ગો કોરોના ગો | વર્ષા પટેલ
ગો કોરોના ગો.... ગો કોરોના ગો....
મમ્મી સાથે રમજે, તું હેન્ડવોશ કરજે
પપ્પાની ઑફિસે પણ લોકડાઉન રાખજે
ગો કોરોના ગો.... ગો કોરોના ગો....
દાદીની વાતોમાં આવે ચોર કાળો કાળો
ડોસા દે છે ડારો હવે કેમનો થાય ઘોડો
દાદા દાદી ભેગો લાલો યે હવે ગાતો
ગો કોરોના ગો.... ગો કોરોના ગો....
છોકરો ના રિસાયો તો ય કોઠીએ સંતાયો
પિઝા ના મળે તો હું છાશ રોટલો ખાતો
દીવો ભલે બળતો મામાને ઘેર ના જાતો
ગો કોરોના ગો.... ગો કોરોના ગો....
ભાભો ઢોર ચરાવે ને ચપટી બોર લાવે
એક બિલાડી જાડી ને તેણે પહેરી સાડી
મોઢે માસ્ક પહેરાવી 'ય' યતિનો બોલાવે
ગો કોરોના ગો.... ગો કોરોના ગો....