કોરોના સે ડરોના ! । મિનાક્ષી પરમાર
કોરોનાની મહામારી થઇ,
સર્વે દેશ પર ભારી..
ચેપી રોગ ફાટી નીકળ્યો,
મૃત્યુઆંકને આંબી નીકળ્યો..
સરકાર કરે છે લોકડાઉન
તોય લોકો ફરે છે અપ એન્ડ ડાઉન
ફર્યા કરે છે પોતાના જ ટાઉન
શું કરે બિચારી પ્રજા લોકડાઉનમાં
બધા જ વિસ્તાર થયા છે સીલ
કર્મચારીના હૈયા થાય ઊંચનીચ
કે કેમ કરી જાવું હવે મારે મીલ...
સરકાર કરે છે આઇસોલેશન
ને યુવાનોને થાય હાયપરટેન્શન..
ચારેકોર કોરોનાનો હાહાકાર,
લોકો કરે છે પોકાર..
કોરોનાની મહામારી ના થઇ
સેવાની સરવાણી પર ભારી
હિન્દુ મુસ્લિમ એક થયા
સૌ દિલના નેક થયા.
‘બિઝી’ લોકોય ઘરે બેસતા થયા,
ટેક્નોલોજીથી અપટુડેટ થયા.
શાળાએથી અભ્યાસ થયો ગેરહાજર
સર્વત્ર થયા શિક્ષકો હાજર...
મોદીજી કહે કોરોના સે ડરોના !
તુમ ઉદાસી સે હારો ના !
બસ તુમ ઘર પર હી રહો ના !!