કોરોનામાં શ્રમિકો | યોગેશ જોષી
ઘરમાં રહે
તો
ભૂખ મારે
ને
બહાર નીકળે
તો
કોરોના.
વતન ભણી જવા
હાઈ-વે પર
ચાલવા લાગે
તો
પોલીસ મારે.
છેવટે
શ્રમિકો નીકળી પડ્યા
રેલના પાટે પાટે...
ક્યાં
લઈ જશે
રેલના આ પાટા?!