ભારતનો પ્રાચીનતમ વારસો ભવ્ય છે. એ વાતની સહુ ભારતીયોને ખબર હશે ! પણ એ પ્રાચીન વારસો કેવો છે ? કયો છે ? તેની ભાગ્યેજ કોઈકને ખબર હશે . અથવા નહીવત લોકો જ એ ભવ્યતાને પામ્યા હશે આમ સ્થિતિ થી જ જે ને ભવ્યતમ વારસા નો ખ્યાલ સુધ્ધાપણ ન હોય તેને પોતાના અનુપમ વારસા તરફ ગૌરવ ની લાગણી થાય જ કેવી રીતે ?
શીલ્પ, સ્થાપત્ય, સંગીત, નુત્યકળા, ચિત્રકળા ઈત્યાદિ ના ભવ્ય વારસા સાથે સાથે ભારત પાસે અનેક શાસ્ત્ર ગ્રંથો છે. અને આ બધા શાસ્ત્રો સંસ્કૃત ભાષા માં છે. અને આવા શાસ્ત્ર ગ્રંથો ભણવા-ભણાવવા નું કાર્ય કાળક્રમે લુપ્ત થઈ રહયું છે. અને થોડા ઘણા અંશે એમાનુ પઠન-પાઠન થાય છે. તે કેવળ આર્ટ્સ ફેકલ્ટી વાળા વિદ્યાર્થી ઓ ને જ તેનો લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય ની ફેકલ્ટી ના એટલે કે કોમર્સ , સાયન્સ , ઈન્જીનીયરિંગ , મેડીકલ આવી બીજી આધુનિક ફેકલ્ટીનાં છાત્રોને કેવી રીતે લાભ આપી શકાય ? આ બાબતે વિચારશીલ અને સંસ્કૃત તથા સંસ્કૃતિને ટકાવી રાખવાની ખેવના વાળા નહીવત લોકો મેદાને પડયા છે કે જે ઓ પોતાની ભાવના ઓ ને વર્તમાન પત્રોમાં વાણી આપી રહયા છે.
વર્તમાન પત્રોને માધ્યમ બનાવી ભાષાઉપાશકો ભાષામાં સજીવારોપણ કરી રહયા છે. જેમા ગુજરાતી વર્તમાન પત્રો ગુજરાત , સંદેશ , દિવ્યાભાસ્કર અને સંપાદક પ્રફુલભાઈ પુરોહિત દ્વારા વડોદરા થી પ્રકાશીત થાતું સંસ્કૃત વર્તમાન પત્ર મુખ્યભાગ ભજવી રહયા છે. જેનું આપણે પૃથ્થકરણ કરી એતો વર્તમાન પત્રોની અસરો અને ભાષાના વિકાસ ના સંદર્ભ ને પામી શકી એ.
ગુજરાતી વર્તમાનપત્ર '' સંદેશ ''
તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલ દ્વારા પ્રકાશીત થતું સંદેશ વર્તમાન પત્ર જેમા સંસ્કૃતની ઉપાસના દ્રષ્ટીગોચર થાય છે. વર્તમાન પત્ર તથા પૂર્તિ ઓ દ્વારા સંસ્કૃત ભાષાને જીવંત રાખવા અવનવી તરકીબો તથા વિવિધ પાસાઓને સાંકળીલે છે. જેમા રાશીભવિષ્ય અને પંચાંગ લક્ષી માહિતી પ્રતિદિન પુરીપાડવામાં આવે છે. '' ભજન , સુંદરકાંડ , ઘાર્મિક , શ્રીમદ્ભાગવત '' જેવા ઘાર્મીક કાર્યક્રમો કયારે અને કયાં થવાનાં છે. તે દર્શાવવામાં આવે છે. જેના થી પ્રજાને ધર્માભિમુખ બનાવવાનો ભગીરથ પ્રયાસ થાય છે. આયુર્વેદને લગતુ '' ઔષધ '' (૧) વૈદ્ય મનુભાઈ ગોદાની દ્વારા ઔષધીઓનું જ્ઞાન પુરુ પાડવામાં આવે છે. જીવન વિથિકા જેવી કટારોમાં પં.મિહિરદેવ દ્વારા '' ગુરૂની જરૂરિયાત કેટલી ? '' (ર) જેવા વિષય પર સંસ્કૃત ની અને સંસ્કૃત ભાષાની ગુરુપરંપરા ની યાદ તાજી કરાવે છે. જેની અસર તળે ગુરૂભાવ હદયસ્થ થાય છે.
''પ્રથમં ભારતીનામ દ્વિતીયં ચ સરસ્વતી
તૃતીયં શારદાદેવી ચતુર્થં હંસવાહિની '' (૩)
આવા શ્ર્લોકો દ્વારા વિદ્યા અને બુધ્ધિ ની અધિષ્ઠાત્રી દેવી શારદાની ઉપાસના કરવાનું સુચિત કરવામાં આવે છે. જેનાથી નીતિશતકમ્ જેવા વિદ્યામહત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તેવા સાહિત્ય શાસ્ત્રના ગ્રંથોનું આડકતરી રીતે મહત્વ વધીજાય છે. જેનાથકી વિદ્યાર્થી અભ્યાસી બનીને વિકાસ સાધે છે. ''શ્રધ્ધા '' જેવા વિશેષાંક '' કવરસ્ટોરી '' (૪) મા ધાર્મીક ક્રિયાકર્મો નો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંસ્કૃત ભાષામાં રચિત યજુર્વેદ નું ધાર્મિક વિધિ વિધાન ના મહત્વ દર્શી મુદા ઓ પર ચર્ચાઓ કરવામાં આવે છે. જેનાથકી વૈદીક અને વૈજ્ઞાનીક દ્રષ્ટીકોણ નો જન્મ થાય છે.
મહાભારત માં દૂત ના લક્ષણો બતાવ્યા છે.
'' કૃલિવ કુલ સંપન્નો વાગ્ભી દક્ષપિયંવદ ,
યથોકતવાદી સ્મૃતિમાન્ દૂતસ્યાત સ્પ્તભિ ગુણો '' (પ)
કુલીન , કુળ સમ્પન્ન , વાણીથી દક્ષ , પ્રિયબોલવાવાળો , જે છે તે જ કહેવા વાળો , યાદશકિત આવા સાત ગુણો વાળો દૂત હોવો જોઈએ, સંસ્કૃત શાસ્ત્રોનું આવું ગુઢ જ્ઞાન પ્રતિભાબેન રાવલ દ્વારા શ્રધ્ધા પુર્તિમા '' ઉતમ સેવક હનુમાનજી જેવા હોય છે. (૬) લેખમાં દર્શાવવામાં આવ્યું છે જેના દ્વારા આપણી ભારતીય જાસુસી સંસ્થા '' રો '' ને કેવા દૂતનું ચયન કરવું તથા દૂતકાર્ય જેવી મહત્વની ભુમિકા પુરી પાડે છે.
આમ '' મંદિર માહત્મ '' '' વ્રતકથા '' '' તિથિ તર્પણ '' '' કથા પારાયણ '' દાન મહિમા જેવા વિષયો ને આવરી લેવામાં આવે છે. સંસ્કૃત વૈદિક સાહિત્યમાં શ્રધ્ધા, ઈશ્વર , મોક્ષ જેવા ગહન વિષયો પર ચર્ચા ઓ થઈ છે. તેમા '' ઈશ્વર પ્રેમની મદિરા '' (૭) જેવા વિષય લઈ મહમ્મદ માંકડ પણ સંસ્કૃત સાહિત્યમાં ડોકીયું કરવા દિશા નિર્દેશ કરે છે.
'' દુનિયા મા હવે કોઈ નવી દવાની જરૂર નથી , દુનિયા ને હવે એવા ર્ડાકટરોની જરૂર છે. જે ઓ પ્રાર્થના કઈરીતે કરવી એ જાણતા હોય આવા ર્ડાકટરો એ આપેલી દવા ચોકકસ પરિણામ દાયી પુરવાર થશે '' (૮) આવું વિધાન કરતા '' ઈન્સાઈટ '' જેવા લેખમાં વિનોદ ડી. ભટૃ સાહેબ આધ્યાત્મ જગત ના દર્શન કરાવી સંસ્કૃત મા પડેલી યમ, નીયમ, પ્રાણાયમ જેવી બાબતો ની અસરો સુચવી જાય છે.
સંદેશ વર્તમાન પત્ર દ્વારા પ્રકાશિત થતી પૂર્તિ '' નક્ષત્ર '' જે સંસ્કૃત માં છુપાએલા વેદના છ અંગ ની ચર્ચા કરનાર પૂર્તિ છે. જયોતિષ વિદ્યાનુ મહત્વ પ્રદર્શિત કરે છે અને તેની અસર રુપ '' ફેગશુઈ '' વાસ્તુ શાસ્ત્ર જેવા વિષય થી લોકો પૂર્ણરીતે માહિત ગાર થાય છે. સંદેશમાં શબ્દ સંગતમાં King સંસ્કૃતમાં શબ્દ સિંહ પરથી અંગ્રેજીમાં અવતરેલ છે. (૯) આવો નિષ્કાર્ષ પ્રતિપાદન કરનાર નારન બારૈયા જેવા લેખકો સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર ને વેગવાન બનાવે છે.
ગુજરાત વર્તમાનપત્ર
મેનેજિંગતંત્રી શ્રંયાંભાઈ શાંતિલાલ શાહ દ્વારા પ્રકાશીત થતુ ગુજરાત નું અગ્રગણ્ય વર્તમાનપત્ર ''ગુજરાત'' માં પણ આજનું ભવિષ્ય , જન્મ તારીખ વર્ષ સંકેત અને આજનું પંચાંગ દ્વારા જયોતિષ વિદ્યાનું મહત્વ પ્રતિપાદિત થાય છે. સુપ્રભાતમ માં સારસ્વતઅનુ.કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા રાશી ધર્મિનિ ધર્મિષ્ઠા: પાપે પાપા : સમેસમા: ! લોકો : તમ્ અનુવર્તન્તે , યથા રાજા તથા પ્રજા !! (૧૦)
રાજા ધાર્મિક હોય તો પ્રજા ધર્મિષ્ઠ હોય રાજા પાપી હોય તો પ્રજા પાપી થાય. રાજા સરખીચાલનો હોય તો પ્રજા તેના સરખી જ થાય , કારણ કે લોકો તેને અનુસરે છે જેવા રાજા તેવી પ્રજા.
આમ રાજધર્મ ને વર્ણીત ચાણકયનીતિ શાસ્ત્રનું અનુમોદન કરતા શ્ર્લોકોનું પ્રતિપાદન થાય છે. જેથી રાજધર્મ સુચારું પાલન અને વિકાસ માં અસર જન્મે છે.
'' કુંતીએ કહયું કે જંગલના હિંસક પ્રાણીકરતા નગરનો હિંસક માનવી વધુ ભયજનક છે '' (૧૧) આવા વાકયો સમાજ ને સુ સંસ્કૃત અને સંગઠિત કરવા કુમારપાળ દેસાઈ દ્વારા ''આકાશની ઓળખ '' ધર્મલોકની પૂર્તિમાં આપી મહાભારત ગ્રંથનું ઉંડાણ નું જ્ઞાન સહજ રીતે સમાજ ને પીરસવાનું ઉતમ કાર્ય થાય છે.
'' ત્યાગાત્ શાન્તીરનન્તરમ્ '' (૧ર) જેવા શ્ર્લોકો ની અસર તળે ત્યાગની ભાવના જાગૃત કરનાર ર્ડા. મહેશ એમ. ત્રિવેદી સમાજને ત્યાગ અને દાન ની ઉદાર ભાવના અસરકારક રીતે જન્માવી શકે છે.
મનુસ્મૃતિમાં ચતુવર્ણ ધર્મ અને સમાજ વ્યવસ્થા ને સમજી ને સારીરીતે '' નવું વાંચન નવા વિચાર ''કટાર મા ધવલ મહેતા જેવા સામાજીક કાર્યકર્તા ''સંસ્કૃત સમાજનું જતન કરી રહયા છે.''(૧૩)
સંસ્કૃત ઉપાસક ગુણવંત છો. શાહ દ્વારા '' નેટવર્ક '' લેખમાં અવાર નવાર સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવવામાં આવે છે. જેમા ''દરેક ભાષાનું જે અનિવાર્ય અંગ છે. એના વિષેની સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચર્ચા જો કોઈ ભાષામાં થઈ હોય તો એક માત્ર ને માત્ર સંસ્કૃત ભાષા માં જ છે. '' (૧૪) જે લેખ ની અસર થકી ભાષામાં પ્રચાર પ્રસાર વધારી ને ભાષાનું મહત્વ સમજાવે છે. આવા વિધાન દ્વારા સંસ્કૃત ભાષામાં રચિત ચાર વેદ ના છ અંગ માનું એક અંગ શિક્ષાશાસ્ત્ર નું ભાષાનો નાના મા નાનો એકમ એટલે વર્ણ અને વર્ણ માલાનું જ્ઞાન પુરુ પાડનાર સાબિત થાય છે.
'' સંસ્કૃત ભાષાને આપણે ભલે હાંસીયા માં મુકી હોય પણ કર્ણાટક ના એક ગામની જેમ મધ્યપ્રદેશમાં ઈન્દોર-ભોપાલ વચ્ચે આવેલ ઝેરી ગામ આખું સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરે છે '' (૧પ) આવું વિધાન ગુણવંત છો. શાહે નેટવર્ક લેખ માં કરેલ છે.
દિવ્યભાસ્કર
દિવ્યભાસ્કર માં પણ સંસ્કૃત ભાષાની અસરથી બાકાત નથી રહયું તેમા રાશીભવિષ્ય , આજનું પંચાંગ , અને પં. વિજય શંકર દ્વારા શ્રીમદ્ભાગવત ની આરાધના દરરોજ દ્રષ્ટીગોચર થાય છે.
'' કોઈ મૃત્યુપામેલી વ્યકિતનું અઘુરુ કાર્ય કે જે ક્ષેત્રમાં હોય તેને આગળ વધારવાનું કામ એ ખરા અર્થ માં તર્પણ છે. '' (૧૬)
આવુ શ્રાધ્ધ અને તર્પણ જે હિન્દુ સંસ્કૃતિની પરંપરા સંસ્કૃત શાસ્ત્રોમાં બતાવેલ છે. તે સમાજ સમક્ષ મુકીને આર્યસમાજને શ્રધ્ધાવાન બનાવવાનું ભગીરથ કાર્ય '' જ્વલંત છાયા '' જેવા કટાર લેખકોએ કયું છે તે ખૂબજ પ્રસંશનીય છે.
સંસ્કૃત વર્તમાન પત્રમ્
સુ સંસ્કૃતજ્ઞ સંપાદક પ્રફુલભાઈ પુરોહીત દ્વારા સંસ્કૃત વર્તમાનપત્ર સંપુર્ણ સંસ્કૃત ભાષામાં પ્રકાશીત થાય છે. જેની અસર સંપૂર્ણ સંસ્કૃતાનુરાગી ગણ ઉપર પડે છે. અને તેના માધ્યમ દ્વારા સંસ્કૃત ની જ્ઞાનગંગોત્રી નો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. ભાષાના શીખવાના ચાર કૌશલ્ય શ્રવણ , વાંચન , લેખન અને કથન આમ ક્રમશ : કૌશલ્ય સંસ્કૃત વર્તમાન પત્ર નાં વાંચન થકી ભાષા સિધ્ધી સુધી નો વિકાસ થાય છે. સંસ્કૃત વર્તમાન પત્રમાં ચાર આશ્રમ વ્યવસ્થાનું સુચારુ નિરુપણ કરતા શ્ર્લોકો પ્રતિપાદન કરીને
નમોસ્તુતે વ્યાસ વિશાલ બુધ્ધે , વિશાલ ફુલ્લાયત પત્ર નેત્ર !
યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ : , પ્રજ્વાલિતો જ્ઞાનમય : પ્રદીપ : !! (૧૭) ભાગવત
વ્યાસ સ્તુતિ અનન્તર ચાર આશ્રમની આશ્રમવ્યવસ્થા જે મનુસ્મૃતિ જેવા ગ્રંથો મા વર્ણીત છે તે પ્રતિપાદન કરીને સમાજ ધર્માનુરાગી બનાવવા નો પ્રયાસ કર્યો છે. સંસ્કૃત વર્તમાન પત્રમાં જાહેરાત પણ સંસ્કૃત માં જ આપવામાં આવે છે. જેના થકી સમાજમાં થોડું પણ સંસ્કૃતનું જ્ઞાન ધરાવનાર વર્ગ આ વિજ્ઞાપનો દ્વારા સંસ્કૃત તરફ વળે છે અને સંસ્કૃતાનુરાગી બને છે.
આમ વિકાસની દ્રષ્ટીએ જન સંખ્યામાં જોઈએતો સંસ્કૃત ભાષા સમજવા અને બોલવા વાળા વ્યકિતઓ વર્ષ ર૦૦૧ ની સંસ્કૃતાનુરાગી જન સંખ્યા નું વિશ્ર્લેષણ કરવા વાળા સંસ્કૃત ભારતી ના વરીષ્ઠ કાર્ય કર્તા ચમુકૃષ્ણ શાસ્ત્રીજી ના લેખમાં રાજય પ્રમાણે ની જનગણના નીચેના કોષ્ટક મુજબ છે.
(( કોષ્ટક ))
રાજયો પ્રમાણે સંસ્કૃતજ્ઞોની સંખ્યા (૧૮)
ક્રમ |
રાજયો |
કુલ |
પુરૂષ |
મહિલા |
૦૧ |
જમ્મુ-કશ્મીર |
૧૯ |
૧૭ |
૦૨ |
૦૨ |
હિમાચલપ્રદેશ |
૨૩૬ |
૧૮૦ |
૫૬ |
૦૩ |
પંજાબ |
૧૦૮ |
૬૫ |
૪૩ |
૦૪ |
ચંડીગઢ |
૨૨ |
૨૧ |
૦૧ |
૦૫ |
ઉતરાંચલ |
૪૨૦ |
૨૫૫ |
૧૬૫ |
૦૬ |
હરિયાણા |
૨૦૪ |
૧૪૮ |
૫૬ |
૦૭ |
દીલ્હી |
૨૮૮ |
૧૯૩ |
૯૫ |
૦૮ |
રાજસ્થાન |
૯૮૯ |
૫૮૭ |
૪૦૨ |
૦૯ |
ઉતરપ્રદેશ |
૭૦૪૮ |
૩૮૫૬ |
૩૧૯૨ |
૧૦ |
બિહાર |
૭૫૪ |
૪૧૩ |
૩૪૧ |
૧૧ |
સિકિકમ |
૦૩ |
૦૩ |
૦૦ |
૧૨ |
અરૂણાચલપ્રદેશ |
૦૧ |
૦૧ |
૦૦ |
૧૩ |
નાગાલેન્ડ |
૦૫ |
૦૫ |
૦૦ |
૧૪ |
મણીપુર |
૦૦ |
૦૦ |
૦૦ |
૧૫ |
મિજોરમ |
૦૬ |
૦૬ |
૦૦ |
૧૬ |
ત્રિપુરા |
૦૦ |
૦૦ |
૦૦ |
૧૭ |
મેઘાલય |
૦૧ |
૦૧ |
૦૦ |
૧૮ |
આસામ |
૫૧ |
૨૯ |
૨૨ |
૧૯ |
પશ્ર્ચીમબંગાળ |
૧૩૮ |
૮૧ |
૫૭ |
૨૦ |
ઝારખંડ |
૨૧૦ |
૧૧૮ |
૯૨ |
૨૧ |
ઓરિસ્સા |
૧૨૮ |
૭૯ |
૪૯ |
૨૨ |
છતીસગઢ |
૧૨૮ |
૬૮ |
૬૦ |
૨૩ |
મધ્યપ્રદેશ |
૩૮૧ |
૨૧૯ |
૧૬૨ |
૨૪ |
ગુજરાત |
૧૪૦ |
૮૫ |
૫૫ |
૨૫ |
દમન-દિવ |
૧૦ |
૧૦ |
૦૦ |
૨૬ |
દાદરા- નગર હવેલી |
૦૦ |
૦૦ |
૦૦ |
૨૭ |
મહારાષ્ટ્ર |
૪૦૮ |
૨૪૧ |
૧૬૭ |
૨૮ |
આંધ્રપ્રદેશ |
૧૩૪૦ |
૮૮૪ |
૪૫૬ |
૨૯ |
કર્ણાટક |
૮૩૦ |
૪૭૬ |
૩૫૪ |
૩૦ |
ગોવા |
૪૬ |
૨૪ |
૨૨ |
૩૧ |
લક્ષદ્વીપ |
૦૦ |
૦૦ |
૦૦ |
૩૨ |
કેરલ |
૧૬૬ |
૯૦ |
૭૬ |
૩૩ |
તમિલનાડુ |
૫૦ |
૩૧ |
૧૯ |
૩૪ |
પોડીંચેરી |
૦૦ |
૦૦ |
૦૦ |
૩૫ |
અંદમાન નિકોબાર |
૦૦ |
૦૦ |
૦૦ |
કુલ |
૧૪૧૩પ |
૮૧૮૯ |
પ૯૪૬ |
'' મૌન ની પણ એક ભાષા હોય છે. '' ઉકિત ને સાર્થક કરવામાં વર્તમાનપત્રો મહત્વની ભુમિકા ભજવે છે. જેની અસર દ્વારા સમાજ સંસ્કૃતાભિમુખ થાય છે. અને પોતાની સંસ્કૃતિમા શ્રધ્ધાવાન બને છે. ક્રમશ: ભાષા ને આત્મસાત કરવા અને કરાવવા માટે વર્તમાન પત્રો મહત્વની ભુમિકા ભજવે છે. વર્તમાન સમયે વિકાસ ના સંદર્ભે જોતા '' શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ '' ગુજરાતનું ગૌરવ વધારી રહી છે. સમસ્ત રાષ્ટ્ર ને સુ સંસ્કૃત બનાવવા માટે મિડીયા ની ભુમિકા પ્રસંશનીય છે.
સંદર્ભગ્રંથ
(૧) '' ઓષધ '' સંદેશ તા. પ/૧ર/ર૦૧૧
(ર) '' જીવન વીથીકા '' સંદેશ તા. ૧૯/૧/ર૦૧ર પાન નં. ૬
(૩) '' શ્રધ્ધા પુર્તિ '' સંદેશ તા. ૧૯/૧/ર૦૧ર પાન નં. ર
(૪) '' શ્રધ્ધા પુર્તિ '' સંદેશ કવરસ્ટોરી તા. ર૪/૧૧/ર૦૧૧ પાન નં. ર
(પ) '' મહાભારત શાંતિપર્વ અ. ૧૮પ શ્ર્લોક ૭૮
(૬) '' શ્રધ્ધા પુતિઁ '' સંદેશ તા. ર૪/૧૧/ર૦૧૧ પાન નં. ૩
(૭) '' સંસ્કાર પુર્તિ '' સંદેશ તા. ૧૩/૧૧/ર૦૧૧ પાન નં.૧
(૮) '' સંસ્કાર પુર્તિ '' સંદેશ તા. ૮/૧/ર૦૧ર પાન નં.પ
(૯) '' શબ્દસંગત '' રવિ પુર્તિ તા. ૪/૭/ર૦૧૦
(૧૦) ''સુપ્રભાતમ '' ગુજરાત તા.ર૪/૧ર/ર૦૧૧ પાન નં. ૪
(૧૧) ''ધર્મલોક'' ગુજરાત તા.રર/૧ર/ર૦૧૧ પાન નં. ૭
(૧ર) ''ધર્મલોક'' ગુજરાત તા.રર/૧ર/ર૦૧૧ પાન નં. ૭
(૧૩) '' શતદલ '' ગુજરાત તા. ૧૮/૧/ર૦૧ર
(૧૪) '' નેટવર્ક '' ગુજરાત તા. ર૮/૬/ર૦૦૮ પાન નં. ૧ર
(૧પ) '' નેટવર્ક '' ગુજરાત તા. ર૩/ર/ર૦૦૯ પાન નં. ૧૦
(૧૬) '' કળશ પુર્તિ '' દિવ્યભાસ્કર તા.ર૧/૯/ર૦૧૧ પાન નં. ર
(૧૭) '' સંન્યાસિનુ ચતૃર્માસવ્રત '' સંસ્કૃત વર્તમાનપત્ર તા.૧ર/૯/ર૦૧૧ પાન નં.ર
(૧૮) '' સંમ્ભાષણ સંદેશ મહા/ફાગણ આવૃતિ માર્ચ ર૦૦૮ પાન નં. ૬
પ્રા. જોષી દેવેન્દ્રકુમાર નવનીતલાલ
શ્રી ઝીંઝુવાડા કેળવણીમંડળ સંચાલિત આર્ટ્સ કોલેજ
ઝીંઝુવાડા તા. પાટડી જિ. સુરેન્દ્રનગર
પીન . ૩૮ર૭પપ