‘સમુડી’ સંબંધોની સંકુલ કથા
ગુજરાતી સાહિત્ય નવલકથા પરંપરાથી સમૃદ્ધ રહ્યું છે. એક પછી એક આવતી રહી. તેમજ યોગેશ જોષી પાસેથી આપણને ‘સમુડી’ નામે નવલકથા મળે છે. અનેક યુનિવર્સિટીનાં અભ્યાસક્રમમાં સ્થાન પામેલ, યોગેશ જોષીની નવલકથાકાર સફળ અને સુખ્યાત છે. વાચક અને વિવેચક વર્ગમાં ‘સમુડી’ નવલકથા પોંખાઈ છે. આથી છ વાર ‘સમુડી’નું પુનઃપ્રકાશન થયું. યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’નાં ૨૦૦૩થી તંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમણે ‘સમુડી’ની કથાને ગામડાનાં વાસ્તવ સાથે જીવંત ધબકતી વર્ણવી છે.
સમુડીને હર્ષદનાં ઘર સાથે જૂનો સંબંધ રહેલો છે. એ સંબંધ સમુડી જન્મી નહોતી તે પહેલાંનો છે. સમુડીનાં પિતા હર્ષદના ઘરે દૂધ આપતાં હતા. સમુડી હર્ષદની બાને શોંતાફૈબા તરીકે હંમેશા બોલાવતી. સમુડીએ જ શાંતાબેનમાંથી શાંતાફૈબા નામ પડ્યું. આખા ગામમાં પછી તે નામ લોકોના મુખે વણાય ગયું. સમુડી ધીમે ધીમે શાંતાફૈબાનાં ઘરમાં હળીમળીને રહેવા લાગી. સમુડીને ઘરના બાથરૂમ-રસોડાની છૂટ મળી. સમુડીને જે જોઈ તે શાંતાફૈબા છૂટથી આપતા. સમુડી કેરી કે બોર પાડી લાવતી તો શાંતાફૈબા તેને સમજાવતા ને કેરી કે બોર પૈસાનું પણ કહેતા.
જયારે શાંતાફૈબાની તબિયત બગડી ત્યારે સમુડી શાંતાફૈબાની પાસે જ રહી, રાતે એકલી ગામના ભૂવાને બોલાવી લાવે છે. જયારે શાંતાફૈબાને સારું થઈ જાય ત્યારે સમુડી મેલડીમાની માનતા પૂરી કરવા જાય છે.
સમુડીએ’ તેજાને શાંતાફૈબાનાં ઘરે જ બોલાવ્યો હોય છે. ત્યારે શાંતાફૈબા સમુડીને તેજા પાસે બેસવાનું ને પોતે ચા-નાસ્તો બનવાનું કહે છે, ત્યારે સમુડી ‘શોંતાફૈ...’ એટલું જ બોલતા શાંતાફૈબાને વળગીને હેયું ખોલીને રડવા લાગે છે. સમુડીના જન્મની સાથે તેની મા એ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. સમુડીએ પોતાની મા ને જોઈ ન હતી. પણ શાંતાફૈબા તેની ‘મા’ ની દરેક ખોટ પૂર્ણ કરે. શાંતાફૈબાને સમુડી પોતાની દીકરી જ હતી.
સમુડીને ગમતો એ છોકરો તેજો સગાના લગ્નમાં ગામમાં આવવાનો હતો. ત્યારે સમુડી તેને મળવા માટે કેટલીય ઉતાવળી હતી. જ્યારે તેજો સામે આવતો દેખાયો તો મેડા પરથી ધડાધડ દાદરો ઉતરી નીચે આવતી રહી. શાંતાફૈબા પણ પોતાનો જાણે જમાઈ આવ્યો હોય તેમ હરખાયા, સમુડી પિતાને વાત કરે છે. આથી પિતા સમુડીનું સગપણ તોડી નાખે છે. તેજો પણ પોતાના બાપનું ઘર છોડી સમુડી સાથે લગ્ન કરી મુંબઈ રહેવા જતો રહે છે. મુંબઈમાં બંનેને ફાવી ગયું છે. સમુડી ભરતકામ કરી તેમાં પોતાનું મન પોરવે છે. તેજો સમુડીને હોટલમાં અને પિક્ચર જોવા પણ લઈ જાય છે. છતાં તેજો પેલા જેવી ખુશ જોઈ શકતો નથી. સમુડી ગામડાની ન રહેતા શહેરી બની જાય છે.
હર્ષદ સાથે નયનાની સગાઈ થઈ છે. હર્ષદ જે બાળપણથી કલ્પેલી કન્યા એ નયના માની બેસે છે. કોઈ ચોપડી વાંચતો હોય ત્યારે હર્ષદ નયનામાં ખોવાય જાય છે. હર્ષદ નયના સાથે બગીચામાં ગયાં ત્યારે નયના ઘાસમાં પણ બેસવાની નાં પડે છે. ત્યારે હર્ષદને થાય છે, ‘નયના પ્રકૃતિની કેટલી સંભાળ રાખે છે. તો મારી કેટલી રાખશે?’ સમુડીની જેમ નયના બાધા રાખે ખરી? નયનાનાં કેટકેટલા રૂપો હર્ષદે જોયેલાં, તેમાં થિયેટરનાં અંધકારમાં શરમ સાવ નેવે મુકેલ નયના જોઈ. વિચારોમાં હર્ષદ પાછો ગુંચવાયો, હર્ષદ જ્યારે નયનાનાં ઘરે ગયો ત્યારે નયનાએ તેના સાહેબને બોલાવ્યા નહી. ઉંદરડીને ઈંટનાં રોડાથી મારે છે. એ જોઈ હર્ષદનાં મનમાં વધુ પ્રશ્નો થવાં લાગ્યાં. જયારે ‘નયના+શર્મા’ લખેલ કૉલેજની દીવાલ જોઈ હર્ષદ આવક થઈ, કંઈ બોલતો નથી, પણ તેના વિચારો તો પાણીના ધોધની માફક ચાલ્યા કરે છે. વારે વારે સમુડી યાદ આવ્યા કરે છે. અંતે હર્ષદ બા ને નયના સાથે સગપણ તોડવાનું કહે છે.
હર્ષદ અને સમુડી બાળપણથી જોડાયેલાં છે. સમુડી હર્ષદને હંમેશા ‘હરસદભૈ’ કહીને જ બોલાવતી હતી. સૂર્યાસ્ત જોઈને પાછા ફરતાં સમુડી ને હર્ષદ થોડીવાર તળાવ કાંઠે બેસતાં. હર્ષદ માટે સમુડી કેરીઓ અને બોર પણ ચોરીને લાવતી. કયારેક બોર લાવતા સમુડીનાં હાથ છોલાઈ જતાં. છતાં તે બોર લાવવાનું ચૂકતી ન હતી. તેજો જયારે સમુડીને મળવા હર્ષદના ઘરે આવ્યો. ત્યારે સમુડી શરમાઈ મેડા પર જતિ રહી. તેને બોલાવવા હર્ષદ ગયો, ત્યારે કયારેય ન જોયું હોય એવું સમુડીનું રૂપ તેણે જોયું હર્ષદે સમુડીનો હાથ પકડયો તો જાણે પહેલાં કરતા કંઈક જુદો જ લાગ્યો. ઘણીવાર હર્ષદને સમુડી ટેકરી પરથી હાથ પકડી સાથે ઉતરતા, પણ આજે હર્ષદને સમુડીનો જુદો જ સ્પર્શ થયો. અચાનક હર્ષદ પોતાના હોઠ સમુડીના હોઠ પર મૂકી તેને જાણે સમુડીને આખી ચૂમવા લાગ્યો. સવારે સમુડી હર્ષદને જગાડવા આવી. કાલે જાણે કંઈ ન બન્યું હોય એવું સમુડીનું વર્તન હતું.
હર્ષદ જયારે સમુડીનાં લગ્નમાં શહેરથી આવ્યો ત્યારે, સમુડી મહેંદી મુકેલ હાથે દોડીને હર્ષદનો થેલો લઈલે છે. પોતે મહેંદી મુકેલી છે તે જોતી પણ નથી. હર્ષદ નાં પડે છે. છતાં તે સંભાળતી નથી. સમુડીનાં લગ્ન પછી હર્ષદ જયારે નેહડે જાય છે. પહેલી વાર સમુડી જે ગાળ બોલી’તી; તે યાદ આવે છે. સમુડી એ થાપેલા છાણામાં સમુડીનાં હાથની છાપ, એ છાપ જોઈ હર્ષદ પણ પોતાનો હાથ તેમાં મૂકે છે. જાણે હર્ષદને સમુડીના હાથનો સ્પર્શ થાય છે. સમુડી સાથે હર્ષદ વગડામાં વધારે જતો હતો. આજે હર્ષદ સૂર્યાસ્ત પણ જોયા વિના પાછો આવતો રહે છે. હર્ષદને વગડો વધુ વેરાન લાગવા માંડે છે.
ઇન્ટરવ્યુ માટે મુંબઈથી હર્ષદને પત્ર આવે છે. મુંબઈમાં સમુડી મળી જાય તો? પણ મોટા શહેરમાં મળે પણ કયાં? તેજાનાં મિત્ર પાસેથી સમુડીનું સરનામું મળ્યું. આખરે સામેથી સમુડીએ જ હર્ષદને બોલાવ્યો. સમુડીને પણ કંઈ મુંબઈમાં ગમતું નહોતું. સમુડી દરિયા કિનારે ગઈ ત્યારે તેને માટીની મહેક આવી. ગામડામાં પડતા વરસાદથી આવે તેવી. આથી તેણે થોડી રેતી મુખમાં નાખી. જાણે હર્ષદના ચુંબનની ખારાશ અનુભવી. આથી સમુડી વધારે રેતી લઈ પોતાના માથા પર નાખવા લાગી. પોતાનું શરીર રેતીથી ભરાઈ ગયું; છતાં તેણે પોતાના બ્લાઉઝની ધાર ઊંચકીને પોતાના છાતીના ભાગમાં પણ મુઠી ભરી રેતી નાખી. એટલી હદે સમુડીને હર્ષદ પ્રત્યે લાગણી જોવા મળે છે.
આમ સમુડીનાં સંબંધો શાંતાફૈબા સાથે, હર્ષદ સાથે અને ગામ સાથે પણ અત્યંત જોડાયેલા છે. જ્યારે સમુડી મુંબઈમાં રહેવા જાય છે, ત્યારે સમુડીમાં બદલાવ આવે છે. હર્ષદ વિચારે છે, શું ખરેખર આ સમુડી છે? હર્ષદની સાથે કંઈ લાંબી વાતચીત નથી કરતી. હર્ષદને વિદાય વેળાએ પણ સમુદીમાં જાણે જીવ જ નહોય. તેમ બારણે ઊભી હોય છે. જાણે સમુડી હર્ષદ સાથે જ તેના દેહમાંથી ચાલી ગઈ!
સંદર્ભગ્રંથ :
- 1. જોષી, યોગેશ. બીજીઆવૃતિ પુનર્મુદ્રણ ૨૦૦૭. સમુડી. મુંબઈ:નવભારત સાહિત્ય મંદિર.