હું કોણ.. (ચક્રાકાર ખંડકાવ્ય)
ખંડ-1
સરતો સમયમાં
ઘડાતાં વ્યક્તિત્વને
તપાસ કરતાં થયું કે ...
હું કોણ..?
સમ્મુખ પડેલાં
દર્પણમાં ઝીલાયેલાં
સ્વબિંબને
નિરખતા થયું કે..
આ હું...?
પણ
શું દર્પણમાં ઝીલાયેલાં
સ્વબિંબને
હું કહી શકાય..?
અતીતમાં અંકિત
મારા જ
પ્રતિબિંબને નિરખતાં
થયું કે...
હું એક સ્ફટિક.
હિમાલયનો Ice piece
પીગળતું પ્રવાહી,
શીતલ જલ,
અને...
એમાં લાગી આગ,
જે હતો,
Ice piece,
તે જ બન્યો
અગન જ્વાળા !
જે હતું
શીતલ જલ,
તે જ બન્યું
લાવા !
Latest microscope
મંગાવી
તપાસ કરતાં જણાયું કે...
ચિનગારી તો શું,
તેના અવશેષો
પણ
નહોતા..!
મૂકેલાં thermometerને
ડૉક્ટરે તપાસી કહ્યું કે,
‘This is a normal temperature’,
‘98.46 ડિગ્રી ફેનરહીટ’,
અને લીધેલાં
X-rayનું
રિઝલ્ટ
એનું એ જ…!
તો...શું આ microscope, thermometer, thermometer, x-ray ખોટાં..?
કે પછી
અને
મને
અંતે
Lab માં
Admit કરવામાં આવ્યો.
અનેક
Experiment
અને
Latest surgery
પછી
તેઓએ પણ
કહ્યું :
‘You are all right.
Now,
You can go.
ખંડ-2
અને
હું labની બહાર આવ્યો
ને
દીપ્ત દામિની દમકી
ઘન ગર્જ્યાં નહીં
ઉષ્ણબિંદું વરસ્યાં
લાવામાં
જઈ ટપક્યાં
અને
હું થઈ ગયો
એનો
એ
જ,
સ્ફટિક,!!!
હિમાલયનો ice piece,
પીગળતું પ્રવાહી,
શીતલ જલ.
કાચીંડાની જેમ
બદલતાં
રંગને
જોઈને સહુએ,
મને પૂછ્યુઃ
‘આવું કેમ..?
મેં કહ્યુઃ
‘કશું જ નહીં, આ તો
સરતાં સમયમાં
ઘડાતાં
વ્યક્તિત્વનો
બદલાતો આકાર...’
અને
હું
મારી આસપાસ
ગૂંથાયેલાં
કરોશિયાંનાં જાળાઓને
સાફ
કરી
શોધી રહ્યો કે...
હું કોણ ?
પ્રવીણ બી. રાઠોડ, અમદાવાદ