SahityasetuISSN: 2249-2372Year-4, Issue-6, Continuous issue-24, November-December 2014 |
‘ઝીણુ જોનારા કવિનુ ઉંચુ ઉડૃયન’
‘ જટાયુ’ ની Mythનો કવિતામાં સબળ વિનિયોગ.
‘રામાયણ’ અને ‘મહાભારત’ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાછત થયેલા મહા કાવ્યોજ છે. કાવ્યરના ઉત્તમ લક્ષણોથી વિભૂષિત, નવે રસોનુ પાન કરાવનાર આ સન્માાનનીય ગ્રંથોના અનેક સંસ્ક રણો મળે છે. સંસારનુ મંગળ કરનારા આ પથ દર્શક ગ્રંથોમાં ભારતવર્ષના સનાતન મૂલ્યો , આદર્શો, ગૃહસ્થર- જીવન, રાજધર્મ કૌટુંબિક જીવનના વિવિધ ધર્મોનું એમાં ચયન છે. આજે સમગ્ર વિશ્વક્ષુબ્ધ છે, સામુહિક હિંસા આચરાઇ રહી છે ત્યાિરે આ ગ્રંથોના મનન- આચરણ- અનુશીલનથી ભવ સુધરે છે, નૈતિક મૂલ્યોર જળવાય છે. કર્તવ્યત- પ્રપ્તહવ્યથનો સરવ સાચો પરમ સુખદાયક માર્ગ બતાવનારા આ મહાન ગ્રંથો છે.
રામાયણની વાત કરીએ તો સંસ્કૃનત તેમ જ પ્રાકૃતમાં મળીને રામાયણ અનેક કવિઓએ રચી છે. રામાયણમાં સમાયેલા જ્ઞાનચરિત્ર એવાં ઉત્તમ છે કે એના પઠન- મનનથી ધર્મ- અર્થ- કામ મોક્ષની પ્રપ્તિ થાય છે. એના મૂળ કવિ વાલ્મીહકિ કવિકુલ શિરોમણી છે. રામાયણના પાત્રો પ્રાતઃસ્મારણીય છે. જન્મા- મરણ, સંયોગ- વિયોગથી દૂર થઇ સચ્ચિ.દાનંદનો માર્ગ બતાવતો આ પરમ પવિત્ર ગ્રંથ છે.
રામાયણ અને મહાભારતની વિશેષતાઓ એ છે કે પ્રત્યેાક વર્ણ, પ્રત્યેગક આશ્રમ અને પ્રત્યેતક કક્ષાવાળા માનવની નિષ્ઠાણ અને કર્મ માનવો કેવા ઉત્તમ લાભ મેળવે છે અને કનિષ્ઠી કોટિના માનવો કેવી દુર્દશા પામે છે, નીતિ અને અનીતિ વચ્ચે નો ભેદ અહી સુસ્પકષ્ટમ રીતે વિવિધ પાત્રોના માધ્યરમે આલેખાયો છે. દુર્ગુણ અને સદગુણ ના પ્રતિનિધિ રુપ- સાકાર સ્વ રુપ આ પાત્રો અજરામર છે. આથી જ તો કવિવર ટાગોર આ ગ્રંથને ‘ હિંદુજાતિનું જીવનધન ’ કહે છે. રામાયણ રચવાની ભલામણ કરતાં બ્રહમાજીએ કહેલા શબ્દોિ આ સર્વે જોતાં સત્ય’ જ છે કેઃ
અર્થાત આ પૃથ્વીહતલ ઉપર જયાં સુધી પર્વતો અને નદીઓ રહેશે ત્યાં સુધી તમારી રચેલી રામ કથા લોકોમાં પ્રચાર પામતી રહેશે.
શ્રી વાલ્મીરકિએ કહયું છે,
ચિત્તને સુધ્ધે કરનાર, પાપોનો નાશ કરનાર, પુણ્યાજના સાધનરુપ અને વેદના રહસ્યીને પ્રતિપાદન કરનાર હોવાથી વેદતુલ્ય એવી આ રામાયણનો જે પાઠ કરશે તે સર્વે પાપોથી મુકત થશે.
આમ આ ગુણસંપન્નપ અને પ્રજાપ્રીતિ સંપાદન કરનારો અપૂર્વ ગ્રંથ છે. હિંદુ સમાજની રચના ઉપર સૌથી વિશેષ પ્રકાશ તો રામાયણના કર્તાના નામમાંથી નીતરે છે. રામાયણના કર્તા રૂષિ વાલ્મીનકિ કોણ હતા ? તેઓ પૂર્વાશ્રમના ભીલ હતા અને પોતાના ગુણ તથા કર્મથી રૂષિ બન્યાૂ હતા. એ રામાયણનો પ્રથમ બોધ છે. હિંદુ સમાજમાં માણસનો વર્ણાશ્રમ એના જન્મ્ પર આધાર રાખે છે. રામાયણ પતિત હિંદુ સમાજને સદબોધ પાઠવે છે કે, વર્ણ જન્મ પર નહિ, પણ ગુણં કર્મ ઉપ્રિ અવલંબે છે.
આ મહાન ગ્રંથોએ ગુજરાતી સાહિત્યછને પ્ણર ખાસ્સું પ્રભાવિત કર્યું છે. મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યેમાં ઘણા ભકતકવિઓએ રામાયણ- મહાભારતનો પ્રભાવ ઝીલી સાહિત્યગનુ સર્જન કર્યું છે. પ્રકાંડ પંડિત, પાટણના સોળમી સદીમાં થઇ ગયેલા કવિ ભાલણે રામાયણના બાલકાણ્ડ માંથી જ પ્રેરણા લઇ રામ જન્મત સમયના વધામણીના સુંદર પદો રચ્યાય છે. વળી આખ્યારનના જનક ભાલણે તથા સત્તરમી સદીમાં મહા કવિ પ્રેમાનંદે રામાયણ અને ભહાભારત જેવા ગ્રંથોમાંથી કથાબીજ લઇ આખ્યાંનો રચ્યાં. વિરાટપર્વ, નળાખ્યાઇન, રામ- વિવાહ આખ્યા ન, લવકુશાખ્યાશન, રણયજ્ઞ જેવા આખ્યારનો રચ્યાન જેમાં સદપુરુષ, ધર્મનિષ્ઠ - નીતિવાન પુરુષ અને સદમૂલ્યોેનુ આલેખન થયું.
અર્વાચીન કાળમાં પંડિતયુગમાં ખંડકાવ્ય.ના શોધક કવિ કાન્તઇ પાસેથી ‘અતિજ્ઞાન ’ અને ‘વસંતવિજય ’ જેવા ખંડકાવ્યોઆ મલ્યા જેનું કથાબીજ પણ આ ‘મહાભારત’ જેવા મહાનગ્રંથમાંજ પડેલુ છે ગાંધીયુગમાં ઉમાશંકર જોષી ‘મહાપ્રસ્થાંન’ પધનાટક સંગ્રહમાં ‘મંથરા’, ‘મહાપ્રસ્થાીન’ ઇત્યા દી ઉત્તમ પધનાટકો આપે છે. કવિ કાન્તમમાં પુરુષ (પાણ્ડુથ) નો પ્રકૃતિ પરનો વિજય, પ્રણયની ક્ષણનો મૃત્યુાથીયે વધુ કરેલો મહિમા અને એ ધ્વાષરા વિદ્રોહ અને વ્યીકિતાની સ્થારપનાના મંડાણ થયા. નિયતિનો પ્રબળ પ્રતિકાર આરંભાયો, જયારે ‘મહાપ્રસ્થાીન’ માં યુધિષ્ઠિારની પીડા, એકલતા, વિષાદ, નિભ્રાન્તહપણુ, યુધ્ધનની ભયાવહતા અને કરુણતાનું સબળ આલેખન મલ્યુપ. આધુનિક યુગમાં ચિનુ મોદી ‘બાહુક’ આપે છે. નળરાજાની પીડા અને વ્યનકિતતાને જાળવવાની મથામણ અને નિયતીએ સદપુરુષની કરેલી આકરી કસોટી સામે પણ ટકતી નળની- નળરાજાની વિષાદભરી સ્િથતિનુ ગૌરવપુર્ણ આલેખન છે. આમ વ્યણકિતતાનો વધતો જતો મહિમા, નિયતિ સામેનો પ્રબળ થતો જતો વિદ્રોહ નો સૂર અને ‘સ્વત’ નો સ્વીતકાર, અધિષ્ઠારપન જેવા વળાંકો સાહિત્યામાં જોવા મળે છે. અહીં ઉલ્લેેખ્યાવ એ સિવાય પણ ગુજરાતી સાહિત્યીમાં આ ગ્રંથોનો પ્રભાવ જોવા મળે છે. શિષ્ટા સાહિત્યરમાં જ નહીં પરંતુ લોકસાહિત્યરમાં પણ આ ગ્રંથોનો પ્રભાવ છે. ‘રોમ સીતાની વરતા’ કે ‘ભીલોનું રામાયણ’ જેવા ગ્રંથો એનાજ આગવા ઉદાહરણો છે.
કવિ શ્રી. સિતાંશુ મહેતા ‘ઓડિસ્યુાસનું હલેસું’ પછી ‘જટાયુ’ કાવ્યઆસંગ્રહ આપે છે. પ્રથમમાં પરાવાસ્તતવ- અતિવાસ્તંવવાદની વાત પ્રબળતાથી કરતા આ કવિ ‘જટાયુ’ માં પૌરાણિક Mythનો સબળ વિનિયોગ આધુનિક સંવેદના નિરૂપવા નિમિત્તે કરે છે.
મૂળ રામાયણમાં ત્રીજા- ‘આરણ્યિકાણ્ડ ’ જટાયુનુ વર્ણન છે જે સર્વવિદિત છે. રાવણ છળ કરી સીતાનું હરણ કરીને લઇ જાય છે તે સમયે પર્વત શિખર સરખા દેહવાળો અને તીક્ષ્ણ ચાંચવાળો પક્ષીરાજ જટાયુ કે જે ભોજન કરી વિશ્રાન્તિે કરતો હતો તે સીતાનો કરુણાજનક આર્તસ્વતર સાંભળી જાગી ઊઠે છે. સીતાનું હરણ અને વિલાપ જોઇ દુષ્ટર રાવણને સંબોધી જટાયુ કહે છે, ‘‘ હે મહાબળવાન રાવણ ! સૌએ પરસ્ત્રી ઓનું રક્ષણ કરવું જોઇ એ. ધીર પુરુષો આવુ નિદા કૃત્યે કદી ન કરે. જવું રાજા વર્તન કરે તેવું પ્રજા પણ કરે છે માટે રાજાએ સન્માુર્ગે જવુ જોઇએ’’ આમ શિખામણ, વિનવણી અને અંતે હું જીવું છું ત્યાંન સુધીતો આ પવિત્ર આચરણવાળી અને કમળપત્ર સમાન નેત્રવાળી રામચંદ્રની પ્રિય પત્નીા સીતાને હરી જવા નહી દઊં એમ કહે છે.
આમ બન્નેે વચ્ચે્ યુધ્ધ્નો આરંભ થાય છે. એમ કહે છે. નિઃશસ્ત્રવ જટાયુએ પોતાના ચરણોના તીક્ષ્ણ નખો વડે રાવણને નખોરિયા ભર્યો, ચંચુપ્રહારો કર્યો સર્વશકિતથી લડયો છતાં ઘવાયો, રાવણે જટાયુની બંન્નેર પાંખો, ચરણ અને પડખા છેદી નાખ્યા . જટાયુ ધરતી પર ઢળી પડયો છતાં લોહીથી લથબથ આ વૃધ્ધહ પક્ષીરાજ જટાયુએ કહયું કે ‘તું સીતાહરણરૂપ પાપકર્મના ફળને ચાખીશ’ આ ઉપદેશવાકયમાં અને અગાઉ કહેલા વચનોમાંથી જ જટાયુનું સદચરિત્ર પ્રગટ થાય છે. ઉપરાંત જટાયુ પોતાના કર્મથી પણ એ ચરિત્રને ઉજાગર કરે છે. જયારે રામ-લક્ષ્માણ આવી પહોંચે છે, સઘળી ઘટના જાણે છે ત્યા રે જટાયુની અંતિમ અવસ્થાર જોઇ રામ ખિન્નણ થાય છે, વિલાપ કરે છે, રૂદન કરે છે, જટાયુને આલિંગન કરી જટાયુની આ દશા પોતાનુ જકર્મ બજાવતાં થઇ છે તેથી રામ કહે છે, ‘હે જટાયુ ! તારુ કલ્યાદણ થાઓ.’ જટાયુ મૃત્યુે પામે છે તેથી રામ- લક્ષ્માણ જટાયુની અંત્યેટષ્ટિ વિધિ કરે છે. રામ કહે છે. ‘આ જટાયુ જેવો ધર્માત્માી, શૂરવીર સર્વના શરણરૂપ સન્નીકતિવાળા પ્રાણીઓ તિર્યકજાતિ વિષે પણ જોવામાં આવે છે. આ જટાયુ જેવા પ્રાણીઓની સર્વત્ર આવશ્યરકતા છે. એના મરણથી જેટલો શોક થાય છે તેટલો સીતા હરણથી પણ થતો નથી. કેમ કે હું આપણા પિતા મહાયશસ્વીણ શ્રી. દશરથરાજાના જેટલો જ આ પક્ષીને માન્યર તથા પુજય ગણું છું. ’’ શ્રી. રામચંદ્રના હાથે અગ્નિ સંસ્કાર થવાથી અતિ પવિત્ર થયેલા જટાયુનો આત્માા તત્વાજ્ઞાન સરખી ઉત્તમ ગતિને પ્રાપ્તચ થયો.
આમ આ કથાનકનો, રામાયણના આ પરોપકાર ધર્મ બજાવનાર પત્રનો પુરાકલ્પરનનો વિનિયોગ એક આધુનિક કવિ કેવી રીતે પોતાની સમયની વાત કરવા માટે કવિતામાં કરે છે એ પ્રક્રિયા તપાસવી અત્યંતત રસપ્રદ છે. ‘જટાયુ’ કાવ્યર સંગ્રહના સાતમા વિભાગમાં આરંભે કવિ પંકિત મૂકે છેઃ ‘જેવો પેલો રામ અમર, એવી અમર શબરી યે આપ.’
જટાયુની જેમ શબરી વિશેનુ કાવ્યય પણ મળે છે. ‘ લકકડબજાર’ નામે આ કાવ્ય માં શબરીએ રામની ધૈર્ય- શ્રધ્ધાકપૂર્વક કરેલી પ્રતીક્ષાનું વર્ણન છે. રામ આવતા નથી. વૃધ્ધએ શબરીની આંખો આંસુથી છલકાય છે. રામે તો શબરીને કેવડાવ્યું કે ‘અવાશે તો આવીશ’ ને પછી તો શબરીની સંવેદના એની વ્યરકિતતાને કવિ કેવી રીતે સ્થાેયી આપે છે.!
‘અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ જેવો પેલો રામ અમર તેવી અમર શબરી એ આપ.’
અહીં કવિ રામનો નહીં, શબરીની મહાનતાનો, શબરીની શ્રધ્ધામ અને એણે દાખવેલા ધૈર્યનો મહિમા કરે છે. આ અર્થઘટન ‘શબરી’ ના પાત્રને નવી ઉંચાઇ બક્ષે છે. આધુનિક કવિ અહીં નવા પરિણામો સિધ્ધ કરે છે. સબળ પુરાકલ્પ નોનો સફળ વિનિયોગ નવા ર્દષ્િટકોણ અને અર્થઘટનો સાધવા કવિ જે રીતે કરે છે એમાં એમનું ઉત્તમ કવિત્વદ પરખાય છે.
‘હનુમાનની એકોકિત’ જેવું કાવ્યટ પણ મળે છે. વ્યતકિત તરીકેની પોતાની મર્યાદા શકિતનો અહેસાસ અને એ ‘આમ’ માં વસતા ‘ખાસ’ તત્વકનું આલેખન જોવું રસપ્રદ છે. પરંતુ આ વિભાગનું ‘જટાયુ’ કાવ્યા સાત કડવા કે ખંડ એટલે કે આખ્યાસન શૈલીમાં મળે છે. જેની વાત કરવી છે.
કથાવસ્તુઆ- પાત્ર પૌરાણિક, સ્વતરૂપ મધ્યાકાલીન અને કવિ આધુનિક સમયના. આ ત્રણેય કાળ અહીં ઓગળી એક નવા વાસ્તાવને સાંપ્રત સમયને, એના સત્યાને ભાવક સમક્ષ મૂકી આપે છે. કવિને જટાયુની વાત કરવી છે, ગીધની – પક્ષીરાજની વાત કરવી છે. તેથી કવિ આરંભે વનનું વર્ણન કરે છે. પણ આ વન કેવંએ છે- સીધું જ, સ્પીષ્ટન જ કવિ કહી દે છે, ‘સદસદજયોતવિહોણું’ ને પાછું ‘રંક’ આ શબ્દોબ જ કાવ્યજને ગતિ આપે છે. અને જટાયુની ભૂમિકા તથા રાવણના અસદ પર નિશાન તાકે છે. વનના વનવાસ કેવાં છે તો કવિ કહે છેઃ
‘વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ઘરે, અવતરે, મરે ’
આમ ‘જેમ આવે તેમ જીવ્યાિ કરે’ એવા આ વનમાં અનેક ગીધોની વચ્ચેન એક ગીધ છેઃ ‘નામ જટાયું’ ત્રીજા કડવામાં કવિ જટાયુનો પહેલી બે પંકિતમાં જ જે પરિચય આપે છે એમાં પક્ષીરાજ જટાયુનું વૈશિષ્ટહય, આગવી વ્યટકિતતા ઉજાગર થાય છેઃ
‘આમ તો બીજું કંઇ નહીં પણ એને બહુ ઊડવાની ટેવ
પહોર ચડયો ના ચડયો જટાયુ ચડયો જુઓ તતખેવ.’
આ બહુ ઉડવાની ટેવ, ઊંચે ને આઘે વનમાં ઊડવાની, જોવાની ટેવ જ અંતે સજજન જટાયુને સદ- અસદની લડાઇમાં પરોવે છે. વિચારવંત, ઝીણી આંખે જોનારો ને પાછો સતપત કરતી પાંખોવાળો ‘જટાયુ’ નોખી વ્યવકિતતા ધરાવે છે ને તેથી ‘એકલતામાં મૂંઝાય’ છે. તેથી જ માતા ચિંતિત છે, જટાયુના બાપને પૂછે છેઃ
‘આનું શું ય થશે, તમે કેવ
આમ તો બીજું કંઇ નહીં પણ આને બહુ ઊડવાની ટેવ.’
માતાની ચિંતા ધ્વાહરા પણ કવિ સંકેતો આપતા જાય છે. વર્ષો પછી પ્રૌઢ થયેલો, ગીધોના સમૂહનો મુખી થયેલો અને વળી ‘ગજ કેસરી શબનાં ભોજન જમનારો’ જટાયુ એક વખત ઊડતો ઊડતો વનના છેડા સુધી પહોંચી જાય છે ને જુએ છેઃ
‘નગર અયોધ્યાવ ઉત્તરે ને દક્ષિણ નગરી લંક
બે ય સામટાં આવ્યા , જોતો રહયો જટાયું રંક’
અને શું જુએ છે?
‘દહમુહ- ભુવન- ભયંકર, ત્રિભુવન-સુંદર-સીતારામ
નિર્બળ ગીધને લાધ્યું એનું અશકય જેવું કામ’
અને તરત જ સીતાહરણની ઘટનાને કવિ વર્ણવે છે, ભાષાના વેગવંત પ્રવાહથી આખી ઘટનાને વર્ણવે છેઃ
‘રાવણ આવ્યોટ, સીતા ઊંચકયાં, દોડયો ને ગીધ તુરંત
એક યુધ્ધેઆ મચ્યોવ, એક યુધ્ધેા મચ્યો , એક યુધ્ધેા મચ્યો ,
હા હા ! હા હા ! હાર્યો, જીવનનો હવે ઢૂંકડો અંત,’
અહીં છઠો ખંડ પણ કવિ સમાપ્તર કરે છે. ‘એક યુધ્ધેો મચ્યો’,’ શબ્દોોનું પુનરાવર્તન કરી કવિ જટાયુના રાવણ સાથેના યુધ્ધ ની ઘટનાને અસરકારક રીતે વર્ણવી પછી જે કહે છે, ‘હા હા ! હા હા ! હાર્યો,’ અહીં જે સ્વી,કાર છે જટાયુનો, ‘હારવાનો સ્વીેકાર’ આ હાર છે પણ ગૌરવપૂર્ણ હાર છે, રાવણ સામે પોતાની મર્યાદિત શકિત છે એમ જાણતો છતાં જટાયુ પોતાનુ કર્તવ્ય બજાવે છે. એનો કવિને મહિમા કરવો છે. અને આમ જટાયુ ધરતી પર ઢળી પડે છે ને હવે એ ‘ઉત્તરવાળા’ ની પ્રતીક્ષા કરે છે. અનેક ગીધ આવી ચડયાં છે પણએ બધાં તો અણસમજુ છે. રામની પ્રતીક્ષામાં, અસદ સામે લડીને-હારીને વીંધાયેલા-લોહીલુહાણ જટાયુની પીડા કોઇ સમજનાર નથી. જટાયુની એકોકિતઃ
‘ઝટ કર ઝટ કર, રાઘવા ! હવે મને મૌનનો કેફ ચડે,
આ વાચા ચાલે એટલામાં મારે તને કંઇ કહેવાનું છે.’
જટાયુને આ ‘કંઇ’ કહેવાનું છે, એનો તરફડાટ છે. પોતાના મૃત્યુયની પરવા નથી પણ રાઘવ આવશે નહીં તો અનર્થ થઇ જશે એની પીડા છે. રામ તો અજરાઅમર છે, સમયનો સ્વાથમી છે. એને મર્ત્યમ લોકનો આ ગીધ-જટાયુ આર્તનાદ કરી પોકારે છે. પોતે હવે ‘ઝાઝું ટકવાનો ’ નથી તે જાણે છે અને તેથી કહે છેઃ
‘હવે તરણાંય વાગે છે તલવાર થઇ મારા બહુ દુઃખે છે ઘા
આ કેડા વિનાના વનથી કેટલુ છેટું હશે અયોધ્યાા?
‘આ અણસમજુ વન વચ્ચેટ શુ મારે મરવાનું છે આમ?
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ ’
છે તો કેવળ આ મરણોન્મુ ખ થયેલો વૃધ્ધછ જટાયુ જેનો આત્મા પણ આ દશ માથાળા રાવણના ઓળાથી/અસદથી ઘવાયો છે. આમ પોતાની વ્યણકિતતા/ identity ને સાબિત કરનારો, ગીધોનો મુખી થયેલો, ગજકેસરી શબના ભોજન કરનારો આ વૃધ્ધન જટાયુ જાણે છે કે દક્ષિણમાં નથી દશાનન કે રામે નથી ઉત્તરમાં. આ જે કંઇ છે તે એ પોતાની અંદર છે, પોતેજ છે અને એનો મહિમા છે. જટાયુ આમ, જાણતાં છતાં- યુધ્ધછનો, પ્રતીકારનો અંત જાણતાં છતાં એમાં ઝંપલાવે છે અને એથી જ સાધારણ માંથી અસાધારણ, સામાન્યેમાંથી અસામાન્યા બને છે, રામની જેમ જ અમર બને છે. આ સંકુલ અર્થને કવિ અપૂર્વ ભાષા- સંયોજનથી તાકે છે. આમ રામના ઉચ્ચાારો જટાયુ વિશેના અને આજના સમયમાં પણ પ્રસ્તુઅત છે. ‘સદસદ જયોત વિહોણાં’ વનમાં આવા ‘સદ’ તત્વના ઉપાસક- રક્ષકની ખૂબ જરૂર છે. એમ કરવાથી તો ‘ રામાયણ ’નો જટાયુ યતીત-અધમ-જાતિનો છતાં પાવન બને છે, અમર બને છે. ને એટલે જ જે ‘અસદ’ આપણી અંદર પણ છે અને પણ હણવાનું છે, એ પૂરેપૂરું હણાય નહી તો કાંઇ નહી એને હણવાની મથામણ કરવાનો મહિમા પણ ઓછો નથી. આમ બે જુદા જુદા સમયના કવિની સર્જન પ્રક્રિયા- સનાતન મૂલ્યોા પ્રતિબિંબિત કરવાની ખેવના જુદી જુદી રીતે પ્રગટે છે. કવિ વાલ્મીાકિની એ વિશેષતા છે કે ‘રામાયણ’ માં એ જે કથાનક- પાત્રો- મૂલ્યોતનૂં આલખન કરે છે એમાં પૂરતી creative space મૂકી આપે છે, બસ આ જ space ને ઝીણી આંખે જોઇ શકનારો કવિ પોતાના સમયની વાત કરવામાટે ઉપયોગમાં લઇ ‘ઊંચું ઉડયન’ - ‘કાવ્યર’ ‘જટાયુ’ રચના સિધ્ધન કરી આપે છે. વળી, ‘જટાયુ’ પછી ‘વખાર’ અને તાજેતરમાં ‘મહાભોજ’ નામે દીર્ઘરચના મળે છે.
(આર્ટ્સ કોલેજ, ધનસુરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેમીનારમાં પ્રેઝન્ટ કરેલ પેપર)
******************************
પ્રા. દક્ષા ભાવસાર
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel