સ્વાનુભવ | શાંતિ બામણીયા
હું એક ગૃહિણી છું.
હું પણ કોરેના વોરીયર છું આખા ઘરની જવાબદારી મારી પર છે. પછી ભલે વર્કિંગ વુમન હોય કે ગૃહિણીની હોય ઘર પરિવારના દરેક સભ્યની કેટલી બધી જવાબદારી એકસાથે સંભાળું છું.
આપણે લોકડાઉનમાં ડોક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસો, સફાઈ કર્મચારીઓને થાળી-ઘંટડી વગાડીને બિરદાવ્યા પરંતુ ઘરમાં સતત કાર્યરત વ્યસ્ત રહેતી માતા, પત્ની, બહેન પ્રત્યે આભારની લાગણી દર્શાવી ? તેમની કદર કરી ??
અમે પણ લોકડાઉનમાં ચુસ્ત પાલન જળવાઈ રહે તે જોવાનું કામ કર્યું છે.
એક ગૃહિણી તરીકે સભ્યોની દેખરેખ રાખીને ઘરના વાતાવરણને શાંત-સલામત રાખ્યું છે.. સ્વચ્છતા રાખી છે.. ઘરને દરરોજ સેનેટાઈઝ કર્યું છે..
આવા કોરોનાના કપરા કાળના ડર વચ્ચે બહારથી આવતું દૂધ, શાકભાજી, કરિયાણાની કોઈપણ વસ્તુ લેતા પહેલા મને પણ ડર લાગે છે કે મારા ઘરના સભ્યો વાઈરસના સંપર્કમાં ન આવી જાય. અને જો વાયરસ લાગી જાય તો ઈમ્યુનિટી પાવરફૂલ રહે તેની સજાગતા રાખી છે.
લોકડાઉનમાં ખરી કસોટી અમારી ગૃહિણીઓની રહી છે. ધંધા વગર ઘરે બેસતા પતિની હતાશા-નિરાશા દૂર કરુ છુ, ઓછા બજેટમાં ઘરને સંભાળુ છુ ..બાળકોનું તોફાન સહન કરીને જૂના જમાનાની રમતો રમાડું છું. વડીલોની વાતોના સંભારણા સાંભળુ છું.
હું પણ કોરેના વોરીયર છું આખા પરિવારની જિંદગી સુખથી સજાવું છે .
તમે પણ સામાજિક અંતર રાખી દેશદાઝ બતાવો અને મારી જેમ ઘરમાં જ રહીને સૌના વહાલને વધાવો.
*****