માઈક્રોફિકશન | વિપુલ જોષી
બે મહિના લોકડાઉનના મહાનગરી મુંબઇમા જેમતેમ પસાર કરી જરૂરી પરવાનગી સાથે અર્ણવ પત્ની મંજરી સાથે પોતાની કાર લઇને વતન આવ્યો.પરંતુ નિયય પ્રમાણે તેઓને ચૌદ દિવસ હોમ કોરોન્ટાઇનમાં રહેવાની ફરજ પડી.આ ચૌદ દિવસનું હોમ કોરોન્ટાઇન અર્ણવને અકળાવનારુ લાગ્યું. અંતે હોમ કોરોન્ટાઇનની મુદત પૂરી થતા વહેલી સવારે નવી તાજગી સાથે અર્ણવ પોતાના સ્પોર્ટ સુઝ પહેરી વોકીંગ પર જતા પહેલા મંજરી ને મળવા આવ્યો અને થોડાક હાસ્ય સાથે મંજરીના ખભા પર આછી ટપલી મારીને બોલ્યો, કોરોન્ટાઇન પુરૂ, નાવ આઇ એમ ફ્રી, અને તે ઘરની બહાર નીકળી ગયો. મંજરી તે અદ્રશ્ય ના થયો ત્યાં સુધી તેને જોઈ રહી અને હળવેથી બોલી. "હું તો આવી ત્યારની કોરોન્ટાઇનમાં જ છું".
*****