ભારતમાં નારીવાદ
વૈદિક કાળમાં નારીને દેવી તુલ્ય સન્માન પ્રાપ્ત થયેલ છે. ઋગ્વેદમાં અનેક દેવો પૃથ્વી, ઉષા વગેરે સ્ત્રી સ્વરૂપો જ છે, સ્ત્રીને પુરુષ સમાન અધિકાર પ્રાપ્ત થયેલ હતા. શિક્ષણની દૃષ્ટિએ પણ સ્ત્રીઓની સ્થિતિ સારી હતી, સુશિક્ષાને કારણે જ વેદોમાં મંત્રદૃષ્ટિ ઋષિકાઓનો ઉલ્લેખ કરેલ છે કે જેમણે મંત્રદર્શનમાં ઋષિઓની સમકક્ષ સમાનતા પ્રાપ્ત કરી હતી, જેમ કે અપાલા, મૈત્રીયી, લોપામુદ્રા, વિશ્વધારા, કાક્ષીવતી, જુહુ વગેરે એકવીસ વિદુષીયા મંત્રદૃષ્ટિના રૂપમાં પ્રસિધ્ધ હતી કે જેમણે સ્ત્રીઓના બૌધિત્વને, વિચારશક્તિને ઉચ્ચતમ આદર્શ સ્તર પર પ્રસ્થાપિત કરેલ હતું, ઋગ્વેદના દશમાં મંડળમાં આત્મ ગૌરવથી ઘોષણા કરેલ છે કે હું જ્ઞાનવતી છું, ધરતીપ્રમુખ અને શત્રુની નાશક છું, સામાજીક દૃષ્ટેિ પણ મહિલાઓની સ્થિતિ મુદ્રક હતી, પિતાના ઘરમાં કન્યા ખૂબ સ્નેહ અને સન્માન પ્રાપ્ત કરતી હતી, બાળકોની જેમ તેના પણ ઉપનામ સંસ્કાર થતા હતા, પુત્રના અભાવમાં પરણિત સ્ત્રીો તેમના પિતા જોડે રહી શકતી, પિતાની અંત્યેષ્ટિ ક્રિયા પણ કરી શકતી, યુવાવસ્થામાં જ વિવાહ થતા હતા, ઋગ્વેદમાં પત્નીને ઘરમાં સાસુ, સસરા, નણંદ, દેવર વગેરેની "સામ્રાજ્ઞી" ઘોષિત કરીને તેમને પુરુષ કરતાં વધારે મહત્ત્વ અપાતું હતું, પુરુષ યુરૂકાર્યમાં વ્યસ્ત રહેતો ત્યારે સ્ત્રીઓ પારીવારીક અને સામાજીક જીવનમાં ક્રીયાશીલ રહેતી, તે કૃષિ અને પશુપાલન પણ કરતી, તે અસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતી, વળી, ર્ધાિમક કાર્યોમાં સ્ત્રીને પુરુષ સમાન સ્વતંત્રતા મળતી હતી, જેનો ઉલ્લેખ ઋગ્વેદના દશમાં મંડળમાં કરાયેલ છે, વળી ર્આિથક અધિકારોની વાત કરીએ તો ઋગ્વેદમાં કુલ આવકના દાયભાગ ઉપર ફક્ત અભ્રાતુમયી કન્યાઓનો અધિકાર રહેતો. અપરણિત કન્યાઓ વૃધ્ધાવસ્થા સુધી પિતાના ઘેર રહેતી અને સંપત્તિમાં અધિકાર પ્રાપ્ત કરતી, ભેટ, સોંગાદ ઉપર સ્ત્રીઓનો અધિકાર રહેતો. વળી, રાષ્ટ્રસુરક્ષા માટે શસ્ત્રવિદ્યા પણ શીખવવામાં આવતી. આમ, વૈદિક કાળમાં નારી શૈક્ષણિક, સામાજીક ર્આિથક, ર્ધાિમક, રાજકીય અને ન્યાય ક્ષેત્રે પુરુષની સમાન અધિકાર પ્રાપ્ત કરતી હતી, પુરૂષના દરેક કાર્યમાં ખભે ખભો મિલાવીને કાર્ય કરતી હતી.
વૈદિકકાળમાં સ્ત્રીને દેવી, સહચારિણી, અર્ધાંગીની, સહર્ધિમણી માનતા હતા. સ્મૃતિકાળમાં પણ "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" કહીને નારીને સન્માનીત સ્થાન આપેલ છે. પૌરાણિક કાળમાં નારીને શક્તિનું સ્વરૂપ ગણીને તેની આરાધના થતી હતી, પરંતુ અગીયાર થી ઓગણીસમાં શતાબ્દીમાં ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ દયનીય થતી ગઈ. જેમાં મહિલાઓનો વ્યક્તિ સ્વાતંત્ર્ય, સન્માન, વિકાસ, સશક્તિકરણનો અંધકાર યુગ કહી શકાય, સ્ત્રીનું લગ્ન એ જ એકમાત્ર સંસ્કાર હતું.
મધ્યકાળ યુગમાં ભારતમાં વિદેશી આક્રમણ મુગલ શાસન વ્યવસ્થા, સાંપ્રત સમાજ વ્યવસ્થા, કેન્દ્રીય સત્તાનો વિનિયોગ, બિ્રટીશ આક્રમણ અને શાસકીય સત્તાધીશોના વિલાસમય પ્રવૃત્તિઓને કારણે સ્ત્રીને ઉપભોગની વસ્તુ બનાવી, બાળવિવાહ, પડદા પ્રથા, સ્ત્રીના સતી થવાની રીવાજ, અશિક્ષા, દૂધપીતી કરવાના રીવાજ, સામાજીક કુરીવાજો સમાજમાં દાખલ થયા, પરિણામે મહિલાઓની સ્થિતિ હિન્ન થતી હઈ અને તેના અંગત અને સામાજીક જીવનને દૂષિત કરી દીધું. ભારતીય પુરુષો અને ધર્મશાસ્ત્રોમાં પણ નારીને કરૂણા, મમતા, માતા તથા વીરતાથી સભર ઇતિહાસ છે, નારીને આ સન્માન મળવા પાછળનું કારણ સદીઓથી તેનામાં રહેલ તપ, ત્યાગ, સેવા, સાધના, તપશ્ચર્યા, બલિદાન, પ્રેમ તથા શ્રદ્ધા, કરૂણા, આત્મિયતા, મમતા, સ્નેહ અને સંવેદના છે.
સમાજ હંમેશા પોતાનો પૂર્વવત સમાજને જોઈને પોતાની પરંપરાઓ બનાવે છે અને બગાડે પણ છે, ફક્ત ભારતીય સમાજ જ નહીં પરંતુ વિશ્વની કોઈપણ જાતિ, સંપ્રદાય કે વર્ગનો સમાજ પ્રાકૃતિક રૂપમાં પુરુષ પ્રધાન સમાજ જ રહ્યો છે અને વર્તમાનમાં પણ છે. જો આવું ન હોત તો પશ્ચિમી દેશોમાં અનેક સ્ત્રી લેખિકાઓ, સમાજ સેવિકાઓને ‘નારીવાદી’ ની ઉપાધી ન આપેલ હોત, જેમને પુરુષવાદી સમાજની અનેક પરંપરાઓને તોડી ન હોત, ભારતમાં કદાચ નીચેના કારણોને લીધે જ નારીવાદને પ્રોત્સાહન મળેલ છે.
- સતિપ્રથા થવાનો રીવાજ
- બાળકીને દૂધ પીતી કરવાનો રીવાજ
- બાળવિવાહ
- સ્ત્રીને ‘પડદા’ પ્રથા
- ઘરેલુ હિંસા
- પિતૃસતાક પરિવાર
- સમાજની રૂઢીઓ પરંપરા
- સ્ત્રીઓને ‘શિક્ષણ’ થી વંચિત રાખવી
- દહેજ પ્રથા, શોષણ
નારીવાદ એટલે શું ?
નારીવાદ એ એક સામાજીક, રાજકીય અને ર્આિથક રીતે સ્ત્રી અને પુરૂષને ‘સમાનતા’ આપવાની એક ચળવળ છે.
સમાજમાં સ્ત્રીના સ્થાને પુરુષ કરતા જુદા દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયત્ન કરેલ છે. પરિણામે નારીવાદ એ આ આધારિત મર્યાદાઓ દૂર કરી સ્ત્રીને કાયદા અને રીવાજ મુજબ સમાજમાં પુરુષ સમાન સ્થાન આપી નવા સમાજ રચનાનો દૃષ્ટિકોણ દર્શાવે છે, આમ નારીવાદનું મૂળ કારણ સ્ત્રી-પુરૂષના અધિકારો, સત્તા, મર્યાદાઓની અસમાનતામાંથી જન્મ થયો છે એમ કહેવાય.
નારીવાદને સમાજમાં પુરુષપ્રધાન સમાજમાં નારીનું અસ્તિત્વ સ્વીકારતી પ્રક્રિયા છે. પુરુષ પ્રધાન સમાજમાં લોકોના વિચારો, સિદ્ધાંતો દૃષ્ટિકોણમાં બદલાવ લાવીને નારીને સમાજનો અમૂલ્ય ભાગ ગણવા માટેની પ્રક્રિયા છે.
નારીવાદનો ઇતિહાસએ નારીવાદી ચળવળો અને નારીવાદી વિચારકો સાથે સંકળાયેલા છે, વિશ્વમાં પ્રત્યેક દેશના સમય અને સંસ્કૃતિ પ્રમાણે નારીવાદી વિચારકોના આવી ચળવળોના કારણ અને ધ્યેયો અલગ અલગ રહ્યા છે. પશ્ચિમ દેશના નારીવાદી વિચારકોના મત મુજબ "સ્ત્રીઓના અધિકાર" માંથી નારીવાદી ચળવળનો ઉદ્ભવ થયેલ છે આધુનિક પશ્ચિમી નારીવાદી વિચારકોના મત મુજબ નારીવાદી ચળવળ ત્રણ તબક્કામાં વહેંચાયેલ છે, દરેક તબક્કામાં નારીના ઉત્કપ્ષ માટે જુદી-જુદી ચળવળો થયેલ છે, પરંતુ દરેકનો ઉદ્દેશ તો વ્યક્તિ સ્વાતંત્ર્યતા અને સમાનતા જ છે. નારીને લગતા મુદ્દાઓ જ છે.
- પહેલું મોજુ ૧૯ મી સદીની શરૂઆતથી ૧૯૩૦ સુધીનો સમયગાળો કે જેમાં સ્ત્રીઓનું સમાજમાં જે શોષણ થતું હતું. તેનો વિરોધ કરવા માટે તેમજ તેના વ્યક્તિ સ્વાતંત્ર્ય માટેના ચળવળનો સમાવેશ થાય છે.
- બીજુ મોજુ (૧૯૩૦-૧૯૮૦) નો ગણાય છે. જેમાં કાયદામાં પણ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર પ્રાપ્ત થયેલ છે, પરંતુ સમાજમાં વાસ્તવમાં તેનું સ્થાન કંઈક ઓર છે, તેથી આ અસમાનતા દૂર કરવા પ્રયત્નો થયેલ છે, સ્ત્રીને શિક્ષા, સન્મયાત સાથે સમાજમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરવાના પ્રયત્ન થયેલ છે. સમાન વેતન પ્રાપ્ત કરવાના પ્રયત્નો થયેલા છે.
- જયારે ત્રીજો તબક્કો (૧૯૮૦-૨૦૦૦) ના ગાળામાં મુક્ત વિશ્વમાં સ્ત્રીને સામાજીક, ર્આિથક, રાજકીય દરેક ક્ષેત્રે તેને વિકસવાની તકો અને સ્ત્રી જાગૃતિના પ્રયત્નો થયેલા છે.
ભારતમાં નારીવાદને પ્રોત્સાહન આપતી નારી ચળવળો ઃ
‘શક્તિ’ નારીની શક્તિનો સિધ્ધાંત હજારો વર્ષ પહેલા સ્વીકારાયેલ છે, નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, સ્વતંત્ર ભારતમાં પહેલા ગુલામ ભારતમાં નારીનો અવાજ અને તેની રાજકીય પરિસ્થિતિમાં ભજવેલ ભૂમિકાએ પણ કદાચ નારીવાદનો જન્મ જ છે.
ભારતમાં પહેલો નારીવાદનો તબક્કો (૧૮૮૦-૧૯૪૦) નો છે. (છષ્ઠર્ષ્ઠઙ્ઘૈિહખ્ત ર્ં ય્ીટ્ઠિઙ્મઙ્ઘ ૈહ ર્હ્લહ્વીિજ) કે જે ગાળામાં ફક્ત કચડાયેલ નારીને બહાર કાઢવાના જ નહીં પરંતુ સ્ત્રીના ઉત્કર્ષ અને તકો આપવા માટેના પણ કાર્યો થયા છે, આ સમયગાળામાં ભારતમાં સતીપ્રથાનો રીવાજ, બાળકીને દૂધપીતી કરવાના રીવાજો, બાળ વિવાહ વગેરે જેવા સામાજીક દૂષણોનો ભોગ સ્ત્રીઓ બનેલ હતી. આવી સ્થિતીમાંથી બહાર કાઢવા ૧૯૦૪ માં સૌ પ્રથમ ‘નેશનલ સોસીયલ કોન્ફરન્સ’ ની સ્થાપના કરવામાં આવી અને તેની ભારતના નાનામાં નાના રાજયોમાં પણ સંસ્થાઓ ખોલવામાં આવી.
સતીપ્રથાનો કુરીવાજ બંધ કરવા ૧૫ વર્ષના સતત સંઘર્ષ બાદ ૧૮૨૯ માં રાજા રામમોહન રાયના પ્રયત્નોએ હિન્દના ગર્વનર જનરલ વિલીયમ બેન્ટિકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કર્યો. આ ઉપરાંત બિ્રટીશ કાયદાઓ થકી બાળલગ્નો, બાળકીને દૂધ પીતી કરવાના રીવાજ ઉપર પ્રતિબંધ મૂકવો, વળી ૧૮૯૧ ના કાયદા અન્વયે છોકરીઓની લગ્ન માટેની વય મર્યાદા ૧૦ વર્ષથી ૧૨ વર્ષ કરવામાં આવી. કાયદા દ્વારા સ્ત્રીને વિધવા વિવાહનો હક્ક આપવામાં આવ્યો.
૧૮૬૭ માં કેશવચંદ્ર સેનની પ્રેરણાંથી મુંબઈના પ્રાર્થના સમાજની સ્થાપના થઈ, જેના મુખ્ય આગેવાનો ન્યાયર્મૂિત રાનડે, ડાૅ. આત્મારામ પાડુરંગ અને રામકૃષ્ણ ભંડારકર હતા. પ્રાર્થના સમાજનો ઉદ્દેશ ર્ધાિમક સુધારણા કરતા સામાજીક સુધારણા વધુ હતો, વિધવા વિવાહ, બાળલગ્નનો વિરોધ, બહુ પત્ની પ્રથાનો વિરોધ, આંતરજ્ઞાતિય લગ્ન સમાજમાં પ્રમાણિત કરવા માટે આ સંસ્થાએ પ્રશંસનીય પ્રયત્નો કર્યા. આ ઉપરાંત રાત્રી શાળાઓ, વિધવા ગૃહો, પછાત વર્ગના વિકાસ માટેની સંસ્થાઓ પણ તેમણે સ્થાપી હતી. આ પ્રવૃત્તિના પ્રણેતા ન્યાયર્મૂિત રાનડે અને રામકૃષ્ણ ભંડારકર હતા. રાનડેએ મુંબઈમાં ‘વિધવા લગ્ન મંડળ’ જેવી સંસ્થાઓ સ્થાપી, તેમના મૃત્યુબાદ તેમના પત્નીએ સમાજ અને રાષ્ટ્રીય સેવા કાર્યને આગળ ધપાવવા અને સ્ત્રીઓની ઉન્નતિ માટે પૂનામાં ‘સેવાસદન’ નામે સંસ્થા સ્થાપી.
ઈ.સ. ૧૯૦૦ માં બિ્રટીશ હકુમત વિરોધ સ્વદેશી ચળવળમાં પણ સ્ત્રીઓએ પોતાનો ફાળો આપેલ છે. આ સમયગાળામાં મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ પણ રાજકીય સંઘર્ષમાં પણ સ્ત્રીઓની ભૂમિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.
આમ, છતાં પણ આ સમયગાળા દરમ્યાન સ્ત્રીને પુરુષ સમાન અધિકારો પ્રાપ્ત થયેલ ન હતા. સામાજીક અને પછાત જાતિઓમાં સ્ત્રીઓની સ્થિતિમાં ખાસ સુધારો થયેલ ન હતો. વિધવા પુનઃલગ્ન, દહેજ પ્રથા રદ, સંપત્તિ હક્કમાં અધિકાર આ બધાને ઉચ્ચ જાતીની સ્ત્રીઓ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો થયેલ, પરંતુ તે સમય દરમ્યાન પણ સ્ત્રીઓ શોષણ અને ઘરેલું હિંસાનો ભોગ બનતી હતી. વળી, આ સમયગાળા દરમ્યાન કામકાજ કરતી સ્ત્રીઓને પુરુષ કરતા ઓછું વેતન મળતું હતું. જાતિયા શોષણનો શિકાર બનતી, હિન્દુ કોડ બીલ એક્ટ મુજબ પત્ની પુત્રી અને વિધવાને મિલકતમાં સમાન હક આપવામાં આવેલ, ઉપરાંત બાળકીને દૂધપીતી કરવાના રીવાજ ઉપર પ્રતિબંધ, આંતરજ્ઞાતીય લગ્નોને કાયદાકીય મંજુરી અને ચોક્કસ કારણો વગર છૂટાછેડા ઉપર પ્રતિબંધ હતો. આમ હિન્દુ કોડ બીલ એક્ટ દ્વારા પુરુષોના આધિપત્ય સત્તા ઉપર પ્રતિઘાત કરેલ, પરંતુ બિ્રટીશ શાસન ઉપર નહીં, તેથી તે વધુ આવકાર્ય બન્યો નહીં.
આઝાદીની ચળવળમાં નારીની ભૂમિકા ઃ
ગાંધીજી સ્ત્રીઓમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાની ઉમદા વિચારસરણી ધરાવતા હતા. ૧૯૨૦ માં ગાંધીજીએ આઝાદીની લડતમાં સ્ત્રીઓને જોડાવવાનું આહવાન કરેલ. પરિણામે ૧૯૩૦ માં ‘મીઠાના સત્યાગ્રહ’ ની ચળવળમાં સ્ત્રીઓએ અગત્યનો ફાળો આપેલ. એ સમય દરમ્યાન ગાંધીજીએ સ્ત્રીઓને પડદા બહાર આવી, રાષ્ટ્ર માટે કામ કરવા હાકલ કરેલ, અને કહેલ કે રાષ્ટ્ર તમારી પાસે ઘરની સંભાળ ઉપરાંત કંઈક વધુ માંગી રહ્યું છે. મીઠાના સત્યાગ્રહમાં સરોજની નાયડુ, લાડો રાની ઝુરશી, રાણી ગુડીએલો, કમલા નહેરૂ, હંસા મહેતા, આનંતીકાબાઈ ગોખલે, સત્યવતી, પાર્વતીબાઈ, રૂક્ષ્મણી, લક્ષ્મીવતી લીલાવતી મુનશી, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી હજારો સ્ત્રીઓ મીઠું પકવવા અને વેચવાના આ સત્યાગ્રહમાં જોડાયેલ કે જેમના હાથમાં હથિયારો ન હતા. કદાચ નારીવાદને જન્મ આપતી આ ઘટના સિમાચિન્હ કહી શકાય. ગાંધીજીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે પોતાની સ્વતંત્રતા અને સન્માનને ઠેસ પહોંચાડતી કોઈપણ ઘટનાનો વિરોધ કરવાનો સ્ત્રીને અધિકાર છે.
આ સમય દરમ્યાન જ પોતાના હકો અને સ્ત્રી જાગૃતિ માટે સ્ત્રી સંગઠનો રચાયા, નારીવાદી રચનાઓ જેવી કે દેશી સેવિકા સંઘ, નારી સત્યાગ્રહ સમિતી, મહિલા રાષ્ટ્રીય સંઘ, લેડીઝ વિકેટીંગ બોર્ડ, સ્ત્રી સ્વરાજય સંઘ અને સ્વયં સેવિકા સંઘ કે જેમણે આઝાદીની ચળવળ દરમ્યાન વિદેશી કપડાઓનો બહિષ્કાર કરેલ, બિ્રટીશ સરકારના લાઠીચાર્જ અને સામુહિક ધરપકડ સામે અહિંસાની લડત કરેલ, કદાચ ભારતીય ઇતિહાસમાં રાષ્ટ્રીય ચળવળની સાથે મુક્તિવાદ, સ્ત્રી સ્વતંત્રતા અને સમાનતા અને બીજા ઘણા વિચારોને ઉદય હતો. આમ, રાષ્ટ્રીય ચળવણાં નારીની ભૂમિકાથી નારીના વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સંસ્થાકીય ભૂમિકાનો સમાજે સ્વીકાર કર્યો.
સ્વર્ણકુમારી દેવી કે જે રવિન્દ્રનાથ ટાગોરની બહેન જેણે ૧૮૮૨ માં લેડીઝ થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કરેલ કે જે પાછળથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સભ્ય બનેલ, પાછળથી થિયોસોફીકલ સોસાયટી એની બેસેન્ટ કે જે બિ્રટીશ મહિલા હતી, પરંતુ ભારતની આઝાદીની ચળવળમાં સાથીદાર હતી, તેની સાથે જોડાયા. સ્વર્ણકુમારીની પુત્રી સરલાદેવીએ તે સમયે ૧૯૦૩ માં સ્ત્રીઓને તલવાર અને લાઠી ચલાવવાની તાલીમની શરૂઆત કરેલ, તે પણ રાષ્ટ્રીય ચળવળમાં સક્રીય રહી હતી.
- ૧૯૬૧ માં ભોપાલના બેગમે ઓલ ઇન્ડિયા મુસ્લિમ વુમન કોન્ફરન્સની સ્થાપના કરી, જેનો મુખ્ય હેતુ સ્ત્રીઓને શિક્ષણ આપવાનો હતો.
- ૧૯૧૭ માં ્રી ર્ઉદ્બીહ’જ ૈંહઙ્ઘૈટ્ઠહ છજર્જષ્ઠૈટ્ઠર્ંૈહ ની સ્થાપના માર્ગારેટ કોઝીન્સ, ડોરોથી જીગરદાસા અને એની બેસન્ટે કરેલ.
- નેશનલ કાઉન્સીલ ઓફ વિમેન કે જે ઇન્ટરનેશનલ વુમન કાઉન્સીલની સભ્ય છે. તેથી સ્થાપના ૧૯૨૫ માં લેડી ટાટા અને લેડી એબર્ડીને કરેલ,
- ૧૯૨૭ માં માર્ગારેટ કોઝીન્સ દ્વારા ‘ઓલ ઇન્ડીયા વુમન કોન્ફરન્સ’ ની સ્થાપના થઈ. જે પાછળથી ૧૯૩૦ માં ‘વુમન ઇન્ડીયન એસોસીએશન’ સાથે જોડાયા.
આઝાદી બાદ ભારતમાં નારી ચળવળ ઃ
આઝાદી બાદ ભારતીય બંધારણમાં સ્ત્રીને પુરુષ સમાન શિક્ષણવાળી તમામ અધિકારો આપવામાં આવ્યા. ૧૯૬૦ સુધી ભારત અન્ય ર્આિથક સમસ્યાઓ બેકારી અને ગરીબી સામે ઝઝૂમી રહ્યું હતું. સ્ત્રીઓની સ્થિતિમાં ખાસ કંઈ સુધારો થયો ન હતો. કામ સામે ઓછું વેતન, અશિક્ષણ, દહેજપ્રથાના દૂષણોનો ભોગ સ્ત્રીઓ બનતી હતી. આ ઉપરાંત સ્ત્રીઓનું જાતીય શોષણ, ઘરેલું હિંસાઓનો પણ ભોગ બનતી હતી. ર્આિથક સમસ્યાઓનો સામનો કરવા માટે જુદી-જુદી પંચવર્ષીય યોજનાઓ દ્વારા બેકારી, ગરીબી, નિરક્ષરતા વગેરે દૂર કરવાના પ્રયત્નો થયા, પરંતુ સ્ત્રીઓ માટે કોઈ વિશેષ કાર્ય થયેલ નહીં. સ્ત્રીઓના હક્કો આપવા માટે સ્ત્રી ચળવળની શરૂઆત ૧૯૭૦ માં ભીલની જમીન વિહોણી મહિલાઓના જાતીય શોષણ વિરૂધ્ધ થઈ અને શ્રમિક સંગઠનની રચના કરી અને ઝૂપડે ઝૂપડે ફરી વળીને શ્રમિકોને આ શ્રમ સંગઠનમાં સામેલ કર્યા. જેનો હેતુ શ્રમિક મહિલાઓને ઘરેલું હિંસાથી પતિના અત્યાચારથી તેમજ દારૂના વ્યસનમાંથી મુક્ત કરવાનું હતું.
ઇલા ભટ્ટ દ્વારા અમદાવાદમાં ૧૯૭૨ માં જીઈઉછ (જીીઙ્મક ઈદ્બૅર્ઙ્મઅીઙ્ઘ ર્ઉદ્બીહ’જ છજર્જષ્ઠૈટ્ઠર્ંૈહ) ની શરૂઆત થઈ. જેણે સ્ત્રીઓની ચળવળમાં અગત્યની ભૂમિકા છે. જીઈઉછ નો હેતુ જુદા-જુદા ક્ષેત્રે સંકળાયેલ મહિલાઓને સંગઠીત કરી, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી શોષણની, કામની સ્થિતિમાં સુધારો કરવો ઉપરાંત કામ સામે ઓછું વેતનની પ્રથાને વિરોધ કરવો. આમ સ્ત્રીઓને લગતી સમસ્યા સામેની લડત હતી.
- ૧૯૭૪ માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા નવનિર્માણ ચળવળ થઈ, જેનો હેતુ હક્ક અને લોકનીતિ માટેનો હતો. આ લડત સ્ત્રીઓની થતી ઘરેલું હિંસા, સ્ત્રી અન્યાય વિરૂધ્ધ પણ હતી.
- ્રી ઁર્િખ્તટ્ઠિદ્બદ્બીર્ ંખ્તિટ્ઠહૈડટ્ઠર્ંૈહર્ ક ર્ઉદ્બીહ (ર્ઁંઉ) કે જે હૈદ્રાબાદમાં હતી જે સમાનતાના હેતુ માટે સ્થાપિત થયેલ. જેમાં સ્ત્રીને ર્આિથક રીતે સ્વતંત્ર કરવાનો હેતુ પણ હતો.
- ર્હ્લેિદ્બ છખ્તટ્ઠૈહજંર્ ંર્ૅૅજીજર્જૈહર્ ક ર્ઉદ્બીહ ની રચના થઈ જેનો હેતુ સ્ત્રીઓને બળાત્કાર અને દહેજ જેવા દૂષણો સામે રક્ષિત કરવાનો હતો.
- ૧૯૫૩ માં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ, જેનો હેતુ સ્ત્રીઓના વિકાસ હતો.
- ૧૯૫૨ માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના
- ૨૦૦૦ માં પહેલીવાર જેન્ડર રીસ્પોન્ડીંગ બજેટનો અમલ કરવામાં આવેલ, જેમાં કુલ યોજનાના ૩૩ ટકા ફક્ત મહિલા અને બાળકોના વિકાસ માટે ખર્ચવામાં આવશે.
- ૨૦૦૧ માં રાષ્ટ્રીય માહિલા સશક્તિનીતિનું નિર્માણ કર્યું.
- ૨૦૦૫ માં હિન્દુ ઉત્તરાધિકાર બિલ પસાર કરવામાં આવ્યું.
- આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો જેવા કે સ્વાવલંબન, સ્વશક્તિ, સ્વયંસિફા મહિલા કાર્યક્રમ, આશા ર્સ્વિણમ યોજના, બાલિકા સમૃધ્ધિ યોજના, સંતુલિત બાળ વિકાસ યોજના, જનની સુરક્ષા યોજના, કિશોરી શક્તિ યોજના, રાષ્ટ્રીય પોષાહાર આહાર મિશન, જીવન ભારતી મહિલા યોજના, વંદે માતરમ્ યોજના વગેરે કાર્યક્રમો દ્વારા મહિલા વિકાસ, સુરક્ષા અને ઉત્થાનના પ્રયત્નો થયેલા છે.
સારાંશ ઃ
બિ્રટીશ શાસન દરમ્યાન બિ્રટીશ સરકાર દ્વારા મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના પ્રયત્નો થયા નવા સ્વતંત્ર ભારતમાં મહિલાઓના સશક્તિકરણના વિચાર અને નારીના વિકાસ માટે સજાગ હતા. જેથી બંધારણમાં સ્ત્રીને સમાન અધિકારો આપવામાં આવેલ છે. સ્ત્રી સુરક્ષાના કાયદાઓ ઘડવામાં આવેલ છે. ૪૨ માં સંવિધાનમાં સ્ત્રીના સન્માન વિરૂધ્ધની બધી પ્રથાઓનો ત્યાગ ઉપર જોર આપવામાં આવેલ છે. સરકારે મહિલાઓને વૈજ્ઞાનિક દરજજો આપવા માટે
- હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ ૧૯૬૧
- દહેજ નિરોધક અધિનિયમ ૧૯૬૧
- બાળ વિવાહ અટકાયત અધિનિયમ ૧૯૮૭
- અનૈતિક વ્યવહાર અધિનિયમ ૧૯૫૯
- સ્ત્રી અશિષ્ટ નિરૂપણ નિષેધ અધિનિયમ ૧૯૮૬
- સતીપ્રથા અધિનિયમ ૧૯૮૭
- ૧૯૯૨ ના ૭૩માં સંવિધાનમાં ગ્રામ પંચાયતોમાં ૩૩ ટકા મહિલાઓ માટે આરક્ષણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા.
આમ, છતાં ભારતમાં મહિલાઓની સ્થિતિ ખાસ કરીને ગ્રામિણ મહિલાઓની સ્થિતિમાં પરિવર્તન આવેલ નથી. ભારતમાં આવેલ આ નારીવાદના ખ્યાલનો સ્વીકાર કરી શક્યા નથી. એવી દલીલ કરવામાં આવે છે કે નારીવાદ એ પશ્ચિમ ખ્યાલ છે. આઝાદીની લડતમાં સત્યાગ્રહની ઘટના નારીવાદ માટે સીમાચિન્હ ઘટના છે. ત્યારબાદ સ્ત્રી-પુરુષ સમાનતાના સંદર્ભમાં વિચારવાની પ્રથા શરૂઆત થઈ. હિન્દુ રીવાજોના નામે ચાલતી સતીપ્રથા, બાળ વિવાહ, બાળકીને દૂધ-પીતી કરવાના રીવાજો નાબૂદ થયા. આજે સ્ત્રી ર્આિથક રીતે પણ સ્વતંત્ર થયેલ છે પરંતુ તેની સામે એવો વિરોધ કરવામાં આવે છે કે નારી સ્વતંત્ર પણે વિચારતી થઈ નોકરી કરતી થઈ પરિણામે કુટુંબપ્રથા તૂટવા માંડી, પતિ-પત્નિ વચ્ચે મતભેદો ઉભા થતા છૂટા છેડાનું પ્રમાણ વધ્યું છે. સ્ત્રીઓના જાતીય શોષણ, બળાત્કાર, છેડતીના કિસ્સા વધુ બનતા થયા છે. આપણે હજુ આ ખ્યાલને જલ્દીથી સ્વીકારી શક્યા નથી. હજુ પણ સ્ત્રીને ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણી તેને માતા, શક્તિ, દેવી સ્વરૂપે સ્વીકાર કરાયો છે. હજુ ભારતમાં આ સંસ્કૃતિની ધરોહર ગણી તેને માતા, શક્તિ દેવી સ્વરૂપે સ્વીકાર કરાયો છે. હજુ ભારતમાં આ રૂઢીગત વિચારસરણીમાં હજુ પરિવર્તન આવતા સમય લાગશે. આજે શિક્ષણે અને સ્વતંત્રતાએ સ્ત્રીને આત્મનિર્ભરતા સાથે નવી દિશાઓ, નવી પાંખો આપેલ છે. આ બંને તત્ત્વોએ સ્ત્રીને ઉત્કૃષ્ટ અર્થ સાર્થક બનાવી ર્આિથત રીતે પણ સ્વાલંબન કરી છે. આ બંને તત્ત્વોએ મહિલામાં ફક્ત સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જ ઉભો નથી કર્યો પરંતુ દરેક દૃષ્ટિએ, દરેક ક્ષેત્રએ સશક્ત અને અધિકાર સંપન્ન બનાવી છે. સમાજે પણ સ્ત્રીના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરેલ છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીએ પોતાની તાકાતનો પરચો બતાવી દિધેલ છે પછી તે ર્આિથક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર હોય કે સામાજીક ક્ષેત્ર.
આજે ભારતમાં મહિલા સંસંદ વિધાનસભા, વિશ્વવિદ્યાલય, રંગમંચ, સાહિત્ય, કૃષિ સંશોધન, વિજ્ઞાન, કલા, ઉડ્ડયન ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્રે ક્રિયાશીલ છે. તેણી મેનેજમેન્ટ, ડોક્ટરી, ઇન્જીનિયરી, શિક્ષણ, પોલિસ, વકિલાત, પત્રકાર, રેલ્વે અધિકારી, આઈ.ટી., સરકારી અધિકારી દરેક ક્ષેત્રે ફરજ બજાવી રહેલ છે. ભારતનું સર્વોચ્ચ નાગરીત્વ રાષ્ટ્રપતીથી ઘરની ગૃહિણી સુધીની તમામ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહી છે. ઇન્દીરા ગાંધી, પ્રતીભા પાટીલ, મમતા બેનર્જી, સુષ્મા સ્વરાજ, સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડીત, કલ્પના ચાવલા, કિરણ બેદી, ચંદ્ર કોચર, સુધા ર્મૂિત વગેરે મહિલાો અદમ્ય ક્ષમતા અને માનસિક પરીપક્વતાની જીવતી જાગતી મિશાલ છે.
"પર્વતોની ચીરતી પથ્થરોની પીગડાતી
દમનને ઓલાવતી, એ નારી
કરીલે આ દુનિયા પર ફતેહ"
પ્રા. બંસરી કે. જેઠવા
ગુજરાત આટ્ર્સ-કોમર્સ
કોલેજ (સાંજની) અમદાવાદ.
000000000
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |