વાચક મિત્રો,
સાહિત્યને કેન્દ્રમાં રાખીને સાહિત્યસેતુમાં એક નવો વિભાગ શરુ કરીએ છીએ. દર વખતે 50 જેટલા સાહિત્યકેન્દ્રિ પ્રશ્નો અપલોડ કરવામાં આવશે. તમે ઇચ્છો ત્યારે નીચે આપેલ લિન્ક પર જઈને ટેસ્ટ આપી શકો છો. તમારા સાહિત્ય વિશેના જ્ઞાનને ચકાસવા સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ પ્રકારની ટેસ્ટ ઉપયોગી થાય તેમ હોવાથી વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તેમ ઇચ્છીએ છીએ.
આ સહિયારું કામ હોવાથી આપ પણ નવા નવા પ્રશ્નો અને એના સાચા જવાબની ચાવી શ્રૃતિ ફોન્ટમાં ટાઈપ કરીને સાહિત્યસેતુને મોકલી શકો છો.
ટેસ્ટ આપવાની રીત સાવ સરળ છે. આપનું નામ અને મેઈલ આઇ.ડી. અમારા માટે જરૂરી છે. એ ગોપિત રાખવામાં આવશે. તમે પ્રશ્નનો જવાબ આપશો એટલે તરત જ તમને એનું પરિણામ પણ જાણવા મળી જશે. ટેસ્ટના અંતે સાચા જવાબો જાણીને તમે ઇચ્છો તો તમારી ટેસ્ટ પ્રિન્ટરૂપે પણ મેળવી શકશો.
આશા છે અમારો આ પ્રયાસ કોઈ રીતે ઉપયોગી નીવડશે.
ટેસ્ટ વિભાગમાં પ્રવેશવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.