ઝંખના (સૉનેટ)
ગયા વર્ષો મારા, મુજ વતનથીએ અલગ જે,
ગણ્યા તેને મેં તો, દસ ઉપર બે-ચાર તદ્યપિ.
રહ્યાં માર્ગો એવા, ઉપર રજ સંપૂર્ણ ધરતાં,
વર્ષાકાલે આજે, જલસભર તે દૃષ્ટિ પડતાં.
પ્રભાકાલે પ્રાણી, ઉદર ભરવા સીમ ચરતાં,
નિશા પે’લા, તેઓ જલદ પગલે ઘેર ફરતાં.
દ્રૃમો કેરી શાખા ઉપર ખગ કિલ્લોલ કરતાં,
દ્રૃમો ને પ્રાણી તો મુજ નયન આજેય ચડતાં
રહ્યાં છે જેઓ તે સજન સર્વે લોક મળતાં,
અને મિત્રો મારાં મમત હ્ય્દયે ગેલ કરતાં.
અહીં છે મારાં સૌ અનુજ-અનુજા નેહ-નિધિશા,
પિતા-માતા કેરાં અમીઝરણ તો નિત્ય વહતાં.
અરે.. પે’લા છે ક્યાં ? પ્રણય અમી કૂંભો છલકતાં?
રહ્યો છું હું શોધી, તૃષિત નયનો જે તળપતાં.
પ્રવીણ બી. રાઠોડ, અમદાવાદ