Download this page in

વારા

પગને પંપાળે છે આ ધરતી
હું ચાલું છું ત્યારે.
અને હું ખૂલ્લામાં લંબાવું છું ત્યારે
એ દેહને પંપાળે છે.
નાનેરાં છોડવાંઓને ઉગાડતાં
ઉગી નિકળે છે મારી આશાઓ
મારી ઝંખનાઓના વિકાસ સારું
આશાઓ વાવું છું.

અને એમ થતા
આ ધરતી પણ
ખૂદ ચાલવા લાગે છે.
એ આશા ઉગાડવાનું શરું કરે છે.
ઝંખનાઓના વિકાસ સારું
હવે એ ખૂલ્લામાં લંબાવે છે.
મારા વારાનું હું એને પંપાળું છું.