Submission

લેખ / પેપર મોકલવા બાબતની અગત્યની સુચનાઓ ……

  1. સંશોધન લેખ/પેપર સોફ્ટકોપીમાં જ મોકલવાના રહેશે.
  2. સંશોધન લેખ/પેપર M.S Word ફાઇલમાં એટેચમેન્ટ સ્વરૂપે નીચે આપેલ ફોર્મ મારફત જ મોકલવાના રહેશે.
  3. ઇમેલ પર કે અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ લેખ સ્વીકારવામાં આવશે નહીં.
  4. ગુજરાતી ભાષામાં શ્રુતિ અને હિન્દી / સંસ્કૃત ભાષા માટે ફક્ત મંગલ ફોન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય ફોન્ટમાં ટાઇપ થયેલ લેખ/પેપર પ્રકાશિત કરવામાં આવશે નહીં.
  5. સંશોધન લેખ/પેપરમાં સંદર્ભ લેખના અંતે જ આપવાના રહેશે. Footnote સ્વરૂપે આપવામાં આવેલ સંદર્ભો વાળા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  6. લેખ/પેપરની રચના આ પ્રમાણે હોવી જોઇશે – શિર્ષક – લેખ – સંદર્ભ – લેખકનું નામ/સરનામુ.
  7. સમગ્ર લેખમાં ક્યાંય પણ અન્ડરલાઇન કરેલ હોવી જોઇશે નહીં.
  8. જો લેખમાંની વિગતો/માહિતી ટેબલ ફોર્મેટમાં મુકવી અનિવાર્ય હોય તો જ ઉપયોગ કરવો.
  9. MS Word સિવાયના ફોર્મેટમાં મોકલવામાં આવેલ કે શ્રુતિ/મંગલ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરેલ હોય તેવા લેખ/પેપર પ્રકાશિત થશે નહીં.
  10. સબમિટ થયેલ લેખ/પેપર પિયર રિવ્યુ થયા બાદ યોગ્ય જણાશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
  11. એડિટરશ્રીને સોફ્ટકોપીમાં લેખ મળ્યા બાદ વહેલામાં વહેલા એક માસ બાદ જ પ્રકાશિત કરવામાં આવશે.

આપનો લેખ / પેપર નીચેના ફોર્મ સાથે એટેચ કરીને મોકલો.