સજણને...

હો કોઈ સજણને કહાવો
સજણ હવે હળવે હળવે ના આવો
સજણ હવે હળવે હળવે ના આવો...

સાઁવરિયો મારો સુગંધનો દરિઓ,
સોહે ના અબ મોહે દુજો સરૈયો,
સોડાતા નયણાના સમણા વણઝારા,
હરણાં શા બાવરા ઘેલા એક તારા...

અંગ પ્રીત પાનેતર ઓઢાડો
સજણ હવે હળવે હળવે ના આવો...

અંતરના ઓરડે લજવાતા અજવાળા,
આભના કમાડને દીધાં છે તાળા
લાખેણી લાગણીની કૂંચી લઈ આવો,
ઉર જુગ અંધારા ઉતરાવો...

સંગ સુખ-સરનામું લઈ આવો,

સજણ હવે હળવે હળવે ના આવો...

પન્ના ત્રિવેદી, વડોદરા.

000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index