વિશ્વવ્યાપી મહામારીના કપરા કાળમાં વિવિધ ગીતોનું દાયિત્વ : પ્રેરણા અને લોકજાગૃતિ
પ્રસ્તાવના :
આજ 2020ની મધ્યમાં સમગ્ર વિશ્વ આ કોવિડ19 નામની વિશ્વવ્યાપી મહામારીના ભરડામાં સંપડાયું છે. જેમાંથી કોઈપણ વ્યક્તિ, સમાજ, દેશ કે મહાસત્તા ટકી શકી નથી અને વ્યથા એ છે કે જેનું મારણ હજુ મળ્યું નથી અને આંકડો વધતો જ જય છે. 31 ડિસેમ્બર, 2019 ના રોજ જ્યારે ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાને હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં અજાણ્યા કારણોસર ન્યુમોનિયાના કેસની એક ક્લસ્ટરને જાણ કરી ત્યારે કોરોનાવાયરસનો ફાટી નીકળ્યો. ત્યારબાદ આ રોગ ચીનના વધુ પ્રાંતમાં અને બાકીના વિશ્વમાં ફેલાયો. ડબ્લ્યુએચઓએ હવે તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. વાયરસનું નામ સાર્સ-કોવી -2 રાખવામાં આવ્યું છે અને આ રોગને હવે કોવીડ -19 કહેવામાં આવે છે.1 સમગ્ર વિશ્વ આ મહામારી સામે જજુમી રહ્યું છે. કોરોના વાયરસ વિશ્વ મહામારી (2019-20) ની શરૂઆત એક નવી જાતનાં કોરોના વાઈરસ (2019-nCoV) ના ચેપના રૂપે મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં 2019ના મધ્ય ડિસેમ્બરમાં આવી છે.2 ત્યારે ભલે તે નાબૂદ ન કરી શકાય પણ તેનાથી બચવા માટેના પ્રયાસો તો કરી જ શકાય છે. તે માટે સૌથી અગત્યની છે લોકોની જાગૃતિ અને તેમાં ટકી રહે તે માટે માનસિક રીતે સક્ષમ રહે. બસ આ જ ઉપાય છે ખુદને અને વિશ્વને આ મહામરીથી બચાવી રાખવા માટે. ત્યારે આવા સમયમાં સામાન્ય જનમાનસ સુધી પહોંચવાનો એક સુલભ માર્ગ એટલે સાહિત્ય.
સાહિત્ય એ લોકમાનસનું અદકેરું અને અભિન્ન અંગ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપો દ્વારા સમાજમાં પહોંચી શકાય છે અને એનો મુખ્ય હેતુ પાર પાડી શકાય છે. તે અબાલ વૃદ્ધ સૌને આકર્ષે છે જેમ કડવો લીમડો મધમાં બોળી ને અપાય તેવું જ કાર્ય આ સાહિત્ય પણ કરે છે. માટે આ મહામારીના સમયમાં લોકજાગૃતિ અને લોકોમાં હિંમત બનાવી રાખવા આવશ્યક જાણકારી અને પ્રેરણા આપવાનું કાર્ય સાહિત્યના એક પ્રખ્યાત અને લોકપ્રિય અંગ તરીકે ગીતો કરે છે. જે લયમાં સંભળાય છે તે મનમગજમાં વધુ અસર કરે છે. માટે વૈશ્વિક મહામારીના સંકટ કાળમાં રજૂ થયેલા વિવિધ ગીતોના દાયિત્વ સંશોધનાત્મક અભ્યાસનો આશય રહેલો છે.
લોક સમુદાયમાં સાહિત્યનું સ્થાન :
સાહિત્ય અને સમાજને પુરાણો સંબંધ રહેલો છે. એના પુરાવા રૂપે પંચતંત્ર, બત્રીશ પૂતળીની વાર્તા, અરેબિયન નાઈટ્સ, પદ્ય વાર્તા, આખ્યાન વગેરે જોઈ શકાય છે. જેના દ્વારા લોકોને મનોરંજનની સાથે આવશ્યક જ્ઞાન પણ પીરસવામાં આવતું હતું. લોકોને પણ આનંદની સાથે શીખ આપતું હોવાથી ગમતિલું અને નજીકનું સાહિત્ય બની ગયું. આથી જ આવા કપરા સમયમાં જ્યારે લોકોને જાગૃત રહીને ધીરજ ધરવાની છે ત્યારે વિવિધ સર્જકો દ્વારા પોતાની આગવી શૈલીમાં કોરોના વિશે જાગૃતિ અને પ્રેરણાનો સંદેશ આપતા ગીતો લોકો માટે વહેતા મૂકવામાં આવ્યા છે. જે લોકોને મહામારીમાં સાવચેતીના સૂચનો પોતાની આગવી શૈલીથી ગાઈ ને સંભળાવવામાં આવે છે. આ રીતે લોકોને મનોરંજનની સાથે જાગૃતિનો સંદેશ અને પ્રેરણા પણ મળી રહે છે. અત્રે વિષય મર્યાદાને ધ્યાનમાં રાખી મહામારીમાં જાગૃતિ અને પ્રેરણાનો સંદેશ આપનારા ગીતો પ્રસ્તુત છે:
લોકજાગૃતિના ગીતોનું દાયિત્વ :
મનોરંજનનું સાહિત્ય અખંડ જ હોય છે અને અત્રે રજૂ કરાયેલા ગીતોનો હેતુ પણ મહામારીના સમયમાં લોકોને પ્રેરિત અને જાગૃત કરવાનો જ હોય ત્યારે વાચકની સરળતા હેતુ ભાષા વાર દ્રષ્ટાંત રૂપે રજૂ કરવા વિભાજીત કરવામાં આવ્યા છે.
ગુજરાતી ભાષાના ગીતો
હિન્દી ભાષાના ગીતો અને
અંગ્રેજી ભાષના ગીતો
ઉપરોક્ત દર્શાવેલ ત્રણે ભાષામાં રજૂ થયેલા ગીતો વિશે વિગતે ચર્ચા કરીએ ત્યારે તે ગીતાના સર્જક અને સર્જકનો ઉદેશ્ય મહત્વનો બની રહે છે. અત્રે આપણે મહામારીના સમયમાં સાહિત્ય અને માણસાઈનો મુદ્દો હોય ત્યારે સોશિઅલ મીડિયા અને નેટના સર્વત્ર સુલભ્યતાને કારણે અનેક સર્જકો અને જાગૃત જનતાએ તેમની યથામતિ મુજબ અનેક ગીતો રજૂ કર્યા છે, જેમાંથી કેટલાંક જે લોકોમાં જાગૃતિ ફેલાવે છે કે પ્રેરણા આપે છે તેવા ગીતોને પસંદ કરવામાં આવ્યા છે. તેમને નીચે મુજબ સદ્રષ્ટાંત સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ગુજરાતી ભાષાના ગીતો:
ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા હોવાથી અનેક લોકસાહિત્યકાર અને સાહિત્યરસિકો તેમજ કલાકારોએ તેમની આગવી શૈલીમાં ગીતો ગાઈને લોકોને કઠિન પરિસ્થિતિમાં પ્રેરિત અને જાગૃત કરવાના ઉમદા પ્રયાસો સાથે મનોરંજન પૂરું પાડ્યું છે. આવા ગુજરાતી ભાષાના કેટલાક ગીતો પ્રસ્તુત છે:
ફાટી ન પડાય3 :
લોકસાહિત્યકાર એવા શિક્ષક, હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે દ્વારા ગુજરાતીમાં લોક જાગૃતિ હેતુ રેપ સોન્ગ રજૂ કરવામાં આવ્યું છે જે લોકોને આધુનિક શૈલીમાં જાગૃત કરીને પ્રેરણા આપે છે તેના શબ્દો છે:
કોરોના કેમ થાય, સમજાવે સાંઈ, થોડી ધીરજ ધરાય, કઈ ફાટી ન પડાય,
માથું દુઃખે, નાક વહે થોડી ખાંસી થાય, છીંક અને તાવ, ગળામાં દુઃખે ભાઈ
શ્વાસ લેવામાં જોને પ્રોબ્લેમ થાય, શરદીને ખાંસી પરથી સમજી શકાય
હવાથી ફેલાતો નથી આ કોરોના, ગરમીમાં ટકતો નથી આ કોરોના,
શેક હૅન્ડ છોડી નમસ્તે અપનાવો ભાઈ, કઈ ફાટી ન પડાય..
કોરોનાની હૂંડી4 (કોરોના ભાગે) :
પોતાના લોકડાયરાઓથી ગુજરાતીઓ હૃદય પર રાજ કરનાર લોકસાહિત્યકાર એવા લોકગાયક કીર્તિદાન ગઢવીએ સનેડાના રાગમાં કોરોનાની હૂંડી ગાઈને લોકોમે જાગૃત કરવાની સાથે મનોરંજન પણ પૂરું પાડ્યું છે, આ તેમના શબ્દો :
છોડો જાહેર મેળાવડા અને હિંમતની પ્રગટાવો મશાલ,
અફવાઓથી તમે આઘા રહો, આમાં સાવચેતી મોટી ઢાલ,
માસ મટન નવ રાંધે, અને નાકે માસ્ક બાંધે તો કોરોના ઝટ ભાગે
કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે
રાખો કાળજીને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે
આયો કોરોના આયો5 :
જીત વાઘેલા અને મનીષ બારોટ દ્વારા લખાયેલું અને રાજલ બરોટના કંઠે ગવાયેલું આ ગીત સંગીતપ્રેમીઓની સાથે સામાન્ય જન માનસને પણ પ્રેરિત અને જાગૃત કરી ધૂમ મચાવી રહ્યું છે:
આયો કોરોના આયો..
“આખી દુનિયામાં ફેલાયો,
પણ નથી રે રહેવાનો
તમે ધ્યાન રાખજો
સાવચેતી થોડી રાખજો”
કોરોના સાથે પડ્યો છે પનારો6:
કચ્છની કોયલ તરીકે વખણાયેલ ગુજરાતના લોકસાંસ્કકૃતિક વારસાને જાળવી રાખેલ ગીતા ગીતા રબારીએ લોકોને મહામારીમાં જાગૃત કરવા સુરનો આશરો લઈ ગીત ગાઈને લોકોને શીખ આપવાની સાથે પ્રેરિત કર્યા છે. તેમના શબ્દોમાં જ તેમનું ગીત પ્રસ્તુત છે :
“કોરોના સામે પડ્યો છે પનારો, સામાજિક અંતરનો એક જ સહારો
નાના મોટા સૌએ કરવાનું છે એક જ કામ, ગીતા રબારી કહે તમે ફોલો કરો
આપણી સુરક્ષા કાજ જીવ મૂકી જોખમે, અવિરત કાર્ય કરે એને સલામ છે
એમની મહેનતનો તો જ રંગ લાગશે, એક એક વ્યક્તિ જો લોકડાઉન પાળશે.
ઘરથી બહાર જઈ કઈ લેવા નીકળીએ તો એક એક મીટરનું અંતર જાળવીએ”
આવી રે દુનિયામાં આવી મોટી બીમારી7 :
જયેશ ભટ્ટ બારોટ દ્વારા લોકડાઉન થયું તે પહેલાં લોકોને જાગૃત કરવા અને પ્રેરણા આપવા મહામારી વિશે ગાઈને સમજવવા પ્રયત્ન કરાયેલો છે. જેના દ્વારા મહામારી વિશે લોકો જાગૃત થઈ શકે. તેમના ગીતાના શબ્દો આ મુજબ છે:
“બાવીસ તારીખે સૌ ઘરમાં રહેજો, આડોશી પાડોશી સૌને કહેજો
કોરોના વાયરસનો કોપ બહુ ભારી, આવી રે દુનિયામાં આવી બીમારી
આવા જીવલેણ વાયરસને નાબૂદ કરીએ, પરિવારને દેશની ચિંતા કરીએ “
કોરોનાથી ડરોના, ખોટી પત્તર ફાળો ના8 :
આદિવાસી સમાજમાં ટીમ્બલી લોક નૃત્ય પ્રખ્યાત છે. આ વૈશ્વિક મહામારીમાં તેઓ દ્વારા પણ ટીમ્બલી ઢાળમાં ગીત ગાઈને લોકોમાં જાગૃતિ સાથે મનોરંજન પીરસતું જોવા મળ્યું છે. ગીત રાહુલ ગાયક દ્વારા ગવામાં આવ્યું છે. તેના શબ્દો હળવી શૈલીમાં આ રીતે છેઃ
“ગાલે ચુંબન ચોડો ના, નહીં તો થાશે કોરોના
દવા દારૂથી કઈ ફરક પડે ના, દુવા કરો તો પણ કઈ મળે ના”
ઉપરોક્ત કોરોના વાયરસની મહામારીમાં લોકોને પ્રેરણા આપવાનું અને જાગૃત કરવા માટેના સાધન બનીને લોકજાગૃતિના સંદેશ આપતા ગીતો જોઈ શકાય છે. માતૃભાષાના ગીતોનો ફાયદો એ થાય કે તળ કક્ષા સુધી પહોંચીને લોકોમાં સ્થાન બનાવી લઈ તેના હેતુને સિદ્ધ કરે છે. હવે રાષ્ટ્રભાષામાં રજૂ થયેલા કેટલાંક ગીતોનો અભ્યાસ કરીએ.
હિન્દી ભાષાના ગીતો:
કોરોના વાયરસની વાયરસની બીમારીએ પોતાનો આતંક સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે ત્યારે દેશભરમાંથી અનેક નામી અનામી ગાયકોએ દેશ અને દેશવાસીઓ માટે જાગૃતિ અને પ્રેરનાનો સંદેશ આપવા ગીતો ગાય છે. અત્રે આવા કેટલાંક ચૂંટેલા ગીતો પ્રસ્તુત છે :
हम हार नही मानेंगे9 :
ભારતને પોતાના સંગીત વડે ગર્વ અપાવનારા સંગીતવાદક એ. આર. રહેમાન દ્વારા અનેક કલાકારોની ટીમે મળીને આ ગીત બનાવી બોલીવુડની સાથે દેશને જાગૃતિ સંદેશ આપી પ્રેરિત કર્યા છે. આ ગીત પ્રસૂન જોશીએ લખ્યું છે જેમાં અનેક કલાકારોએ અવાજ અને અભિનય આપી સહકારનું દૃષ્ટાંત પણ પૂરું પાડ્યું છે.
“ हम दूर दूर से साहस बटोर लाएँगे
टूटेंगे नहीं.. हम हार नहीं मानेंगे
कह दो.. कह दो, हम हार नहीं मानेंगे”
मुस्कुराएगा इंडिया 10 :
લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસ ફેલાય બીમારી નો હાવ દૂર કરવા બોલિવૂડના અનેક નામી-અનામી જાણીતા કલાકારો દ્વારા પોતાના ઘરે રહીને ભારતને પ્રોત્સાહિત કરવા માટે આ ગીત ગાવામાં આવ્યું છે જેમાં અક્ષય કુમાર સહિતના કલાકારો પોતાનો ફાળો આપ્યો છે અને દેશને પ્રેરિત અને જાગૃત કરવા પ્રયાસ કર્યા. આ ગીત કૌશલ કિશોરે લખ્યું અને વિશાલ મિશ્રા ના કંઠે ગવાયેલું .
फिर से सड़कों पे सब नाचेंगे
पटरी पे पहिए भागेंगे
गूँजेंगे खेलों के मैदान
बाटेंगे सब ख़ुशियाँ
ग़म भी हम मिलकर बाटेंगे
फिर से होगी सपनो की उड़ान
जो साथ देदे सारा इंडिया
फिर मुस्कुराएगा इंडिया
फिर जीत जाएगा इंडिया
कोरोना से बचके रहेन न जाने किसपे आएगा11 :
સુરત પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં માટે ગીત પરથી કોરોના માટેનું ગીત બનાવી ગાયું છે. જે લોકોના હૃદય તો જીત્યું જ છે સાથે સુરત પોલીસ પર વખાણના પુષ્પો પણ વરસાવી રહ્યું છે. તેમાં લોકજાગૃતિનો સંદેશ હળવી અને દૃષ્ટાંત શૈલી અને પોલીસ ટુકળીના પ્રસ્તુતિકરણના પણ વખાણ થયા છે
कोरोना से बच के रहना न जाने किस पे आयेगा
कोरो नान नान नाना कोरॉना नान नना नना
फेसबुक से दिखाया व्हाट्सएप से बताया, डंडा भी चलाया
बहुत बोला तू ना बनाना, जाने किस पे आयेगा
हो गा ना करोना12 :
પોતાના અલગ અવાજ અને અછાંદસ ગીતોથી ચર્ચામાં રહેતી ઢીંચક પૂજાએ પણ કોરોના મહામારી સમયે લોકજાગૃતિ માટે જંપલાવ્યું અને તેની પોતાની શૈલીમાં ગીત લખીને ગાઈ સૌને સલાહ અને સૂચનો આપ્યા છે. આ એના રેપ સોંગમાં જોઈ શકાય છે.
“करो ना करो ना काम ये करो ना
दुआ ये करना यह करना किसी को होना
हो गा ना करोना हाथ तो धो ना
जल्दी से सोना, टाइम न खोना
टेन्शन लो न, बाबू हो या शोना
बाद में न रोना, मज़ाक में लो ना”
यह करो ना वह करो ना :
પ્રયાગરાજના યશ માલવયા દ્વારા લેખિત આ ગીત કાવ્ય લોકોને વૈશ્વિક મહામારી દરમિયાન સચેત પણ રાખે છે અને પ્રેરિત પણ કરે છે માટે આ ગીત લોકજાગૃતિ ની સાથે પ્રેરણાદાયી પણ બની રહે છે જેમાં ગીતકાર કોરોનાથી ભયભીત ન થઈ સચેત રહી જીવન જીવવા કહે છે.
“यह करो ना वह करो ना, हो सजग लेकिन डरो ना
दफ्तरों में या घरों में नहीं उलझो मशवरो में
भूलना नहीं है तुमको,स्नेह से सबको सजोना,
हो सजग लेकीन डरो ना,हाथ पैर, मुंह धोलो,
फूल अब भी खिलते है ये मत भूलो”
आई है इस दुनिया में बीमारी13:
અમૃતા દીક્ષિત દ્વારા પ્રસ્તુત કરાયેલું આ ગીત કોરોના વાયરસને કારણે હતા થયેલા લોકોને ભયભીત ન થઈ સજાગ રહેવા સૂચન કરે છે. જે બિમારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે તેનાથી બચવાના ઉપાય પેટે ઘરની બહાર ન નીકળી ઘરમાં જ રહેવાની સલાહ આપી લોકજાગૃતિનું કાર્ય કરે છે. તેના જ શબ્દોમાં ;
“आई है इस दुनिया में बीमारी
जिनका नाम करोना
तुम इस से डरो ना
घर पर ही रहो ना बाहर निकलो ना”
कोरोना तुझ पर पड़ेगी हम भारी :
પ્રયાગરાજની સ્વાતિ નીખ્ખરીએ કોરોના સામે બાથ ભીડવાની તૈયારી બતાવતું તેના મધુર કંઠે ગીત ગઈ લોકોને હિંમત આપવાનું કાર્ય કર્યું છે. આ ગીતમાં કોરોના સામે હિંમતથી લડવા માટેના ઉપાયો કહી લોકોને પ્રેરણા આપી છે.
“सब कुछ छोड़ कर भागने की है तेरी बारी
कोरोना तुझ पर पड़ेगी हम भारी हम पड़ेगी भारी
घर में रहेंगे हाथ को धोएंगे गंदगी पास अपने होने ना देंगे
पानी हम गर्म पिएंगे, ऐसी रखेंगे बंद
थोड़ी गर्मी ही सही फिर भी सहेंगे हम
तुझ से लड़ने की हमने कर ली पूरी तैयारी
करो ना तुम पर पड़ेंगे हम भारी “
कोलेरा नही यह कोविद -19 14 :
ગુજરાતના અજય ઓડેદરા અને ધાર્મિક ગજજર દ્વારા લખાયેલું તેમજ અજય ઓડેદરાના કંઠે ગવાયેલ આ રેપ સોંગ હળવી શૈલીમાં લોકોને જાગૃત રહેવા અપીલ કરે છે તેમજ તેને આવશ્યક સૂચનો પણ આપે છે આ ગીત લોકજાગૃતિનું માધ્યમ બની રહ્યું છે.
“कोलेरा नही यह कोविद -19
मिल कर करनी इस से है फाइटिंग
घर मे रहो सुरक्षित रहो
या बहार जाकर जिंदगी बर्बाद करौ
कमाल करो यार धमाल करो
जो कहूँ करौ बेस घर मैं रहौ
ઉપરોક્ત ગીતો અનુભવ કરાવે છે કે કપરા સમયમાં સાથે રહીને પડકારજનક પરિસ્થિતિમાં પણ એકબીજા પ્રત્યે દયા, આશા, કરુણા, સહાય , હિંમત જેવા ભાવો પ્રગટાવી એકબીજાની કાળજી અને મદદ કરી આ વૈશ્વિક મહામારીમઆ ટકી અને ટકાવી શકાય છે. ઉપરોક્ત ગીતો કલાકારો દ્વારા લોકજાગૃતિ અને પ્રેરણાનો કાર્ય કરે છે આવા અંગ્રેજીમાં પણ અનેક ગીતો ગવાયા છે. આપણી વિષય મર્યાદાને ધ્યાનમાં રાખે હું ફક્ત દ્રષ્ટાંતરૂપ ગીત મૂકી સંતોષ પ્રગટ કરું છું.
અંગ્રેજી ભાષાના ગીત :
અંગ્રેજી ભાષા સમસ્ત વિશ્વમાં વ્યાપેલી છે માટે એ માધ્યમથી લોકો એ વધુ ગીતો દ્વારા રજુઆત કરી હોય તે સ્વાભાવિક છે. આપણે અહીં ફક્ત દૃષ્ટાંત રૂપ ગીતથી સંસતોષ માનવો રહ્યો.
LYRICS – CORONA (THE SONG!) Official Music Video – Fearless Motivation
Give me a moment… let’s talk about the real pandemic
Let’s talk about what’s really making people sick
Let’s talk about what’s really taking over.
The virus is fear… it’s not Corona!
Fear is the real pandemic
The constant wave of bad news is really making people sick
And now the whole world is fighting over toilet paper?
For real?
Are we really that thick?
તારતમ્ય :
લોકડાઉનમાં સમયનો સદઉપયોગ કરતાં સર્જનાત્મક પ્રવૃતિઓ કરી શકાય છે એ પણ આપણે ભલે એક સ્થળે ભેગા ના થઇ શકતા હોય પરંતુ અલગ અલગ સ્થળે રહેવા છતાં એક થઇને સર્જનાત્મક પ્રવૃતિ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આઆ કલાકારોએ પુરું પાડ્યું છે. અત્રે વિષય મર્યાદાને કારણે અમુક જૂજ દ્રષ્ટાંતો જ લઈ શકી છું બાકી એક નહિ અનેક કલાકારોએ લોકો માટે સંદેશરૂપ વિટો ગાઈ સમાજને પ્રેરિત કર્યા છે. જેમાં આઓના ગુજરાતી માયાભાઈ આહીરથી લઈને કિંજલ દવે સુધીના લોકોએ આ કામગીરી નિભાવી છે જેમબ નામોલ્લેખ માત્રથી સંતોષ માનવો રહ્યો. વૈશ્વિક મહામારીમાં સૌપ્રથમ હથિયાર છે જાગૃતિ અને એ દ્વારા જ લોકોને બચાવી શકાય છે અને એકમેકને મદદરૂપ પણ થઈ શકાય છે. જે સાહિત્ય સારી રીતે જાણે છે અને એટલે જ લોકોને પ્રેરિત કરવા માટે વિવિધ ગાયકો અને કલાકારોએ સાહિત્યનો આશરો લઈને સમાજોપયોગી ગીતો આપ્યા છે. તે સાથે આપણે સૌએ જાગૃત રહી સૌને પણ પ્રેરિત કરવાના અને સમાજ તેમજ લોકહિતના પગલાં લઈને દેશ અને દુનિયાને મદદરૂપ થવુ એજ સાચો ધર્મ અને એજ માણસાઈ છે. બની શકાય તો કોઈ જરૂરિયાત વાળાને મદદ કરવી અને ન થાય તો માર્ગદર્શન આપવું. જે ઉપરોક્ત લગભગ ગીતોમાં કહેવાયું છે. લોકોને જાગૃત કરી પ્રેરિત કરવા અને હિંમત વધારવી એ પણ એક ધર્મ જ છે. વૈશ્વિક મહામારીમાં સૌ એકબીજાને મદદરૂપ બને એજ કોરોના સામે પહેલી જીત કહેવાશે.
સંદર્ભસૂચિ
*****
સાધના રણછોડભાઈ ટાંક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ (PHD), SADHNACHANDEGRA2012@GMAIL.COM 9428074307