ભૂખનાં ટોળાં! | વિપુલ પરમાર
ભટકે ભૂખનાં ટોળાં!
જીવન જેવી ચીજ પડી ગઈ, કરતાં ખાંખાખોળા!
કાલ હતાં જે સાથ અમારી હૈયું, મસ્તક, હાથ!
ખપમાં આવ્યાં એ જ, હવે શું ભરવી બીજે બાથ?
સપનાનું છે બચકું માથે ને હાથે શિશુ ભોળા!
ભટકે ભૂખનાં ટોળાં!
દૂરદૂરથી કરચલિયાળા ચહેરા કરતા સાદ,
ડગલે પગલે વચ્ચે નડતાં ગામસીમના વાદ!
ક્યાંક છાંયડો માંડ મળે તો કાળ કાઢતો ડોળા!
ભટકે ભૂખનાં ટોળાં!
*****