મહાપરિવર્તન | કિશોર આર. ટંડેલ
ગુટખા દારૂનો બંધાણી રમણલાલ સાંજ પડે ભૂલીજતો કે ઘર, સ્વજન, પરિવાર અને નોકરી કેટલા મહત્વના છે.પત્નીની વાતો નક્કામી ,વાહિયાત,નિર્થક અને ગેરવ્યાજબી લાગતી.સવાર થતાં પુત્રી પ્રકૃતિને જોતાં પરિવાર પ્રેમ જાગી જતો.
કોરોના વાયરસનેકારણે લોકડાઉન થયું ને લંબાતું ગયું.ગુટખા-દારૂને અભાવે રમનલાલની બેચેની વધતી જતી હતી.એક દિવસ તેણે મા-પુત્રીનો સંવાદ સાંભળ્યો.
પ્રકૃતિ કહે, જો મમ્મી, લોકડાઉનને કારણે વાહનોથી ફેલાતું ધ્વનિ, વાયુ પ્રદૂષણ બંધ થયું છે.વાતાવરણમાં ધુમાડો ઘટે તેથી વૃક્ષોની ખોરાક બનાવવાની પ્રક્રિયા ઝડપી બને છે.પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં વૃક્ષના પાનમાં રહેલ હરિતકણ ખોરાક બનાવે છે.વૃક્ષમાં ફ્લાવરિંગ વધુ આવે છે.છોડની રોગપ્રતિકારક શક્તિ વધે અને રોગ પણ ઓછા આવે છે.
જાહેર પરિવહનનો ઓછો ઉપયોગ કરવા સાઇકલ તરફ વિદેશીઓ વળી રહ્યા છે ત્યારે મારા પપ્પા તો વર્ષોથી સાઇકલ ચલાવે છે. પ્રદૂષણ થતું નથી એટલે જ મારું નામ પ્રકૃતિ રાખ્યું છે.મમ્મી કહે, સાચી વાત.રમણલાલમાં પ્રેમ, સવેદના,લાગણી જાગી ગઈ ને વ્યસનને છોડી મહાપરિવર્તન સ્વીકારી,પ્રકૃતિને ચુમીઓ ભરી હતી.
*****