બે કાવ્ય | વજેસિંહ પારગી
ખાક થઈ જઈએ
ભૂખની જ્વાળામાં
કે
બની જઈએ
કૉરોનાનો કોળિયો
એવી જગાએ
જકડાઈને ઊભા છીએ
*****
થાક્યા છીએ
નેજવાં કરીકરીને
પણ દેખાતો નથી
દૂરદૂર નાસી છૂટવાનો
કે જીવવાનો
કોઈ રસ્તો
*****