જેવું | સંજય ચૌહાણ
આંખમાં પલળ્યા કરે વ્યવહાર જેવું.
આ વખત લાગે નહીં તહેવાર જેવું.
ના ખરીદી કે નથી વેચાણ જેવું
બંધ છે સઘળું નથી સંચાર જેવું
બીજ, છઠ, આઠમ ગયો શ્રાવણ ય કરો
ના મળ્યા મેળે છે મનમાં ભાર જેવું.
ઓશિયાળાં બાળકો દેખી મા રડે છે
આજ ઘરમાં ના બન્યું કંસાર જેવું.
જો છે કોરોના છતાં હસતા રહેજો
જીવશું કાલે સજી શણગાર જેવું