(૧)
આમ સાવ અચાનક કોઇનું ગમી જવાનું પણ કેવું છે ?
આમ જૂઓ તો કશું જ નથી, ઋણાનુંબંધ હોવું જોઇએ.
મુજ પામરને જૂઓ કેવું હ્રદયતણું રમ્ય ભાસે છે?
દોસ્તો, ઇશ્વર જેવું કશુંક ક્યાંક હોવું જોઇએ.
તમારું આવી જવું એ ફક્ત પ્રસંગની શોભા થોડી છે?
મારા ઇન્તઝારની હદ જેવું તો કશુંક હોવું જોઇએ.
રવિ રોજ થોડો અમથો અમથો જ અસ્તાચળે જાય છે?
જરૂર પેલેપાર એની રાહ જોતું કોઇ હોવું જોઇએ.
આ કુસુમ પર પડેલા બિંદુઓ ઝાંકળ થોડા છે?
ગઇરાતે એ ચોક્ક્સ કોઇ માટે રોયું હોવું જોઇએ.
મિલન પછી જુદાઇ એ તો બધી કાળની ગતિ છે.
વર્ષો પછી એની ભીતર થોડું કોરું મારા માટે હોવું જોઇએ.
(૨)
એ ભુલી ગયા એમાં દિલ ઉદાસ ન થઇએ,
આપણા નસીબમાં જરૂર ક્યાંક કાણું હશે.
દરેક અવસરે હાથ માથે દઇને ન બેસીએ,
ઇશ્વરને ઘેર હંમેશ કંઇ થોડું અંધારું હશે.
જીતાય નહીં આપણાથી તો દાવ અન્યને દઇએ,
શાયદ આપણી રમત એ જીતાડનારું હશે.
દોડીને ગમે ત્યારે ગમે ત્યાં પહોચી ન જઇએ,
વાસી દે બારણા તો કદાચ જવાનું આપણું કટાણું હશે.
મરણનો દોષ છે મન અવરને ન દઇએ,
એ તો જન્મની સાથે ફક્ત નિમિત બનનારું હશે.
મનીષા ભગત ( ભૂજ-કચ્છ)