દલિત ચેતના: પરિભાષા અને સ્વરૂપ
દલિત શબ્દનો અર્વાચીન અર્થ
‘દલિત’ શબ્દનો અર્થ અર્વાચીન સંદર્ભમાં સમજીએ તો, પ્રાચીન સમય અને સાહિત્યમાં સામાજિક, આર્થિક રીતે અન્ય વર્ગો કરતા પછાત એવા જૂથ-સમૂહ માટે જે ‘શૂદ્ર’ શબ્દ પ્રયોજાતો હતો. તે શબ્દ અર્વાચીન સમયમાં બદલાઈ ગયો છે. તત્કાલીન સમયનો ‘શૂદ્ર’ શબ્દ હવે ‘દલિત’ અથવા ‘પછાત’ એવા શબ્દ રૂપે પ્રયોજાય છે. હવે, દલિત સમુદાયની ઓળખની દષ્ટિએ તેમાં શું પરિવર્તન આવ્યું છે. એ સંદર્ભે વિચારતા જણાય છે કે, પ્રાચીન સમયમાં સામાજિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે અર્થાત્ બૌદ્ધિક રીતે પછાત તથા અમુક અંશે સામાજિક રીતે બહિષ્કૃત અને સન્માનનીય દરજજો ન મેળવનાર સમુદાય, કે જેને સમાજના અન્ય વર્ગો કરતા નિમ્ન અથવા ઊતરતી કક્ષાનો ગણવામાં આવતો હતો. તે સમુદાયને અર્વાચીન સમયમાં ‘શોષિત’ અથવા ‘કચડાયેલો વર્ગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછાત શબ્દનો અર્થ ‘વિકાસનો અભાવ’ એવા એક અર્થમાં પણ લઈ શકાય.
દલિત સમુદાયની ચેતના સામાજિક વ્યવસ્થાને પરિણામે કુણ્ઠિત થઈ ગઈ હતી. અમુક ચોક્કસ સંજોગોને કારણે અથવા તો તેમના વિકાસને યોગ્ય દિશા ન મળવાને કારણે તેમનો ચૈતસિક વિકાસ થઈ શક્યો નહીં. આ સંદર્ભે એક બાબતની સ્પષ્ટતા કરવી જરૂરી બની રહે છે કે, સમગ્ર પ્રાચીન કે અર્વાચીન સાહિત્યમાં ક્યાંય કોઈ જગ્યાએ દલિત શબ્દનો અર્થ ‘ન્યૂનતમ’ અથવા ‘ઊતરતા દરજજાનો’ એવાં ઉલ્લેખો મળતા નથી.
દલિત સમુદાયનું સમાજમાં સ્થાન અને તેની પરિભાષા વિષયક બાબત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રવર્તમાન હતી અને છે જ ઉ.દા. તરીકે અમેરિકાના દરિયા કિનારે આવેલા ટાપુ દેશોમાં (વેસ્ટઈન્ડિસ વગેરે) પણ રંગભેદની નીતિઓ પ્રવર્તમાન હતી. ત્યાં મૂળ નીગ્રો અથવા હબસી પ્રજા અસ્તિત્વ ધરાવે છે. પરંતુ દુનિયાના અન્ય દેશોની પ્રજા ત્યાં વ્યાપાર અર્થે આવી (યુરોપના દેશોની ગોરી પ્રજા) અને ત્યાં જ તે સુધી અને ર્આિથક રીતે સમૃદ્ધ બની. તેની સરખામણીમાં ત્યાંની મૂળ નીગ્રો પ્રજા ર્આિથક તેમજ અન્ય વિકાસમાં ઘણી જ પાછળ રહી ગઈ. આમ એક સાથે બે બાબતો અસ્તિત્વમાં આવી એક તો રંગભેદની નીતિ અને મૂળ પ્રજાના પછાતપણાના કારણે તે ગોરી પ્રજાની ગુલામ બનતી ચાલી. ત્યાની ગોરી પ્રજા તેમને પ્રથમ તો માનસિક રીતે ગુલામ બનાવી, પાછળથી તેમને કાયમ માટે તેમના માલિકો(ખરીદનાર)ના ઘરમાં મજૂરી કરાવાતી. બધા જ પ્રકારનું શોષણ કરવામાં આવતું. આવા ગુલામાં વેચાતા અને ખરીદાતા. આવી રીતે ગુલામોનો એક સમુદાય અસ્તિત્વમાં આવ્યો. આ બાબત દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં વસતા નીગ્રો કે હબસી પ્રજાને પણ લાગુ પડે છે. આવી, પ્રજાને એટલી હદે માનસિક ગુલામ બનાવી આવી કે, સમાજિક માન-દરજજો તો દૂરની વાત છે, ગુલામ વ્યક્તિ સ્વતંત્ર રીતે કંઈ પણ વિચારી શકતી નહીં. જન્મથી મૃત્યુ પર્યંત તે ગુલામીની અવસ્થામાં જ રહેતો !
ઘણાં લાંબા સમય સુધી ચાલતી આવેલી આ પ્રકારની પ્રથાને લીધે શોષિત વર્ગમાં એક પ્રકારનો આક્રોશ જન્મ્યો અને ધીમે ધીમે તેમની સુષુપ્ત ચેતના કે જે કજળેલી પરિસ્થિતિમાં હતી તે ધીમે ધીમે બદલાતા સમયનો વાયરો ઉડતા વિરોધમાં પરિણમી. આ ક્રમિક પ્રક્રિયામાં ઘણા પરિબળો જવાબદાર છે. જેમાંનું પ્રથમ તો રાજકીય ક્રાન્તિને ગણી શકાય. અમેરિકાના દેશોમાં રંગભેદની નીતિ અને અન્ય અસમાનતાઓની નીતિ તે દૂર કરવા અથવા તેની સામે વિરોધ પ્રર્દિશત કરવાની શરૂઆત ત્યાંના બે મહાન રાજકીય નેતાઓ અબ્રાહમ લિંકન અને ર્માિટન લ્યૂથર કીંગે આ પ્રકારની ક્રાંતિનો પાયો નાંખ્યો. લોકશાહીના મૂળ ત્યાંથી નંખાયા. આ પ્રકારની ક્રાંતિને લીધે લોકોમાં જાગૃતિ આવવા લાગી. અને પોતાની સાથે કંઈક ખોટુ થઈ રહ્યું છે. એવી સમજ વિકસવા લાગી. બીજુ પરિબળ ઔદ્યોગિક ક્રાંતિને ગણી શકાય. ૧૬મી સદીમાં ઈંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ આવી. જેને લીધે પરંપરાગત ચાલી આવેલી ગુલામીની પ્રથાની ગાંઠ ઢીલી થવા લાગી અને આવા શોષિત વર્ગમાં એક વિરોધનો સૂર ઉઠ્યો. ત્યારબાદ સામ્રાજયવાદનું પતન એ પણ દલિત વર્ગમાં આવેલા વિરોધ માટેનું જવાબદાર પરિબળ છે. ઈગ્લેન્ડ ફાન્સ, જર્મન વગેરે જેવા યુરોપીય દેશોએ જે સામ્રાજયવાદની વ્યવસ્થા ઊભી કરી હતી. તે લોકોનાં માનસમાં પરિવર્તન આવવાને લીધે તેમની જ વિરુદ્ધમાં ગઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, તાટ. ટપાલ, ટેલીફોનની શોધ વગેરેમાં લીધે બે પ્રજાઓ વચ્ચેના સંપર્કો વધ્યા. પ્રજા નજીક આવતી ગઈ. શિક્ષણના પ્રચાર-પ્રસાર દ્વારા પણ આવા વર્ગની પ્રજાની માનસિકતા બદલાવવા લાગી. વિશ્વની પ્રજાઓ એક બીજા દેશોની સંસ્કૃતિના સંપર્કમાં આવી જેનાથી તેમનામાં સામાજીક બદલાવ આવ્યો. સૌથી મહત્વનું અને અસરકારક પરિબળ છે. વૈચારિક ક્રાંતિ છે. જયાં સુધી વ્યક્તિ પોતે પોતાની રીતે આ દિશામાં વિચાર કરતો ન થાય ત્યાં સુધી તેમના દરજજા અને હક્કોનું ભાન થતુ નથી. પરંતુ ઉપરોક્ત બધા જ પરિબળોને લીધે વ્યક્તિની સમગ્ર વિચાર સરણીમાં બદલાવ આવ્યો. અને જે પ્રજા દ્વારા તેમનું દમન અને શોષણ થઇ રહ્યું હતું. તેમની દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો પ્રત્યે વિરોધ દર્શાવ્યો.
આમ, જો દલિત એટલે ‘શોષિત’ અથવા ‘કચડાયેલું’ એવો અર્થ લેવામાં આવે તો સ્ત્રીઓ પણ આ વર્ગમાં આવી જાય. કારણ કે, વૈદિકકાળ પછી તરત જ આર્ષ યુગ, પૌરાણિક યુગ, ધર્મશાસ્ત્રોનો યુગ તથા આ જ પર્યતનો વર્તમાન યુગ આ દરેક યુગમાં સ્ત્રીને એક વસ્તુ અથવા ઉપભોગનું સાધન સમજવામાં આવી છે. પુરુષ વર્ગ દ્વારા તે શોષિત થઈ છે. તેથી સ્ત્રીને પણ દલિત ગણી શકાય. આમ, આ સમગ્ર અભ્યાસનું તારણ એ છે કે, ‘દલિત’ શબ્દ માત્ર સમાજનો એક વર્ગ કે સમૂહ પૂરતો સીમિત નથી પરંતુ વિશ્વની એ દરેક વ્યક્તિ કે જે લાચારીની અવસ્થામાં શોષિત અને પીડિત થઈ છે તે ‘દલિત’ છે.
દલિત શબ્દનો પરંપરાગત અર્થ
દલિત શબ્દમાં મૂળ ક્રિયાપદ દલ છે દલિત શબ્દ ‘દલ્’ નું વિશેષણ છે. જેનો અર્થ થાય છે ભાંગેલું, તૂટેલું, ફૂટેલું ફોડેલું પગ તળે રોળેલું વગેરે. સંસ્કૃત ધાતુ કોશમાં દલ્ ક્રિયાપદનો અર્થ મ્લાન થવું, કરમાઈ જવું, ચીરવું, ટુકડા કરવા વગેરે થાય છે. ‘ ચેતના‘ શબ્દમાં ‘ ચેત‘ ક્રિયાપદ છે. મચ્ચિતે વર્તને ચેત ત્વમલમન્યેન કેનચિત વીતરાગસ્ત્રોતમ જેનો અર્થ આ પ્રમાણે થાય છે. અથવા કે અને નિશ્ચય હોય તો પણ સંદેહવાળા અર્થમાં વપરાય છે. ‘ ચેતના’ શબદ્ને બુદ્ધિ, જ્ઞાન, ચૈતન્ય. ચિત્તવૃત્તિ, સ્મરણ વગેરે જેવા અર્થો થાય છે.
વર્તમાન સમયમાં દલિત શબ્દ જે સ્વરૂપે પ્રયોજાય છે. તે અર્થમાં પ્રાચીન કે તત્કાલીન સમયમાં પ્રયોજાતો ન હતો. પ્રાચીન ગ્રન્થો અને મનુસ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રોનો વિમર્શ કરતા જણાય છે કે, દલિત અથવા શુદ્ર જેવી કોઈપણ જાતિ તે સમયે અસ્તિત્વમાં હતી જ નહીં તો પછી આ પ્રકારનો વર્ગ કે સમુદાય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો ? તે બાબત અંગે ્પ્રાચીન શાસ્ત્રોનું પરિશીલન કરતા જણાય છે કે તે સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના લોકો જુદા જુદા જાતના પાપકર્મો આચરે અને ધર્મશાસ્ત્રોમાં વિહિત કરેલા પ્રાયશ્ચિત કર્મો ન કરનાર તેવા સમુદાયને સામાજીક સન્માન પ્રાપ્ત ન થયું તેથી સમાજમાં તેઓ ભ્રષ્ટ કહેવાયા પ્રાચીન ભારતમાં કોઈ ‘વિશિષ્ટ જાતિ’ કે ‘કચડાયેલો વર્ગ’ એવા અર્થમાં દલિત શબ્દનો પ્રયોગ થયો નથી.
વેદશાસ્ત્રથી બાહ્ય એવા કર્મોથી ભ્રષ્ટ થયેલા વર્ગો માટે તિરસ્કારની ભાવના હતી તો પણ તેમના માટે દલિત શબ્દનો પ્રયોગ થયો ન હતો. આધુનિક દલિત વર્ગ માટે પ્રાચીન ભારતમાં શબ્દનો પ્રયોગ થતો હશે તેનું તાત્વિક અનુમાન કરી શકાય. આ શુદ્ર કે જેને આધુનિક પરિભાષામાં દલિત વર્ણ તરીકે મૂલવી શકાય તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
મનુસ્મૃતિ વગેરે ના વિમર્શ દ્વારા સ્પષ્ટ થઈ જાય છે કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે માટે ધર્મશાસ્ત્રમાં નિયત કરેલા પોતાના કર્મો ન કરે તો તે પાપનું આચરણ કરનારો ગણાય અને તેની જાતિથી પાપાચરણને કારણે બહિષ્કૃત કરવામાં આવતો તેની સાથે (પછી ભલે તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હોય) સામાજિક, ર્આિથક સંબંધ રાખતા નહીં અને તેમને માનસિક, શારીરિક અને વ્યાવહારિક દષ્ટિએ અસ્પૃશ્ય ગણતા આવા આચાર પતિત અને પાપનું આચરણ કરનાર (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય) વર્ણની વ્યક્તિઓના પાપોના પ્રાયશ્ચિતનું વિધાન પણ ધર્મશાસ્ત્રોમાં દર્શાવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે જે તે વિશેષ પ્રાયશ્ચિત કર્યા પછી તે (બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય) વર્ણનો વ્યક્તિ પુનઃ પોતાની તે જાતિમાં પૂર્વના જેવું જ સન્માન્નીય પદ પ્રાપ્ત કરતો.
પરંતુ કાલક્રમે આવા પાપનું પ્રાયશ્ચિત નહીં કરનાર વ્યક્તિઓ નિત્ય બહિષ્કૃત રહ્યા અને તેઓની સામાજિક, ર્આિથક રીતે શોકનીય અને દયનીય અવસ્થા પ્રાપ્ત કરતા તેથી કરીને આવો વર્ગ શૂદ્ર કહેવાયો કાળક્રમે આવી વ્યક્તિઓનો એક મોટો સમૂહ અથવા સમુદાય ઊભો થયો જે પોતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત નહતો કરતો.
‘શૂદ્ર’ શબ્દ શૂચ ધાતુ ઉપરથી વ્યત્પન્ન થાય છે. આવા વર્ગ માટે શૂદ્ર શબ્દનો પ્રયોગ થયો. શૂદ્ર ધાતુને રક્ પ્રત્યય થઈને પૃષોદરાદિ યશોપદિષ્ટમ આ સૂત્રથી સૂુનાઉનો દીર્ધ થઈને ‘ ચ’ નો ‘દ’ થઈને શૂદ્ર શબ્દ નિષ્પન્ન થયો છે. આ શબ્દનો અર્થ દલિત શબ્દના અર્થ સાથે સંપૂર્ણતયા સામ્ય ધરાવે છે.
આવા પ્રકારના દલિતોનું ચૈતન્ય, આત્મિક જાગૃતિ, બુદ્ધિની જાગૃતિ વગેરે પહેલેથી ખીલેલું જ હતું. અનેક પ્રકારની કલા, વિદ્યા ગ્રહણ કરવાનું ચૈતન્ય પરાપૂર્વથી, એટલે કે વૈદિકકાળથી જાગૃત થયેલું જ હતું તેના ઉ.દા. તરીકે જોઈએ તો ‘છાંદોગ્ય ઉપનિધદ’ માં જાબાલિ નામના એક શૂદ્રની કથા આવે છે. અને તેણે ૧૦૮ ઉપનિષદમાં જેની ગણના થાય છે તેવું જાબાલોપનિષદ રચ્યું.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે, ચાતૃર્વળ્યં મયા સૃષ્ટયા ગુણકર્મપપ.
ગુણ-કર્મથી જયારે વર્ણોનું સ્વરૂપ બંધ થયુ અને માત્ર જન્મથી વર્ણની પ્રસિદ્ધિ અને પ્રચલન શરૂ થયું ત્યારે સ્વલોમ અને પ્રતિલોમ વિવાહોને કારણે તેમજ નિષિદ્ધ વિવાહોને કારણે જે પુત્રો અથવા પ્રજા ઉત્પન્ન થઈ તે પ્રજા પણ કાલક્રમે બહુ જ વિશાળ જા સમુદાયરૂપે અસ્તિત્વમાં આવ્યો. આ બધાની દયનીય અને શોચનીય, અદ્યમ અવસ્થા ઊભી થઈ. આમ, શૂદ્ર વર્ણનો દિન-પ્રતિદિન વિકાસ થયો.
જન્મથી જ વર્ણોની વ્યવસ્થા ઉત્પન્ન થઈ ત્યારથી આવા પાપોનું આચરણ કરનારા અને પ્રાયશ્ચિત ન કરીએ, પુનઃસ્વવર્ણમાં સ્થાપિત ન થનારા શૂદ્ર વર્ણ માટે વેદ વ્યવહાર, વેદોનું અધ્યયન ત્યાજય ગણાવા લાગ્યું. આમ, વેદોના અધ્યયનથી તેઓને બહિષ્કૃત કરવામાં આવ્યા. ‘ન વેદ વ્યવહારો અયં સંશ્રાવ્યો શૂદ્રજાતિષ’ વેદવિહિત કર્મો શૂદ્રોને સંભળાવવા નહી આવી બહિષ્કૃતતા વૈદિક કાળ પછીના શાસ્ત્રીય યુગમાં નહતી, પરંતુ સ્મૃતિયુગમાં તેનો ઉદ્ભવ અને વિકાસ થયો. વેદોમાં અનેક મંત્રો પ્રાપ્ત થાય છે જેમાં શૂદ્રને પણ વેદવ્યવહાર સંશ્રાવ્ય હતો. યથે માં વાંચ કલ્યાણ મા વદાનિ જનેમ્યઃ બ્રહમ રાજન્યં શૂદ્રાયચાર્યયજા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં જણાવાયું છે કે, ચાતુવણઁ મયા સૃષ્ટ્યા ગુણકર્મવિભાગશાઃ અર્થાત્ ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણો મેં સર્જેલા છે. તેમ શ્રીકૃષ્ણ જણાવે છે. આના ઉપરથી એવું અનુમાન કરી શકાય કે, પ્રાચીન સમયથી જે ચાર પ્રકારની વર્ણ વ્યવસ્થામાં સમાજમાં અસ્તિત્વ ધરાવતી હતી તે જાતિ અથવા વર્ણ પ્રમાણે નહીં પરંતુ ગુણ અને કર્મ પ્રમાણે હતી. આમ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પોત પોતાના કર્મો પ્રમાણે આચરણ ન કરે અને પાપકર્મો આચરે ત્યારે તેવા માણસોનો સમૂહ અધમ કહેવાતો અને સમાજમાં નિમ્ન સ્થાન પામતો. જેને આપણે દલિત વર્ગ તરીકે આધુનિક સમયમાં ઓળખીએ છીએ.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે વર્ગ અથવા વર્ણ-વ્યવસ્થાનો સૌ પ્રથમ નિર્દેશ ઋગ્વેદના ૧૦ માં મંડળમાં ૯૦ મા સૂક્ત (પુરૂષ સૂક્ત) માં જોઈ શકાય છે. તેમાં કહ્યું છે કે,
ब्राह्मणो..स्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
उरू तद्स्ययदैश्यः पद्भ्यां शूद्रो अजायत ।।
‘‘પ્રજાપતિ (પુરૂષ)ના મુખમાંથી બ્રાહ્મણો, હાથમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને ચરણ (પગ)માંથી શૂદ્રોનો જન્મ થયો. ’’
આ બાબતનો અહીં નિર્દેશ કરવાનું તાત્પર્ય એ છે કે, ઉપરોક્ત મંત્રમાં જણાવ્યા મુજબ શુદ્રો પગમાંથી ઉત્પન્ન થયા માટે તેઓ તેઓનું સ્થાન નિમ્ન છે. તેવો તેનો અર્થ નથી કારણ કે, દેવતાઓનું પૂજન પાદ એટલે કે પગથી શરૃ થાય છે અને મસ્તક પર્યંત જાય છે. એટલે કે સૌ પ્રથમ પાદ પૂજનીય છે. આ કર્મકાંડની શાસ્ત્રીય પરીપાટી છે.
સંદર્ભ ગ્રન્થ-સૂચિ
૧. મનુસ્મૃતિ, પ્રકાશન આનંદભાઈ એન. અમીન, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ, અમદાવાદ.
૨. શ્રીમદ્ ભગવદ્ ગીતા
૩. ઋગ્વેદ, શ્રીપાદ દામોદર સાતલવેકર, સ્વાધ્યાય મંડળ, પારડી, ચતુર્થ સંસ્કરણ
૪. શબ્દરત્ન મહોદધિ.
धारिणी महेता, गुजरात आर्ट्स एन्ड कोमर्स कोलेज(सांयम्), अहमदाबाद-6