Current Issue: Nov -Dec 2021
Special Issue on Dalit Literature
Sahityasetu has taken a break for some time. Will come back with new colors and new purpose.
Submit Your Paper
Read Submission Guide before Submitting Paper
Download Prescribed
Format
સુજ્ઞજનો,
‘સાહિત્યસેતુ’નો આ સળંગ ૬૬મો અંક આપ સૌ સમક્ષ મૂકતાં આનંદ અનુભવીએ છીએ. ૨૦૨૧નું વર્ષ એટલે ‘સાહિત્યસેતુ’નું દશાબ્દી વર્ષ. આ વર્ષમાં કુલ ૬ વિશેષાંક નિમિત્તે ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને દાયકાના પ્રવાહો વિશે નિરીક્ષણ કરતાં સંપાદકીય લેખ માટે ગુજરાતી સાહિત્યના નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા. એમાંથી બે-એક અપવાદને બાદ કરતાં બાકીના વિદ્વાનોએ આ કાર્ય નિયત સમયમર્યાદામાં કરી આપ્યું એ માટે એ સૌના આભારી છીએ.
આ સિવાય પાંચ અંકો નિયમિતરૂપમાં પ્રગટ થયાં. છેલ્લાં દસ વર્ષ (જાન્યુઆરી, ૨૦૧૧)થી ચાલતું ‘સાહિત્યસેતુ’ એના મૂળ આશય મુજબ તો સાહિત્ય અને વિવિધ કલાઓને કેન્દ્રમાં રાખીને વિસ્તરણ સાધવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. યુ.જી.સી. (ઈ.સ. 2009)ના નિયમોમાં આવેલા બદલાવની અસર પરોક્ષપણે આ સામયિક પર પડી તે અમારે સ્વીકારવું જોઈએ. સર્જનાત્મક સાહિત્યને મુકાબલે સંશોધનલેખો, સમીક્ષાલેખો, સેમિનાર, ઇત્યાદિ પર મૂકવામાં આવેલો ભાર અને અનિવાર્ય કારણે ‘સાહિત્યસેતુ’ એ દિશામાં સવિશેષ ગતિ કરવા લાગ્યું. આ પરિસ્થિતિજન્ય લાક્ષણિકતા જન્મી. પીએચ.ડી.નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, અધ્યાપક બનવા ઉત્સુક યુવાનો, અધ્યાપક તરીકે સેવારત એવા અધ્યાપકો માટે સંશોધનલેખોનું પ્રકાશન અનિવાર્ય બનવાની સીધી અસર સામયિક પર અને એનો નિભાવ કરવાની જવાબદારી અમારા પર આવી પડી. અમારી જાણમાં આવ્યું છે તે મુજબ અનેક સામયિકો એવાં પણ પ્રગટી આવ્યાં જે ઉપર જણાવેલી મજબૂરીનો ફાયદો ઉઠાવીને સંશોધનલેખોને પ્રકાશિત કરવા માટે પૈસાની લેવડદેવડ કરવા લાગ્યાં. જરૂરિયાતના કારણે કેટલાય યુવાનો એવા હશે જે આવી પ્રેક્ટિસમાં પડી ગયા હશે. એ સ્થિતિ નિવારવા માટે અમે વધારે ને વધારે શોધપત્રો પ્રકાશિત કરવાની દિશામાં આગળ વધ્યા. નિઃશુલ્ક ચાલતું આ મેગેઝિન એવા યુવા સંશોધકો, અધ્યાપકો અને નવલેખકો માટે પહેલી પસંદગી બન્યું. અમને એ વાતનો આનંદ છે કે આ સામયિકે કોઈ પણ જાતનું શુલ્ક લીધા વિના સાતત્યપૂર્ણ સાહિત્ય અને શિક્ષણની સેવા કરી છે.
આમ થવા પાછળ ‘સાહિત્યસેતુ’ના મારા સાથીમિત્રોમાં સૌથી વધારે સમય અને શ્રમ માગી લેતું કામ તો શ્રી હસમુખ પટેલનું રહ્યું. વેબ ડિઝાઇનિંગ અને સાથોસાથ અંગ્રેજી લેખોના ચયનની જવાબદારી એમણે સતત દસ વર્ષ સુધી સંભાળી. હસમુખભાઈ વિના આ પ્રકાશનકાર્ય જરા જેટલું પણ સંભવ ન હતું. શ્રી નિયાઝ પઠાણ, શ્રી ભાવેશ જેઠવાનો ખાસ સહકાર રહ્યો છે. ‘સાહિત્યસેતુ’ને નિઃશુલ્ક રાખવા–રહેવા દેવામાં આ સંપાદકોએ ગાંઠનું ગોપીચંદન આપ્યું છે. એ સૌની નિષ્ઠા, સમયપાલનનો આગ્રહ અને કશી પણ અપેક્ષા વિનાની આ મહેનત ન હોત તો ‘સાહિત્યસેતુ’ને નિયમિત રીતે પ્રકાશિત કરવું શક્ય નહોતું. વચ્ચે વચ્ચે પ્રકાશિત કરવામાં આવેલા વિશેષાંકો અમારા માટે અને કદાચ ગુજરાતી સાહિત્ય માટેય યાદગાર બની રહેશે. એમાંય સ્ત્રી–વિશેષાંકો, દલિતસાહિત્ય–વિશેષાંકો, કોરોના અને આપણે, સેમિનાર વિશેષાંકોના ચયન વેળાએ બીજા મિત્રોએ પણ – શ્રી અજિત મકવાણા, શ્રી દીપક ભા. ભટ્ટ, શ્રી હિંમત ભાલોડિયા, શ્રી નિસર્ગ આહીર, શ્રી સંવેદન પંડ્યા – સહયોગ આપ્યો હતો, એ સૌને આ સમયે યાદ કરું છું. આમંત્રિત સંપાદક તરીકે મદદ કરનારાં શ્રી હર્ષદ ત્રિવેદી, શ્રી રાજેન્દ્ર મહેતા, શ્રી શરીફા વીજળીવાળા, શ્રી દલપત ચૌહાણનો ખૂબ ખૂબ આભાર.
છેલ્લે, એક મહત્ત્વની જાહેરાત…
આ અંકના પ્રકાશન સાથે સાહિત્યસેતુ કેટલાક સમય માટે વિરામ લઈ રહ્યું છે. નવાં રંગે-રૂપે અને નવા ઉદ્દેશ સાથે આવશે. એ દરમિયાન આપ સૌ વિદ્યાયાત્રામાં આગળ વધતાં રહો તે માટે ‘ટીમ સાહિત્યસેતુ’ વતી શુભેચ્છાઓ પાઠવું છું.
આ સામયિકને વિકસાવવામાં જેમણે પણ સહયોગ આપ્યો છે એ સૌનો આ ક્ષણે આભાર માનીએ છીએ.
નરેશ શુક્લ (સંપાદક) અને તન્વી શુક્લ (પ્રકાશક)
Dear,
We are happy to present 66th continuous issue of Sahityasetu. Sahityasetu completed 10 years in 2021. Experts of Gujarati literature were invited for editorial of six special issues this year. We are thankful to them who have completed their work in due time except a case or so.
Apart from this, appeared five regular issues. Sahityasetu, which has been running for the last ten years (From January, 2011), has been trying to expand with the focus on literature and various arts. We must acknowledge that the change in the UGC rules (2009) indirectly affected this magazine.
Apart from this, appeared five regular issues. Sahityasetu, which has been running for the last ten years (From January, 2011), has been trying to expand with the focus on literature and various arts. We must acknowledge that the change in the UGC rules (2009) indirectly affected this magazine. ‘Sahityasetu’ began to move towards research articles, reviews, seminars, etc. as opposed to creative writing. This situational characteristic arises. The compulsion of research paper publication for Ph.D research scholars, young aspirants to become professors, and in service professors had a direct impact on the journal and us. We came to know that a number of journals took advantage of the above compulsion and started to collect money for publishing research articles. There will be young people who have fallen into such a practice due to necessity. To overcome this situation, we moved towards publishing more and more research papers. The free magazine became the first choice for young researchers, professors and new writers. We are pleased to say that this magazine has continued to serve literature and education at no charge.
The most time consuming and labor-intensive work among my friends of 'Sahityasetu' was done by Shri Hasmukh Patel. He was responsible for web designing as well as selection of English articles for ten consecutive years. Without Hasmukhbhai, this publishing work would not have been possible at all. Shri Niaz Pathan, Shri Bhavesh Jethwa have been special collaborators. These editors have taken burden on their pocket to keep Sahityasetu free. It would not have been possible to publish 'Sahityasetu' regularly without the dedication, punctuality and hard work of all. The special issues published from time to time will be memorable for us and perhaps for Gujarati literature. Among these special issue on Feminism, Dalit Literature, Corona-Time and We as well as some seminar special issues, other friends Shri Ajit Makwana, Shri Deepak B. Bhatt, Shri Himmat Bhalodia, Shri Nisarg Ahir, Shri Samvedan Pandya - all contributed, I remember them at this time. Many thanks to Shri Harshad Trivedi, Shri Rajendra Mehta, Shri Sharifa Vijliwala, Shri Dalpat Chauhan for their help as invited editors.
Finally, an important announcement
With the publication of this issue, Sahityasetu has been taking a break for some time. Will come with new colors and new purpose. Meantime, I give my my best wishes to continue your journey on behalf of 'Team Sahityasetu'.
We would like to thank all those who have contributed to the development of this magazine.
Naresh Shukla (Editor) and Tanvi Shukla (Publisher)
Sahityasetu is Gujarat's first e-journal of Literature and Arts. Launched in 2011, was awarded the Ladli Media Award in the year 2012. The main purpose of Sahityasetu is to publish works of Literature and other Arts - such as painting, music, dance, drama, sculpture, architecture, film, photography, folk art, comparative study, reviews, critical and research papers. You can see in the archives that we have been very successful in doing so over the years. To date, we have published more than 950 research papers, creative works, reviews. This journal is totally free, it can be read from anywhere in the world, without paying any fee and anyone can contribute.
The professors, researchers from universities have contributed greatly to our efforts. The journal has received regularly research papers from the reputed researchers of the Universities. As a result, Sahityasetu is included in the list of world class magazines [UGC CARE List] prepared by the University Grants Commission, New Delhi. One can see the presence of famous writers, poets and critics of Gujarat regularly in this journal. It has been our endeavor to keep readers engaged in some regular columns – for that, we published translations of novels, now we regularly publish translation of Gujarati short stories into English. Over the time, special issues have also been published focusing on various topics — and their response doubles our enthusiasm.
Sahityasetu believes that it is our duty to be bridge between different language scholars, writers and critics by publishing creative works, reviews, research papers and articles written in English, Hindi and Sanskrit, along with Gujarati. We are glad that not only in India but readers of various countries are becoming regular visitors of the journals. Maintaining and cultivating their interests – are our priorities. Along with that it is necessary to create e-content for students, researchers, professors of literature and various arts. Hopefully this will help us all.
Your suggestions are welcome, as well as your feedback is invaluable to us - hopefully, we will receive them.