આંખો ચૂવે તો એ જ અંદર નીકળે વરસો પછીયે કોઇ ભીતર નીકળે કદથી કદી તેની ઉપેક્ષા કર નહીં, ક્યારેક તો બિંદુ સમંદર નીકળે ! તારા હસ્ત હો એ છતાં સાચવ જરા કોણે ખબર એ હાથ ખંજર નીકળે ! જેની કનેથી નાવ આ પાછી વળે , એ શક્ય છે કે એ જ બંદર નીકળે રૂપ સરખા હોય તેથી શું વળી ? સરખા જ શબ્દોમાંય અંતર નીકળે !!