ક્યાં?


બેસું હું દેવદારની ટોચે કે
બેસું હું હિમાલયની ટોચે.
તારે શું?

હોઉ હું બૂંદ :
તલના આછાં સફેદ વાદળી ફૂલના કિનારે ઝૂલતું કે
વાડિ શેઢે ઊભેલા બાવળ પર ચડેલી
લીલી વેલના પાનના કિનારે ઝૂલતું.

બ્રહ્માંડમાંથી હું દદડ્યો હતો
તારા નાભીકમળમાં ડૂબવા.
પણ તું ખસી ગઇ.
માટીનું માટી સાથે મિલન થયુ.
પણ તોય શું?
પગ નહિં તો પાંખો કામમાં આવે જ.
અને એમ હું
પૂન: બ્રહ્માંડ તરફ વળ્યો.
ફરીથી કોઇ વખત આવું ને બેસું હું
પણ બેસું હું ક્યાં?

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426 2235 22 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com