કોરોના કાળ અને આપણે | વાડીલાલ પટેલ
કુદરતનનાં રૌદ્ર અને સૌમ્ય રૂપો ધરતીનું દર્પણ છે. મન્વંતરો વર્ષની કુદરતની લીલા અપરંપાર અનંતકાળ, અવર્ણીનીય, અકલ્પનીય, અલૌકિક રીતે સદાય ધરણી પર પીમળે છે. આ રૂપોને આધારે સૃષ્ટિના સુંદર અને કુરૂપને નિરખી શકાય છે. “કાળની કેડીએ આપણો ઘડીક સંગ” એમ કવિ નિરંજન ભગત કહે છે. ધરણી પર અનંતકાળના સમયે આપત્તિઓ, મહામારી આવતી જ રહે છે તેમાં અસંખ્ય માનવજાતને હાનિ થતી જ રહે છે. જે બતાવે છે કે કુદરત જેવું કોઈક તત્વ છે. આવી ભૂતકાળની અનેક ઘટનાઓ ઈતિહાસે અંકે કરી છે. કાળાતીત થઈ ગયેલી સેંકડો ઘટનાઓ મહામારી નામ સૂચવે છે. કાળક્રમે જગત પર રોજેરોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપ, પૂર, જ્વાળામુખી, દૂષ્કાળ, પ્લેગ અને વાઇરસોની લાંબી ભરમાળ પ્રકૃતિનું ચક્ર બરાબર ચાલતું જ રહે એ અત્યંત જરૂરી છે. પણ આ કુદરતના ચક્રમાં માણસે લોખંડના સળિયા મૂક્યા છે. તો પછી ચક્ર ઊભું જ રહી જાય ને ? આ સળિયા એ છે કે માણસે પશુ પંખીઓનો વધ કરવા માંડ્યો છે. ડુંગર, પર્વતો તોડી રિસોર્ટ બનાવ્યા. વૃક્ષો કાપી માર્ગો અને બંગલા બનાવ્યા. આજે મોટા નગરોમાં મોટા વૃક્ષો રહ્યા જ નથી. ઘર કે બંગલામાં પ્લાસ્ટિકની વેલ કે વૃક્ષો વાવતા થયા છે. એટલે આપણો અને કુદરતનો નાતો પ્લાસ્ટીકિયા પ્રેમ જેવો થઈ ગયો છે. માણસને ખબર નથી કે પ્રકૃતિના નિકંદનથી ગરમી અને તાપમાન વઘે છે. પૃથ્વીનું તાપમાન વધે છે ત્યારે ગ્લેશિરિયન બરફની પાટો ઓગળે છે. ઓગળેલું પાણી દરિયામાં ભળે છે. દરિયો વર્ષમાં ચાર ઇંચ કિનારો ડૂબી જાય છે જમીનને ગળી જાય છે એટલે હવે પછીના વર્ષો કિનારા ડૂબતાં વિશ્વના સાઇઠ શહેરો કિનારામાં છે જે પહેલા ડૂબશે. મુંબઈ મહાનગરમાં નવી મુંબઈ દરિયામાં ફ્લેટ બનવા લાગ્યા છે. આ ચક્ર સતત ચાલ્યા કરશે, ધરતી પર હિમયુગ આવશે. કિનારા ડૂબશે ત્યારે જમીન ઘટતી જશે. હિમયુગમાં વાતાવરણ કાયમ – 100 ડિગ્રી હશે ત્યારે માનવ જીવન ક્યાં શક્ય બને. કુદરતની આ લીલાને કોણ જાણી શક્યું છે ? એ પહેલાં આ મહામારી – કોરોના – કોવિડ – 19 આવ્યો. એમાં માનવની ગળાકાપ હરીફાઈ, દેશદેશ વચ્ચે વેરઝેર નો ઓકતો પુરાવો તે – કોરોના. કોરોના કૃત્રિમ રીતે ચીનમાં વુહાન શહેરમાં લેબમાં નીપજાવેલ વાઇરસ તે કોરોના. ઝડપી ફેલાવો ધરાવતો ચેપવાળો વાઇરસ તે કોરોના. સૌથી પહેલાં કોરોના કાળમાં માનવજાતિને અસર થઈ છે. થોડા સમયમાં માણસ વડે માણસનું મોત નીપજાવતો ચેપી રોગ કોરોના – કોવિડ – 19. આખા જગતને ભિષણ ભરડામાં લઈને મોતની મર્યાદા ચૂકી ગયા. આખી દુનિયામાં મોતનો હાહાકાર થઈ પડ્યો. અમેરિકા જેવા દેશોમાં મડદાનાં નિકાલની કોઈ વ્યવસ્થા કે જમીન ન રહી. પારાવાર મુશ્કેલી થવા લાગી. સેવા કરવાવાળા યોધ્ધાઓની જેમ સેવકો અઢારથી વીસ કલાક કામ કરીને કોરોના સંક્રમિત થયા એમને કોટિ કોટિ સલામ. કોરોના એવો રોગ છે કે જે વિસ્તાર – શહેરમાં વધુ પ્રદૂષણ રહેલાં છે તે વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાયો છે અને મોત પણ માણસોના ઘણાં થયાં છે. જેમાં અમેરિકા, ઈટાલી, બ્રિટન, સ્પેન વગેરે દેશ છે. જ્યારે ભારતમાં પ્રદુષિત શહેરો મુંબઈ, દિલ્હી, કલકત્તા, અમદાવાદ, સુરત છે જ્યાં કોરોના સ્પોટ રહ્યો. મોતના આંકડા પણ ઊંચા રહ્યા.
કોરોના કાળ :-
ઓગસ્ટ 2019 થી ચીનમાં કોરોનાની પ્રસૂતિ થઈ અને એ સમયમાં શરૂઆતની ધીમી ગતિનો વાઇરસ વુહાન શહેરની લેબના માણસો થયા લાખો માણસોને મોત ભરખી ગયો. એ ગાળામાં દેશ-વિદેશની સફરોમાં આખા વિશ્વમાં અવરજવરને કારણે વાઇરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જેમાં વિશ્વના 190 દેશોમાં પ્રસરી ગયો. વિશ્વની બધી સરકારો વિચાર કરે – અમલ કરાવે ત્યાં સુધી તો ધરતી પર જાણે મોતનો હાહાકાર મચવા લાગ્યો. જાણે મોતનું તાંડવ રચાયું. આ કુદરતનું રૌદ્ર સ્વરૂપ ગણાય. મહાદેવનું તાંડવનૃત્ય. આ મહામારીમાં વિશ્વ પર વિચારવાના ઓરતા ખૂટી પડ્યા. દવાઓ મળતી ન હતી અને આજે પણ નથી દવાઓની શોધના પ્રયત્નો દરેક દેશ કરી રહ્યા છે. બાકી તો ભગવાન ભરોશે છે. જે જીવ્યા તે લાખના. મોતમાંથી જે છૂટ્યા તે સફળ થયા. કોરોના કાળમાં વિવિધ પરિસ્થિતિઓના લેખાંજોખાં માનવજાતે જોયાં છે. કોરોના કાળથી માનવમને ઘણાં નવા નવા અનુભવો કર્યા માનવમનમાં એક પ્રકારનો ડર કે બીક મનમાં પ્રવેશી ગયો. માણસ જ્યારે કટોકટીને પરિસ્થિતિમાં નિ:સહાય થઈ ગયો હોય તેવું અનુભવવા લાગ્યો. બીજું સામાજિકતા માણસને ભરખી જવા લાગી એકાકી જીવન દુષ્કર બનવા લાગ્યું. જીવનમાં માણસને જીવનની નિ:સહાયતા-નિરાશા, હતાશા માનવ જગતમાં વ્યાપી ગઈ. એમાંથી જીવનની ફિલસૂફી બદલાઈ ગઈ. જન્મ અને મરણના પ્રસંગો ઓનલાઈન થઈ ગયા. જન્મ અને મરણના આયામો અને આયાસો બદલાઈ ગયા. સામાજિક અર્થવ્યવસ્થા તૂટી પડી. બદલાયેલું રૂપ નવી દિશા અને દશાઓ લઈને આવ્યું. સામાજિક પ્રાણીના હિસાબે કુટુંબ પરિવાર સમાજની અર્થવ્યવસ્થા આકાશ – જમીનનો તફાવત પડ્યો. માણસની અન્યોન્યાશ્રયી બનવાની ખેવનાનું પૂર્ણ વિરામ આવી ગયું. કોરોના કાળ માનવ અને માનવ જગતની મૂલ્યો અને મૂલ્યાંકનોની વ્યાખ્યાઓ જ બદલી નાખી. મરણ વખતે વીસ માણસો અને લગ્નપ્રસંગે પચાસ માણસો જ આમંત્રિત થાય છે. હવે માનવ માનવ વચ્ચે વિશ્વાશ, લાગણી, પ્રેમસેતુ, ધરોબો એ બધું ભુતકાળ થયો. આવનારી ભવિષ્યની પેઢીને આજના વિચાર-સંબંધો વિશેની કલ્પના પણ નહીં આવે. એ દિવસો ચાલ્યા ગયા કે માણસ જગતમાં આનંદથી ફરી શકતો હતો કોરોના કાળે માનવજાતિના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. જેમ આતંકવાદી દેશના ટુકડા કરવા મસ્ત છે. સિંહાલીઓ દક્ષિણ ભારતમાં, પૂર્વમાં નક્સલવાદીઓ અલગ દેશ માગે છે. કોરોના સમયે ધરતી પર અવનવા ફેરફારો – પરિવર્તનો આવ્યાં. કોરોના કહેરમાં લોકડાઉન આવ્યાં. જે માનવજાતને 450 કરોડ વર્ષ સુધી ક્યારેય લોકડાઉન આવ્યું નહોતું. માનવે આ જાણ્યું અને જોયું નહોતું. માસ્ક આવ્યાં. નાક, મોં પર રક્ષણ કરવા, પરંતુ આ માસ્ક તો માનવજાતે કુદરત પર બર્બરતા, જધન્ય, ઉત્પાત, જોહુકમી ચલાવી. એવાં કુદરતનાં કાર્યો કર્યા છે. એટલે કુદરતને મોં બતાવવા માટે લાયક રહ્યો નથી. એટલે મોં કાળું થઈ ગયું છે, મોં બતાવી શકે કેવી રીતે ? એટલે માસ્ક પહેરીને વર્તન બદલ્યું છે. સામાજિક અંતરપણું માણસને માનસથી દૂર ભગાડવાની વૃત્તિ છે. એક-બે-ત્રણ માણસ ભેગા થઈ ત્યારે અનાદિ કાળ પહેલાં સમાજ બન્યો હતો હવે સમાજ જેવું કાંઇ રહેશે નહીં. ગમે તે જ્ઞાતિનો છોકરો ગમે તે જ્ઞાતિની છોકરીને પરણશે એ દિવસો ક્યારના શરૂ થઈ ગયા છે. હવે જે યુવાનમાં કાર્ય, કુશળતા અને સ્વાસ્થ્ય – તંદુરસ્તી હશે તો જ લગ્ન કે નોકરી કરી શકશે.
મહામારી :-
કોરોના – કોવિડ – 19 ની મહામારી માનવજાતના ઈતિહાસમાં દીવાદાંડી સમી કલંકિત કરતી રહેશે. વિશ્વાસના વહાણ માનવ મનમાંથી નીકળી જશે. શ્રધ્ધાના શબ્દો, સુરાવાલિઓ ઓછી થતી જશે. મહામારીનો સમય માનવજાતને ઢંઢોળવાનું કાર્ય કર્યુ કોરોના ચેપીરોગના કારણે એકદમ ઝપાટાબંધ માણસોને ભરખી જતો હતો હજી પણ ભરખતો જાય છે. અને ભરખી જશે. જેનાથી માનવજાતને મોતનો મલાજો જાળવી શકાતો નથી એટલે તેને મહામારી કહી છે. દેશ-દેશના આંતરિક ઝઘડા બહાર આવી ગયા. માનવતાની મહાન ભૂમિકા, માનવમૂલ્યો સીમાંકનો નેવે મૂકી રાક્ષસી વૃત્તિથી પોતાની બર્બરતાના દર્શન જગતને કરાવ્યાં. તે ચીનની સુપુત્રી – કોરોના. ધીરે ધીરે આ સુપુત્રી મહામારી દુનિયાના છેડા સુધી ભૂચર ખેચર સુધી પ્રસરી ગઈ, પ્રસરે છે, પ્રસરી જશે. બાકી રહી ગયેલા આફ્રિકાના દેશોમાં આ સુપુત્રી પહોંચવા લાગી છે. “જાન હૈ તો જહાન હૈ” પરંતુ જાની દુશ્મનો જ જહાનને લૂંટવા માટે પડાપડી કરે છે. ત્યારે કહેવું જોઈએ કે “અન્ન તેવા ઓડકાર” થી ચીનની મોટા ભાગની પ્રજા માંસાહારી છે. જે ચામાચીડિયાનો સૂપ, સાપની જુદી જુદી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. એમાંથી કોઈક ને અટકચાળું કરવાનો વિચાર આવ્યો એનું પરિણામ કોવિડ – 19 કોરોના મહામારી.
કોરોના કાળે :- શું શું જોયું ? અસરો – પરિવર્તનો
માનવજાતનું ધરમૂળથી ધનોતપનોત કાઢી નાખે તેવો આ કોરોના કહેર – મહાવિનાશકારી કોરોના. આ કોરોના વાઇરસનું રૂપ, આકાર એવા છે કે એને લાકડી, ગોળીથી મારી શકાય નહીં. જુઓ તો ખરા આ કેવો પેચિદો રોગ બન્યો. જેની કલ્પના પણ કરી શકાય નહીં પરંતુ કયા ટાણે ચીનાઓએ વિકૃત મગજવાળા મહામારી કોરોના ઉત્પન કરી શક્યા. આ પ્રસૂતિનાં છાંટા પહેલાં ચીનની પ્રજા પર પડ્યા. આસાનીથી ઝડપભેર જગતમાં ફરી વળ્યાં. કોરોના વકર્યો ત્યારે મોતનો તાંડવ જોવા મળ્યો. લાશોના ઢગલા થયા તેનો નિકાલ કેવી રીતે કરવો તે ઈટાલી, અમેરિકા જેવા દેશને ધોળે દિવસે તારા દેખાયા હતા. એવી દર્દનાક ભયાનક ભૂતાવળ બનીને આવી હોય તેનો ચિતાર થવા લાગ્યો. ત્યારે અમેરિકા, ઈટાલી, ફ્રાંસ જેવા દેશને ફાંફાં પડી ગયાં. વર્તમાન પ્રજા આ ભયાનક દ્રશ્યો પોતાના જીવનકાળ સુધી ભૂલી શકશે નહિ.
નરી આંખે જેણે આ દ્રશ્યો જોયાં તેને માનવજાત પ્રત્યે નફરત-ધૃણા પ્રગટશે. એને જીજીવિષાની આશા નામ શેષ: થઈ આ રોગને કુદરતનો કહેર પણ કહ્યો છે. કોરોનાથી લોકડાઉન આવ્યાં. વિશ્વ આખું ઘરમાં પુરાયું. વિશ્વ કુદરતી શકિત ખીલી. જેમાં તાસીર અને તસ્વીર બદલાઈ ગઈ. કોરોના કાળે પર્યાવરણ સુધરી ગયું. ભારતની પવિત્ર નદીઓનાં પાણી કાંચનવર્ણા, શીતળ બની ગયાં. જલંધરથી હિમાલયની પર્વતમાળાઓ નજીકથી નિહાળી શકયા. પશુ પંખીઓ ઓર ક્લ્લોલિત થયાં. પ્રકૃતિઓ સોળે કળાએ ખીલવા લાગી. કોકિલા અને મોરના થનગનાટ ઓર થવા લાગ્યા. લોકડાઉનમાં માણસ ઘરમાં જ રહ્યો જ્યારે ગુજરાતના ભયાનક ભૂકંપ વખતે માણસોને ઘર બહાર રહેવું પડ્યું હતું. કુદરતની કેવી બલિહારી. મહામારીનો આવો ઈશારો માનવને ચેતવણી રૂપે પણ હોઇ શકે. માનવ તું હવે ચેતી જા – સુધરી જ. ખોટી અનીતિ અત્યાચાર, અસત્યતાના કાર્યો ન કરીશ. હવે છેલ્લી તક છે માનવ. નહીં સુધરે તો આ કોરોનાથી ભયંકર – ભયાનક – વિકરાળ આપત્તિઓ આવવા માટે થનગની રહી છે. કોરોના ટાણે ભારત સરકારને ત્રણ મહામારી આવીને ઊભી હતી.
અમ્ફાન વાવાઝોડું.
કોરોના મહામારી
પાક.ની નાપાક પ્રવૃત્તિ અને ચીનની ઘુષણખોરી.
વડાપ્રધાનશ્રી કહ્યું કે આ ઉપરોક્ત ત્રણ મહામારીમાંથી આપણે ઉગરવાનું છે. હવે વાવાઝોડું અમ્ફાને ઓરિસ્સા અને પ.બંગાળમાં તબાહી મચાવી માનવજાતને જ હાનિ પહોચાડી. નિસર્ગ વાવઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું. કુદરતી આફતો સામે કૃત્રિમ આફતો મહામારી બનીને આવે છે.
આ દરમ્યાન કોરોના કાળમાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિ આતંકવાદ બંધ કરી શકતું નથી. એ માનવ કે રાક્ષસ છે કે મહામારીના સમયમાં પોતાની પ્રવૃત્તિ બંધ કરે એટલી તો સંવેદના જાળવે કે પાકિસ્તાનમાં લાખો લોકો કોરોનાથી મોત પામી રહ્યા છે. ન જાણે આવા દેશને કુદરત કેમ ગળી જતી નથી ? આટલી બધી પાશવીવૃત્તિ – દુશ્મનાવટ જુઓ તો ખરા ? આખી દુનિયાને હંફાવે છે પણ આતંકી વિકૃતિ બંધ થતી નથી. ઇ.સ. 1984 થી અમૃતસર મંદિરમાં ભીંદરાનવાલાના મોતથી આં વિકૃતિ વકરી. જે પાકિસ્તાને ઝડપી લીધી. બીજો દેશ ચીન જે કોરોના કાળમાં વિશ્વના 190 દેશો તેના વિરુધ્ધમાં છે તો પણ ભારતની લદ્દાખ સરહદમાં બાંયો ચડાવીને ઊભું છે. કોરોના સમયે કેટલીય ઘટનાઓ બની છે. ભાજપનું આત્મનિર્ભર અને કોંગ્રેસનું રિસોર્ટનિર્ભર જોવા મળ્યું. આવા કપરા કોરોના કાળમાં આ કોંગ્રેસીઓને લાજશરમ છે કે નહિ. માણસપણું જ રહ્યું નથી. રાજકારણના સોદાગરો માનવજીવોને ના સમજે. એમને તો પોતાની ઇકોતેર પેઢી તારવા રૂપિયા જ જોઈએ. કોરોના કાળમાં નાગરિકનું જેનું મરવું હોય તેનું મરે, એક ધારાસભ્ય એક-બે કરોડ રૂપિયામાં બકરા વેચાયા હતા. આ નપાવટ, નમાયા દેશનું સંચાલન કરવા કરતાં પેલાં બહારવટિયા કાદૂ મકરાણી જેવા સત્ય, વીર અને ટેકી પણાના – મા-બહેન માટે માથુ આપી દેનારા ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. કોરોના કાળે આપણને ઉપરના લોકો આવા. કાર્યો કરતાં જોવા મળ્યા આ સમયે તેમને તેમની પતિતા વેચવાની ક્યાં જરૂર હતી ?
મહામારીના લોકડાઉનમાં ભૂખમરો, બેકારી અને વિશ્વમાં રોજીરોટી ચાલી ગઈ ત્યારે માણસોને ખાવા તો જોઈશે જ. આ સમયે માણસોને ખાવા નથી ત્યારે પ્રધાનો કોરોનામાં વાર-વાર વેચાય છે. કેવી વિટંબણા કહેવાય. શરૂઆતમાં લોકડાઉન વખતે કહેવાયું હતું કે કામદાર કે મજૂરો તમને પગાર ઉપરાંત રાશન પણ મળશે. પરંતુ એમના માલિક કે કોન્ટ્રાકટરોએ પાછળથી હાથ ઊંચા કરી દીધા. ત્યાર પછી મજૂર પણ માણસ છે. લોકડાઉનમાં ખાવા તો જોઈએ જ ને ? મજૂરો એક સામટા વિફર્યા ત્યારે સરકાર જાગી. મધ્યસ્થ બની બસ કે રેલ મારફતે પોતાના વતન જવાની રઢ મજૂરોએ ઉપાડી કે વતન જવું જ છે ગમે તે ભોગે ? જવા સાધન મળે તો ઠીક નહિં તો પગપાળા પણ વતન વાપસી કરવી જ, કરવી જ. ઘણાં મજૂરો 1800 કિ.મી. ઘણાં 2500 કિ.મી. પગપાળા વતન જવા ઉપડ્યા. કેટલાય રસ્તામાં મરણ પામ્યા. મજૂર ઘર વાપસી એક સામટા માનવજુવાળને રોકવા લોઢાના ચણા ચાવવા બરાબર હતું. ભારતના ઈતિહાસમાં મજૂર વાપસી વતનને વિરાસતનો પ્રસંગ સમય ક્યારેય આવો આવ્યો નથી. જે આજના આ દિવસને ઇતિહાસ પણ નોંધશે. એક રાજ્યનો સંદેશો બીજા રાજ્યે ન આપ્યો ત્યારે મજૂરો ટિકિટના રૂપિયા આપીને પણ રખડી ગયા. અધિકારીઓ એમના રોટલા શેકી લીધા. જુઓ તો ખરા ઘણા માણસોએ લાખો રૂપિયાના દાન કોરોના કાળમાં આપ્યા. એમાં આવા પણ માણસો છે ? જય હિન્દ જય ભારત. કોરોના મહામારીના સંક્રમણ વિશ્વભરમાં રોજિંદુ જીવન બદલી નાખ્યું. કોરોનાથી મોટી અસરો થઈ અને બેકારી સાથે હિજરત પણ વધી.
કોરોના કાળ દરમ્યાન કોરોના વાઇરસને કારણે વિશ્વમાં 58 લાખથી વધુ લોકો બિમાર થયા અને સાડા ચાર લાખથી વધુ લોકોના મોત થયાં. આ આંકડો હજુ વધારો ચાલુ જ છે. આ મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જોખમ બનીને કોરોના આવ્યું. આ મહામારીએ વિશ્વભરની દરેક વસ્તુની વ્યાખ્યાઓ બદલી નાખી છે. ખાસ કરીને આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી ચીજોને મોટા પાયે બદલી નાખી. જેનો અંદાજ લગાવી શકાય નહિ. છતાં આંકડા તપાસનારા અને આપણી વચ્ચેનું આંકડાકીય મગજ તેને માપવાનું પ્રયત્ન કરી રહ્યું છે. જીવન સાથે સંકળાયેલા આવાં જ પાસાંઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ પર્યાવરણથી લઈ બેરોજગારી અને ગુનાથી લઈ ઉપયોગી ચીજવસ્તુઓનો વપરાશ સામેલ છે. જે સૌથી સારી વાત ગણાય. વિશ્વભરના આરોગ્યકર્મીઓનું સન્માન વધ્યું છે, અને તેમની પ્રશંસા થઈ રહી છે. તેઓને મળતું વળતર બહુ ઓછું છે. એવા ચોપન (54) મોટા ફેરફારોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાકને આપણે જાણીએ.
આરોગ્ય કર્મીઓનું સન્માન :- વખાણ વધ્યા :
સંકટના સમયમાં હેલ્થ સ્ટાફ મસીહા બનીને આવ્યો. તેઓ પોતાની અને પરિવારની પરવા કર્યા વિના મોરચા પર ટકી રહ્યાં. લોકો તાળીઓ, સંગીત, વગાડીને તેમનું સન્માન કરવા લાગ્યા. એથી વધારાનું ભારત સરકારે વિમાની સેવા – હવાઈદળ દ્વારા ભારતના પૂર્વ કોલક્તાથી કચ્છ અને ઉત્તરથી દક્ષિણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યાં જ્યાં સેવાકર્મીઓ ઉપર પુષ્પવર્ષા કરીને એમનું ઓર સન્માન આપ્યું.
માસ્ક અને સામાજિક અંતર :-
જાહેર પરિવહન, દુકાનો અને ભરચક વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા લાગ્યા. સામાજિક અંતર પણ જાળવી રહ્યા છે. કોરોના સંક્રમણના સમયમાં એ જીવનનો ભાગ બની ગયા છે. આરોગ્યને લઈ જાગરૂકતા પણ વધી છે.
દુનિયા ઓનલાઈન થઈ :-
વર્ક ફોમ હોમ, ઓનલાઈન અભ્યાસ, ટ્રેનિંગનું ચલણ વધ્યું છે. ઓનલાઈન જન્મ-મરણ મોટાભાગનાં બાળકો ઘરોમાં જ રહ્યાં તે કોરોનાનો પ્રતાપ અને પ્રભાવ. જરૂરિયાતની વસ્તુઓની હોમડિલિવરી થવા લાગી એ કોરોના કાળની આભા ગણાય. ચીજોને અડવાથી બચવા માટે ઓનલાઈન ઓર્ડર પણ વધ્યા. ઇ-લર્નિંગ, ઇ-ગેમિંગ, ઇ-બુક્સ, ઇ-અટેંડન્સનું વલણ વધ્યું. ઓનલાઈન ચલણ વધવાથી ચેટિંગ પર લગ્નો વધુ થયાં. બેંકોના વ્યવહારોમાં ઘણાએ હેકિંગથી અન્ય વ્યક્તિઓના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા. આ કાળ કોરોનાનો ગણાય. હોંશિયારી આવી છેતરપિંડી વધી છે.
સ્કીમ ટાઈમ વધ્યો :-
કોરોના મહામારી પહેલાં અમે ડિજિટલ ડિવાઇસ કે ઉપકરણો પર પસાર કરનાર સમયને ઓછો કરવા કે તેને જોવાથી અટકવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો પરંતુ લોકડાઉને તેને વધારી દીધો. લોકોએ સ્કીમ પર વધુ સમય વિતાવ્યો એ કોરોના કાળની મોટી વિટંબણા ગણાય.
બેરોજગારી વધી :
કોરોના કાળમાં કોરોના વાઇરસની અસર રોજગાર પર પણ પડી. અમેરીકામાં બેરોજગારી દર રેકોર્ડ 14 ટકા થઈ ગયો. નિષ્ણાતો મુજબ 1999 બાદ પહેલી વખત ગરીબી વધી-વધશે. આશરે 50 કરોડ લોકો ગરીબીનો શિકાર થઈ શકે છે.
અંદાજ કરતાં વધુ મોત :
કોરોના સમયમાં વિશ્વભરમાં થયેલાં મોતની સંખ્યા અંદાજ કરતાં ઘણી વધારે થઈ છે. સત્તાવાર આંકડા સ્પષ્ટ તસવીર નથી દેખાડતા. પરંતુ 24 દેશોના અભ્યાસ બાદ ન્યુયોર્ક ટાઇમ્સે જણાવ્યું કે ઘણા દેશોમાં 74 હજાર મોત વધુ થયાં છે. તેમાં હોસ્પિટલોમાં સારવાર કરાવવા નહીં ગયેલા પણ સામેલ છે. અમેરીકામાં આશરે 1.50 લાખ મોત અંદાજથી વધુ છે.
લોકો વસિયતનામું કરાવવા લાગ્યા :-
કોરોના કાળમાં કસમયના મોતના ડરથી વિલ બનાવવામાં તેજી આવી છે. તેનું કારણ એ પણ છે કે કોરોનાથી સારવાર કે મોત દરમિયાન પરિવાર મિત્ર કે નજીકના સંબંધીઓને પાસે આવવાની મંજૂરી અપાતી નથી.
લોટનો વપરાશ વધ્યો :- પરંતુ સાથે ખાવાની ટેવ છૂટી ગઈ :-
કોરોના સમયમાં લોકડાઉન દરમિયાન મોટી વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ આ સમયનો ઉપયોગ લોકોએ નવા નવા પ્રયોગો કરવામાં કર્યો. સૌથી વધુ એક્સ્પિરિમેંટ ખાવા પીવા અંગે થયો. મર્યાદિત સંશોધનો વચ્ચે સૌથી વધુ વપરાશ લોટનો થયો. જોકે સામાજિક અંતરને કારણે સાથે મળીને રસોઈ બનાવવા અને ખાવાની ટેવો ઓછી થઈ ગઈ.
પલાયન અને સંક્રમણ વધ્યું :-
કોરોના સમયમાં મહામારીને રોકવા માટે માનવ ઇતિહાસનાં સૌથી મોટા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં તે પૂરતા સાબિત થયા નહિ. લાખો લોકોનો કામ ધંધો બંધ થઈ ગયો હતો તો તેઓ ઘરે પરત થવા લાગ્યા. ચીનના વુહાન શહેરમાંથી વીસ લાખ લોકો શહેર છોડીને જતાં રહ્યા. કોરોનાનો પ્રકોપ ફેલાવવાનો એનાથી ખરાબ સમય બીજો કોઈ હોઇ શકે નહિ.
ટ્રાફિક – અકસ્માત ઘટ્યા :-
કોરોના કાળમાં વાહનનો વપરાશ ઘટ્યો. જેમાં વાહનની સ્પીડ વધી ગઈ. લોકડાઉન દરમિયાન ટ્રાફિક બંધ હોવાથી માર્ગો પર અકસ્માત ઘટ્યા. પરંતુ વાહનચાલકોએ તેમના વાહનની સ્પીડ વધારી દીધી. ખાલી માર્ગો પર લોકો પૂરઝડપે વાહન દોડાવવા લાગ્યા.
પર્યાવરણમાં સુધારો :-
કોરોના સમયે વિશ્વભરમાં ટ્રાફિક અટકી જવાની અસર ગ્રીનહાઉસ અને કાર્બનડાયોક્સાઇડ ઉત્સર્જન પર પડી. કોસીલ ફ્યૂઝલ અને વાહનોનો ઉપયોગ ઘટવાથી તેમાં રેકોર્ડ ઘટાડો થયો.
ગુના ઘટ્યા, ચોરી છેતરપિંડી વધ્યાં :-
કોરોના કાળમાં લોકડાઉન સમયે મોટા ગુનાઓમાં ઘટાડો થયો, પરંતુ છેતરપિંડી સર્વોચ્ચ સ્થાન પર વધી ગયાં છે. વેરાન શહેરોનો લાભ ઉઠાવી ચોરોએ દુકાનો રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યાં છે. કોરોના નામે ઓનલાઇન નાણાકીય છેતરપિંડી વધી ગઈ છે.
રેલ્વે સેવાઓ થંભી ગઈ :-
કોરોના કાળે માનવજાતને ડંખે એવા અનુભવો કરાવ્યા છે. એમાં ભારતવર્ષમા 160 વર્ષથી 8 ઝોનમાં રેલ્વે સેવા પ્રાપ્ત છે. જે ભારતના અને રેલ્વેના ઈતિહાસમાં લગભગ (70) સિત્તેર દિવસો રેલ્વે સેવાઓ બંધ રાખવાની ફરજ પડી.
વિમાન સેવાઓ : અટકાવી દેવી પડી :-
કોરોના સમયમાં લોકડાઉન વખતે કોરોના ચેપગ્રસ્ત ન થવાય કે એક દેશમાંથી બીજા દેશમાં પેસેઞ્જરોના જવાથી રોગ ન વકરે માટે આ સેવાઓ બંધ રખાઇ હતી.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓફ ગુજરાત – S.T. સેવા બંધ કરાવાઇ :-
કોરોના કાળમાં કોરોના વધુ ન વકરે માટે લોકડાઉન સમયે તાત્કાલિક ધોરણે S.T. સેવાઓને બંધ રાખવામાં આવી એ ગુજરાતની ઐતિહાસિક ઘટના ગણાય.
5 જૂન પર્યાવરણ દિવસ :-
કોરોના સમયમાં લોકડાઉનમાં જળ, જગત, જમીનનો, હવામાન, હવાને ફાયદો થયો છે. નદીઓનાં પાણી ચોખ્ખાં થયાં. હવા સ્વચ્છ થઈ. જંગલોમાં પણ પ્રાણીઓને મોકળાશ મળી છે. દેશના સૌથી પહેલા મરીન નેશનલ પાર્કમાં પણ લોકડાઉન દરમિયાન ફિશિંગ અને બોટિંગ બંધ હોવાથી ઘણો ફેરફાર થયો છે. ગેરકાયદેસર ફિશિંગથી મોટું નુકશાન થતું હતું. હવે ચોમાસામાં પણ ફિશિંગ બંધ રહેવાથી જીવસૃષ્ટિને લાભ થયો છે. પરવાળાની શૃંખલાઓ દરિયામાં મોજાં, તોફાનો, ત્સુનામી જેવી આફતો સામે રક્ષણ આપે છે. દુનિયાના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી ૨૫ ટકા પરવાળાના ક્ષેત્રોમાંથી મળે છે. જામનગરના મરીન નેશનલ પાર્ક અંદાજે ૬૦૦ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં ૪૨ ટાપુઓ છે, જેમાંથી ૩૪ ટાપુઓની ફરતે પરવાળાઓની શૃંખલાઓ આવેલી છે. પીરોટન ટાપુમાં ક્યારેક ડોલ્ફિન પણ જોવા મળે છે.
કોરોના કાળમાં હવાનું પ્રદૂષણ લોકડાઉન ‘ડાઉન’ થયું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ધ્વારા એપ્રિલમાં જનતા કરફ્યુના એક અઠવાડિયા પહેલાં તથા જનતા કરફ્યુ અને લોકડાઉન દરમિયાન એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ ગાંધીનગર, વટવા, મણિનગર, અંકલેશ્વર જેવા સ્થળોએ કરવામાં આવ્યું. જેમાં પરિસ્થિતિ સુધરી. મણિનગર ખાતે લોકડાઉન પહેલાં Pm/O જે નિયત માત્રા કરતાં વધારે હતું. જેમાં ઘટાડો થયો. દરમિયાન હવા શુદ્ધ થઈ અંકલેશ્વર અને વાપીમાં હવા શુદ્ધ થઈ. એ કોરોના કાળનો ચમત્કાર ગણાય.
પરવાળાના ટાપુઓ સમુદ્રના કુલ વિસ્તારના 5 ટકા જ હોય છે પણ જૈવિક વિવિધાતાના 25 ટકા જીવો માટે આવાસ હોય છે એટલે તેમણે સમુદ્રના વર્ષાવનો કહેવાય છે. આ કોરોના સમયગાળામાં દરિયાઈ સૃષ્ટિમાં પણ ફેરફાર થઈને સ્વચ્છ-શુદ્ધ પવિત્ર થયાં છે. પર્યાવરણને સુંદર બનાવ્યાં છે.
આપણે :- માનવજાત
માનવજાતિએ આટલો વિકટ – પ્રકોપ મહામારીનો મોટો કહેર પહેલાં કદાચ જોયો નહિ હોય. આપત્તિઓ મહામારી માનવજગતના ઈતિહાસમાં ઘણી આવીને ગઈ. પરંતુ ગુજરાતની પ્રજાએ એનો ખંત, ઉત્સાહથી એમનું હિર અને ખીર ખમીર બતાવ્યું છે. ખમીરવંતી પ્રજાએ મહામારીઓના લોકડાઉનના દિવસોમાં સમય વર્તે સાવધાન રહી સરકારશ્રીના સૂચનોનો અમલ કરીને પોતાના જીવનને સ્વચ્છ રાખીને માસ્ક પહેરી સામાજિક અંતર જાળવીને ઘરમાં જ સલામત રહ્યાં છે. કુદરતનાં રૌદ્ર સ્વરૂપો જગત પર આવતાં જ રહેવાનાં. કોરોના કાળમાં વિકૃત વિપત્તિ આવી છે અને ભવિષ્યમાં હજી વધુ મહામારીઓ તો આવશે જ એમાં શંકાને સ્થાન નથી. દરેક માટે એક શુભ વિચારવું એક સેવા ગણાય. જે આત્માની શક્તિ વધારે છે. સંકટના સમયે આપણે જીવનમાં એ આધારે પરિવર્તન લાવો તો ભવિષ્યની દરેક મુસીબત સામે લડવા તૈયાર થઈ શકો છો આપણે વૈશ્વિક રોગચાળાને સંકલ્પ અને સંયમના માધ્યમથી જ દૂર કરી શકીએ. એટલે કે નિયંત્રણ આપણા જ હાથમાં છે. કોવિડ-૧૯ વચ્ચે પોઝિટિવ જિંદગી હવે પાટે ચડી રહી છે. હજુ પણ ભવિષ્ય અંગે ચિંતા અને ડરની ભાવના છે.
કોરોના કાળમાં આત્મા વિહોણા સમાજનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું છે. કોરોના કાળમાં તા. 1/05/2020 ના રોજ ગુજરાતમાં 1000 માણસોના મોત થયાં અને તા. 9/07/2020 ના રોજ 2000 માણસોના મોત થયાં. જે અત્યંત દર્દનાક ગણાય. આથી ગુજરાત ગમગીન છે. બે હજાર લોકોના કોરોનાએ જીવ લઈ લીધો. આ ક્યારેય ન ભૂલાય તેવું દર્દ છે. 22 માર્ચ 2020 ના જ્યારે પહેલું મોત થયું ત્યારે કોઈએ નહોતું વિચાર્યું કે એક દિવસ આપણે બે હજાર લોકોના મોતના સમાચાર મળશે. રોજેરોજ આવતાં ૨૦ કે 30 ના મોતના આંકડા જોડતાં જોડતાં ૧/૦૫/૨૦ ના એક હજારે અને ૯/૭/૨૦ ના બે હજારે પહોંચી ગયા. હજી તો વધારે મોતના આંકડા ચાલુ જ છે. આ બે હજાર લોકો આપણા જ હતા. એમને ગુમાવવાથી ગુજરાત નિ:શબ્દ છે. કોરોના કાળમાં અવનવી, અદ્દભૂત, અકલ્પનીય ઘટનાઓ કેટલીય ઘટી છે. જે અશોભનીય અને ઘાતક બની રહી.
આમ કોરોના કોવિડ-૧૯ એ માનવ સમાજની ગતિવિધિઓને થંભાવી દીધી છે. વિશ્વ જગત જે ગતિએ પ્રગતિનાં હરણફાળ ભરી રહ્યું હતું તે ઘડીએ અચાનક મહામારીએ આખી દુનિયાની સિકલ બદલી નાખી. માનવજાતને રોક લગાવીને કોરોના મહામારીએ પોતાની શક્તિનો પરચો જગતને બતાવ્યો. આ સાથે માનવજાતની તાસીર અને તસવીર બદલાઈ ગઈ. માનવજાતના ઈતિહાસમાં કદાચ આવી વિકૃત પ્રકોપ મહામારી આવી નહીં હોય કે માણસ સમજે કે વિચારે – અમલ કરે ત્યાં સુધી મોતના સમાચાર આવી ગયા. કોરોના કાળનો સમય સંદિગ્ધ છે. હજુ પણ એની દવાઓ શોધાઈ નથી. પ્રયત્નો ચાલુ જ છે. આપણે વિનંતી કરીએ કે મહામારી રોગની દવાઓ ઝડપથી શોધાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ જેથી આ તમારા બાળકો માટે જીવનદાન મળે.
*****