સુણો અમારી વાત
સુણો અમારી વાત, તમે સૌ સુણો અમારી વાત,
જેવા હતા કાલ તમે સૌ, એવા અમે સૌ આજ.
સુણો અમારી વાત...
નાના-મોટા બાળ મળીને કરીએ કૂદમ-કૂદી,
પકડમ-પકડી સંતાકૂકડી જેવી રમત રમીએ.
સુણો અમારી વાત...
હરવા-ફરવા જઈએ અમે ને ગોળી-ચોકલેટ લઈએ,
ના મળે તો મમ્મી જોડે ઝઘડમ-ઝઘડી કરીએ.
સુણો અમારી વાત...
હરતા-ફરતા પપ્પાને સૌ દુકાને લઇ જઈએ,
ગમતી વસ્તુ લઇને અમે ખીસ્સા ખાલી કરીએ.
સુણો અમારી વાત...
બાગ-બગીચે જઈએ અમે ને ઝૂલા સંગે ઝૂલે,
ભેળ-પૂરી ખાઇને અમે ધમા-ચકડી કરીએ.
સુણો અમારી વાત....
રંગ-બેરંગી ફૂલો જોઈને આનંદિત સૌ થઈએ,
કલબલ કરતાં પંખી કંઠે મધુર ગીતો સુણીએ,
સુણો અમારી વાત...
રાત પડે ને દાદીમાં તો વાત પરીની કહે,
સુણી વાર્તા શમણામાં સૌ પરી શોધવા જઈએ,
સુણો અમારી વાત....
પ્રવીણ રાઠોડ, અમદાવાદ
000000000
![]() |
Powered by : Prof. Hasmukh Patel, osditche@gmail.com |
![]() |