જરા વરસાદ થઈને રમીએ.
આવને આપણે જરા વરસાદ થઈને રમીએ.
કોઈનું નવ સાંભળીએ ને મુશળધાર વરસીએ.
ઓલ્યા કાળીયા વાદળને, દૂરથીજ હડસેલી દઈ,
પેલી રૂપેરી વાદળી ઉપર રિમઝિમ થઈ વરસીએ.તને મારા સમ, જો હવે કર્યા આંખ મિંચામણા,
સદીઓથી સળગતી આપણી તરસને બૂઝવીએ.તું થઈ જાને નટખટ કહાનો, હું અલબેલી રાધા,
તારી વાંસળીના સૂરોની ધારે ધારે ઝરીયે.ધરતીકેરા પાલવડે, મુખ છુપાવી દઈ મલકીએ
ઊણા ઊણા આયખામાં આંખોના અમી ભરીએ.આવને આપણે જરા વરસાદ થઈને રમીએ
કોઈનું નવ સાંભળીએને મુશળધાર વરસીએ.
કલ્યાણી વ્યાસ
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |