ક્યાં સુધી?
ઝાંઝવા રણ નદી, દ્વાર, ઘર ને ચરણ ક્યાં સુધી ?
એકના એક આપું હું ઉદાહરણ ક્યાં સુધી ?
બહુ ગણો તોય વૃક્ષ છે ત્યાં લગી, ને પછી ?
ડાળને આમ ફૂટ્યા જ કરશે પરણ ક્યાં સુધી ?
કોઈ બીજું હવે રૂપ ધારણ કરો હે કવિ !
જાતને ખોલવામાં ગઝલનું શરણ ક્યાં સુધી ?
કોચલા જેમ હું તોડતો રહું છું આ જાતને,
મારી પર મારું રે શે સતત આવરણ ક્યાં સુધી ?
આખરે તો બધી વારતાનો કશે અંત છે,
રામ,સીતા કે સોનાનું પીળું હરણ ક્યાં સુધી ?
અનિલ ચાવડા, અમદાવાદ