શોધ.. (સૉનેટ)
ધીમે ધીમે જગતભરમાં શોધવા હું ફર્યો છું,
કોણે કોણે વનઉપવને કંટકોમાં ભમ્યો છું.
પ્હાડો ને આ જલધિજલના રાખ ખૂંદી વળ્યો છું.
તોફાની જ્યાં ઘન વરસતાં, ત્યાંય હું તો ગયો છું.
ચોપાસે જે પરિમલ વહે, વાત એની કહું છું.
ને આભેથી જે કિરણ પ્રગટે તેમને હું પૂછું છું.
સંદેશા તો અવનિ ગગને મોકલી હું ચૂક્યો છું.
તોયે એની ખબર પણ કો મેળવી ના શક્યો હું.
ગ્રીવા ધોળી, નયન નમણાં કેશ કાળા સુહાવે,
લાંબી લાંબી લટ લટકતી, નાગ શી તો ફણી એ.
એ તો છે રે કમલવદની કસરી શી કટિને,
કાયા જાણે સુમન સમને સ્વર્ગની તો પરી એ.
રે રે હું તો ખર મુરખ છું, શોધવાને ફરું છું.
એ તો છે આ મુજ હ્ય્દયમાં તોય જ્યાં ત્યાં ભમું છું.
પ્રવીણ બી. રાઠોડ, અમદાવાદ