SahityasetuISSN: 2249-2372(A Peer Reviewed Literary e-journal)Year-4, Issue-5, Continuous issue-23, September-October 2014 |
‘मैं कुछ बेहतर ढूँढ़ रहा हूँ’
‘मैं कुछ बेहतर ढूँढ़ रहा हूँ
घर में हूँ घर ढूँढ़ रहा हूँ
घर की दीवारों के नीचे
नींव का पत्थर ढूँढ़ रहा हूँ
जाने किसकी गरदन पर है
मैं अपना सर ढूँढ़ रहा हूँ
हाथों में पैराहन थामे
अपना पैकर ढूँढ़ रहा हूँ
मेरे क़द के साथ बढ़े जो
ऐसी चादर ढूँढ़ रहा हूँ–
-વિજ્ઞાન વ્રત
વિજ્ઞાન વ્રત ચિત્રકાર – કવિ છે અને હિન્દી ગઝલ સાહિત્યનુ જાણીતું નામ છે. દુષ્યંતકુમાર પછી હિન્દી ગઝલમાં જે નામ આગળ આવ્યા તેમાં વિજ્ઞાન વ્રતનું નામ આદરથી લેવાય છે. ગીત અને દુહાઓ પણ એમણે લખ્યા છે.મૂળ તો ફાઈન આર્ટસના વિદ્યાર્થી. ૧૯૬૬માં આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી ચિત્રકળા વિષયમાં સ્નાતકોત્તર ડિગ્રી પ્રાપ્ત કરી. દેશ-વિદેશની ખ્યાત આર્ટ ગેલેરીઓમાં એમના ચિત્રપ્રદર્શનો યોજાએલા છે અને કળાક્ષેત્રના અનેક માન-સન્માન એમને પ્રાપ્ત થયા છે. ‘बाहर धुप कड़ी है’, ‘चुप की आवाज़’, ‘जैसे कोई लूटेगा’, ‘तब तक हु’ એ એમના ગઝલસંગ્રહ છે અને ‘खिड़की भर आकाश’ એમનો દોહાઓનો સંગ્રહ છે.
વિજ્ઞાન વ્રત મોટે ભાગે ટુકી બહેરમાં ગઝલોની રચના કરે છે ને ટુકી અને માર્મિક વાત કરે છે. પ્રસ્તુત ગઝલનો પ્રથમ શેર જુઓ. માણસ પાસે જે હોય છે તેનાથી એને કદી સંતોષ સંતોષ થતો નથી. પોતાની પાસે જે હોય છે તેનાથી કૈક વધુ સારું એને જોઈએ છે. એટલે જ જાવેદ અખ્તર સાહેબ કહે છે :
सब का ख़ुशी से फ़ासला एक क़दम है
हर घर में बस एक ही कमरा कम है
એક રૂમનું ઘર હોય એને બે રૂમનું ઘર જોઈએ છે, બે વાળાને ત્રણનું અને એમ અપેક્ષાઓ વધતી જ રહે છે. ચાર દીવાલોનું ઘર એ ઘર થોડું હોય છે ?ચાર દીવાલનું ઘર તો હોય છે પરંતુ એમાં ઘરેલુ વાતાવરણ બહુ ઓછા ઘરમાં જોવા મળે છે.
બીજા શેરમાં કવિ કહે છે ઘરની દીવાલોની નીચે પાયાનો પથ્થર શોધી રહ્યો છું ! ઘર તો ત્યારે જ ટકે જયારે એનો પાયો મજબુત હોય. ઘરતો એને કહેવાય જેના પાયામાં પ્રેમ હોય, પરસ્પરની હૂફ હોય, સંપ હોય. પરંતુ આવા ઘર ક્યાં જોવા મળે છે ?કવિને એવા લાગણી ભર્યા ઘરની શોધ છે.
પછીના શેરમાં કવિ માર્મિક વાત કરે છે. સામાન્ય રીતે માણસો બીજાના આધારે જ જીવતા હોય છે. બીજાને આધારે જીવીએ એટલે જેમ ગરદાન મસ્તીષ્કને જે રીતે ફેરવે તેમ ફરે. એ જ રીતે બીજા જે રીતે કહે તેમ જીવવું પડે છે. ઘણીવાર તો કોના આધારે જીવતા હોઈએ છીએ તેની પણ ખબર હોતી નથી ! એટલે કવિ કહે છે કે કોની ગરદન પર છું ને કોના આધારે જીવું છું તે શોધું છું !!
બીજાના આધારે જીવવામાં માણસ પોતાપણું ખોઈ બેસે છે, પોતાનો આકાર ખોઈ બેસે છે. પાસે વસ્ત્ર છે પરંતુ પોતાનો આકાર જ નથી ! પછી એ આકારની શોધ કરે છે ! ખુબ ગહન વાત છે. આપણા સંતોએ એમની રચનાઓમાં આ શરીરને આત્માનું વસ્ત્ર કહ્યું છે. કબીર એને ‘ચદરિયા’ કહે છે અને કહે છે :
दास कबीर जतन करि ओढी
ज्यों कीं त्यों धर दीनी चदरिया
માણસ પાસે શરીર તો છે આત્મા રૂપી આકાર ક્યાં છે? પોતાનો આકાર એટલે કે પોતાપણું જ જાણવાનું છે. આ ‘હું’ છું તે કોણ છે તે જ જાણવાનું છે. આપણા ભજનોમાં પણ કહેવાયું છે કે ‘ઓલ્યા આત્માને ઓળખ્યા વિના રે લાખ ચોર્યાસી નહિ ટળે રે જી’ મક્તામાં કવિ કહે છે કે મારા કદની સાથે વધે એવી ચાદર શોધું છું ! આપણે ત્યાં કહેવત છે કે ‘સાથરો હોય એટલી સોડ કરવી.’ એટલેકે જેટલી ચાદાર હોય એટલા જ પગ લંબાવવા.’ પરંતુ એમ બનતું નથી. માણસની અપેક્ષાઓનો અંત નથી. હંમેશા વાસ્તવિક પરિસ્થિતિ કરતા અપેક્ષાઓ વધારે જ હોય છે. આપણા કદની સાથે વધે એવી ચાદર કદી મળતી જ નથી.
છે ને વાંચ્યા પછી આપણા ચિત્તમાં વિસ્તરતી રહે એવી ગઝલ ?
આ કવિએ ‘ઘર’ વિષય પર ઘણા શેર કહ્યા છે તે પણ માણીએ:
जबसे बैठा बाहर प्रहरी
और डरी है घर की देहरी।
*****
दुश्मनों की राह में
है मेरा घर, है तो है
****
घर के रिश्तों से अनजान
अपने घर मे ही मेहमान
****
घर तो इतना आलीशान
लेकिन गायब रोशनदान
******************************
દીપક રાવલ
Home || Editorial Board || Archive || Submission Guide || Feedback || Contact us
Copyright © 2011- 2024. All Rights Reserved - sahityasetu.co.in Website designed and maintenaned by: Prof. Hasmukh Patel