેલો કાળ ગઝલકાર એક ગઝલની રચનામાં કેદ કરી લે છે. આ ગઝલકારની વ્યાપકતાની વિશેષતા છે. અદમ ટંકારવીની ગઝલભાષા અંગ્રેજીમિશ્ર ગુજરાતી જોવા મળે છે. બન્નેં દેશની ભાષા સાથે અનુસંધાન ધરાવતા તેઓ માતૃભાષાને વિશેષ મહત્વ આપી ગઝલ ક્ષેત્રે નવતર પ્રયોગો કરે છે. એમની ધણી ગઝલ રચનાઓમાં ગુજરાતી કહેવતો રૂઢિપ્રયોગો અને આપણા પૈારાણિક સંદર્ભો જોવા મળે છે. તેના થોંડા ઉદાહરણ અહિં ટાંકવાનો પ્રયાસ છે. ગુજરાતી કહેવતો અને રૂઢિપ્રયોગો કેવા તેની રચનામાં ઓત પ્રોત થઈ જાય છે તે જોઈએ તો ‘રિઝામણું’ સંગ્રહનીઆ રચના જોઈએ તો
‘‘ ગઝલ નીચે સહી દસ્કત કરી છે
પછી એમાં નથી કહેવા પણું કૈ
ટકાના તેર છો તોયા અદમજી
હજી બાકી રહુયું છે. હું પણું કૈ’’
તો ‘અદમ ટંકારવીની ગઝલોની ચોપડી’ ગઝલ સંગહ નાં પૃષ્ઠ ૨૦ નંબર પરની રચના આ રીતે ની છે કે
‘‘એક સાંધુ ને તેર તુટે છે
વસ્ત્ર કયાં છે આ સીવવા જેવું’’
‘‘ભૈંસ હજી તો ભાગોળે છે
છાસ હજી તો છાગોળે છે
એક નવોદિત બેઠો- બેઠો
પૂર્વ સૂરિને વાગોળે છે.’’
‘‘ રેતમાં નાવ પણ ચલાવે છે
કોણીએ ગોળ પણા લગાવે છે.’’
તો આ રીતે તેમની ગઝલ રચના ની ભાષા ઊડી ને આંખે વળગે એવી રહી છે. વિવિધ ભાવો નિરૂપવા તેઓ ગઝલમાં કહેવત અને રૂઢિપ્રયોગો નો કરી જાણે છે. અદમ ટંકારવીની ધણી રચનાઓમાં અંગ્રેજી-મિશ્રત ગુજરાતી ભાષા પણા જોવા મળે છે. એ નિમિતે તેઓ સ્વભાષા કે ભારતિય સંસ્કૃતિનું મૂલ્ય ઊંચું આંકવાનો પ્રયત્ન કરે છે.
તો આ રીતે અદમ ટંકારવીની ડાયર્સ્પોરિક ગઝલ રચનાઓમાંથી પસાર થતાં વિવિધ ડાયર્સ્પોરિક ભાવની અનુભૂતિ થયા વિના રહેતી નથી. તેમની ગઝલ રચનાના વિષયો, પ્રતિકો, કલ્પનો, લય, ભાષા, વગેરે ક્ષેત્રે થોડી કલાભકતાની કયાંક ખોટ વર્તાતી હોય તેવું લાગ્યા કરે છે. કાવ્યાત્મક સાહિત્યકતાની ખોટ ડાયર્સ્પોરિક સંવેદન વિશ્વની વિષય શક્તિને ઢાંકી શકતું નથી તેમનું સંવેદન વિશ્વ વ્યંજનાત્મક રીતે ગઝલમાં પ્રગટ થાય છે. તો આરીતે કાળ મર્યાદાના કારણે અદમ ટંકારવીના પાંચેક કાવ્ય સંગ્રહોની થોડીક રચનાઓનાશેરને લઈ તેના ભાવ વિશ્વને તપાસવાનો પ્રયાસ માત્ર કર્યો છે.
સંદર્ભ સુચિ:
1. અદમ ટંકારવીની ગઝલોની ચોપડી- રન્નાદે પ્રકાશન , પ્ર.આ-૧૯૯૭, પુના મુદ્રણ-૨૦૦૧
2. રિઝામણું - રન્નાદે પ્રકાશન , પ્ર.આ-૨૦૧૩
3. ૧૦૮ ગઝલો અદમ ટૈકારવી- રન્નાદે પ્રકાશન , પ્ર.આ-૨૦૦૬
4. અમેરિકામાં હોવું એટલે-અદમ ટંકારવી- રન્નાદે પ્રકાશન , પ્ર.આ-૨૦૦૧
5. બ્રિટન-આદમકદ અરીસામાં –અદમ ટંકારવી – આર.આર.શેઠ પ્રકાશન, પ્ર.આ.જાન્યુ.૨૦૦૫
6. અદમ ટંકારવીની ડાયસ્પોરા કવિતા- સંપા- ર્ડા. બળવંતજાની, પ્રાર્શ્વ પ્રકાશન
7. બ્રિટિશ- અમેરિકન ડમયર્સ્પોરિક ગુજરાતી કવિતા- ર્ડા. રમેશ ચૈાધરી, શબ્દ સૃષ્ટ્રિ નવેમ્બર-૨૦૧૫
8. ડાયર્પોરા વિભાજન અને સિંધી ડાયસ્પોરા સાહિતય નૂતન જાની‘તથાપિ’ માર્ચ-મે-૨૦૧૦
9. અદમ ટંકારવીની ડાયર્સ્પોરિક કવિતા- ર્ડા. રમેશ ચૈાધરી તથાપિ, વર્ષ-૧૧ માર્ચ-એપ્રિલ-૨૦૧૬