કાવ્ય | વિજય પ્રજાપતિ 'વમળ'
કાળને પણ હચમચાવી લો હવે,
આ મહામારી વધાવી લો હવે,
ચેપ ફેલાયો સમગ્ર દુનિયાં સુધી,
ખુદ હવે ખુદને મનાવી લો હવે,
જો વિનાં હથિયાર લડવાંનું થયું,
જીત પાક્કી છે ગણાવી લો હવે,
ને બધાથી દૂર રાખો જાત ને,
વાયરસને એવું જણાવી લો હવે,
એમ સેનીટાઈઝર છાંટો તમેં,
રોગને એમજ ભગાવી લો હવે,
પૂર્ણ હિંમત ખુદ તમે દિલમાં ભરો,
ધાક એવી પણ જમાવી લો હવે,
માનવીનો શત્રુ જગતમાં ના રહે,
વાત આવી પણ ભણાવી લો હવે,
આમ કોરોના બધે ફેલ્યો ભલે,
જાત પોતાની બચાવી લો હવે,