તોફાન કોરોના | રાહુલ સેનમા
માનવીએ જ સર્જેલું પ્રચંડ છે તોફાન કોરોના!
જેનાથી આખી દુનિયા આજે છે હેરાન કોરોના!
પ્રકૃતિનાં દુરુપયોગમાં કોઈ કસર ના છોડી તેં માનવી,
હજારો-લાખો અબોલા જીવોનું છે બલિદાન કોરોના!
ઘરમાં જ બાંધ્યો છે, સર્વોપરી મનાતા આ જીવને,
ખરેખર કુદરતે જ કરેલું છે અભિમાન કોરોના!
માનવ-માનવમાં ભેદભાવ રાખતા આ નિષ્ઠુર લોકોને,
લાગે છે, કરાવ્યું છે તેં અસ્પૃશ્યતાનું ભાન કોરોના!
તારા ઉદ્ભવનો દોષ અપાય છે માત્ર એક પરદેશને,
હકીકતમાં છે મનુષ્યે કરેલા પાપનું પ્રસ્થાન કોરોના!
દેખાડી છે ઓકાત તેં અમીરોને, દંભીઓને આજે,
આમ પ્રકૃતિએ જાણે જાળવ્યું છે સ્વમાન, કોરોના!