કોરોના સમજાતો નથી... | મેહુલસિંહ રાઠોડ
આ અદૃશ્ય વાયરસની વાત સમજાતી નથી,
જીવલેણ હુમલાની વાત ગળે ઊતરતી નથી;
લોકડાઉનમાં પણ લોકો સમજતા નથી,
અમથી રખડપટ્ટી ને જાહેરમાં બેઠક છોડતા નથી.
સમજાવે દેશના રક્ષક ને દેશના વડા છતાં સમજતા નથી,
અભણ તો અભણ પણ ભણેલા પણ ઘરમાં બેસતા નથી.
કોરોના સામે લડવું એ વ્યક્તિગત લડત નથી.
જેને થઈ અસર એને પૂછો આ ખાવાના લાડવા નથી.
હવે સામાજિક દૂરી વિના બીજો કોઈ વિકલ્પ નથી,
સમજાવે 'રાઠોડ' હવે સમજો, ઘરમાં રહ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.