સ્નેહભ્રમ
ચણો ચણો ભીંત હજીયે ઊંચી
ચોપાસ એ ભીંત ઘણીયે ઊંચી,
ન વાયુ આવે ન અવાજ જાયે
ના તેજ ત્યાં કૉ નયને જણાયે.
અરે કરો કેદ પછી મને ત્યાં
સંગેય રાખો દળ સજ્જ એમાં,
પ્રવેશ ત્યાં કોઈ કરી શકે ના,
છેદો ય એ દેહ જણાય જેના.
ન વાયુ આવે ન અવાજ જાયે
આવી શકે ના કરજ્યોત કેમે,
છતાંયે રોકી ન શકાય એને
રોજે મળાશે અનુરાગ કાજે.
રહી ન બેડી ન રહીય વાણી
ખોટી પડી એ અનુરાગ બાની.
પ્રવીણ બી. રાઠોડ - કવિ - અમદાવાદ