હાઈકુ અને અદૃષ્ટ મહિષ । પ્રવિણ બી. રાઠોડ
હાઈકુ
આ તો છે કેવું ?
કોરોનાનું કામણ
બધાંય બંધ.
*****
અદૃષ્ટ મહિષ
છંદ – ખંડ શિખરિણી
ન દેખાયે ક્યારે
જણાયે ના તે તો જગતભરમાં મુક્ત વિચરે
ફરે ચોપાસે તે, અમતમ કને નેન ન ચડે
બને આવાસી તે, અમતમ ઘટે ભાળ ન મળે
કહે કોરોના છું, તમસતનધારી મહિષ હું
અરવ પગલે સાથ સરકું.