રણ ની વ્યથા
એકાદ વરસાદી ઝાપટું પડી ગયું તો શું ?
રણે લીલાછમ હોવા ના સપના જોવાના?
હવે વાદળો કોઈ હર્યાભર્યા પ્રદેશ તરફ આગળ વધી ગયા છે ને
હવાની દિશા પણ બદલાઈ ગયી છે.
એકાદ કાફલો પસાર થઇ ગયો તો શું?
રણે દોસ્તી કરવા માટે ના સપના જોવાના?
મુસાફરોએ રણ ના માર્ગ નો ઉપયોગ કરી લીધો છે ને
તેમને મંઝીલ પણ મળી ગઈ છે.
એકાદ આંધી ઉઠી ગઈ તો શું?
રણે આકાશને ચુમવાના સપના જોવાના?
હવા કોઈ લીલાછમ પર્વત સાથે ટકરાઈ ને
શાંત થઇ ગઈ છે ને ધૂળ પણ હવે નીચે બેસી ગઈ છે.
દિનેશ જગાણી “અલિપ્ત”