વાંક કોનો ???? | ડો. માનસી મહેતા
રસોડામાંથી અવાજ સંભળાયો, "સાંભળો છો!!!! ઘરમાં અનાજ કરિયાણું પૂરું થવા આવ્યું છે.આમ ને આમ અડધા પગારમાં ઘર ક્યાં સુધી ચાલશે?? ઘરના હપ્તા, બે-બે ગાડીના હપ્તા, છોકરાવના લગ્ન માટે લીધેલી લોન ના હપ્તા.. આખો દિવસ આ તમારા ઓનલાઈન વર્ગો માં રચ્યા રહો છો. પગાર બાબતે સ્કૂલ માં વાત કરતા હોવ તો ?????? કોરોના એ તો બધું ફેરવી નાખ્યું....."રસિકલાલ જવાબ માં હળવું સ્મિત આપી બોલ્યા, "તું તારે ચિંતા ના કર!!! હું બેઠો છું ને ??"
બીજા દિવસે સુખી અને પ્રતિષ્ઠિત પરિવાર ગણાતા રસિકલાલના ઘરમાં સન્નાટો છવાયો હતો. સોશ્યિલ મીડિયા માં સમાચાર વહેતા થયા હતા.....
" વર્ષોનો અનુભવ છતાં ઓનલાઇન શિક્ષણ આપવામાં નિષ્ફળ, શહેરની પ્રતિષ્ઠિત શાળાના નામી શિક્ષક એવા રસિકલાલ દવેની આત્મહત્યા....."
શ્રેષ્ઠ શિક્ષક સમ્માનિત રસિકલાલ દવેને, શિક્ષણના પાંત્રીસ વર્ષના અનુભવ બાદ, ઓનલાઇન ટીચિંગ ના આધારે નાપાસ કરાયા હતા.
*****